Gujarat Board GSEB Class 7 Social Science Important Question Chapter 18 સંચાર-માધ્યમ અને જાહેરાત Important Questions and Answers.
GSEB Class 7 Social Science Important Questions Chapter 18 સંચાર-માધ્યમ અને જાહેરાત
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
માનવી કેવું વિચારશીલ પ્રાણી છે?
A. આધ્યાત્મિક
B. નૈતિક
C. સામાજિક
D. ધાર્મિક
ઉત્તર:
C. સામાજિક
પ્રશ્ન 2.
માનવીને કઈ સૌથી મહત્ત્વની ભેટ મળી છે?
A. જ્ઞાનની
B. બુદ્ધિની
C. સુખની
D. પુરુષાર્થની
ઉત્તર:
B. બુદ્ધિની
પ્રશ્ન 3.
પહેલાના સમયમાં સંદેશો મોકલવાની રીતોમાં કોઈ એક રીતનો સમાવેશ થતો નથી?
A. મોટે અવાજે રડવું
B. ઢોલ વગાડવું
C. આગ કે ધુમાડાનો સંકેત
D. ઝંડો લહરાવવો
ઉત્તર:
A. મોટે અવાજે રડવું
પ્રશ્ન 4.
સંચાર-માધ્યમોને કારણે સમયની દષ્ટિએ દુનિયા કેવી થઈ ગઈ છે?
A. પહોળી
B. સાંકડી
C. મોટી
D. નાની
ઉત્તર:
D. નાની
પ્રશ્ન 5.
આધુનિક સંચારતંત્રે પૂરા વિશ્વને શામાં ફેરવી નાખ્યું છે?
A. વૈશ્વિક શહેરમાં
B. વૈશ્વિક ગ્રામમાં
C. વૈશ્વિક કુટુંબમાં
D. વૈશ્વિક દેશમાં
ઉત્તર:
B. વૈશ્વિક ગ્રામમાં
પ્રશ્ન 6.
લેખિત સંદેશાઓમાં સૌપ્રથમ ક્યા લેખિત સંદેશાનો જન્મ થયો?
A. ટેલિગ્રામ(તાર)નો
B. પુસ્તકોનો
C. વર્તમાનપત્રોનો
D. ટપાલ-પ્રથાનો
ઉત્તર:
D. ટપાલ-પ્રથાનો
પ્રશ્ન 7.
ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ક્યારે થઈ હતી? હું
A. ઈ. સ. 1854માં
B. ઈ. સ. 1855માં
C. ઈ. સ. 1858માં
D. ઈ. સ. 1872માં
ઉત્તર:
A. ઈ. સ. 1854માં
પ્રશ્ન 8.
આપણે ટપાલમાં અગત્યના પત્રો શાના દ્વારા મોકલાવી શકીએ છીએ?
A. પાર્સલ દ્વારા
B. રજિસ્ટર એડી દ્વારા
C. ટપાલી દ્વારા
D. મનીઑર્ડર દ્વારા
ઉત્તર:
B. રજિસ્ટર એડી દ્વારા
પ્રશ્ન 9.
આપણે ટપાલમાં ચીજવસ્તુઓ શાના દ્વારા મોકલાવી શકીએ છીએ?
A. ટપાલી દ્વારા
B. રજિસ્ટર એડી દ્વારા
C. પાર્સલ દ્વારા
D. મનીઑર્ડર દ્વારા
ઉત્તર:
C. પાર્સલ દ્વારા
પ્રશ્ન 10.
ટેલિગ્રામ(તાર)ની શોધ ક્યારે થઈ હતી?
A. ઈ. સ. 1880માં
B. ઈ. સ. 1870માં
C. ઈ. સ. 1860માં
D. ઈ. સ. 1850માં
ઉત્તર:
D. ઈ. સ. 1850માં
પ્રશ્ન 11.
ભારતમાં ટેલિગ્રામ(તાર)ની સેવા કયાં સ્થળો વચ્ચે શરૂ થઈ હતી?
A. કોલકાતા અને દિલ્લી
B. મુંબઈ અને નાગપુર
C. કોલકાતા અને ડાયમંડ હાર્બર
D. અમદાવાદ અને વડોદરા
ઉત્તર:
C. કોલકાતા અને ડાયમંડ હાર્બર
પ્રશ્ન 12.
ભારતમાં ટેલિગ્રામ(તાર)ની સુવિધા ક્યારથી બંધ કરવામાં આવી છે?
A. 13 જુલાઈ, 2003થી
B. 10 ઑગસ્ટ, 2005થી
C. 18 જુલાઈ, 2001થી
D. 1 જાન્યુઆરી, 2002થી
ઉત્તર:
A. 13 જુલાઈ, 2003થી
પ્રશ્ન 13.
કયું સંચાર-માધ્યમ જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે?
A. રેડિયો
B. વર્તમાનપત્રો
C. સિનેમા
D. પુસ્તકો
ઉત્તર:
D. પુસ્તકો
પ્રશ્ન 14.
વર્તમાન સમયમાં પુસ્તકોની બાબતમાં શાનું ચલણ વધ્યું છે?
A. વર્તમાનપત્રોનું
B. રેડિયોનું
C. કૃત્રિમ ઉપગ્રહનું
D. ઈ-બુકનું
ઉત્તર:
D. ઈ-બુકનું
પ્રશ્ન 15.
કયું સંચાર-માધ્યમ દુનિયામાં બનતી ઘટનાઓ, જાહેરાતો, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, પંચાંગ, વિશેષ દિન, તિથિ, ચોઘડિયાં વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે?
A. ટેલિવિઝન
B. પુસ્તકો
C. વર્તમાનપત્રો
D. રેડિયો
ઉત્તર:
C. વર્તમાનપત્રો
પ્રશ્ન 16.
નીચેના પૈકી કયું સંચાર-માધ્યમ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે?
A. રેડિયો
B. ટેલિવિઝન
C. સિનેમા
D. મોબાઇલ ફોન
ઉત્તર:
A. રેડિયો
પ્રશ્ન 17.
નીચેના પૈકી કયું સંચાર-માધ્યમ શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય સાધન છે?
A. કૃત્રિમ ઉપગ્રહ
B. સિનેમા
C. રેડિયો
D. વર્તમાનપત્રો
ઉત્તર:
B. સિનેમા
પ્રશ્ન 18.
દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે?
A. યુ.એસ.એ.માં
B. ફ્રાન્સમાં
C. ભારતમાં
D. ચીનમાં
ઉત્તર:
C. ભારતમાં
પ્રશ્ન 19.
આજનું સૌથી લોકપ્રિય દશ્ય-શ્રાવ્ય સંચાર-માધ્યમ કયું છે? ?
A. ટેલિવિઝન
B. સિનેમા
C. રેડિયો
D. વર્તમાનપત્રો
ઉત્તર:
A. ટેલિવિઝન
પ્રશ્ન 20.
કયા સંચાર-માધ્યમ દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે?
A. રેડિયો દ્વારા
B. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા
C. મોબાઇલ ફોન દ્વારા
D. ટેલિવિઝન દ્વારા
ઉત્તર:
C. મોબાઇલ ફોન દ્વારા
પ્રશ્ન 21.
વર્તમાન સમયમાં અનેકવિધ સુવિધાઓ માટે કયું સંચાર માધ્યમ જરૂરી ઉપકરણ બની ગયું છે?
A. કૃત્રિમ ઉપગ્રહ
B. સિનેમા
C. ટેલિવિઝન
D. મોબાઇલ ફોન
ઉત્તર:
D. મોબાઇલ ફોન
પ્રશ્ન 22.
કયા સંચાર-માધ્યમ દ્વારા પૃથ્વીના પેટાળમાં છુપાયેલાં પાણી અને ખનીજોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે?
A. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા
B. ટેલિવિઝન દ્વારા
C. મોબાઇલ ફોન દ્વારા
D. સિનેમા દ્વારા
ઉત્તર:
A. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા
પ્રશ્ન 23.
કયા સંચાર-માધ્યમ દ્વારા આપણે આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો જાણી શકીએ છીએ?
A. મોબાઇલ ફોન દ્વારા
B. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા
C. વર્તમાનપત્રો દ્વારા
D. ટેલિવિઝન દ્વારા
ઉત્તર:
B. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા
પ્રશ્ન 24.
કૃત્રિમ ઉપગ્રહ સંચાર-માધ્યમ દેશના કયા ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે?
A. ગ્રામીણ વિકાસ
B. વાણિજ્ય અને ઉદ્યોગ
C. સંરક્ષણ
D. કૃષિ અને ખેડૂત કલ્યાણ
ઉત્તર:
C. સંરક્ષણ
પ્રશ્ન 25.
વૉકીટૉકીનો ઉપયોગ વધુ પ્રમાણમાં કોણ કરે છે?
A. વેપારીઓ
B. શિક્ષકો
C. વકીલો
D. પોલીસો
ઉત્તર:
D. પોલીસો
પ્રશ્ન 26.
કયા સંચાર-માધ્યમ દ્વારા કૃષિક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે?
A. રેડિયો
B. વર્તમાનપત્ર
C. ટેલિવિઝન
D. કૃત્રિમ ઉપગ્રહ
ઉત્તર:
D. કૃત્રિમ ઉપગ્રહ
પ્રશ્ન 27.
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઇલ ફોનનો ઉપયોગ શાના પૂરતો જ કરવો જોઈએ?
A. હોમવર્ક
B. સંદેશાની આપ-લે
C. વાતચીત
D. ભજનો સાંભળવા
ઉત્તર:
C. વાતચીત
પ્રશ્ન 28.
મોબાઇલ ફોનના પ્રકાશને કારણે કોને નુકસાન થાય છે?
A. મગજને
B ઊંઘને
C. આંખોને
D. હાથને
ઉત્તર:
C. આંખોને
પ્રશ્ન 29.
કયા કારણે વિક્રેતાઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે?
A. જૂના માલને વેચવા માટે
B. વધારે નફો કરવા માટે
C. બજારમાં પ્રવર્તતી મંદીને કારણે
D. વ્યવસાયમાં થતી હરીફાઈને કારણે
ઉત્તર:
D. વ્યવસાયમાં થતી હરીફાઈને કારણે
પ્રશ્ન 30.
સરકાર કોના દ્વારા લોકકલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે?
A. જાહેરાતો દ્વારા
B. કર્મચારીઓ દ્વારા
C. મંત્રીઓ દ્વારા
D. ધારાસભ્યો દ્વારા
ઉત્તર:
A. જાહેરાતો દ્વારા
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. માનવી એક વિચારશીલ …………………………….. પ્રાણી છે.
ઉત્તર:
સામાજિક
2. શરૂઆતમાં ……………………………. નાં સાધનો જ સંચારનાં સાધનો હતાં.
ઉત્તર:
પરિવહન
3. વિજ્ઞાન અને ટેકનોલૉજીના ક્ષેત્રમાં વિકાસ કરવા માટે …………………………………. વ્યવસ્થાએ મહત્ત્વનો ફાળો આપ્યો છે.
ઉત્તર:
સંચાર
4. ………………………….. માધ્યમોને કારણે સમયની દષ્ટિએ દુનિયા નાની બની ગઈ છે.
ઉત્તર:
સંચાર
5. આધુનિક સંચારતંત્રે સમગ્ર વિશ્વને એક …………………………………. માં ફેરવી દીધું છે.
ઉત્તર:
વૈશ્વિક ગ્રામ
6. લેખિત સંદેશાઓ મોકલવામાંથી ………………………………. નો જન્મ થયો.
ઉત્તર:
ટપાલ-પ્રથા
7. ભારતમાં આધુનિક ……………………………….. ની શરૂઆત ઈ. સ. 1854માં થઈ હતી.
ઉત્તર:
ટપાલસેવા
8. આપણે અગત્યના પત્રો ……………………………….. દ્વારા મોકલાવી શકીએ છીએ.
ઉત્તર:
રજિસ્ટર એડી
9. આપણે પૈસા …………………………… દ્વારા મોકલાવી શકીએ છીએ.
ઉત્તર:
મનીઑર્ડર
10. આપણે ચીજવસ્તુઓ ………………………. દ્વારા મોકલાવી શકીએ છીએ.
ઉત્તર:
પાર્સલ
11. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ ………………………… ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી.
ઉત્તરઃ
કોલકાતા
12. ભારતમાં ટેલિગ્રામ સેવા 13 જુલાઈ, ……………………………. થી બંધ કરવામાં આવી છે.
ઉત્તરઃ
2003
13. પુસ્તકો ………………………….. નો ભંડાર છે.
ઉત્તરઃ
જ્ઞાન
14. …………………………….. જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે.
ઉત્તરઃ
પુસ્તકો
15. વર્તમાન સમયમાં ……………………………… નું ચલણ વધ્યું છે.
ઉત્તરઃ
ઈ-બુક
16. આપણા દેશમાં વિવિધ …………………………….. માં અનેક દૈનિક વર્તમાનપત્રો અને સામયિકોનું પ્રકાશન થાય છે.
ઉત્તરઃ
ભાષાઓ
17. રેડિયો એ …………………………………… પ્રકારનું સંચાર-માધ્યમ છે.
ઉત્તરઃ
શ્રાવ્ય
18. …………………………………. શિક્ષણ અને મનોરંજનનું એક લોકપ્રિય સંચાર માધ્યમ છે.
ઉત્તરઃ
સિનેમા
19. ફિલ્મો દ્વારા સામાજિક અને ………………………………….. બાબતોનું શિક્ષણ આપવામાં આવે છે.
ઉત્તરઃ
સાંસ્કૃતિક
20. દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો …………………………………….. માં બને છે.
ઉત્તરઃ
ભારત
21. ………………………… આજનું સૌથી લોકપ્રિય દશ્ય-શ્રાવ્ય સંચાર માધ્યમ છે.
ઉત્તર:
ટેલિવિઝન
22. ………………………. માં તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા મળે છે.
ઉત્તર:
ટેલિવિઝન
23. ………………………….. દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે.
ઉત્તર:
મોબાઇલ ફોન
24. વર્તમાનમાં અનેકવિધ સુવિધાઓ માટે …………………………… જરૂરી ઉપકરણ બની ગયું છે.
ઉત્તર:
મોબાઇલ ફોન
25. કૃત્રિમ ઉપગ્રહને ………………………………… માં તરતો મૂકવામાં આવે છે.
ઉત્તર:
અવકાશ
26. કૃત્રિમ ઉપગ્રહ દેશના ………………………………… ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે.
ઉત્તર:
સંરક્ષણ
27. પોલીસો નવી શોધ ………………………………………. નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે.
ઉત્તર:
વોકીટોકી
28. ………………………………. ના ઉપયોગથી સંચાર-માધ્યમનો વિકાસ વધુ ને વધુ થયો છે.
ઉત્તર:
ટેક્નોલૉજી
29. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ……………………………………. ની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે.
ઉત્તર:
કૃષિક્ષેત્ર
30. સોશિયલ મીડિયા ઍપ અને માહિતીની શોધ કરવા માટે ………………………………… નો સમાવેશ કરવામાં આવેલ છે.
ઉત્તર:
બ્રાઉઝર
31. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઇલ ફોનનો ઉપયોગ ………………………….. પૂરતો જ કરવો જોઈએ.
ઉત્તરઃ
વાતચીત
32. મોબાઇલ ફોનના ………………………… ને કારણે આંખોને નુકસાન થાય છે.
ઉત્તરઃ
પ્રકાશ
33. વિક્રેતાઓ …………………………. ને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે.
ઉત્તરઃ
ગ્રાહકો
34. વિક્રેતાએ માલનું વેચાણ વધારવું હોય તો …………………………. કરવી પડતી હોય છે.
ઉત્તરઃ
જાહેરાત
35. ખોટી કે ………………………………. જાહેરાતથી સાવધાન રહેવું જોઈએ.
ઉત્તરઃ
લોભામણી
36. …………………………… રાષ્ટ્રોમાં ઘણું કરીને સંચાર-માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે.
ઉત્તરઃ
લોકશાહી
37. લોકશાહીમાં ………………………………. કેન્દ્રસ્થાને છે.
ઉત્તરઃ
લોકકલ્યાણ
38. સરકાર લોકોને ……………………………… ની સમગ્ર પ્રક્રિયાની સમજ જાહેરાતો દ્વારા આપે છે.
ઉત્તરઃ
મતદાન
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
1. ‘ઊંઘ’ એ માનવીને મળેલી સૌથી મહત્ત્વની ભેટ છે.
ઉત્તર:
ખોટું
2. પહેલાંના સમયમાં ઝંડા લહરાવીને સંદેશો મોક્લવામાં આવતો.
ઉત્તર:
ખરું
૩. પહેલાંના સમયમાં કેટલીક વખત પક્ષીઓને સંદેશો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં હતાં.
ઉત્તર:
ખરું
4. વર્તમાનમાં દેશનો રાજકીય વિકાસ આધુનિક સંચારતંત્ર પર આધારિત છે.
ઉત્તર:
ખોટું
5. ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ઈ. સ. 1854માં થઈ હતી.
ઉત્તર:
ખરું
6. પૈસા રજિસ્ટર એડી દ્વારા મોકલી શકાય છે.
ઉત્તર:
ખોટું
7. ચીજવસ્તુઓ મનીઑર્ડર દ્વારા મોકલી શકાય છે.
ઉત્તર:
ખોટું
8. ટેલિગ્રામ દ્વારા નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં આવતા.
ઉત્તર:
ખરું
9. પુસ્તકો ચિત્રોનો ભંડાર ગણાય છે.
ઉત્તર:
ખોટું
10. પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર છે.
ઉત્તર:
ખરું
11. વર્તમાન સમયમાં કૉલ-બુકનું ચલણ વધ્યું છે.
ઉત્તરઃ
ખોટું
12. રેડિયો દશ્ય-શ્રાવ્ય પ્રકારનું સંચાર-માધ્યમ છે.
ઉત્તરઃ
ખોટું
13. રેડિયો સુવિધા મોબાઇલ ફોનમાં પણ ઉપલબ્ધ છે.
ઉત્તરઃ
ખરું
14. સિનેમા શ્રાવ્ય પ્રકારનું સંચાર-માધ્યમ છે.
ઉત્તરઃ
ખોટું
15. સૌથી વધુ ચલચિત્રો ભારતમાં બને છે.
ઉત્તરઃ
ખરું
16. ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દશ્ય-શ્રાવ્ય સંચાર માધ્યમ છે.
ઉત્તરઃ
ખરું
17. મોબાઇલ ફોનથી રેલવેની ટિકિટ બુક કરાવી શકાય છે.
ઉત્તરઃ
ખરું
18. ઈન્ટરનેટમાં મોબાઇલ ફોનની સુવિધા હોય છે.
ઉત્તરઃ
ખોટું
19. કૃત્રિમ ઉપગ્રહ માનવસર્જિત છે.
ઉત્તરઃ
ખરું
20. કૃત્રિમ ઉપગ્રહ દેશના શિક્ષણક્ષેત્રે ખૂબ ઉપયોગી છે.
ઉત્તરઃ
ખોટું
21. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઇલ ફોનનો ઉપયોગ માત્ર હોમવર્ક કરવામાં જ કરવો જોઈએ.
ઉત્તર:
ખોટું
22. મોબાઇલ ફોનના પ્રકાશને કારણે આંખોને નુકસાન થાય છે.
ઉત્તર:
ખરું
23. ચોમાસું આવે છે ત્યારે વિક્રેતાઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે.
ઉત્તર:
ખોટું
24. વ્યવસાયમાં થતા નુકસાનને કારણે વિક્રેતાઓ માલનું વેચાણ કરવા અવનવી સ્કીમ રાખે છે.
ઉત્તર:
ખોટું
25. વિક્રેતાએ માલનું વેચાણ વધારવું હોય તો જાહેરાત કરવી પડતી હોય છે.
ઉત્તર:
ખરું
26. જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે.
ઉત્તર:
ખરું
27. સામ્યવાદી દેશમાં સંચાર-માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે.
ઉત્તર:
ખોટું
બંધબેસતાં જોડકાં જોડો :
પ્રશ્ન 1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) વેશ્વિક ગ્રામ | (1) માનવસર્જિત |
(2) જ્ઞાનનો ભંડાર | (2) જાહેરાત |
(3) વ્યવસાયમાં હરીફાઈ | (3) અનેકવિધ સુવિધાઓ |
(4) કૃત્રિમ ઉપગ્રહ | (4) પુસ્તકો |
(5) આધુનિક સંચારતંત્ર |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) વેશ્વિક ગ્રામ | (5) આધુનિક સંચારતંત્ર |
(2) જ્ઞાનનો ભંડાર | (4) પુસ્તકો |
(3) વ્યવસાયમાં હરીફાઈ | (2) જાહેરાત |
(4) કૃત્રિમ ઉપગ્રહ | (1) માનવસર્જિત |
પ્રશ્ન 2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) શ્રાવ્ય પ્રકારનું સંચાર-માધ્યમ | (1) સામ્યવાદ |
(2) દશ્ય-શ્રાવ્ય પ્રકારનું સંચાર | (2) લોકશાહી માધ્યમ |
(3) ટેલિવિઝન | (3) અનેકવિધ સુવિધાઓ |
(4) રેડિયો | (4) સંચાર-માધ્યમોની સ્વતંત્રતા |
(5) મોબાઇલ ફોન |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) શ્રાવ્ય પ્રકારનું સંચાર-માધ્યમ | (4) સંચાર-માધ્યમોની સ્વતંત્રતા |
(2) દશ્ય-શ્રાવ્ય પ્રકારનું સંચાર | (3) અનેકવિધ સુવિધાઓ |
(3) ટેલિવિઝન | (5) મોબાઇલ ફોન |
(4) રેડિયો | (2) લોકશાહી માધ્યમ |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
મનુષ્ય પોતાનાં સુખ-દુઃખ વહેંચીને શું કરે છે?
ઉત્તર:
મનુષ્ય પોતાનું સુખ વહેંચીને સુખમાં વધારો કરે છે અને દુઃખ વહેંચીને દુઃખ હળવું કરે છે.
પ્રશ્ન 2.
પહેલાંના સમયમાં સંદેશો કેવી રીતે મોકલવામાં આવતો હતો?
ઉત્તર:
પહેલાંના સમયમાં સંદેશો ઢોલ વગાડીને, આગ કે ધુમાડાના સંકેત દ્વારા, ઝંડા લહેરાવીને મોટા અવાજે બૂમો પાડીને તેમજ ચિત્રો કે સંકેતો દ્વારા મોકલવામાં આવતો હતો. કેટલીક વાર પ્રાણીઓ અને પક્ષીઓનો સંદેશો મોકલવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.
પ્રશ્ન 3.
શરૂઆતમાં કયાં સાધનો જ સંચારનાં સાધનો હતાં?
ઉત્તર:
શરૂઆતમાં પરિવહનનાં સાધનો જ સંચારનાં સાધનો હતાં.
પ્રશ્ન 4.
કયાં સાધનોએ સંચાર વ્યવસ્થાને ખૂબ જ સરળ અને ઝડપી બનાવી છે?
ઉત્તર:
પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ-ઑફિસ, ટેલિફોન, મોબાઇલ ફોન, ફેક્સ, કૃત્રિમ ઉપગ્રહો, ઈન્ટરનેટ વગેરે સાધનોએ સંચાર વ્યવસ્થાને સરળ અને ઝડપી બનાવી છે.
પ્રશ્ન 5.
આધુનિક સંચારતંત્રે વિશ્વ પર શી અસર કરી છે?
ઉત્તરઃ
આધુનિક સંચારતંત્રે સમગ્ર વિશ્વને વૈશ્વિક ગ્રામમાં ફેરવી દીધું છે.
પ્રશ્ન 6.
આધુનિક સંચારતંત્રે દેશ પર શી અસર કરી છે?
ઉત્તરઃ
આધુનિક સંચારતંત્રે દેશનો આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક વિકાસ કર્યો છે. તદુપરાંત, તેણે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
પ્રશ્ન 7.
વિકસિત સંચારતંત્ર આપત્તિ-વ્યવસ્થાપન પર શી અસર કરે છે?
ઉત્તરઃ
વિકસિત સંચારતંત્રને કારણે જ ભારત જેવા વિશાળ દેશમાં ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું, દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓમાં તેમજ આગ, બૉમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડ જેવી માનવસર્જિત આપત્તિઓ સમયે ઝડપી આપત્તિવ્યવસ્થાપન કરી શકાય છે.
પ્રશ્ન 8.
ટપાલ-પ્રથાનો જન્મ શામાંથી થયો?
ઉત્તરઃ
લેખિત સંદેશાઓ મોક્લવામાંથી ટપાલ-પ્રથાનો જન્મ થયો.
પ્રશ્ન 9.
ભારતમાં આધુનિકટપાલસેવાની શરૂઆત ક્યારે થઈ હતી?
ઉત્તરઃ
ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ઈ. સ. 1854માં થઈ હતી.
પ્રશ્ન 10.
આપણે અગત્યના પત્રો, પૈસા અને ચીજવસ્તુઓ કેવી રીતે મોકલાવી શકીએ છીએ?
ઉત્તરઃ
આપણે અગત્યના પત્રો રજિસ્ટર એડી દ્વારા, પૈસા મનીઑર્ડર દ્વારા અને ચીજવસ્તુઓ પાર્સલ દ્વારા મોકલાવી શકીએ છીએ.
પ્રશ્ન 11.
ટેલિગ્રામ(તાર)ની શોધ ક્યારે કરવામાં આવી હતી?
ઉત્તરઃ
ટેલિગ્રામ(તાર)ની શોધ ઈ. સ. 1850માં કરવામાં આવી હતી.
પ્રશ્ન 12.
ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કયાં સ્થળો વચ્ચે શરૂ થઈ હતી?
ઉત્તરઃ
ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી.
પ્રશ્ન 13.
ભારતમાં ટેલિગ્રામ સેવા ક્યારથી બંધ કરવામાં આવી છે?
ઉત્તરઃ
ભારતમાં ટેલિગ્રામ સેવા 13 જુલાઈ, 2003થી બંધ કરવામાં આવી છે.
પ્રશ્ન 14.
પુસ્તકો શાનો ભંડાર છે? તે શામાં સફળ રહ્યાં છે?
ઉત્તરઃ
પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. તે એક પેઢીનું જ્ઞાન, એના વિચારો, એની સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યાં છે.
પ્રશ્ન 15.
પુસ્તકો શાનો પ્રચાર અને પ્રસાર કરે છે?
ઉત્તરઃ
પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે.
પ્રશ્ન 16.
વર્તમાનપત્રો શું કામ કરે છે?
ઉત્તરઃ
વર્તમાનપત્રો દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ, જાહેરાતો, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, પંચાંગ, વિશેષદિન, તિથિ, ચોઘડિયાં વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે.
પ્રશ્ન 17.
રેડિયો પર આપણને શું શું સાંભળવા મળે છે?
ઉત્તરઃ
રેડિયો પર આપણને સંગીત, ભજન, લોકગીતો, વાર્તાઓ, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમતગમતના સમાચાર, નાટક, હવામાન સમાચાર, ખોવાયેલી વ્યક્તિઓની જાહેરાત વગેરે સાંભળવા મળે છે. આ ઉપરાંત, પૂર, વાવાઝોડું, સુનામી, આગ અને બૉમ્બ વિસ્ફોટ જેવી આપત્તિઓના સમાચારો પણ સાંભળવા મળે છે.
પ્રશ્ન 18.
ફિલ્મો દ્વારા શાનું શિક્ષણ આપવામાં આવે છે?
ઉત્તર:
ફિલ્મો દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ આપવામાં આવે છે.
પ્રશ્ન 19.
મોબાઈલ ફોનમાં કઈ કઈ સુવિધાઓ હોય છે?
હતા. મોબાઇલ ફોનમાં ઘડિયાળ, વીડિયો-ઑડિયો પ્લેયર, ટૉર્ચ, કેલેન્ડર, કેક્યુલેટર, રેડિયો, ઇન્ટરનેટ વગેરેની સુવિધાઓ હોય છે.
પ્રશ્ન 20.
શરૂઆતમાં માનવીની મુખ્ય પ્રાથમિક જરૂરિયાતો કઈ , હતી?
ઉત્તર:
શરૂઆતમાં ખોરાક, પાણી અને મનુષ્ય જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવું એ માનવીની મુખ્ય પ્રાથમિક જરૂરિયાતો હતી.
પ્રશ્ન 21.
કયાં કયાં સંચાર-માધ્યમો ટેકનોલૉજીના માધ્યમથી આવ્યાં?
ઉત્તર:
ટેલિવિઝન, રેડિયો, પ્રૉજેક્ટર, કપ્યુટર, મોબાઇલ ફોન વગેરે સંચાર-માધ્યમો ટેક્નોલૉજીના માધ્યમથી આવ્યાં.
પ્રશ્ન 22.
આપણે લખેલા કાગળો શાના દ્વારા તરત જ બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ?
ઉત્તર:
આપણે લખેલા કાગળો ઇમેલ કે ફેક્સ દ્વારા તરત જ બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ.
પ્રશ્ન 23.
ટેલિવિઝન દ્વારા કઈ કઈ બાબતોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે?
ઉત્તર:
સમગ્ર દુનિયાના સમાચારો, ફિલ્મો, સીરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો, જાહેરાતો તેમજ પૂર, વાવાઝોડું, ભૂકંપ, સૂનામી જેવી બાબતોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે.
પ્રશ્ન 24.
દરેક નાગરિકે સંચાર-માધ્યમો અને સોશિયલ મીડિયા વિશે કઈ બાબત ચકાસવી જોઈએ?
ઉત્તર:
દરેક નાગરિકે સંચાર-માધ્યમો અને સોશિયલ મીડિયા . વિશે એ બાબત ચકાસવી જોઈએ કે તે સાચી માહિતી રજૂ કરે છે કે કેમ.
પ્રશ્ન 25.
સંચાર-માધ્યમોમાં કઈ ઘટનાઓ પર વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ?
ઉત્તર:
સંચાર-માધ્યમોમાં પ્રદૂષણ, પાણીની સમસ્યા, ગરીબી, બેકારી, બાળમજૂરી, મહિલાઓ પર થતા અત્યાચારો જેવી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિષય પર વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ.
પ્રશ્ન 26.
વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો કેવો ઉપયોગ કરવો જોઈએ?
ઉત્તરઃ
વિદ્યાર્થીઓએ વાતચીત પૂરતો જ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે ગેમ્સ અને ઇન્ટરનેટનો મર્યાદિત તથા વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે મોબાઈલ દ્ર ફોનના પ્રકાશને લીધે આંખોને નુકસાન થાય છે તેમજ સમય અને અભ્યાસ પર વિપરીત અસર થાય છે.
પ્રશ્ન 27.
વિક્રેતાઓ ગ્રાહકોને આકર્ષવા માટે કયા કયા પ્રકારની સ્કીમ રાખે છે?
ઉત્તર:
વિક્રેતાઓ ગ્રાહકોને આકર્ષવા માટે આ પ્રકારની સ્કીમ્સ રાખે છેઃ
- 50 ટકા ફ્રી,
- વૉશિંગ મશીન સાથે રૂપિયા 500નું ગિફટ વાઉચર ફ્રી,
- 1 રૂપિયામાં રેફ્રિજરેટર વસાવો,
- એક જોડી કપડાં સાથે એક જોડી ફ્રી અને
- ગેરેટેડ ગિફ્ટ વગેરે.
પ્રશ્ન 28.
ટેલિવિઝન પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં શા માટે ક્ષોભ અનુભવીએ છીએ?
ઉત્તરઃ
ટેલિવિઝન પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ, કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી તેમજ તે વસ્તુ બાળકોને કે વડીલોને અપાવી શકતા નથી.
પ્રશ્ન 29.
કેવી જાહેરાતોને પ્રોત્સાહન આપવું નહિ?
ઉત્તર:
સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે ધાર્મિક બાબતો પર નકારાત્મક અસર કરતી હોય તેવી જાહેરાતોને પ્રોત્સાહન આપવું નહિ.
પ્રશ્ન 30.
કેવાં રાષ્ટ્રોમાં ઘણું કરીને સંચાર-માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે?
ઉત્તરઃ
લોકશાહી રાષ્ટ્રોમાં ઘણું કરીને સંચાર-માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે.
પ્રશ્ન 31.
લોકશાહીમાં સરકાર કોના દ્વારા અપાતી સેવાઓનો પ્રસાર જાહેરાત દ્વારા કરે છે?
ઉત્તર:
લોકશાહીમાં સરકાર મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો દ્વારા અપાતી સેવાઓનો પ્રસાર જાહેરાત દ્વારા કરે છે.
પ્રશ્ન 32.
સરકાર લોકશાહીના કયા ક્યા સિદ્ધાંતોની જાહેરાત – સંચાર-માધ્યમો દ્વારા કરે છે?
ઉત્તરઃ
સરકાર લોકશાહીના સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને એકતા – આ સિદ્ધાંતોની જાહેરાત સંચાર-માધ્યમો દ્વારા કરે છે.
પ્રશ્ન 33.
સંચાર-માધ્યમો અને જાહેરાતોની વ્યક્તિના જીવન પર શી અસર થાય છે?
ઉત્તરઃ
સંચાર-માધ્યમો અને જાહેરાતોની વ્યક્તિના સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજનૈતિક અને વ્યક્તિગત જીવન પર ગાઢ અસર થાય છે, જેનાથી તેના જીવનમાં પરિવર્તન થતું જોવા મળે છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
સંચારતંત્ર કે સંચાર-માધ્યમ એટલે શું? સંચારતંત્રનો વિકાસ સમજાવો.
ઉત્તર: એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચારતંત્ર કે સંચાર-માધ્યમ કહે છે. પહેલાંના સમયમાં સંદેશો ઢોલ વગાડીને, આગ કે ધુમાડાના સંકેત દ્વારા, ઝંડા લહેરાવીને, મોટા અવાજે બૂમો પાડીને તેમજ ચિત્રો કે સંકેતો દ્વારા મોકલવામાં આવતો હતો. કેટલીક વાર પ્રાણીઓ અને પક્ષીઓનો સંદેશા મોકલવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. શરૂઆતમાં પરિવહનનાં સાધનો જ સંચારનાં સાધનો હતાં. સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ-ઑફિસ, ટેલિફોન, મોબાઇલ ફોન, ફેક્સ, કૃત્રિમ ઉપગ્રહો, ઈન્ટરનેટ વગેરે સાધનોએ સંચારતંત્રને ખૂબ જ ઝડપી અને સરળ બનાવ્યું છે.
પ્રશ્ન 2.
સંચારતંત્રનું મહત્ત્વ સમજાવો.
ઉત્તરઃ
સંચારતંત્રનું મહત્ત્વ આ પ્રમાણે છે :
- સંચારતંત્રે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રનો વિકાસ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
- સંચારતંત્રને કારણે જ સમયની દષ્ટિએ દુનિયા નાની બની છે. સંચારતંત્રે જ સમગ્ર વિશ્વને એક “વૈશ્વિક ગ્રામમાં ફેરવી દીધું છે.
- વર્તમાન સમયમાં દુનિયાનો આર્થિક વિકાસ આધુનિક સંચારતંત્ર પર આધારિત છે.
- આધુનિક સંચારતંત્રને લીધે જ આપણે પૃથ્વી પર કે અવકાશમાં બનતી અનેક ઘટનાઓ જીવંત સ્વરૂપે જોવા માટે સક્ષમ બન્યા છીએ.
- આધુનિક સંચારતંત્રે દેશનો આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક વિકાસ કર્યો છે. તદુપરાંત, તેણે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
- વિકસિત સંચારતંત્રને કારણે જ ભારત જેવા વિશાળ દેશમાં ભૂકંપ, પૂર, વાવાઝોડું, સુનામી અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓમાં તેમજ આગ, બૉમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત અને હુલ્લડ જેવી માનવસર્જિત આપત્તિઓ સમયે ઝડપી આપત્તિ વ્યવસ્થાપન કરી શકાય છે.
પ્રશ્ન 3.
ટેકનોલૉજીના ઉપયોગથી સંચાર-માધ્યમોનો વધુ ને વધુ વિકાસ થયો છે. આ વિધાન સમજાવો.
ઉત્તરઃ
પહેલાંના સમયમાં સંચાર-માધ્યમ તરીકે ટપાલ-વ્યવસ્થા હતી. એ પછી, ટેક્નોલૉજીના ઉપયોગથી ટેલિફોન, પેજર, ફેક્સ, મોબાઇલ ફોન જેવી સંચાર સુવિધાઓ ઊભી થઈ. તેમાં પણ નવા નવા ફેરફારો થવા લાગ્યા. હાલમાં વર્તમાનપત્રોના પ્રકાશનમાં ટેક્નોલૉજીનો ઉપયોગ થાય છે. પહેલાં છાપવાનું મૅટર તૈયાર કરવા માટે અક્ષરો ગોઠવવા પડતા હતા, પરંતુ હવે કમ્યુટરની મદદથી ટાઈપ કરીને મેટર તૈયાર કરવામાં આવે છે. ટેલિફોનમાં અગાઉ નંબરો ગોળ ફેરવવા પડતા હતા, તેની જગ્યાએ હવે સીધા નંબર ને દબાવીને આપણે બીજી વ્યક્તિનો સંપર્ક કરી શકીએ છીએ. વધુમાં, નવી શોધ વૉકીટકીની થઈ છે. ટેલિવિઝન, રેડિયો, પ્રૉજેક્ટર, કમ્યુટર, મોબાઇલ ફોન જેવાં સંચારનાં સાધનો ટેકનોલૉજીના ઉપયોગથી આવ્યાં છે. તેમાં પણ રોજબરોજ ફેરફારો થતા રહે છે.
આજે વ્યક્તિ એકબીજાને મોબાઇલ ફોન કે કયૂટર દ્વારા પ્રત્યક્ષ જોઈ શકે છે અને વાતચીત કરી શકે છે. આપણે લખેલા કાગળો ઈમેલ કે ફેંક્સ દ્વારા તરત જ બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ. ટેલિવિઝન દ્વારા સમાચારો, ફિલ્મો, સીરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો, જાહેરાતો તેમજ પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી બાબતોની જાણકારી પ્રાપ્ત કરી શકીએ છીએ. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા કૃષિક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે. મોબાઇલ ફોન દ્વારા ફક્ત વાતચીત જ નહિ, પરંતુ સંદેશાની આપ-લે કરી શકાય છે. સંદેશા માટે અનેક પ્રકારની સોશિયલ હૈ મીડિયા ઍપ અને માહિતીની શોધ કરવા બ્રાઉઝરનો સમાવેશ હૈ કરવામાં આવેલ છે. આ પ્રકારની ઍપથી સમાજમાં અને શિક્ષણમાં અનેક પરિવર્તનો આવ્યાં છે. આમ, ટેક્નોલૉજીના ઉપયોગથી સંચાર-માધ્યમોનો વધુ ને વધુ વિકાસ થયો છે.
ટૂંક નોંધ લખો:
લોકશાહીમાં જાહેરાતોની ભૂમિકા
ઉત્તર:
લોકશાહી દેશોમાં સંચાર-માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે. લોકશાહીને સંગીન કરવા અને તેના અસ્તિત્વને ટકાવી રાખવા સંચાર-માધ્યમો દ્વારા થતી જાહેરાતો મહત્ત્વની ભૂમિકા ભજવે છે:
- લોકશાહીમાં લોકકલ્યાણ સર્વોપરી હોય છે. તેથી સરકાર જાહેરાતો દ્વારા લોકકલ્યાણની યોજનાઓની માહિતી લોકોને પહોંચાડે છે.
- સરકાર જાહેરાતોનાં માધ્યમો દ્વારા લોકોપયોગી સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક તેમજ અન્ય બાબતોની માહિતી લોકોને આપે છે.
- લોકશાહીને પરિપક્વ બનાવવા સરકાર જાહેરાતોનાં માધ્યમો દ્વારા શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરે છે તેમજ કુરિવાજો, અંધશ્રદ્ધા, બાળલગ્ન, ખોટી માન્યતાઓ વગેરે બાબતોનું ખંડન કરે છે.
- લોકશાહીમાં સરકાર જાહેરાતો દ્વારા સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ દ્વારા અપાતી સેવાઓનો ફેલાવો કરે છે.
- સરકાર જાહેરાતો દ્વારા પોતાની આરોગ્યવિષયક સેવાઓનો તેમજ જળ બચાવો, બેટી બચાવો, બેટી પઢાઓ; સ્વચ્છતા અભિયાન વગેરે યોજનાઓનો પ્રચાર કરે છે.
- લોકશાહીના પાયાને મજબૂત બનાવનાર સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને એકતાના સિદ્ધાંતોનો ફેલાવો સરકાર જાહેરાતો દ્વારા કરે છે.
- લોકશાહીમાં સરકાર લોકોને જાહેરાતો દ્વારા ચૂંટણીઓમાં થતા મતદાનની સમજ આપે છે.
- લોકશાહીમાં સરકાર પોતાના કાર્યકાળ દરમિયાન કરેલાં કાર્યોને જાહેરાતો દ્વારા લોકો સુધી પહોંચાડીને લોકચાહના પ્રાપ્ત કરવા પ્રયાસો કરે છે. એ રીતે પોતાના પક્ષની તરફેણમાં લોકમત ઊભો કરીને ફરીવાર સત્તા પ્રાપ્ત કરવા પ્રયત્નો કરે છે.
8. નીચેનાં સંચાર-માધ્યમોનો પરિચય આપોઃ
(1) ટપાલપદ્ધતિ
(2) ટેલિગ્રામ (તાર)
(૩) પુસ્તકો
(4) વર્તમાનપત્રો
(5) રેડિયો
(6) સિનેમા
ઉત્તર :
(1) ટપાલપદ્ધતિઃ
પહેલાંના સમયમાં સંકેતો દ્વારા કે મૌખિક રીતે સંદેશો મોકલવાનું છે સ્થાન લેખિત સંદેશાઓએ લીધું. તેમાંથી ટપાલ-પ્રથાનો જન્મ થયો. રે ભારતમાં આધુનિક ટપાલસેવાનો જન્મ ઈ. સ. 1854માં થયો હતો. લોકો દૂર દૂર રહેતાં સગાંસંબંધીઓ, મિત્રો અને સરકારી કચેરીઓને ટપાલસેવા દ્વારા પત્રો મોકલવા લાગ્યા. વેપારીઓ પત્રો દ્વારા વેપાર કરવા લાગ્યા. ટપાલસેવા દ્વારા દુનિયાના કોઈ પણ સ્થળે પત્રો, ગ્રેટિંગ કાર્ડ્સ વગેરે મોકલવાનું શરૂ થયું. આપણા દેશમાં ટપાલસેવા દ્વારા આપણે સસ્તા દરે પત્ર, ? આંતરદેશીયપત્ર અને પરબીડિયું મોકલી શકીએ છીએ અને તેનો જવાબ પણ પરત મેળવી શકીએ છીએ. કેટલાક અગત્યના પત્રો રજિસ્ટર એડી દ્વારા, પૈસા મનીઑર્ડર દ્વારા અને ચીજવસ્તુઓ પાર્સલ દ્વારા મોકલી શકાય છે.
(2) ટેલિગ્રામ (તાર)
ઉત્તર :
ટેલિગ્રામ(તાર)ની શોધ ઈ. સ. 1850માં થઈ હતી. ભારતમાં ટેલિગ્રામની સેવા સૌપ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી. ટેલિગ્રામ (તાર) દ્વારા નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી જતા. ત્યારપછી તેમાં ઍક્સપ્રેસ તારની સગવડ થઈ. તે વધુ ખર્ચાળ હતી. પરંતુ એ તારનો સંદેશો વ્યક્તિને તરત જ મળી જતો. ભારતમાં ટેલિગ્રામ(તાર)ની સેવા 13 જુલાઈ, 2003થી બંધ કરવામાં આવી છે.
(૩) પુસ્તકો
ઉત્તર :
પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. તે એક પેઢીનું જ્ઞાન, એના વિચારો – અને એની સિદ્ધિઓ બીજી પેઢી સુધી પહોંચાડે છે. તે જ્ઞાન અને – માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે. વર્તમાન સમયમાં પુસ્તકોને બદલે ‘ઈ-બુકનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે.
(4) વર્તમાનપત્રો ઉત્તર :
વર્તમાનપત્રો દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ, જાહેરાતો, દુઃખદ નોંધો, આજનું ભવિષ્ય, પંચાંગ, વિશેષદિન, તિથિ, ચોઘડિયાં વગેરેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. ગુજરાતમાં લગભગ 25 કરતાં વધારે વર્તમાનપત્રો પ્રસિદ્ધ થાય છે. સમગ્ર ભારતમાં વિવિધ ભાષાઓમાં આશરે 80 હજાર કરતાં વધારે અને વિવિધ ભાષાઓમાં લાખોની સંખ્યામાં સામયિકો પ્રસિદ્ધ થાય છે.
(5) રેડિયો ઉત્તર :
રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર-માધ્યમ છે. રેડિયો પરથી આપણને સંગીત, લોકગીતો, ભજનો, ફિલ્મી ગીતો, પરિસંવાદો, રમતગમતના સમાચારો, નાટકો, હવામાન સમાચાર, વાર્તાઓ, ખોવાયેલી વ્યક્તિઓની જાહેરાતો વગેરે સાંભળવા મળે છે. તદુપરાંત, રેડિયો પરથી વરસાદ, પૂર, વાવાઝોડું જેવી કુદરતી આપત્તિઓની આગાહી પણ સાંભળવા મળે છે. રેડિયોની સુવિધા મોબાઇલ ફોનમાં પણ ઉપલબ્ધ છે.
(6) સિનેમા
ઉત્તર:
સિનેમા એ દશ્ય-શ્રાવ્ય સંચાર-માધ્યમ છે. તે શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય સાધન છે. સિનેમામાં દર્શાવવામાં ? આવતી ફિલ્મો દ્વારા આનંદની સાથે સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ આપવામાં આવે છે. સિનેમા દ્વારા આપણને કેટલાક કુરિવાજો, અંધશ્રદ્ધા અને વહેમો સામે સંઘર્ષ કરવાનું શીખવા મળે છે. દુનિયામાં સૌથી વધારે ફિલ્મો ભારતમાં બને છે.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
જાહેરાતથી કઈ કઈ સાવધાની રાખવી જોઈએ?
ઉત્તર:
જાહેરાતથી નીચે પ્રમાણેની સાવધાની રાખવી જોઈએ:
- ખોટી કે લોભામણી જાહેરાતથી સાવધાન રહેવું જોઈએ.
- ચિત્ર, પોસ્ટર કે વીડિયો દ્વારા દર્શાવવામાં આવતી વસ્તુની પૂરી ચકાસણી કર્યા પછી જ તેની ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.
- દેશની સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોને નકારાત્મક અસર કરતી હોય તેવી જાહેરાતોને પ્રોત્સાહન આપવું નહિ અને તે પ્રત્યે સરકારનું ધ્યાન દોરવું જોઈએ.
પ્રશ્ન 2.
જાહેરાતનાં સામાજિક મૂલ્યો કયાં કયાં છે?
ઉત્તર:
હાલના સમયમાં જાહેરાત આપણા સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં વણાઈ ગઈ છે. સિનેમા, રેડિયો, ટેલિવિઝન વગેરે સંચાર-માધ્યમો દ્વારા પ્રદર્શિત થતી જાહેરાતોની વસ્તુઓની ગુણવત્તાની સમાજમાં ચર્ચા થતી હોય છે. સરકાર દ્વારા સમાજની પ્રગતિ માટે કેટલીક જાહેરાતો કરવામાં આવે છે; જેમ કે, બાળલગ્નો કરવાં નહિ, આરોગ્ય જાળવો, વસ્તી નિયંત્રણ કરો, દીકરીને શિક્ષણ આપો, બાળકોને કુપોષણથી બચાવો વગેરે. આ જાહેરાતોનો વિશેષરૂપે ફેલાવો કરીને સમાજમાં જાગૃતિ લાવી શકાય છે.
પ્રવૃત્તિઓ
1. દેશ-વિદેશની ટપાલટિકિટો ભેગી કરી આલ્બમ બનાવો.
2. તમારા મિત્રને જન્મદિનની શુભેચ્છા પાઠવવા પોસ્ટકાર્ડ લખો.
૩. શાળાના પુસ્તકાલય(લાઇબ્રેરી)માંથી વધારે વંચાતાં પુસ્તકોની યાદી બનાવો.
4. વર્ષ દરમિયાન તમે વાંચેલાં પુસ્તકોની યાદી તૈયાર કરો.
5. તમારા વિષયશિક્ષકની મદદથી મોબાઇલ ફોનમાં આવતી શૈક્ષણિક ઍપની યાદી બનાવો.
6. તમારા વિષયશિક્ષકની મદદથી આપણા દેશે અવકાશમાં તરતા મૂકેલા ઉપગ્રહોની યાદી તૈયાર કરો.
7. તમારા વિષયશિક્ષકની મદદથી ઇસરોની માહિતી મેળવો. યાદી બનાવો.
8. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર ડૉ. વિક્રમ સારાભાઈના જીવન વિશે એક નિબંધ તમારી નોંધપોથીમાં લખો.
9. જાહેરાતો સાથે સંકળાયેલી વ્યક્તિઓની યાદી બનાવો.
HOTs પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:
પ્રશ્ન 1.
શરૂઆતનાં કયાં સાધનો જ સંચારનાં માધ્યમો હતાં?
A. ઘરવખરીનાં
B. કુદરતી
C. આધુનિક
D. પરિવહનનાં
ઉત્તર:
D. પરિવહનનાં
પ્રશ્ન 2.
કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવી છે?
A. તારની
B. ટપાલની
C. પાર્સલની
D. ઈન્ટરનેટની
ઉત્તર:
A. તારની
પ્રશ્ન 3.
ટેલિગ્રામ તાર) કોડની શોધ કોણે કરી હતી?
A. આઇઝેક ન્યૂટને
B. માર્કોનીએ
C. સેમ્યુઅલ મોર્સે
D. માઈકલ ફેરાડેએ
ઉત્તર:
C. સેમ્યુઅલ મોર્સે
પ્રશ્ન 4.
આજનું ભવિષ્ય જાણવા માટે આપણે કયા સંચારમાધ્યમનો ઉપયોગ કરીશું?
A. પુસ્તકનો
B. વર્તમાનપત્રનો
C. ટપાલસેવાનો
D. કૃત્રિમ ઉપગ્રહનો
ઉત્તર:
B. વર્તમાનપત્રનો
પ્રશ્ન 5.
રેડિયોની શોધ કોણે કરી હતી?
A. જ્હૉન લોગી બાયર્ડ
B. ગેલિલિયોએ
C. માર્કોનીએ
D. થોમસ આલ્વા એડિસને
ઉત્તર:
C. માર્કોનીએ
પ્રશ્ન 6.
ટેલિવિઝનની શોધ કોણે કરી હતી?
A. માર્કોનીએ
B. માઈકલ ફેરાડેએ
C. જ્હૉન લોગી બાયર્ડ
D. મેન્ડલ જ્યૉર્જ હોને
ઉત્તર:
C. જ્હૉન લોગી બાયર્ડ
પ્રશ્ન 7.
ગુજરાત સરકાર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર શિક્ષણ, આરોગ્ય, ખેતી વગેરે અંગેના કાર્યક્રમો કઈ ચેનલ દ્વારા રજૂ કરે છે?
A. ‘નમસ્તે ગુજરાત’
B. ‘વંદે ગુજરાત’
C. ‘ગુજરાત વિકાસ’
D. ગુજરાત બોલે છે.
ઉત્તર:
B. ‘વંદે ગુજરાત’
પ્રશ્ન 8.
કઈ સાલથી રેડિયો પર જાહેરાતની શરૂઆત થઈ?
A. ઈ. સ. 1920થી
B. ઈ. સ. 1925થી
C. ઈ. સ. 1930થી
D. ઈ. સ. 1942થી
ઉત્તર:
A. ઈ. સ. 1920થી
પ્રશ્ન 9.
ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું?
A. દિલ્લી ખાતે
B. મુંબઈ ખાતે
C. અમદાવાદ ખાતે
D. ભોપાલ ખાતે
ઉત્તર:
A. દિલ્લી ખાતે
પ્રશ્ન 10.
વેપારીઓ પોતાનો ધંધો વિસ્તારવા શું કરે છે?
A. જાહેરાત આપે છે.
B. ડિસ્કાઉન્ટ આપે છે.
C. ગિફટ વાઉચર આપે છે.
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ