Gujarat Board GSEB Class 7 Social Science Important Questions Chapter 7 ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો Important Questions and Answers.
GSEB Class 7 Social Science Important Questions Chapter 7 ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખોઃ
પ્રશ્ન 1.
ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્ત્વની ઘટના કઈ છે?
A. અસ્પૃશ્યતાનિવારણ ચળવળ
B. વ્યસનમુક્તિ ચળવળ
C. ભક્તિ અને સૂફી ચળવળ
D. રંગભેદ નાબૂદ ચળવળ
ઉત્તર:
C. ભક્તિ અને સૂફી ચળવળ
પ્રશ્ન 2.
ભક્તિ અને સૂફી-આંદોલને શાનાં દ્વાર બધાં માટે ખોલી નાખ્યાં હતાં?
A. ભક્તિમાર્ગનાં
B. જ્ઞાનપ્રાપ્તિનાં
C. વેપાર-રોજગારનાં
D. અર્થપ્રાપ્તિનાં
ઉત્તર:
A. ભક્તિમાર્ગનાં
પ્રશ્ન 3.
સંતો શાના વિરોધી હતા?
A. પુખ્તવયના લગ્નના
B. વિધવા પુનર્લગ્નના
C. મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના
D. વિદ્યાભ્યાસના
ઉત્તર:
C. મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના
પ્રશ્ન 4.
આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી?
A. સમર્થ ગુરુ રામદાસે
B. રામાનુજાચાર્યે
C. સંત જ્ઞાનેશ્વરે
D. શંકરાચાર્યું
ઉત્તર:
D. શંકરાચાર્યું
પ્રશ્ન 5.
શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ દક્ષિણ ભારતમાં કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી?
A. રામાનુજાચાર્યું
B. ગુરુ નાનકે
C. રામાનંદ
D. સમર્થ ગુરુ રામદાસે
ઉત્તર:
A. રામાનુજાચાર્યું
પ્રશ્ન 6.
ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી?
A. રામાનંદથી
B. શંકરાચાર્યથી
C. રામાનુજાચાર્યથી
D. ચૈતન્ય મહાપ્રભુથી
ઉત્તર:
C. રામાનુજાચાર્યથી
પ્રશ્ન 7.
શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે?
A. તલવંડી
B. કાલડી
C. પેરૂમલતૂર
D. ચંપારણ્ય
ઉત્તર:
B. કાલડી
પ્રશ્ન 8.
શંકરાચાર્યના પિતાનું નામ શું હતું?
A. હરિકૃષ્ણ
B. રામગુરુ
C. શિવગુરુ
D. કેશવ
ઉત્તર:
C. શિવગુરુ
પ્રશ્ન 9.
શંકરાચાર્યની માતાનું નામ શું હતું?
A. કાન્તિમતિ
B. જયાબાઈ
C. રાધાબાઈ
D. અંબાબાઈ (આઈમ્બા)
ઉત્તર:
D. અંબાબાઈ (આઈમ્બા)
પ્રશ્ન 10.
રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે?
A. પેરૂમલતૂર
B. કૃષ્ણગિરિ
C. મલપુરમ
D. વિલૂપુરમ
ઉત્તર:
A. પેરૂમલતૂર
પ્રશ્ન 11.
રામાનુજાચાર્યના પિતાનું નામ શું હતું?
A. ગુણવંત
B. નરોત્તમ
C. ગિરિરાજ
D. કેશવ
ઉત્તર:
D. કેશવ
પ્રશ્ન 12.
રામાનુજાચાર્યની માતાનું નામ શું હતું?
A. શાન્તિમતિ
B. કાન્તિમતિ
C. દિવ્યામતિ
D. શિવકાશી
ઉત્તર:
B. કાન્તિમતિ
પ્રશ્ન 13.
કયા સંતો વૈષ્ણવ હતા?
A. નિર્ગુણ
B. નયનાર
C. સગુણ
D. અલવાર
ઉત્તર:
D. અલવાર
પ્રશ્ન 14.
કયા સંતો શૈવ હતા?
A. નયનાર
B. અલવાર
C. મનમાર
D. તલયાર
ઉત્તર:
A. નયનાર
પ્રશ્ન 15.
ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? ?
A. ‘હરિબોલ’
B. ‘ગોવિંદ બોલ’
C. ‘રામબોલ’
D. ‘ભક્તિબોલ’
ઉત્તર:
A. ‘હરિબોલ’
પ્રશ્ન 16.
ઉત્તર ભારતમાં કયા સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ ર્યો હતો?
A. તુલસીદાસે
B. રામાનુજાચાર્યે
C. રામાનંદ
D. શંકરાચાર્યે
ઉત્તર:
C. રામાનંદ
પ્રશ્ન 17.
એકેશ્વર પરંપરામાં ક્યા સંત મુખ્ય હતા?
A. તુલસીદાસ
B. જ્ઞાનેશ્વર
C. કબીર
D. ગુરુ નાનક
ઉત્તર:
C. કબીર
પ્રશ્ન 18.
કબીરના કવિતાસંગ્રહનું નામ શું છે?
A. બીજક
B. જનક
C. તુકાન
D. સાહિક
ઉત્તર:
A. બીજક
પ્રશ્ન 19.
કબીર કયો વ્યવસાય કરતા હતા?
A. સુથારનો
B. વણકરનો
C. મોચીનો
D. સોનીનો
ઉત્તર:
B. વણકરનો
પ્રશ્ન 20.
સંત રૈદાસ કઈ શાખાના સંત હતા?
A. નિર્ગુણ
B. સગુણ
C. નયનાર
D. અલવાર
ઉત્તર:
A. નિર્ગુણ
પ્રશ્ન 21.
શીખ ધર્મના સ્થાપક કોણ હતા?
A. તુલસીદાસ
B. ગુરુ નાનક
C. જયદેવ
D. કબીર
ઉત્તર:
B. ગુરુ નાનક
પ્રશ્ન 22.
‘રામચરિતમાનસ’ ગ્રંથની રચના કોણે કરી છે?
A. તુલસીદાસે
B. શંકરાચાર્યે
C. રામાનંદ
D. નરસિંહ મહેતાએ
ઉત્તર:
A. તુલસીદાસે
પ્રશ્ન 23.
ગુજરાતની પ્રજાને ભક્તિરસથી કયા સંતે તરબોળ કર્યું હતું?
A. જ્ઞાનેશ્વરે
B. તુકારામે
C. નરસિંહ મહેતાએ
D. એકનાથે
ઉત્તર:
C. નરસિંહ મહેતાએ
પ્રશ્ન 24.
ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે?
A. દલપતરામ
B. દયારામ
C. નરસિંહ મહેતા
D. પ્રેમાનંદ
ઉત્તર:
C. નરસિંહ મહેતા
પ્રશ્ન 25.
‘વૈષ્ણવજન તો તેને કહીએ…’ ભજન કોણે રચ્યું છે?
A. નરસિંહ મહેતાએ
B. પ્રેમાનંદ
C. મીરાંબાઈએ
D. દયારામ
ઉત્તર:
A. નરસિંહ મહેતાએ
પ્રશ્ન 26.
ક્યા સંતનાં પદો ‘પ્રભાતિયાં’ તરીકે જાણીતાં છે?
A. મીરાંબાઈનાં
B. એકનાથનાં
C. જ્ઞાનેશ્વરનાં
D. નરસિંહ મહેતાનાં
ઉત્તર:
D. નરસિંહ મહેતાનાં
પ્રશ્ન 27.
નીચેના પૈકી કોણે ગુજરાતી અને હિંદી ભાષામાં પદો રચ્યાં હતાં?
A. દયારામે
B. મીરાંબાઈએ
C. પ્રેમાનંદ
D. નરસિંહ મહેતાએ
ઉત્તર:
B. મીરાંબાઈએ
પ્રશ્ન 28.
કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા?
A. રામાનુજાચાર્ય
B. શંકરાચાર્ય
C. સૂરદાસ
D. રામાનંદ
ઉત્તર:
C. સૂરદાસ
પ્રશ્ન 29.
કયા સંતે વ્રજમાં રહીને શ્રીકૃષ્ણનાં પદો રચ્યાં હતાં?
A. તુલસીદાસે
B. રામાનુજાચાર્યે
C. જ્ઞાનેશ્વરે
D. સૂરદાસે
ઉત્તર:
D. સૂરદાસે
પ્રશ્ન 30.
પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું?
A. રાધાજી
B. વિઠોબા
C. રાધાવલ્લભ
D. રામજી
ઉત્તર:
B. વિઠોબા
પ્રશ્ન 31.
મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો?
A. જ્ઞાનેશ્વરે
B. એકનાથે
C. તુકારામે
D. સ્વામી રામદાસે
ઉત્તર:
A. જ્ઞાનેશ્વરે
પ્રશ્ન 32.
તેમણે ઊંચનીચના અને નાતજાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો અને તેઓ સૌને સમાન માનતા હતા. આ સંતનું નામ શું હતું?
A. ગુરુ રામદાસ
B. તુકારામ
C. એકનાથ
D. જ્ઞાનેશ્વર
ઉત્તર:
C. એકનાથ
પ્રશ્ન 33.
સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા?
A. રાજા ભોજના
B. કૃષ્ણદેવરાયના
C. મહારાણા પ્રતાપના
D. છત્રપતિ શિવાજીના
ઉત્તર:
D. છત્રપતિ શિવાજીના
પ્રશ્ન 34.
સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ શું છે?
A. બોધાયન
B. દાસભોજ
C. રામામૃત
D. દાસબોધ
ઉત્તર:
D. દાસબોધ
પ્રશ્ન 35.
રાજપૂત રાજકુમારી મીરાંબાઈ કયા રાજવીનાં પુત્રી હતાં?
A. મેડતા
B. જોધપુર
C. બુંદી
D. કિસનગઢ
ઉત્તર:
A. મેડતા
પ્રશ્ન 36.
મીરાંબાઈનાં લગ્ન કયા રાજપરિવારમાં થયાં હતાં?
A. કોટા
B. મેવાડ
C. જોધપુર
D. બુંદી
ઉત્તર:
B. મેવાડ
પ્રશ્ન 37.
કયો શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે?
A. શેખ
B. સૂફી
C. ખ્વાજા
D. મુરીદ
ઉત્તર:
B. સૂફી
પ્રશ્ન 38.
સૂફી-આંદોલનમાં કઈ પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી?
A. ચિશ્તી અને કાદરી
B. સુહરાવર્દી અને કાદરી
C. ચિશ્તી અને સુહરાવર્દી
D. કાદરી અને નક્શબંદી
ઉત્તર:
C. ચિશ્તી અને સુહરાવર્દી
પ્રશ્ન 39.
અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી?
A. કુતુબુદીન બખ્તિયારે
B. અહેમદ ખટ્ટુ ગંજબક્ષે
C. નિઝામુદ્દીન ઓલિયાએ
D. મોઇનુદ્દીન ચિશ્તીએ
ઉત્તર:
D. મોઇનુદ્દીન ચિશ્તીએ
પ્રશ્ન 40.
સૂફી-આંદોલનના મહાન સૂફીસંત તરીકે કોણ પ્રખ્યાત બન્યા હતા?
A. મોઇનુદીન ચિશ્તી
B. શેખ અહમદ સરહિંદી
C. શેખ બુરહાનુદ્દીન
D. અહેમદ ખટુ ગંજબક્ષ
ઉત્તર:
A. મોઇનુદીન ચિશ્તી
પ્રશ્ન 41.
કયા સંતના શિષ્યોમાં હિંદુ-મુસ્લિમોનો સમાવેશ થતો હતો?
A. જ્ઞાનદેવના
B. નરસિંહ મહેતાના
C. કબીરના
D. શંકરાચાર્યના
ઉત્તર:
C. કબીરના
પ્રશ્ન 42.
નીચેના પૈકી કોણ વિંધ્યાચળનાં એકાંત સ્થળોમાં હિંદુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા?
A. કુતુબુદ્દીન બખ્તિયાર
B. નિઝામુદ્દીન ઓલિયા
C. શેખ અહમદ સરહિંદી
D. સૈયદ મુહમ્મદ છોસ
ઉત્તર:
સૈયદ મુહમ્મદ છોસ
પ્રશ્ન 43.
સૂફીઓએ હિંદુઓની અપનાવેલી ધાર્મિક ક્રિયાઓમાં કઈ એક ધાર્મિક ક્રિયાનો સમાવેશ થતો નથી?
A. મૃતદેહને અગ્નિસંસ્કાર કરવો
B. ઝનબીન (ભિક્ષાપાત્ર) રાખવું
C. મુલાકાતીઓને પાણી ધરવું
D. સંગીતના મુશાયરા યોજવા
ઉત્તર:
A. મૃતદેહને અગ્નિસંસ્કાર કરવો
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ભક્તિ અને સૂફી-આંદોલને ………………… સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો.
ઉત્તર:
હિંદુ-મુસ્લિમ
2. સંતો અને ફકીરો …………………….. સમાનતાના પક્ષકાર હતા.
ઉત્તર:
સામાજિક
૩. મોટા ભાગના સંતો …………………….. હતા.
ઉત્તર:
નિર્ગુણવાદી
4. તમામ સંતો મૂર્તિપૂજા અને …………………… ના વિરોધી હતા.
ઉત્તર:
ક્રિયાકાંડ
5. સંતોએ લોકભાષામાં રચેલા સાહિત્યે સમાજમાં ……………………. નો ફેલાવો કર્યો.
ઉત્તર:
ઐક્યવાદ
6. બધા ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે ………………………….
ઉત્તર:
અનુરાગ
7. અલવાર સંતો ………………………… હતા, જ્યારે નયનાર સંતો …………………….. હતા.
ઉત્તર:
વૈષ્ણવ, શેવ
8. ભક્તિમાર્ગના અનુયાયીઓ ……………………….. માં માનતા હતા.
ઉત્તર:
એકેશ્વરવાદ
9. ભક્તિ આંદોલનની શરૂઆત ………………………. થી થયેલી મનાય છે.
ઉત્તર:
રામાનુજાચાર્ય
10. શંકરાચાર્યનું જન્મસ્થળ ………………………… હતું.
ઉત્તરઃ
કાલડી
11. શંકરાચાર્યના પિતાનું નામ ……………………… હતું.
ઉત્તર:
શિવગુરુ
12. શંકરાચાર્યની માતાનું નામ …………………………. હતું.
ઉત્તર:
અંબાબાઈ (આઈમ્બા)
13. રામાનુજાચાર્યનું જન્મસ્થળ …………………………. હતું.
ઉત્તર:
પેરૂમલતૂર
14. રામાનુજાચાર્યના પિતાનું નામ …………………………. હતું.
ઉત્તર:
કેશવ
15. રામાનુજાચાર્યની માતાનું નામ ……………………… હતું.
ઉત્તર:
કાન્તિમતિ
16. ……………………….. એ કૃષ્ણભક્તિનાં ગીતો રચીને બંગાળમાં ‘હરિબોલ’નો મંત્ર ગુંજતો કર્યો હતો.
ઉત્તર:
ચૈતન્ય મહાપ્રભુ
17. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ‘……………………’ નો મંત્ર ગુંજતો કર્યો હતો.
ઉત્તર:
હરિબોલ
18. …………………… એકેશ્વર પરંપરાના મહાન સંત હતા.
ઉત્તર:
કબીર
19. સંત કબીર વ્યવસાયે ……………………… હતા.
ઉત્તર:
વણકર
20. ‘…………………………’ એ સંત કબીરનો કાવ્યસંગ્રહ છે.
ઉત્તર:
બીજક
21. ‘ગુરુ ગ્રંથસાહિબ’માં ………………………. ની કવિતાઓનો સમાવેશ થયેલો છે.
ઉત્તર:
કબીર
22. સંત …………………….. કબીરના ગુરુભાઈ હતા.
ઉત્તર:
રૈદાસ
23. ……………………….. શીખ ધર્મના સ્થાપક છે.
ઉત્તર:
ગુરુ નાનક
24. ગુરુ નાનક …………………… શાખાના સંત હતા.
ઉત્તર:
નિર્ગુણ
25. ……………………. ના શિષ્યો શીખ કહેવાતા.
ઉત્તર:
ગુરુ નાનક
26. …………………….. યુવાનીમાં જ સાધુ બન્યા હતા.
ઉત્તર:
તુલસીદાસ
27. તુલસીદાસનો ‘……………………..’ નામનો ગ્રંથ ભારતીય સમાજમાં ખૂબ જ લોકપ્રિય છે.
ઉત્તર:
રામચરિતમાનસ
28. …………………… ગુજરાતી ભાષાના આદિકવિ છે.
ઉત્તર:
નરસિંહ મહેતા
29. ‘વૈષ્ણવજન તો તેને કહીએ ……’ એ …………………….. નું ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે.
ઉત્તર:
નરસિંહ મહેતા
30. નરસિંહ મહેતાએ ……………………. અને …………………. નો વિરોધ કર્યો હતો.
ઉત્તર:
છૂતાછૂત, જ્ઞાતિભેદ
31. નરસિંહ મહેતાનાં પદો ‘…………………..’ તરીકે જાણીતાં છે.
ઉત્તર:
પ્રભાતિયાં
32. મીરાંબાઈ નાનપણથી જ ……………………… હતાં.
ઉત્તર:
કૃષ્ણભક્ત
33. મીરાંબાઈ શ્રીકૃષ્ણને …………………….. ના રૂપમાં પૂજતાં હતાં.
ઉત્તર:
ગિરિધરગોપાલ
34 મીરાંબાઈ એક ભક્ત …………………… હતાં.
ઉત્તર:
કવયિત્રી
35. સંત સૂરદાસ ………………….. ના શિષ્ય હતા.
ઉત્તર:
વલ્લભાચાર્ય
36. સંત ………………………. વ્રજમાં રહીને શ્રીકૃષ્ણનાં પદો રચ્યાં હતાં.
ઉત્તર:
સૂરદાસે
37. પંઢરપુરનું ……………………….. મંદિર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું.
ઉત્તર:
વિઠોબા
38. …………………….. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો.
ઉત્તર:
જ્ઞાનેશ્વરે
૩9. સંત જ્ઞાનેશ્વરે ફક્ત 15 વર્ષની ઉંમરે ભગવદ્ગીતા પરની ટીકા ‘…………………….’ લખી હતી.
ઉત્તર:
જ્ઞાનેશ્વરી
40. સંત ……………………… ઊંચનીચના અને નાતજાતના ભેદભાવનો વિરોધ કરતા હતા.
ઉત્તર:
એકનાથ
41. તુકારામ મહારાષ્ટ્રના …………………………. હતા.
ઉત્તર:
સંતકવિ
42. સંતકવિ તુકારામે રચેલાં ‘………………………..’ ખૂબ જ જાણીતાં છે.
ઉત્તર:
અભંગો
43. સમર્થ ગુરુ ………………………… શિવાજીના ગુરુ હતા.
ઉત્તર:
રામદાસ
44. લોકોને ઉપદેશ આપવા સમર્થ ગુરુ રામદાસે ‘…………………………’ નામનો ગ્રંથ રચ્યો હતો.
ઉત્તર:
દાસબોધ
45. પ્રાચીનકાળથી જ ભારત વિભિન્ન ……………………… નું મિલનસ્થળ રહ્યું છે.
ઉત્તર:
સંસ્કૃતિઓ
46. ………………… શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે.
ઉત્તર:
સૂફી
47. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ……………………… પરંપરાઓ હતી.
ઉત્તર:
ચાર
48. ………………………. અજમેરમાં ચિતી પરંપરાની સ્થાપના કરી હતી.
ઉત્તર:
મોઇનુદ્દીન ચિશ્તીએ
49. ……………………… દક્ષિણ ભારતના લોકપ્રિય ચિશ્તી સંત હતા.
ઉત્તર:
શેખ બુરહાનુદીન
50. બગદાદના ……………………… સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી.
ઉત્તર:
શિયાબુદ્દીન સુહરાવર્દીએ
51. સાધુસંતો અને ……………………. ના પ્રયત્નોથી ધર્મ-ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા.
ઉત્તર:
ચિશ્તી સંતો
52. ……………………… જેવા સંતના શિષ્યોમાં હિંદુ-મુસ્લિમોનો સમાવેશ થતો હતો.
ઉત્તર:
કબીર
53. ગ્વાલિયરના …………………….. વિંધ્યાચળનાં એકાંત સ્થળોમાં હિંદુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા.
ઉત્તર:
સૈયદ મુહમ્મદ છૌસ
54. ………………….. હિંદુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ – વિધિઓ અપનાવી હતી.
ઉત્તર:
સૂફીઓએ
55. ભારત દેશ અનેક ………………….. અને ધર્મોનો આશ્રયસ્થાન રહ્યો છે.
ઉત્તર:
સંસ્કૃતિઓ
56. …………………………. એ શીખોનો પવિત્ર ધર્મગ્રંથ છે.
ઉત્તર:
ગુરુ ગ્રંથ સાહિબ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. ભક્તિ અને સૂફી-આંદોલને હિંદુ-મુસ્લિમ રાજકીય સમન્વયને જન્મ આપ્યો.
ઉત્તર:
ખોટું
2. ભક્તિમાર્ગના બધા સંતો ઐક્યના હિમાયતી હતા.
ઉત્તર:
ખરું
૩. ભક્તિમાર્ગના સંતોએ લોકભાષામાં સાહિત્યની રચના કરી હતી.
ઉત્તર:
ખરું
4. આઠમી સદીમાં ઉત્તર ભારતમાં શંકરાચાર્યે ધાર્મિક આંદોલનની પ્રવૃત્તિ શરૂ કરી હતી.
ઉત્તર:
ખોટું
5. અલવાર સંતો શેવ હતા અને નયનાર સંતો વૈષ્ણવ હતા.
ઉત્તર:
ખોટું
6. ભક્તિમાર્ગના અનુયાયીઓ એકેશ્વરવાદમાં માનતા હતા.
ઉત્તર:
ખરું
7. ભક્તિમાર્ગના સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન સાહિત્યકારો હતા.
ઉત્તર:
ખોટું
8. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ‘હરિબોલ’નો મંત્ર ગુંજતો કર્યો હતો.
ઉત્તર:
ખરું
9. ઉત્તર ભારતમાં ગુરુ રામદાસે ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી.
ઉત્તર:
ખોટું
10. કબીર એકેશ્વર પરંપરાના સૌથી મહત્ત્વના સંત હતા.
ઉત્તર:
ખરું
11. કબીર સંત રૈદાસના ગુરુ હતા.
ઉત્તર:
ખોટું
12. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા.
ઉત્તર:
ખરું
13. ગુરુ નાનક નિર્ગુણ શાખાના સંત હતા.
ઉત્તર:
ખરું
14. ‘ગુરુ ગ્રંથપાલ’ એ શીખ ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ છે.
ઉત્તર:
ખોટું
15. ‘ઉત્તરરામચરિત’ એ તુલસીદાસનો લોકપ્રિય ગ્રંથ છે.
ઉત્તર:
ખોટું
16. પ્રેમાનંદ ગુજરાતી ભાષાના આદિકવિ છે.
ઉત્તર:
ખોટું
17. ‘વૈષ્ણવજન તો તેને કહીએ…’ એ નરસિંહ મહેતાનું લોકપ્રિય ભજન છે.
ઉત્તર:
ખરું
18. નરસિંહ મહેતાને મતે હરિનું ભજન કરનાર સામાન્ય જન હતો.
ઉત્તર:
ખોટું
19. ભક્ત કવયિત્રી મીરાંબાઈનાં પદો પ્રભાતિયાં તરીકે જાણીતાં છે.
ઉત્તર:
ખોટું
20. મીરાંબાઈ નાનપણથી કૃષ્ણભક્ત હતાં.
ઉત્તર:
ખરું
21. મીરાંબાઈ શ્રીકૃષ્ણને ગિરિધરગોપાલના રૂપમાં પૂજતાં હતાં.
ઉત્તર:
ખરું
22. સંત સૂરદાસ શંકરાચાર્યના શિષ્ય હતા.
ઉત્તર:
ખોટું
23. સંત સૂરદાસે વ્રજમાં રહીને શ્રીરામનાં પદો રચ્યાં હતાં.
ઉત્તર:
ખોટું
24. સંતરામપુરનું વિઠોબા મંદિર” મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું.
ઉત્તર:
ખોટું
25. જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રીગણેશ કર્યા હતા.
ઉત્તર:
ખરું
26. જ્ઞાનેશ્વરે માત્ર 12 વર્ષની ઉંમરે ભગવદ્ગીતા પરની ટીકા ‘જ્ઞાનેશ્વરી’ લખી હતી.
ઉત્તર:
ખોટું
27. સંત એકનાથ સૌને સમાન માનતા હતા.
ઉત્તર:
ખરું
28. અભંગોની રચના મહારાષ્ટ્રના સંતકવિ એકનાથે કરી હતી.
ઉત્તર:
ખોટું
29. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા.
ઉત્તર:
ખરું
30. ‘દાસબોધ’ ગ્રંથની રચના શિવાજીએ કરી હતી.
ઉત્તર:
ખોટું
31. સૂફી શબ્દ ઇસ્લામના નૈતિક વિચારો વ્યક્ત કરે છે.
ઉત્તર:
ખોટું
32. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી.
ઉત્તર:
ખરું
33. અજમેરના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ખોટું
34. બગદાદમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ખોટું
35. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા.
ઉત્તરઃ
ખરું
36. ભક્તિ અને સૂફી-આંદોલનને લીધે સામાન્ય માણસ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યો.
ઉત્તરઃ
ખરું
37. અનેક સંતોએ નાતજાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવ્યા.
ઉત્તરઃ
ખરું
38. ભક્તિ અને સૂફી-આંદોલને સમાજની કાયાપલટ કરી.
ઉત્તરઃ
ખરું
39. ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ભાષાઓનો આશ્રયસ્થાન રહ્યો છે.
ઉત્તરઃ
ખોટું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) શંકરાચાર્ય | (1) ઉત્તર ભારતના સંત |
(2) રામાનુજાચાર્ય | (2) ‘હરિબોલ’નો મંત્ર |
(3) ચૈતન્ય મહાપ્રભુ | (3) એકેશ્વર પરંપરાના સંત |
(4) રામાનંદ | (4) ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર |
(5) આઠમી સદીના દક્ષિણ ભારતના સંત |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) શંકરાચાર્ય | (5) આઠમી સદીના દક્ષિણ ભારતના સંત |
(2) રામાનુજાચાર્ય | (4) ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર |
(3) ચૈતન્ય મહાપ્રભુ | (2) ‘હરિબોલ’નો મંત્ર |
(4) રામાનંદ | (1) ઉત્તર ભારતના સંત |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સંત કબીર | (1) ‘દાસબોધ’ના રચયિતા |
(2) ગુરુ નાનક | (2) પ્રભાતિયાંના રચયિતા |
(3) તુલસીદાસ | (3) શીખ ધર્મના સ્થાપક |
(4) નરસિંહ મહેતા | (4) ‘બીજક’ કવિતાસંગ્રહ |
(5) ‘રામચરિતમાનસ’ના રચયિતા |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સંત કબીર | (4) ‘બીજક’ કવિતાસંગ્રહ |
(2) ગુરુ નાનક | (3) શીખ ધર્મના સ્થાપક |
(3) તુલસીદાસ | (5) ‘રામચરિતમાનસ’ના રચયિતા |
(4) નરસિંહ મહેતા | (2) પ્રભાતિયાંના રચયિતા |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મીરાંબાઈ | (1) પંઢરપુર |
(2) સૂરદાસ | (2) ‘અભંગો’ના રચયિતા |
(3) વિઠોબા મંદિર | (3) ભક્ત કવયિત્રી |
(4) તુકારામ | (4) શિરપુર |
(5) વલ્લભાચાર્યના શિષ્ય |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મીરાંબાઈ | (3) ભક્ત કવયિત્રી |
(2) સૂરદાસ | (5) વલ્લભાચાર્યના શિષ્ય |
(3) વિઠોબા મંદિર | (1) પંઢરપુર |
(4) તુકારામ | (2) ‘અભંગો’ના રચયિતા |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) જ્ઞાનેશ્વર | (1) ‘દાસબોધ’ના રચયિતા |
(2) ગુરુ રામદાસ | (2) મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન શરૂ કર્યું |
(3) શિયાબુદ્દીન સુહરાવર્દી | (3) દક્ષિણ ભારતના ચિશ્તી સંત |
(4) મોઇનુદ્દીન ચિશ્તી | (4) બગદાદ |
(5) અજમેર |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) જ્ઞાનેશ્વર | (2) મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન શરૂ કર્યું |
(2) ગુરુ રામદાસ | (1) ‘દાસબોધ’ના રચયિતા |
(3) શિયાબુદ્દીન સુહરાવર્દી | (4) બગદાદ |
(4) મોઇનુદ્દીન ચિશ્તી | (5) અજમેર |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્ત્વની ઘટના કઈ છે?
ઉત્તર:
ભક્તિ અને સૂફી ચળવળ એ ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્ત્વની ઘટના છે.
પ્રશ્ન 2.
ભક્તિ અને સૂફી ચળવળનો મુખ્ય હેતુ શો હતો?
ઉત્તર:
ભક્તિ અને સૂફી ચળવળનો મુખ્ય હેતુ અજ્ઞાન, અંધશ્રદ્ધા, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો અને સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો.
પ્રશ્ન 3.
ભક્તિ અને સૂફી-આંદોલને મુખ્ય શું કાર્ય કર્યું?
ઉત્તર:
ભક્તિ અને સૂફી-આંદોલને ધર્મ તથા સમાજમાં પ્રવર્તતા ઊંચનીચના ભેદભાવ, ખોટી માન્યતાઓ, વિવિધ અંધશ્રદ્ધા, જુદા જુદા ધર્મની વાડાબંધી વગેરેની અવગણના કરી ભક્તિમાર્ગનાં દ્વાર બધાં માટે ખોલી નાખ્યાં.
પ્રશ્ન 4.
ભક્તિ અને સૂફી-આંદોલને કયા સમન્વયને જન્મ આપ્યો?
ઉત્તર:
ભક્તિ અને સૂફી-આંદોલને હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો.
પ્રશ્ન 5.
સંતોના મતે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર:
સંતોના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય
પ્રશ્ન 6.
સંતો શાના વિરોધી હતા?
ઉત્તર:
સંતો મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા.
પ્રશ્ન 7.
સંતોએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? તેમણે એ ભાષામાં શાની રચના કરી?
ઉત્તર:
સંતોએ લોકોને લોકભાષામાં ઉપદેશ આપ્યો. તેમણે લોકભાષામાં પદો અને અન્ય સાહિત્યની રચના કરી.
પ્રશ્ન 8.
સમાજમાં ઐક્યવાદ કોણે ફેલાવ્યો?
ઉત્તરઃ
સંતોએ લોકભાષામાં આપેલા ઉપદેશે તેમજ લોકભાષામાં રચાયેલા સાહિત્ય તથા પદોએ સમાજમાં ઐક્યવાદ ફેલાવ્યો.
પ્રશ્ન 9.
સંતોએ લોકોને ધર્મ વિશે શું સમજાવ્યું?
ઉત્તર:
સંતોએ લોકોને ધર્મ વિશે સમજાવ્યું કે, બધા ધર્મોના સાર એક જ છે; ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે; બધા જ ધર્મોનો એક જ માર્ગ છે – ઈશ્વર સાથે અનુરાગ.
પ્રશ્ન 10.
આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ કોણે શરૂ કરી હતી?
ઉત્તરઃ
આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શંકરાચાર્યે શરૂ કરી હતી.
પ્રશ્ન 11.
દક્ષિણ ભારતમાં કયા સંતોએ ધાર્મિક આંદોલનોનો પ્રચાર-પ્રસાર કર્યો? તેઓ કયા પંથના સંતો હતા?
ઉત્તર:
દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ ધાર્મિક આંદોલનોનો પ્રચાર-પ્રસાર કર્યો. અલવાર સંતો વૈષ્ણવ હતા અને નયનાર સંતો શૈવ હતા.
પ્રશ્ન 12.
ભક્તિમાર્ગના અનુયાયીઓની માન્યતાઓ શી હતી?
ઉત્તર:
ભક્તિમાર્ગના અનુયાયીઓ એકેશ્વરવાદમાં માનતા હતા. તેઓ બધા ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા તેમજ તેઓ મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા.
પ્રશ્ન 13.
ભક્તિ આંદોલને બધાં માટે શાનાં દ્વાર ખોલી નાખ્યાં?
ઉત્તર:
ભક્તિ આંદોલને બધાં માટે આત્મસાક્ષાત્કારનાં દ્વાર ખોલી નાખ્યાં.
પ્રશ્ન 14.
ભક્તિ આંદોલનની શરૂઆત કયા સંતે કરેલી હોવાનું મનાય છે?
ઉત્તર:
ભક્તિ આંદોલનની શરૂઆત દક્ષિણ ભારતના સંત રામાનુજાચાર્યે કરેલી હોવાનું મનાય છે.
પ્રશ્ન 15.
શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? શંકરાચાર્યનાં માતા-પિતાનાં નામ જણાવો.
ઉત્તર:
શંકરાચાર્યનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો. શંકરાચાર્યની માતાનું નામ અંબાબાઈ (આઈમ્બા) અને પિતાનું નામ શિવગુરુ હતું.
પ્રશ્ન 16.
રામાનુજાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? રામાનુજાચાર્યનાં માતા-પિતાનાં નામ જણાવો.
ઉત્તરઃ
રામાનુજાચાર્યનો જન્મ દક્ષિણ ભારતમાં પેરૂમલતૂર { ગામે થયો હતો. રામાનુજાચાર્યનાં માતાનું નામ કાન્તિમતિ અને પિતાનું નામ કેશવ હતું.
પ્રશ્ન 17.
બંગાળમાં ‘હરિબોલ’નો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો?
ઉત્તર:
બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુએ ‘હરિબોલ’નો મંત્ર ગુંજતો કર્યો હતો.
પ્રશ્ન 18.
ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર કેવી રીતે ગુંજતો કર્યો હતો?
ઉત્તરઃ
કૃષ્ણભક્તિનાં ગીતો રચીને ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ‘હરિબોલ’નો મંત્ર ગુંજતો કર્યો હતો.
પ્રશ્ન 19.
ઉત્તર ભારતમાં કયા મહાન સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો?
ઉત્તરઃ
ઉત્તર ભારતમાં રામાનંદ નામના મહાન સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો.
પ્રશ્ન 20.
એકેશ્વર પરંપરાના મુખ્ય સંત કોણ હતા?
ઉત્તર:
કબીર એકેશ્વર પરંપરાના મુખ્ય સંત હતા.
પ્રશ્ન 21.
કયા સંત કબીરના ગુરુભાઈ હતા?
ઉત્તર:
સંત રૈદાસ કબીરના ગુરુભાઈ હતા.
પ્રશ્ન 22.
શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તે કઈ શાખાના સંત હતા?
ઉત્તર:
ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તે નિર્ગુણ શાખાના સંત હતા.
પ્રશ્ન 23.
શીખોનો પવિત્ર ધર્મગ્રંથ કયો છે?
ઉત્તર:
શીખોનો પવિત્ર ધર્મગ્રંથ ‘ગુરુ ગ્રંથ સાહિબ’ છે.
પ્રશ્ન 24.
ભક્તિ આંદોલનના ઉત્તર ભારતના મહાન સંતો કયા કયા હતા?
ઉત્તર:
રામાનંદ, તુલસીદાસ, સૂરદાસ વગેરે ભક્તિ આંદોલનના ઉત્તર ભારતના મહાન સંતો હતા.
પ્રશ્ન 25.
તુલસીદાસનો ક્યો ગ્રંથ આજે પણ એટલો જ લોકપ્રિય છે?
ઉત્તર
તુલસીદાસના રામચરિતમાનસ’ ગ્રંથ આજે પણ એટલો જ લોકપ્રિય છે.
પ્રશ્ન 26.
ગુજરાતની પ્રજાને ભક્તિરસથી તરબોળ કરવામાં કોનો ફાળો અનન્ય છે?
ઉત્તર:
ગુજરાતની પ્રજાને ભક્તિરસથી તરબોળ કરવામાં પંદરમી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે.
પ્રશ્ન 27.
ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે?
ઉત્તર:
નરસિંહ મહેતા (ઈ. સ. 1412થી 1480) ગુજરાતી ભાષાના આદિકવિ છે.
પ્રશ્ન 28.
નરસિંહ મહેતાના કયા સાહિત્ય જનસમાજ પર ઊંડી અસર કરી છે?
ઉત્તરઃ
નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં તરીકે જાણીતા બનેલાં જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જનસમાજ પર ઊંડી અસર કરી છે.
પ્રશ્ન 29.
નરસિંહ મહેતાનું કયું ભજન ખૂબ લોકપ્રિય બન્યું છે?
ઉત્તરઃ
નરસિંહ મહેતાનું ‘વૈષ્ણવજન તો તેને કહીએ…’ એ ભજન લોકપ્રિય બન્યું છે.
પ્રશ્ન 30.
નરસિંહ મહેતાએ કૃષ્ણભક્તિનો મહિમા ગાતાં શું કહ્યું છે?
ઉત્તર:
નરસિંહ મહેતાએ કૃષ્ણભક્તિનો મહિમા ગાતાં કહ્યું છે કે, ‘શ્રીકૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે.’
પ્રશ્ન 31.
મીરાંબાઈ કોનાં પુત્રી હતાં?
ઉત્તર:
મીરાંબાઈ રાજસ્થાનમાં મેડતા રાજાની પુત્રી હતાં.
પ્રશ્ન 32.
મીરાંબાઈનાં લગ્ન ક્યાં થયાં હતાં?
ઉત્તર:
મીરાંબાઈનાં લગ્ન રાજસ્થાનમાં મેવાડના રાજપરિવારમાં થયાં હતાં.
પ્રશ્ન 33.
મીરાંબાઈ કોનાં ભક્ત હતાં?
ઉત્તર:
મીરાંબાઈ શ્રીકૃષ્ણનાં ભક્ત હતાં.
પ્રશ્ન 34.
મીરાંબાઈ શ્રીકૃષ્ણને કયા સ્વરૂપમાં પૂજતાં હતાં?
ઉત્તર:
મીરાંબાઈ શ્રીકૃષ્ણને ગિરધરગોપાલના સ્વરૂપમાં પૂજતાં હતાં.
પ્રશ્ન 35.
સંત સૂરદાસ કોના શિષ્ય હતા? તેમણે વ્રજમાં રહીને શું કર્યું હતું?
ઉત્તરઃ
સંત સૂરદાસ વલ્લભાચાર્યના શિષ્ય હતા. તેમણે વ્રજમાં રહીને શ્રીકૃષ્ણ વિશે પદો રચ્યાં હતાં.
પ્રશ્ન 36.
મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર કયું હતું?
ઉત્તર:
મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર પંઢરપુરનું વિઠોબા મંદિર હતું.
પ્રશ્ન 37.
મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો? તેમણે 15 વર્ષની ઉંમરે શાની રચના કરી હતી?
ઉત્તરઃ
સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. તેમણે 15 વર્ષની ઉંમરે ભગવદ્ગીતા ઉપરની ટીકાવિવેચન ‘જ્ઞાનેશ્વરી’ નામના ગ્રંથની રચના કરી હતી.
પ્રશ્ન 38.
મહારાષ્ટ્રના સંતકવિ કોણ હતા? તેમની કઈ રચનાઓ ખૂબ જ જાણીતી છે?
ઉત્તર:
તુકારામ મહારાષ્ટ્રના સંતકવિ હતા. તેમણે રચેલાં અભંગો ખૂબ જ જાણીતાં છે.
પ્રશ્ન 39.
શિવાજીના ગુરુનું નામ શું હતું? તેમણે લોકોને ઉપદેશ આપવા શું કર્યું હતું?
ઉત્તર:
શિવાજીના ગુરુનું નામ સ્વામી રામદાસ હતું. તેમણે લોકોને ઉપદેશ આપવા ‘દાસબોધ’ નામના ગ્રંથની રચના કરી હતી.
પ્રશ્ન 40.
પ્રાચીનકાળથી ભારત શાનું મિલનસ્થળ રહ્યું છે?
ઉત્તર:
પ્રાચીનકાળથી ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલનસ્થળ રહ્યું છે.
પ્રશ્ન 41.
સૂફી શબ્દ કયા વિચારોને વ્યક્ત કરે છે? તેનો મુખ્ય મત શો છે?
ઉત્તર:
સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે.
પ્રશ્ન 42.
ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય પરંપરાઓ કેટલી છે? કઈ કઈ?
ઉત્તર:
ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય પરંપરાઓ ચાર છે:
- ચિતી
- સુહરાવદ
- કાદરી અને
- નક્શબંદી.
પ્રશ્ન 43.
સૂફી-આંદોલનમાં કઈ કઈ પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી?
ઉત્તર:
સૂફી-આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી.
પ્રશ્ન 44.
મુખ્ય સૂફીસંતોનાં નામ જણાવો.
ઉત્તર:
શિયાબુદીન સુહરાવર્દી, મોઇનુદ્દીન ચિશ્તી, કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદીન-ગંજ-એ-શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લાહ, શેખ અહમદ સરહિંદી, શેખ બુરહાનુદ્દીન ગરીબ વગેરે મુખ્ય સૂફીસંતો હતા.
નરસિંહ મહેતાનો પરિચય આપો. અથવા ટૂંક નોંધ લખો:
નરસિંહ મહેતા
ઉત્તર:
નરસિંહ મહેતાનો જન્મ ઈ. સ. 1412માં ભાવનગર પાસે આવેલા તળાજા ગામમાં થયો હતો. પાછળથી તે જૂનાગઢમાં આવીને વસ્યા હતા. ગુજરાતમાં પ્રજાને ભક્તિરસથી તરબોળ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો બહુમૂલ્ય છે. તે ગુજરાતી ભાષાના આદિકવિ છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં તરીકે જાણીતા બનેલાં જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જનસમાજ પર ઊંડી અસર કરી છે. તેમનું ‘વૈષ્ણવજન તો તેને કહીએ ….’ એ ભજન ખૂબ જ લોકપ્રિય બન્યું છે. તે સંસારી હતા, છતાં સંસારના રંગોથી પર હતા. તેમણે છૂતાછૂત અને જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તે સૌના ઘેર ભજન કરવા જતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. તેમણે કહ્યું છે કે, ‘પક્ષાપક્ષીમાં નહિ પરમેશ્વર, સમદષ્ટિ ને સર્વ સમાન.’ નરસિંહ મહેતાએ કૃષ્ણભક્તિનો મહિમા ગાતાં કહ્યું છે કે, ‘શ્રીકૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે.’ નરસિંહ મહેતાનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ છે.
મીરાંબાઈનો પરિચય આપો. અથવા ડે ટૂંક નોંધ લખો:
મીરાંબાઈ
ઉત્તર:
મીરાંબાઈ રાજસ્થાનમાં મેડતા રાજાનાં રાજકુમારી હતાં. તેમનો જન્મ ઈ. સ. 1498માં થયો હતો. તેમના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયાં હતાં. તે નાનપણથી જ કૃષ્ણભક્ત હતાં. તે શ્રીકૃષ્ણને ગિરિધરગોપાલના રૂપમાં પૂજતાં હતાં. ‘મેરે તો ગિરિધરગોપાલ દૂસરો ન કોઈ’ એ તેમનો જીવનમંત્ર હતો. મીરાંબાઈ એક ભક્ત કવયિત્રી હતાં. તેમણે કૃષ્ણભક્તિને કેન્દ્રમાં રાખીને ગુજરાતી અને હિન્દી ભાષામાં ઘણાં પદો રચ્યાં છે. મીરાંબાઈનાં પદો નરસિંહ મહેતા અને સંત કબીરનાં પદો જેટલાં જ લોકપ્રિય છે.
ભક્તિ અને સૂફી-આંદોલનની અસરો જણાવો.
અથવા
ટૂંક નોંધ લખો:
ભક્તિ અને સૂફી-આંદોલનની અસરો
ઉત્તર:
ભક્તિ અને સૂફી-આંદોલનની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે :
- ભક્તિ અને સૂફી-આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિઠ્ઠી સંતોના ઉપદેશથી સમાજમાં પ્રવર્તતા બાહ્યાડંબરો, ઊંચનીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ. તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું.
- સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા.
- ઈશ્વર બધાંનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી.
- જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા. સંત કબીરના શિષ્યોમાં હિંદુમુસ્લિમોનો સમાવેશ થતો હતો.
- સમાજમાં ઊંચનીચના ભેદભાવો ઓછા થયા. આ સમયે અનેક સંતો નાતજાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા. મીરાંબાઈ, રદાસ, રસખાન વગેરે તેનાં ઉત્તમ ઉદાહરણો છે. ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ હૌસા વિંધ્યાચળનાં એકાંત સ્થળોમાં હિંદુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા.
- મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં અનેક હિંદુ રહસ્યવાદી ક્રિયાઓ – વિધિઓ અપનાવી હતી. દા. ત., સૂફીવાદ(સૂફીપંથ)માં શિરમુંડન, ઝનબીન (ભિક્ષાપાત્ર) રાખવું, મુલાકાતીઓને પાણી ? ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે.
- ભક્તિ અને સૂફી-આંદોલને સમાજની કાયાપલટ કરી. હિંદુ-મુસ્લિમ સમાજમાં એક્તા સ્થપાઈ.
નીચેના સંતોનો બે-ત્રણ વાક્યોમાં પરિચય આપો:
(1) શંકરાચાર્ય
(2) રામાનુજાચાર્ય
(૩) ચૈતન્ય મહાપ્રભુ
(4) રામાનંદ
(5) રૈદાસ
(6) ગુરુ નાનક
(7) તુલસીદાસ
(8) મોઇનુદ્દીન ચિશ્તી
ઉત્તર:
(1) શંકરાચાર્ય:
શંકરાચાર્ય ભારતના મહાન સંત હતા. તેમનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ (આઈમ્બા) હતું. તે જગરુ તરીકે પ્રખ્યાત થયા છે. તે હિન્દુ ધર્મના પ્રખર પ્રચારક હતા. તેમણે આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી.
(2) રામાનુજાચાર્યઃ
રામાનુજાચાર્યનો જન્મ ઈ. સ. 1479માં દક્ષિણ ભારતના પેરૂમલતૂર ગામમાં થયો હતો. તેમની માતાનું નામ કાન્તિમતિ અને પિતાનું નામ કેશવ હતું. તે દક્ષિણ ભારતના મહાન સંત હતા. તેમણે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હોવાનું મનાય છે. રામાનુજાચાર્યે ભક્તિમાર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરપ્રાપ્તિનો સંદેશો આપ્યો હતો.
(૩) ચૈતન્ય મહાપ્રભુ: ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ઈ. સ. 1485માં બંગાળના નવદીપ (નદીયા) શહેરમાં થયો હતો. તે વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરાના છેલ્લા આચાર્ય હતા. કૃષ્ણભક્તિનાં ગીતો રચીને તેમણે બંગાળમાં ‘હરિબોલ’નો મંત્ર ગુંજતો કર્યો હતો.
(4) રામાનંદઃ રામાનંદે ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. તેમણે હિંદુ ધર્મમાંથી જ્ઞાતિનાં બંધનો દૂર કરવા ચળવળ ચલાવી હતી. તેમના અનુયાયીઓ ‘રામાનંદી’ કહેવાયા.
(5) રૈદાસ પેદાસનો જન્મ ઈ. સ. 1450માં થયો હતો. રૈદાસ ઉત્તર ભારતના મહાન સંત રામાનંદના મુખ્ય શિષ્યો પૈકીના એક હતા. તે સંત કબીરના ગુરુભાઈ હતા. તે કબીરની
જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા. તેમનું અવસાન { ઈ. સ. 1520માં થયું હતું.
(6) ગુરુ નાનક:
ગુરુ નાનકનો જન્મ ઈ. સ. 1469માં પંજાબમાં લાહોર જિલ્લા(હાલ પાકિસ્તાન)ના તલવંડી (નાનકાના સાહેબ) ગામમાં થયો હતો. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તે નિર્ગુણ શાખાના સંત હતા. તેમના શિષ્યો ‘શીખ’ના નામે ઓળખાય છે. ‘ગુરુ ગ્રંથસાહિબ’ શીખ ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ છે.
(7) તુલસીદાસ
તુલસીદાસનો જન્મ ઈ. સ. 1532માં થયો હતો. તુલસીદાસ ઉત્તર ભારતના મહાન સંત હતા. તે યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તે એક મહાન સાહિત્યકાર હતા. તેમણે ‘રામચરિતમાનસ’ અને વિનયપત્રિકા’ નામના લોકપ્રિય અને પ્રખ્યાત ગ્રંથોની રચના કરી હતી. તેમનો “રામચરિતમાનસ’ ગ્રંથ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. તેમનું અવસાન ઈ. સ. 1623માં થયું હતું.
(8) મોઇનુદ્દીન ચિશ્તીઃ મોઈનુદ્દીન ચિશ્તી પ્રખ્યાત સૂફીસંત હતા. તેમણે અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. તે નાતજાતના ભેદભાવમાં માનતા નહોતા. અજમેરમાં આવેલી તેમની દરગાહ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે.
વિચારો પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
આપણે ધર્માચાર્યો, ભક્તો, સંતો, ફકીરોનો આદરભાવ ? શા માટે કરીએ છીએ?
ઉત્તર:
આપણા દેશમાં વર્ષોથી ઋષિમુનિઓ, ધર્માચાર્યો, સંતો, વિચારકો અને વિદ્વાનોએ ધાર્મિક અને સામાજિક ચેતના જગાવીને સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેથી એ બધાંનો આપણે સૌ આદરભાવ કરીએ છીએ. સમાજમાં એ બધા ગુરુનું પદ શોભાવતા. ધર્માચાર્યો, સંતો, ભક્તો, ફકીરો વગેરેએ સમાજને એકતાંતણે બાંધવાનું કાર્ય કર્યું છે. તેમણે સામાજિક સમાનતાની વાતો કરી છે. તેઓ ધર્મ અને સંપ્રદાયોની એકતામાં માનતા હતા. તેમણે લોકભાષામાં ઉપદેશ આપીને બધાં માટે ભક્તિમાર્ગ અને આત્મસાક્ષાત્કારનાં દ્વાર ખોલી નાખ્યાં છે. આજે પણ એ લોકો સમાજને સદાચાર અને સંસ્કારો આપવાનું કાર્ય કરી રહ્યા છે. આથી જ આપણે તેમનો નતમસ્તક થઈને આદરભાવ કરીએ છીએ.
પ્રશ્ન 2.
આપણે દરેક ધર્મ પ્રત્યે સમભાવ અને આદરભાવ શા માટે રાખવો જોઈએ?
ઉત્તર:
જગતના બધા ધર્મોએ સમાજમાં સમાનતા અને એકતા સ્થાપવા પ્રયત્નો કર્યા છે. બધા ધર્મોએ જણાવ્યું છે કે, ઈશ્વર એક જ છે અને તે સર્વવ્યાપી છે. આપણે તેને ઈશ્વર, અલ્લાહ, ખુદા, રામ, રહીમ, ગોવિંદ વગેરે જુદાં જુદાં નામ આપીએ છીએ. દરેક ધર્મે સમાજમાં સાંસ્કૃતિક સમન્વય સાધવા પ્રયત્નો ર્યા છે. દરેક ધર્મે માનવતાનાં સેવાકાર્યો કરવાની વાત કરી છે.
ઉપર્યુક્ત કારણોને લીધે આપણે દરેક ધર્મ પ્રત્યે સમભાવ અને આદરભાવ રાખવો જોઈએ.
પ્રવૃત્તિઓ
1. તમારી શાળામાં સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરો અને સર્વધર્મ પ્રાર્થનાપોથી બનાવો.
2. કબીર, રહીમ, નરસિંહ મહેતા, મીરાંબાઈ અને તુકારામ જેવા મધ્યકાલીન સંતોનાં પદો, સાખી, દોહા વગેરે મેળવીને સંગ્રહપોથી બનાવો.
3. શાળામાં સર્વધર્મ પ્રાર્થનાપોથીનો સંગ્રહ બનાવો, જેમાં દરેક ધર્મના સ્થાપક અથવા મહાનુભાવો વિશે માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક બનાવો.
4. ‘વૈષ્ણવજન તો તેને કહીએ ..’ એ ભજન મેળવીને તેને કંઠસ્થ કરો.
5. તમારા વિષયશિક્ષકની મદદથી કોમી એક્તાના પ્રસંગો મેળવીને તેને તમારી નોંધપોથીમાં લખો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:
પ્રશ્ન 1.
નીચે આપેલ સંત અને તેમણે રચેલા ગ્રંથની કઈ જોડી ખોટી છે?
A. સંત કબીર – બીજક
B. તુકારામ – વિનયપત્રિકા
C. સંત તુલસીદાસ – રામચરિતમાનસ
D. સ્વામી રામદાસ – દાસબોધ
ઉત્તર:
B. તુકારામ – વિનયપત્રિકા
પ્રશ્ન 2.
મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન કરનાર સંતોમાં નીચેના પૈકી કયા સંતનો સમાવેશ થતો નથી?
A. એકનાથ
B. તુકારામ
C. જ્ઞાનેશ્વર
D. જયદેવ
ઉત્તર:
D. જયદેવ
પ્રશ્ન ૩.
ભક્તિમાર્ગના સંતો અને તેમના સ્થાનની કઈ જોડ ખોટી છે?
A. દક્ષિણ ભારત – રામાનુજાચાર્ય
B. બંગાળ – જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ
C. ગુજરાત – સૂરદાસ અને કબીર
D. મહારાષ્ટ્ર – જ્ઞાનેશ્વર
ઉત્તર:
C. ગુજરાત – સૂરદાસ અને કબીર
પ્રશ્ન 4.
નરસિંહ મહેતાનું કયું પદ (પ્રભાતિયું) આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે?
A. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’
B. ‘વૈષ્ણવજન તો તેને કહીએ….’
C. ‘સુખ-દુઃખ મનમાં ન આણીએ’
D. ‘જાગને જાદવા તું, કૃષ્ણ ગોવાળિયા’
ઉત્તર:
B. ‘વૈષ્ણવજન તો તેને કહીએ….’
પ્રશ્ન 5.
કબીરનો કવિતાસંગ્રહ કયા નામે ઓળખાય છે?
A. બીજક
B. જ્ઞાનેશ્વરી
C. વિનયપત્રિકા
D. અનુભવબિંદુ
ઉત્તર:
A. બીજક
પ્રશ્ન 6.
અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર સૂફીસંત કોણ હતા?
A. મોઇનુદ્દીન ચિશ્તી
B. કુતુબુદ્દીન બખ્તિયાર
C. નિઝામુદ્દીન ઓલિયા
D. શેખ બ્રહાનુદ્દીન
ઉત્તર:
A. મોઇનુદ્દીન ચિશ્તી
પ્રશ્ન 7.
નીચેના પૈકી કયું સ્થળ શંકરાચાર્યનું જન્મસ્થળ છે?
A. કામલી
B. કેશોદ
C. કાલરી
D. કાલડી
ઉત્તર:
D. કાલડી
પ્રશ્ન 8.
નીચેના પૈકી કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા?
A. સંત રૈદાસ
B. સંત કબીર
C. સંત સૂરદાસ
D. રામાનુજાચાર્ય
ઉત્તર:
C. સંત સૂરદાસ
પ્રશ્ન 9.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
જૂજવે રૂપ અનંત ભાસે
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
ઉપરની રચના કયા સંતની છે?
A. મીરાંબાઈની
B. તુલસીદાસની
C. નરસિંહ મહેતાની
D. કબીરની
ઉત્તર:
C. નરસિંહ મહેતાની
પ્રશ્ન 10.
મુજ અબળાને મોરી મિરાત બાઈ
શામળો ઘરેણું મોર સાચું…રે…
ઉપરની રચના કયા સંતની છે?
A. નરસિંહ મહેતાની
B. મીરાંબાઈની
C. કબીરની
D. જ્ઞાનેશ્વરની
ઉત્તર:
B. મીરાંબાઈની