Gujarat Board GSEB Class 4 Gujarati Textbook Solutions પૂરક વાચન Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 4 Gujarati Textbook Solutions Purak Vachan
1. શ્રાવણ :
લેખિકા- દુર્ગ ભાગવત, અનુવાદક – અરુણા જાડેજા
વિશેષ પ્રશ્ન-ઉત્તર
નીચેનાં વાક્યોમાંથી ખરાં વાક્યો સામે [✓] ની અને ખોટાં વાક્યો સામે [✗] ની નિશાની કરો:
પ્રશ્ન 1.
- ‘શ્રાવણ’માં સૂર્યગોલો લગભગ નહીં જેવો દેખાય. [ ]
- વાદળાં બને છે અને કાચીંડાની જેમ રંગ બદલે છે. [ ]
- ગાઢ અંધકારનાં મોજાં ગીચ થતાં આખું આકાશ એક જ રંગનું જાંબુડિયું થાય. [ ]
- વીજળી ચમકે એટલે ફક્ત કાળા-ધોળાં વાદળાં જુદાં તરી આવે. [ ]
- આકાશ મધરાતે અંધારામાં જરીક ધોળું પણ વધુ ધોળું લાગે. [ ]
- સાંજે ધુમાડિયાં લાગતાં વાદળાં આકાશને કાળાશ આપી જાય છે. [ ]
ઉત્તર :
- ‘શ્રાવણ’માં સૂર્યગોલો લગભગ નહીં જેવો દેખાય. [✓]
- વાદળાં બને છે અને કાચીંડાની જેમ રંગ બદલે છે. [✗]
- ગાઢ અંધકારનાં મોજાં ગીચ થતાં આખું આકાશ એક જ રંગનું જાંબુડિયું થાય. [✗]
- વીજળી ચમકે એટલે ફક્ત કાળા-ધોળાં વાદળાં જુદાં તરી આવે. [✓]
- આકાશ મધરાતે અંધારામાં જરીક ધોળું પણ વધુ ધોળું લાગે. [✓]
- સાંજે ધુમાડિયાં લાગતાં વાદળાં આકાશને કાળાશ આપી જાય છે. [✗]
2. પડછાયાના ખેલ
લેખિકા-દુગ ભાગવત, અનુવાદક – અરુણા જાડેજા
પાઠ્યપુસ્તકના પાન નંબર 195 પરના ફકરામાં આવતો હોય તેવો પડછાયો દોરો. બાકીના પડછાયા તમારી નોટબુકમાં દોરી નોટિસબોર્ડ પર લગાવો.
[નોંધ : વિધાર્થીઓએ જાતે પ્રવૃત્તિ કરવી.]
વિશેષ પ્રશ્ન-ઉત્તર
કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલા ફકરાઓમાંની ખાલી જગ્યા પૂરો:
પ્રશ્ન 1.
(ઉંદર, માં, મોટીમસ, વિચિત્ર, ઝીણકી, જાડાયક, બરાબરી).
સપનામાં આપણે ખૂબ (1) વાતો જોઈએ છીએ. પણ મને થાય કે પડછાયાના ચક્રમ જેવા આ આકારોની (2) એકેય સપના સાથે ન થાય. તેમાંયે આ આકારો હલતા રહેતા હોવાથી તેમની વિચિત્રતાનો પાર નથી. આ જુઓ, સાવ બેસી ગયેલા પેટવાળો, જાડી પૂંછડીવાળો, બે પગવાળો (3) ક્યારનો મોં ઉઘાડબંધ કરે છે. એની પાછળ ત્રણ શિંગડાંવાળું અને ખૂબ લાંબું, (4) પંછવાળું એક મોટું સસલું પોતાના જાડિયાપાડિયા હાથ વડે પેલા ઉંદરને પકડવા જાય છે. બેઉના (5) ફરે છે, આગળપાછળ એક જ દિશામાં. પકડાયો ઉંદર સસલાના સકંજામાં. હવે એ ઉંદરનું મોટું હરણ થઈ ગયું, (6) બે પગવાળું. પેલા સસલાનો રંગ આછો થઈ ગયો અને હવે એમાંથી એક વાળ કાપેલી, (7) ને જાડી છોકરી નીકળે છે.
ઉત્તર :
- વિચિત્ર
- બરાબરી
- ઉંદર
- ઝીણકી
- માં
- જાડાબટાક
- મોટીમસ
પ્રશ્ન 2.
(કૂદકા, હરસ, ફફડાવવા, ગૂંચળું, ગરદન) :
પેલું (1) હવે એના પડખામાં ભરાય છે અને પછી વિચિત્ર પક્ષીઓ પાંખ (2) લાગે છે. બીજા કાચમાંથી એક જ બાજુએ મોં ફેરવેલાં બે પક્ષીઓ દેખાય છે. એકનું મોં તો (3) સુધી લંબાયેલું, મોટું અને આખાય મોંમાં નાચતી આંખ જ દેખાય. પાંખ ખરી પણ પગ વડે (4) મારે એવો બીજા પક્ષીનો આકાર છે. આ જુઓ, ધડ રીંછનું અને માથું બગલાનું હોય તેવું એક પ્રાણી, ઝાડની આડી ડાળી પર નાગની જેમ (5) વળીને ઊભેલા લાંબા સાપને પોતાના પંજામાં પકડીને ચાંચ મારી રહ્યું છે.
ઉત્તરઃ
- હરણ
- ફફડાવવા
- ગરદન
- કૂદકા
- ગૂંચળું
3. ચિઠ્ઠી :
પ્રશ્ન 1.
પાઠ્યપુસ્તકના પાન નંબર 196 પરના પત્ર ઉપરાંત નીચેના જેવા શબ્દો બનાવી પત્ર, નિબંધ, વાર્તા કે કવિતા લખો : મોરબી, જૂનાગઢ, વડનગર, તારાપુર, રાજકેટ, ગાંધીનગર, વિસનગર, સોમનાથ, ગુજરાત, પરીક્ષા, ચાચી, સૂર્યકાંત, ચંદ્રકાંત, વનરાજસિંહ, હીરાબા, સમાચાર, નવસારી
ઉત્તર :
બનાવેલ શબ્દોઃ ગાયન, મધુરું, સૌને, જંગલ, દીપડો, અનેક, હાર્મોનિયમ, હલકો, ફૂલકો, હાથી, હાજર, બંદર, શરમાળ, દંગલ, સરોવર, ઘોષણા, મંગલફેરો, કાચબો, સવારી, ગરમાગરમ, અંતર
વાર્તાઃ ગીત એક, રીત અનેક
એક કોયલ ફરવા નીકળી.
તે ઊડતી જાય ને ગાતી જાય:
“સા રે ગ મ પ ધ નિ સા
સા નિ ધ પ મ ગ રે સા”
રસ્તામાં મળ્યો એક મોર,
એ કરે ન કોઈ ‘દિ શોર
ગાયન એનું બહુ મધુરે
લાગે સૌને ખૂબ સૂરીલું
બંને જંગલમાં ગાતાં જાય :
“સા રે ગ મ પ ધ નિ સા
સા નિ ધ પ મ ગ રે સા”
બંનેને મળ્યો એક દીપડો,
“મોર-કોયલ, ચાલ્યાં ક્યાં?”
“એક મજાની હરીફાઈમાં.”
“હરીફાઈ? હરીફાઈનું નામ શું?”
“ગીત એક, રીત અનેક’
“તો ચાલો હું પણ આવું.”
કોયલ કહે, “અમે એક હાર્મોનિયમ વગાડનારને શોધીએ છીએ.”
દીપડો કહે, “પેલો હલકો ફૂલકો હાથી, એને બનાવો સાથી.”
મોરે ‘ટહુક’ કહીને બૂમ પાડી ને હાથી હાજર.
ઓહો! સાથે આવ્યો ઢોલી બંદર,
હુમ હુમ કુમકઠુમ, હમકુમ તુમકહુમ, તાક ધિનાધિન તા.
સાથે શરમાળ શિયાળ પણ જોડાયું.
ઊંચું ઊંચું ઊંટ તો ઊંધા પગે દોડ્યું.
બધાં ભેગાં થયાં દંગલ સરોવરની પાળે.
નોળિયા પાસે જઈ નામ નોંધાવ્યાં.
ત્યાં જ જિરાફે ઘોષણા કરી –
“તો શરૂ થાય છે હરીફાઈ ..
ગીત એક, રીત અનેક …
વિજેતાને મળશે જંગલના દંગલ સરોવરમાં એક મંગલફેરો… કાચબાની પીઠ પર બેસીને તે પણ દર મહિને એક વાર !
કાચબાની સવારી, ગિફ્ટ છે અમારી !”
બધાંએ તાળીઓના ગડગડાટ કર્યો.
સૌથી પહેલો વારો હતો કોયલનો. કોયલે ચિઠ્ઠી ઉપાડી. કોયલના ભાગે આવ્યું રડતાં રડતાં ગાવાનું. એણે શરૂ કર્યું:
ઊંડું ઊંડું… અંતર, ઊંડું ઊંધું મંતર, ઊંડું ઊંડું અંતર …
ઊંડું ઊંધું. હું જાણું છું એક ઊંડું ઊંડું અંતર …
ઊંડું ઊહું તને ચકલી બનાવી દઉં છું. ઊંડું ઊંડું ઊંધું…”
સૌ ખડખડાટ હસી પડ્યાં.
ભૂંડની ચિઠ્ઠીમાં લખ્યું હતું. નાચતાં નાચતાં ગાવાનું. ઊંચા ઊંચા ઊંટની ચિઠ્ઠીમાંથી નીચી ડોકે ગાવાનું નીકળ્યું. દીપડાની તો ચિઠ્ઠી જ જેમ તેમ ખૂલી; તેમાં લખ્યું હતું : મોં બંધ રાખીને ગાવાનું !!
મોરને હસતાં હસતાં ગાવાનું નીકળ્યું.
દેડકાભાઈને પેટમાં દુઃખતું હોય એમ ગાવાનું હતું. આવાં ગીતો સાંભળી સૌ પોતાનું પેટ પકડી હસી પડ્યાં.
વરુભાઈને એમ કે મારો વારો છેલ્લે છે એટલે જરા સ્ટૉલ પર જઈ ગરમાગરમ ભજિયાં ખાઈ આવું. મોટા લીલા મરચાનું આખું ભજિયું જેવું મોંમાં મૂક્યું કે ત્યાં તરત જ જિરાફે વરુનું નામ જાહેર કર્યું. – વરુભાઈ તો મોંમાં ભજિયા સાથે દોડતા માઇક પાસે પહોંચ્યા. ચિઠ્ઠી ઉપાડી, સાવ કોરી ! પણ ગાવું તો પડે જ ને!
વરભાઈ તો મોંમાં મોટા ભજિયા સાથે ગાવા લાગ્યા … “અંતર મંતર જંતર …” માંડ સંભળાય તેવો અવાજ નીકળ્યો.
બધાં તો એવાં હસ્યાં … એવાં હસ્યાં .. એવાં હસ્યાં … હા … હા … હા …! હો … હો … હો …! હાઉ … હાઉ.. હાઉ… ! હૂ…. હું….!
વિશેષ પ્રશ્ન-ઉત્તર
ચિત્રો જોઈ, શબ્દો લખીને પત્ર પૂર્ણ કરો :
ઉત્તર :
- કમ્યુટર
- મોબાઇલ
- ટીચર્સ
- યોગાસન
- કસરત
- રંગ
- ચોપડીઓ
- ક્રિકેટ
- બૅડમિન્ટન
- પત્તાં
- સાપસીડી
- સાઇકલ
- ફૂલ, કીડી, પતંગિયું, ગોકળગાય, અળસિયું
- ઘર
- ઘર
- માસ્ક
- હાથ
- રસી
- લખીને