Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 1 જાગને જાદવા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Chapter 1 જાગને જાદવા
Class 11 Gujarati Textbook Solutions Chapter 1 જાગને જાદવા Textbook Questions and Answers
જાગને જાદવા સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણને શા માટે જગાડવામાં આવે છે?
ઉત્તર :
શ્રીકૃષ્ણને ગાયો ચરાવવા, ધણ સાથે જવા જગાડવામાં આવે છે.
પ્રશ્ન 2.
ગોવાળિયાને કયો પ્રશ્ન મૂંઝવે છે?
ઉત્તરઃ
ગોવાળિયાને પ્રશ્ન મૂંઝવે છે કે, વડો ગોવાળિયો કોણ થશે?
પ્રશ્ન 3.
શ્રીકૃષ્ણ માટે કવિએ કયા શબ્દો પ્રયોજ્યા છે?
ઉત્તરઃ
શ્રીકૃષ્ણ માટે કવિએ જાદવા, ગોવાળિયા, હરિ શબ્દો પ્રયોજ્યા છે.
2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણ નહીં જાગે તો કયાં ક્યાં કાર્યો અટકી પડશે?
ઉત્તરઃ
શ્રીકૃષ્ણ નહીં જાગે તો મુખ્ય ગોવાળિયો કોઈ થઈ શકશે નહીં. કઢિયેલ દૂધ કોઈ પી શકશે નહીં. ભૂમિનો ભાર કોઈ હળવો કરી શકશે નહીં. મધુરી મોરલી કોઈ વગાડી શકશે નહીં. સંસારસાગરમાં ડૂબતાંને કોઈ બચાવી શકશે નહીં.
પ્રશ્ન 2.
‘ત્રણ સેં ને સાઠ ગોવાળ’ના કયા કયા અર્થ સંભવિત છે?
ઉત્તરઃ
“ત્રણ સેં ને સાઠ ગોવાળ’ના સંભવિત અર્થ :
(1) તેમાં કોઈ વર્ષના દિવસો જુએ છે.
(2) તેમાં કોઈ શરીરની નાડીનો આંકડો જુએ છે. આ બધામાં શ્રીકૃષ્ણ મુખ્ય સ્થાને છે.
3. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણને જગાડવા માટે ક્યાં ક્યાં કારણો આપ્યાં છે તે સવિસ્તર જણાવો.
ઉત્તરઃ
શ્રીકૃષ્ણ બાળપણમાં ગોકુળમાં દરરોજ સવારે ગાયો ચરાવવા જતા. માતા જશોદા શ્રીકૃષ્ણને સવારે જગાડે છે. તે જણાવે છે કે કૃષ્ણ વિના ગાયોને ચરાવવા કોણ જશે? ત્રણસો અને સાઇઠ ગોવાળિયા ભેગા થયા છે, તેમાં મુખ્ય ગોવાળિયો કોણ થશે? દહીંથરાં અને ઘેબરાં કોણ ખાશે?
કઢિયેલ દૂધ કોણ પીશે? હરિએ હાથિયો તાય, કાળીનાગ નાથ્યો. આવા હરિ સિવાય પાપીઓને હણીને ભૂમિનો ભાર હળવો કોણ કરશે? યમુનાને તીરે ગાયો ચરાવતાં મીઠી મોરલી કોણ વગાડશે? સંસારસાગરમાં ડૂબતનો તારણહાર કોણ થશે?
આમ, ઉપરના પ્રશ્નોમાં જ શ્રીકૃષ્ણને જગાડવાનાં કારણો છે, કારણ કે શ્રીકૃષ્ણ જ આ બધાં કાર્યો પાર પાડી શકે તેમ છે.
Std 11 Gujarati Textbook Solutions Chapter 1 જાગને જાદવા Additional Important Questions and Answers
જાગને જાદવા પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણએ કરેલાં અવતારકાર્યોમાંનાં કયાં કાર્યોનો કાવ્યમાં ઉલ્લેખ છે?
ઉત્તર :
શ્રીકૃષ્ણએ હાથિયો(નક્ષત્ર)ને તાર્યો હતો. એમણે કાળીનાગને નાથ્યો હતો. આ અવતારકાર્યોનો કાવ્યમાં ઉલ્લેખ છે.
પ્રશ્ન 2.
શ્રીકૃષ્ણ ગાયો ચરાવવા ક્યાં જતા? ત્યાં તે શું કરતા?
ઉત્તરઃ
શ્રીકૃષ્ણ ગાયો ચરાવવા જમુનાને તીરે જતા. ત્યાં તે મીઠી મોરલી વગાડતા.
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો?
પ્રશ્ન 1.
કેટલા ગોવાળિયા ટોળે મળ્યા છે?
ઉત્તર :
ત્રણસો અને સાઇઠ ગોવાળિયા ટોળે મળ્યા છે.
પ્રશ્ન 2.
માતા જશોદાએ શ્રીકૃષ્ણ માટે કઈ કઈ વાનગીઓ બનાવી છે?
ઉત્તરઃ
માતા જશોદાએ શ્રીકૃષ્ણ માટે દહીંથરાં અને ઘેબરાં બનાવ્યાં છે.
પ્રશ્ન 3.
શ્રીકૃષ્ણને પીવા માટે કેવું દૂધ છે?
ઉત્તરઃ
શ્રીકૃષ્ણને પીવા માટે કઢિયલ (ખૂબ ઉકાળેલું) દૂધ છે.
પ્રશ્ન 4.
ગૌધન ચરાવતાં શ્રીકૃષ્ણ શું કરતા?
ઉત્તરઃ
ગૌધન ચરાવતાં શ્રીકૃષ્ણ મીઠી મોરલી વગાડતા.
પ્રશ્ન 5.
“જાગને જાદવા’ કાવ્યમાં કવિ શેનો પરિચય આપે છે?
ઉત્તર :
“જાગને જાદવા’ કાવ્યમાં કવિ પોતાની નિર્મળ ભક્તિનો પરિચય આપે છે.
3. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
“જાગને જાદવા’ કાવ્યના કવિનું નામ જણાવો.
(a) મીરાંબાઈ
(b) દયારામ
(c) નરસિંહ મહેતા
(d) ગંગાસતી
ઉત્તર :
નરસિંહ મહેતા
પ્રશ્ન 2.
“જાગને જાદવા” કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) પદ
(b) આખ્યાન-ખંડ
(c) ભક્તિગીત
(d) ઊર્મિકાવ્ય
ઉત્તર :
પદ
પ્રશ્ન 3.
નરસિંહ મહેતાનું વતન કર્યું હતું?
(a) વીરપુર
(b) જૂનાગઢ
(c) સોનગઢ
(d) જેતલપુર
ઉત્તર :
જૂનાગઢ
પ્રશ્ન 4.
નરસિંહ મહેતાએ કયા છંદમાં પદ રચ્યાં છે?
(a) શિખરિણી
(b) મંદાક્રાન્તા
(c) ઝૂલણા
(d) હરિગીત
ઉત્તર :
ઝૂલણા
પ્રશ્ન 5.
નરસિંહ મહેતાનાં પદ કયા નામે જાણીતાં છે?
(a) પ્રભાતિયાં
(b) ભજન
(c) ગઝલ
(d) દોહરા
ઉત્તર :
પ્રભાતિયાં
જાગને જાદવા વ્યાકરણ
1. નીચેનાં વાક્યો ભાષાની દૃષ્ટિએ સુધારીને ફરીથી લખોઃ
પ્રશ્ન 1.
(1) તારા વિના ધેન કોણ જાશે?
(2) હરિએ હાથિયો તાર્યા.
(3) જમુનાને તીર મધૂરી મોરલી શું વગાડશે?
ઉત્તરઃ
(1) તારા વિના ધેનમાં કોણ જશે?
(2) હરિએ હાથિયો તાર્યો.
(3) જમુનાને તીરે મધુરી મોરલી કોણ વગાડશે?
2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:
પ્રશ્ન 1.
ભૂમિનો ભાર કોણ લેશે?
ઉત્તરઃ
નો
પ્રશ્ન 2.
શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો.
ઉત્તરઃ
એ
3. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ લખો :
પ્રશ્ન 1.
(1) કુણ
(2) જાશે
(3) વાશે
(4) બૂડતાં
ઉત્તરઃ
(1) કોણ
(2) જશે
(3) વહાવશે
(4) ડૂબતાં
4. નીચે “એ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ’ વિભાગમાંથી શોધીને લખો:
પ્રશ્ન 1.
અ” વિભાગ – બ” વિભાગ
(1) ભૂમિ – કાંઠો, કિનારો
(2) જમુના – પૃથ્વી, જમીન
(3) તીર – મોટો, મુખ્ય
(4) મધુરી – કાલિંદી, યમુના
(5) વડો – મધુર, મીઠી
ઉત્તરઃ
(1) ભૂમિ – પૃથ્વી, જમીન
(2) જમુના – કાલિંદી, યમુના
(3) તીર – કાંઠો, કિનારો
(4) મધુરી – મધુર, મીઠી
(5) વડો – મોટો, મુખ્ય
5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
પ્રશ્ન 1.
(1) જાગવું
(2) બૂડવું
ઉત્તરઃ
(1) જાગવું ઊંઘવું
(2) બૂડવું – તરવું
6. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ
પ્રશ્ન 1.
(1) દહીંથરા
(2) હાથીયો
(3) મધૂરિ
(4) કઠિયેલ
(5) ભુમી
ઉત્તરઃ
(1) દહીંથરાં
(2) હાથિયો
(3) મધુરી
(4) કઢિયલ
(5) ભૂમિ
7. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
પ્રશ્ન 1.
(1) દહીંથરા –
(2) ગૌધન –
ઉત્તરઃ
(1) મધ્યમપદલોપી સમાસ
(2) કર્મધારય સમાસ
જાગને જાદવા Summary in Gujarati
જાગને જાદવા પ્રાસ્તાવિક
નરસિંહ મહેતા રચિત, લોકજીભે વસેલ આ પદ શ્રીકૃષ્ણની બાળલીલા અને અવતારલીલાનો પરિચય કરાવે છે; તેમજ તેમાં કવિની નિર્મળ ભક્તિનો પરિચય થાય છે. શ્રીકૃષ્ણ બાળપણમાં ગોકુળમાં ગાયો ચરાવતા એટલે ‘ગોવાળિયા’ હતા.
માતા જશોદા શ્રીકૃષ્ણને ગાયો ચરાવવા ધણ સાથે જવા જગાડે છે. ‘વડો રે ગોવાળિયો કુણ થાશે?” પ્રશ્નમાં શ્રીકૃષ્ણની ટોળાના વડા થવાની યોગ્યતા દર્શાવાઈ છે. ભૂમિનો ભાર તે કુણ લેશે?” પ્રશ્નમાં શ્રીકૃષ્ણના અવતારકાર્યની યાદ અપાવી છે. બૂડતાં બાંયડી કુણ સાશ?’ પ્રશ્નમાં શ્રીકૃષ્ણને તારણહાર તરીકે ઓળખાવ્યા છે.
જાગને જાદવા કાવ્યની સમજૂતી
(હે) યાદવ, કૃષ્ણ ગોવાળિયા (૮) જાગ. તારા વગર ધેનમાં (ગાયો ચરાવવા) કોણ જશે?
ત્રણસો અને સાઇઠ ગોવાળ ભેગા થયા છે, તેમાં વડો (મુખ્ય) ગોવાળિયો કોણ થશે?
(હે) યાદવ, કૃષ્ણ ગોવાળિયા (૮) જાગ.
દહીંનાં દહીંથરાં (પોચી પૂરી), ઘીનાં ઘેબરાં (પકવાન) (કોણ ખાશે?) કઢિયલ (ખૂબ ઉકાળેલું) દૂધ કોણ પીશે?
હરિએ હાથિયો (સત્તાવીસ નક્ષત્રમાંનું તેરમું નક્ષત્ર) તાય (બચાવ્યો), કાળીનાગને નાથ્યો. (એવા હે હરિ) આ ભૂમિનો ભાર કોણ લેશે? (તારા સિવાય પાપીઓને હણવાનું કાર્ય કોણ કરશે?)
(હે) યાદવ, કૃષ્ણ ગોવાળિયા (તું) જાગ.
યમુના નદીના) તીરે (કાંઠે), ગૌધન (ગાયોરૂપી ધન) ચરાવતાં મધુર મોરલી કોણ વગાડશે?
નરસૈયો (નરસિંહ મહેતા) કહે છે કે (હે પ્રભુ) તારા ગુણ ગાઈને (અમે) ખુશ થઈએ, સંતોષ પામીએ. (આ સંસારસાગરમાં ડૂબતાની બાયડી (હાથ) કોણ (તારા સિવાય) ઝાલશે? (સહાય કરશે?)
(હે) યાદવા કૃષ્ણ ગોવાળિયા (૮) જાગ.
જાગને જાદવા શબ્દાર્થ
- જાદવા – યાદવ, યદુનો વંશજ, કૃષ્ણ.
- કૃષ્ણ – શ્યામ, ઢોર ચરાવનારો.
- તુજ – તારું, (અહીં) તારા.
- વિના – વગર, સિવાય.
- ધન – ગાય.
- ધેનમાં – (અહીં) ગાયો ચરાવવા.
- ત્રણ સેં – ત્રણસો.
- વડો – વડું, મોટું, (અહીં) મુખ્ય.
- કુણ – કોણ.
- તણાં – નાં.
- દહીંથરાં – એક જાતની જાડી, પોચી પૂરી. ઘેબરાં – એક વાની, પકવાન.
- કઢિયલ – કઢેલું, ખૂબ ઉકાળેલું.
- તાર્યો – ઉદ્ધાર કર્યો.
- હાથિયો – સત્તાવીસ નક્ષત્રમાંનું તેરમું નક્ષત્ર.
- કાળીનાગ – કાલિય, શ્રીકૃષ્ણ નાથેલો કાળીનાગ.
- ભૂમિ – પૃથ્વી, જમીન.
- ભાર – બોજ, વજન.
- જમુના – કાલિંદી, યમુના નદી.
- તીરે – કાંઠે, કિનારે.
- ગૌધન – ગાયોરૂપી ધન.
- મધુરી – મધુર, મીઠી.
- વાશે – વહાવશે, વગાડશે.
- રીઝીએ – રીઝવું, ખુશ થવું, સંતુષ્ટ થવું.
- બૂડતાં – ડૂબતાં.
- બાંયડી – હાથ, બાવડું.
- સાશે – સાહવું, ઝાલવું, પકડવું.
- સહાય – મદદ કરવી.