Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ Important Questions and Answers.
GSEB Class 8 Science Important Questions Chapter 17 તારાઓ અને સૂર્યમંડળ
વિશેષ પ્રસ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
કયો આકાશી પદાર્થ પોતાનો પ્રકાશ ઉત્સર્જિત કરતો નથી?
A. સૂર્ય
B. સપ્તર્ષિ
C. તારો
D. ચંદ્ર
ઉત્તરઃ
D. ચંદ્ર
પ્રશ્ન 2.
પૂનમ પછીના દરેક દિવસે પૃથ્વી પરથી દેખાતા ચંદ્રના તેજસ્વી ભાગનું કદ કેવું થાય છે?
A. વધતું જાય છે.
B. ઘટતું જાય છે.
C. અચળ જળવાઈ રહે છે.
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
B. ઘટતું જાય છે.
પ્રશ્ન 3.
સૂર્યનું પૃથ્વીથી અંતર કેટલું છે?
A. 8 પ્રકાશમિનિટ
B. 8 પ્રકાશવર્ષ
C. 15 લાખ કિલોમીટર
D. 3 લાખ કિલોમીટર
ઉત્તરઃ
A. 8 પ્રકાશમિનિટ
પ્રશ્ન 4.
રાત્રિ આકાશમાં દેખાતા બધા તારાઓમાં સૌથી તેજસ્વી તારો ક્યો છે?
A. ધ્રુવ
B. વ્યાધ
C. શુક્ર
D. આલ્ફા સેટોરી
ઉત્તરઃ
B. વ્યાધ
પ્રશ્ન 5.
વ્યાધનો તારો કયા નક્ષત્રની નજીક છે?
A. સપ્તર્ષિ
B. શર્મિષ્ઠા
C. મૃગશીર્ષ
D. મઘા
ઉત્તરઃ
C. મૃગશીર્ષ
પ્રશ્ન 6.
નીચે પૈકી કોનો સૂર્યમંડળમાં સમાવેશ થતો નથી?
A. ગ્રહો
B. ઉપગ્રહો
C. ધૂમકેતુઓ
D. તારાઓ
ઉત્તરઃ
D. તારાઓ
પ્રશ્ન 7.
સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે?
A. મંગળ
B. ગુરુ
C. શુક્ર
D. શનિ
ઉત્તરઃ
C. શુક્ર
પ્રશ્ન 8.
મંગળ ગ્રહ કેવા રંગનો દેખાય છે?
A. લીલા
B. નીલા
C. લાલ
D. પીળા
ઉત્તરઃ
C. લાલ
પ્રશ્ન 9.
સૂર્યમંડળના કયા ગ્રહોની ધરીભ્રમણની દિશા પૃથ્વીના ધરીભ્રમણની દિશા કરતાં ઊલટી છે?
A. બુધ અને ગુરુ
B. બુધ અને શુક્ર
C. મંગળ અને ગુરુ
D. શુક્ર અને યુરેનસ
ઉત્તરઃ
D. શુક્ર અને યુરેનસ
પ્રશ્ન 10.
કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગતો દેખાય છે?
A. યુરેનસ
B. બુધ
C. મંગળ
D. નેખૂન
ઉત્તરઃ
A. યુરેનસ
પ્રશ્ન 11.
કયા ગ્રહને ‘સવારનો તારો’ કહે છે?
A. શુક્ર
B. બુધ
C. ગુરુ
D. મંગળ
ઉત્તરઃ
A. શુક્ર
પ્રશ્ન 12.
ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કદમાં કેટલા ગણો મોટો છે?
A. 500
B. 850
C. 1300
D. 1700
ઉત્તરઃ
C. 1300
પ્રશ્ન 13.
નીચેના પૈકી આંતરિક ગ્રહ ક્યો છે?
A. યુરેનસ
B. ગુરુ
C. શનિ
D. શુક્ર
ઉત્તરઃ
D. શુક્ર
પ્રશ્ન 14.
નીચેના પૈકી બાહ્ય ગ્રહ કયો છે?
A. શુક્ર
B. બુધ
C. પૃથ્વી
D. શનિ
ઉત્તરઃ
D. શનિ
પ્રશ્ન 15.
નીચેના પૈકી કયો ગ્રહ નરી આંખે જોઈ શકાતો નથી?
A. શુક્ર
B. મંગળ
C. બુધ
D. નેખૂન
ઉત્તરઃ
D. નેખૂન
પ્રશ્ન 16.
નીચેના પૈકી કયા ગ્રહને ઉપગ્રહ નથી?
A. બુધ
B. ગુરુ
C. શનિ
D. યુરેનસ
ઉત્તરઃ
A. બુધ
પ્રશ્ન 17.
ક્યા ગ્રહને ચંદ્રની માફક કળાઓ હોય છે?
A. ગુરુ
B. શુક્ર
C. શનિ
D. યુરેનસ
ઉત્તરઃ
B. શુક્ર
પ્રશ્ન 18.
ક્યો આકાશી પદાર્થ “ખરતા તારા થી ઓળખાય છે?
A. ઉપગ્રહ
B. ઉલ્કા
C. લઘુગ્રહો
D. ધૂમકેતુ
ઉત્તરઃ
B. ઉલ્કા
પ્રશ્ન 19.
ધૂમકેતુને કયા નામથી ઓળખવામાં આવે છે?
A. ખરતો તારો
B. પૂંછડિયો તારો
C. સવારનો તારો
D. સાંજનો તારો
ઉત્તરઃ
B. પૂંછડિયો તારો
પ્રશ્ન 20.
હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે?
A. 30 દિવસ
B. 365 દિવસ
C. 76 વર્ષ
D. 850 વર્ષ
ઉત્તરઃ
C. 76 વર્ષ
પ્રશ્ન 21.
પ્રકાશવર્ષ શાનો એકમ છે?
A. સમય
B. વેગ
C. અંતર
D. પ્રકાશની તીવ્રતા
ઉત્તરઃ
C. અંતર
2. ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
પૃથ્વીની સૌથી નજીકનો તારો ……………………. છે.
ઉત્તરઃ
સૂર્ય
પ્રશ્ન 2.
……………………….. પૃથ્વીનું એક પરિક્રમણ કરે ત્યાં સુધીમાં પોતાની ધરી પર પણ એક ભ્રમણ પૂરું કરે છે.
ઉત્તરઃ
ચંદ્ર
પ્રશ્ન 3.
તારાઓના પૃથ્વીથી અંતર માપવા વપરાતો મોટો એકમ ………………………. છે.
ઉત્તરઃ
પ્રકાશવર્ષ
પ્રશ્ન 4.
પ્રકાશ પ્રતિ સેકન્ડે આશરે ……………………… કિલોમીટર અંતર કાપે છે.
ઉત્તરઃ
3,00,000
પ્રશ્ન 5.
ધ્રુવનો તારો હંમેશાં ………………………. દિશામાં જ દેખાય છે.
ઉત્તરઃ
ઉત્તર
પ્રશ્ન 6.
સપ્તર્ષિ નક્ષત્ર(તારાજૂથ)માં અગ્રગણ્ય તારાઓની સંખ્યા ……………………. છે.
ઉત્તરઃ
સાત
પ્રશ્ન 7.
શર્મિષ્ઠા તારાજૂથનો આકાર ………………….. જેવો છે.
ઉત્તરઃ
અંગ્રેજી આલ્ફાબેટ N કે M
પ્રશ્ન 8.
સૂર્યની સૌથી નજીકનો ગ્રહ ……………………. છે.
ઉત્તરઃ
બુધ
પ્રશ્ન 9.
પૃથ્વીની સૌથી નજીકનો પડોશી ગ્રહ …………………………. છે.
ઉત્તરઃ
શુક્ર
પ્રશ્ન 10.
મંગળને ……………….. ઉપગ્રહો છે.
ઉત્તરઃ
બે
પ્રશ્ન 11.
……………………. ગ્રહ પોતાની ધરી પર ખૂબ ઝડપથી ફરે છે.
ઉત્તરઃ
ગુરુ
પ્રશ્ન 12.
ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં ………………………. ગણું છે.
ઉત્તરઃ
318
પ્રશ્ન 13.
સૌથી વધુ સંખ્યામાં ઉપગ્રહો ધરાવતો ગ્રહ……………………….. છે.
ઉત્તરઃ
ગુરુ
પ્રશ્ન 14.
સૂર્યમંડળનો સૌથી સુંદર દેખાતો ગ્રહ …………………….. છે.
ઉત્તરઃ
શનિ
પ્રશ્ન 15.
સૂર્યમંડળમાં ગ્રહોની સંખ્યા ……………………… છે.
ઉત્તરઃ
આઠ
3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો?
પ્રશ્ન 1.
રાત્રિ આકાશનો સૌથી તેજસ્વી દેખાતો આકાશી પદાર્થ કયો છે?
ઉત્તરઃ
ચંદ્ર
પ્રશ્ન 2.
ચંદ્ર કયા દિવસે સંપૂર્ણ ગોળ દેખાય છે?
ઉત્તરઃ
પૂનમ
પ્રશ્ન 3.
ચંદ્ર કયા દિવસે બિલકુલ દેખાતો નથી?
ઉત્તરઃ
અમાસ
પ્રશ્ન 4.
ચંદ્ર કોની આસપાસ ફરે છે?
ઉત્તરઃ
પૃથ્વીની
પ્રશ્ન 5.
પૃથ્વી કોની આસપાસ ફરે છે?
ઉત્તરઃ
સૂર્યની
પ્રશ્ન 6.
આકાશના કયા ભાગમાં પૂનમનો ચંદ્ર ઊગતો દેખાય છે?
ઉત્તરઃ
પૂર્વ ભાગમાં
પ્રશ્ન 7.
સૂર્ય પૃથ્વીથી લગભગ કેટલો દૂર આવેલો છે?
ઉત્તરઃ
150 મિલિયન કિમી
પ્રશ્ન 8.
પૃથ્વીથી સૌથી નજીકનો સૂર્ય પછીનો તારો કયો છે?
ઉત્તરઃ
આલ્ફા સેટોરી
પ્રશ્ન 9.
આકાશમાં કયો તારો હંમેશાં એક જ સ્થાને રહેતો દેખાય છે?
ઉત્તરઃ
ધ્રુવનો તારો
પ્રશ્ન 10.
શર્મિષ્ઠામાં અગ્રગણ્ય તારાઓની સંખ્યા કેટલી છે?
ઉત્તરઃ
પાંચ
પ્રશ્ન 11.
સપ્તર્ષિ નક્ષત્રનો આકાર કેવો છે?
ઉત્તરઃ
ડોયા જેવો કે કડછા જેવો
પ્રશ્ન 12.
મૃગ નક્ષત્રની નજીક કયો તેજસ્વી તારો દેખાય છે?
ઉત્તરઃ
વ્યાધ
પ્રશ્ન 13.
શિકારી તરીકે ઓળખાતા તારાનું નામ જણાવો.
ઉત્તરઃ
વ્યાધ
પ્રશ્ન 14.
સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ ક્યો છે?
ઉત્તરઃ
બુધ
પ્રશ્ન 15.
પૃથ્વીની કક્ષાની બહારનો પ્રથમ ગ્રહ કયો છે?
ઉત્તરઃ
મંગળ
પ્રશ્ન 16.
બધા ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ કયો છે?
ઉત્તરઃ
શનિ
પ્રશ્ન 17.
ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ કયો છે?
ઉત્તરઃ
આર્યભટ્ટ
પ્રશ્ન 18.
પૃથ્વીની ધરી તેના કક્ષીય સમતલ તરફ કેટલા અંશના ખૂણે નમેલી છે?
ઉત્તરઃ
66.5°ના ખૂણે
પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખોઃ
(1) 21 જુલાઈ, 1969ના દિવસે નીલ આર્મસ્તંગ ચંદ્ર પર સૌપ્રથમ વાર ઉતર્યા હતા.
(2) પૃથ્વીથી આલ્ફા સેટોરી તારાનું અંતર 8 પ્રકાશ મિનિટ જેટલું છે.
(3) તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર આવેલા છે.
(4) દક્ષિણ ગોળાર્ધમાંથી ધ્રુવનો તારો જોઈ શકાય છે.
(5) નક્ષત્રના બધા જ તારાઓ પૃથ્વીથી સમાન અંતરે આવેલા હોય છે.
(6) વર્ષ 2006 સુધી સૂર્યમંડળમાં સ્કૂટો સહિત નવ ગ્રહ હતા, પરંતુ હવે લૂટો સૂર્યમંડળનો ગ્રહ ગણાતો નથી.
(7) પૃથ્વીની આસપાસ ફરતા માનવસર્જિત ઉપગ્રહોને લઘુગ્રહો કહે છે.
(8) ગ્રહો સૂર્યની આસપાસ ફરવાની સાથોસાથ પોતાની ધરી ઉપર પણ ભમરડાની માફક ફરે છે.
(9) ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે તેને પરિક્રમણ કહે છે.
(10) શુક્ર ઉપર સૂર્ય પશ્ચિમમાં ઊગતો અને પૂર્વમાં આથમતો દેખાય છે.
(11) ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં 1300 ગણું છે.
(12) ઉલ્કાઓને ખરતા તારા કહે છે.
ઉત્તર:
ખરાં વિધાનો (1), (3), (6), (8), (9), (10), (12).
ખોટાં વિધાનો (2), (4), (5), (7), (11).
સુધારીને લખેલાં વિધાનોઃ
(2) પૃથ્વીથી આલ્ફા સેટોરી તારાનું અંતર 4.3 પ્રકાશવર્ષ છે.
(4) દક્ષિણ ગોળાર્ધમાંથી ધ્રુવનો તારો જોઈ શકાતો નથી.
(5) નક્ષત્રના બધા જ તારાઓ પૃથ્વીથી સમાન અંતરે આવેલા હોતા નથી.
(7) પૃથ્વીની આસપાસ ફરતા માનવસર્જિત ઉપગ્રહોને કૃત્રિમ ઉપગ્રહો કહે છે.
(11) ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં 318 ગણું છે.
5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
આકાશી પદાર્થો એટલે શું?
ઉત્તર:
રાત્રિ આકાશમાં દેખાતા તારાઓ, ગ્રહો, ઉપગ્રહો અને અન્ય પદાર્થોને આકાશી પદાર્થો કહે છે.
પ્રશ્ન 2.
સૂર્ય શું છે?
ઉત્તરઃ
સૂર્ય એક તારો છે.
પ્રશ્ન 3.
કયા ગ્રહોને ઉપગ્રહો નથી?
ઉત્તરઃ
બુધ અને શુક્રને ઉપગ્રહો નથી.
પ્રશ્ન 4.
ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી કોણ હતા?
ઉત્તરઃ
ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ હતા.
પ્રશ્ન 5.
કયાં બે નક્ષત્રોની મદદથી ધૃવનો તારો શોધી શકાય છે?
ઉત્તરઃ
સપ્તર્ષિ અને શર્મિષ્ઠા નક્ષત્રોની મદદથી ધ્રુવનો તારો શોધી શકાય છે.
પ્રશ્ન 6.
આકાશમાં શુક્ર ગ્રહ ક્યારે અને ક્યાં જોઈ શકાય છે?
ઉત્તરઃ
કેટલીક વાર શુક્ર સૂર્યોદય પહેલાં પૂર્વ દિશામાં અને ક્યારેક સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં જોઈ શકાય છે.
પ્રશ્ન 7.
આંતરિક ગ્રહો એટલે શું?
ઉત્તરઃ
મંગળ અને મંગળની કક્ષાની અંદર આવેલા ગ્રહોને આંતરિક ગ્રહો કહે છે. (પહેલા ચાર ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ બાકીના ચાર ગ્રહો કરતાં સૂર્યની નજીક છે. તેમને આંતરિક ગ્રહો કહે છે.)
પ્રશ્ન 8.
આંતરિક ગ્રહોનાં નામ આપો.
ઉત્તર:
બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો છે.
પ્રશ્ન 9.
બાહ્ય ગ્રહો એટલે શું?
ઉત્તરઃ
જે ગ્રહો મંગળ ગ્રહની કક્ષાની બહાર આવેલા છે તેને બાહ્ય ગ્રહો કહે છે.
પ્રશ્ન 10.
બાહ્ય ગ્રહોનાં નામ આપો.
ઉત્તરઃ
ગુરુ, શનિ, યુરેનસ અને નેખૂન બાહ્ય ગ્રહો છે.
પ્રશ્ન 11.
લઘુગ્રહો ક્યાં આવેલા છે?
ઉત્તરઃ
લઘુગ્રહો મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે આવેલા છે.
પ્રશ્ન 12.
હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો અને હવે પછી ક્યારે દેખાશે?
ઉત્તરઃ
હેલીનો ધૂમકેતુ છેલ્લે 1986માં દેખાયો હતો અને હવે પછી 2062ના વર્ષમાં દેખાશે.
પ્રશ્ન 13.
કયા ગ્રહો નરી આંખે જોઈ શકાય છે?
ઉત્તર:
બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ નરી આંખે જોઈ શકાય છે.
પ્રશ્ન 14.
કયા ગ્રહો નરી આંખે જોઈ શકાતા નથી?
ઉત્તરઃ
યુરેનસ અને નેપ્યુન નરી આંખે જોઈ શકાતા નથી.
પ્રશ્ન 15.
કૃત્રિમ ઉપગ્રહો કોને કહેવાય?
ઉત્તર:
પૃથ્વી પરથી છોડવામાં આવેલા અને પૃથ્વીની આસપાસ ફરતા માનવસર્જિત ઉપગ્રહોને કૃત્રિમ ઉપગ્રહો કહે છે.
પ્રશ્ન 16.
સૂર્યમંડળનો કયો ગ્રહ સજીવસૃષ્ટિ ધરાવે છે?
ઉત્તરઃ
સૂર્યમંડળનો સજીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ પૃથ્વી છે.
પ્રશ્ન 17.
ઉલ્કાશિલા એટલે શું?
ઉત્તરઃ
કેટલીક ઉલ્કાઓ ખૂબ જ મોટી હોય છે અને એટલે તે સંપૂર્ણ સળગી જાય તે પહેલાં પૃથ્વી સુધી પહોંચી જાય છે. પૃથ્વી પર પડેલા આ આકાશી પદાર્થને ઉલ્કાશિલા કહે છે.
પ્રશ્ન 18.
ઉલ્કાશિલા વિજ્ઞાનીઓને કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તર:
સૂર્યમંડળ કયા પદાર્થોનું બનેલું છે તે જાણવામાં ઉલ્કાશિલા ઉપયોગી છે.
પ્રશ્ન 6.
વ્યાખ્યા આપોઃ
- નક્ષત્ર
- ગ્રહોની કક્ષા
- ઉપગ્રહો
- પ્રકાશવર્ષ
ઉત્તરઃ
- નક્ષત્રઃ તારાઓના સમૂહ જે ઓળખી શકાય તેવો કોઈ ચોક્કસ આકાર બનાવે છે. તેને નક્ષત્ર કહે છે.
- ગ્રહોની કક્ષા ગ્રહો એક નિશ્ચિત માર્ગ પર સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. આ માર્ગને તેની કક્ષા કહે છે.
- ઉપગ્રહો: ગ્રહની આસપાસ પરિક્રમણ કરતાં આકાશી પદાર્થોને ઉપગ્રહો કહે છે.
- પ્રકાશવર્ષ પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલા અંતરને એક પ્રકાશવર્ષ કહે છે.
(B) ટૂંકજવાબી પ્રોઃ
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ચંદ્ર વિશે ટૂંકમાં પરિચય આપો.
ઉત્તરઃ
ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. તે રાત્રિ આકાશમાં સૌથી તેજસ્વી દેખાતો આકાશી પદાર્થ છે. ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન જુદા જુદા આકાર દેખાય છે. તેને ચંદ્રની કળાઓ કહે છે. ચંદ્ર પૂનમની રાત્રે સંપૂર્ણ ગોળ દેખાય છે. ચંદ્ર અમાસના દિવસે બિલકુલ દેખાતો નથી.
ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીનું એક પરિક્રમણ કરે ત્યાં સુધીમાં પોતાની ધરી પર પણ એક ભ્રમણ પૂરું કરે છે. આથી પૃથ્વી પરથી ચંદ્રનો પાછળનો ભાગ ક્યારેય જોઈ શકાતો નથી. ચંદ્રની સપાટી પર ખાડાઓ અને ઊંચા પર્વતો છે. ચંદ્ર પર વાતાવરણ નથી તેમજ પાણી નથી. આથી ચંદ્ર પર જીવન શક્ય નથી.
પ્રશ્ન 2.
તારાઓ વિશે ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર:
તારાઓ પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તે સ્વપ્રકાશિત છે. સૂર્ય પણ એક પ્રકારનો તારો છે. તે પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. તારાઓ અસંખ્ય છે. તેઓ સૂર્ય કરતાં પણ અનેક ગણા મોટા અને દૂર છે. બધા તારા સમાન તેજસ્વી નથી, તેમજ સમાન રંગના નથી. તારાઓ રાત્રે ઝબુકતા દેખાય છે. તેજસ્વી સૂર્યપ્રકાશને કારણે દિવસે દેખાતા નથી. સૂર્ય એવો તારો છે, જે દિવસે દેખાય છે અને રાત્રે દેખાતો નથી. તારાઓ આકાશમાં પૂર્વથી પશ્ચિમ ખસતા દેખાય છે. ધ્રુવનો તારો એક એવો તારો છે, જે હંમેશાં એક જ સ્થાને ઉત્તર દિશામાં દેખાય છે. ધ્રુવનો તારો, વ્યાધનો તારો જાણીતા તારા છે.
પ્રશ્ન 3
નક્ષત્ર એટલે શું? તેના વિશે ટૂંકમાં પરિચય આપો.
ઉત્તરઃ
અમુક તારાઓના સમૂહ ઓળખી શકાય તેવી ચોક્કસ આકૃતિ કે આકાર રચે છે. આવા તારાઓના સમૂહને નક્ષત્ર કે તારાજૂથ કહે છે. સપ્તર્ષિ, શર્મિષ્ઠા અને મૃગશીર્ષ જાણીતાં નક્ષત્રો છે. સપ્તર્ષિ સાત અગ્રગણ્ય તારાઓનો સમૂહ છે. શર્મિષ્ઠામાં પાંચ અગ્રગણ્ય તારા છે. તે વિકૃત થયેલા અક્ષર W કે M આકાર ધરાવે છે. મૃગશીર્ષમાં 7 કે 8 અગ્રગણ્ય પ્રકાશિત તારાઓ છે. સપ્તર્ષિ નક્ષત્રમાં સાત તારાઓ અગ્રગણ્ય પ્રકાશિત તારા છે. આ સાત તારા સપ્તર્ષિ નક્ષત્રનો ડોયા જેવો કે કડછા જેવો આકાર બનાવે છે. સપ્તર્ષિ અને શર્મિષ્ઠા નક્ષત્ર પરથી ધ્રુવનો તારો અને મૃગશીર્ષ નક્ષત્ર પરથી વ્યાધનો તારો શોધી શકાય છે.
પ્રશ્ન 4.
સૂર્યમંડળ એટલે શું? સૂર્યમંડળના સભ્યો જણાવો.
ઉત્તરઃ
સૂર્ય અને તેની આજુબાજુ ભ્રમણ કરતાં આકાશી પદાર્થોના સમૂહને સૂર્યમંડળ કહે છે.
સૂર્યમંડળના સભ્યોમાં સૂર્ય, તેના આઠ ગ્રહો, આઠ ગ્રહોના ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે. (સૂર્યમંડળમાં તારાઓ અને કૃત્રિમ ઉપગ્રહોનો સમાવેશ થતો નથી.)
પ્રશ્ન 5.
સૂર્યમંડળના ગ્રહોનાં નામ ક્રમમાં લખો. તેમાંથી કયા ગ્રહો નરી આંખે જોઈ શકાય છે અને કયા ગ્રહો નરી આંખે જોઈ શકાતા નથી?
ઉત્તરઃ
સૂર્યમંડળના ગ્રહોનાં નામ ક્રમમાં નીચે મુજબ છે:
- બુધ
- શુક્ર
- પૃથ્વી
- મંગળ
- ગુરુ
- શનિ
- યુરેનસ
- પૂન.
આ પૈકી બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ નરી આંખે જોઈ શકાય છે અને યુરેનસ તથા નેન નરી આંખે જોઈ શકાતા નથી.
પ્રશ્ન 6.
પૃથ્વી પર જીવન શક્ય હોવાનાં કારણો જણાવો.
ઉત્તરઃ
કેટલીક ખાસ પર્યાવરણીય પરિસ્થિતિઓ પૃથ્વી પર જીવનના અસ્તિત્વ હોવા અને સતત ટકી રહેવા માટે જવાબદાર છે. સૂર્યથી યોગ્ય અંતર, તાપમાનનો યોગ્ય ગાળો, પાણીની હાજરી, યોગ્ય વાતાવરણ અને ઓઝોનનું આવરણ હોવાને કારણે પૃથ્વી પર જીવન શક્ય છે.
પ્રશ્ન 7.
બુધ અને શુક્ર વિશે પાંચ-પાંચ વાક્યો લખો.
ઉત્તરઃ
બુધઃ
- તે સૂર્યમંડળનો સૂર્યથી સૌથી નજીક આવેલો ગ્રહ છે.
- તે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે.
- તે સૂર્યપ્રકાશની ચમકમાં છુપાઈ જાય છે, તેથી તેને જોવો અઘરો છે.
- તે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ક્ષિતિજે દેખાય છે.
- તેને ઉપગ્રહ નથી.
શુક્રઃ
- તે પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે.
- તે રાત્રિ આકાશમાં સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ છે.
- તે કેટલોક સમય સૂર્યોદય પહેલાં પૂર્વ આકાશમાં અને કેટલોક સમય સૂર્યાસ્ત પછી તરત જ પશ્ચિમ આકાશમાં દેખાય છે. તેથી તેને સવારનો તારો કે સાંજનો તારો કહે છે. જોકે તે તારો નથી.
- તે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. આથી ત્યાં સૂર્ય પશ્ચિમમાં ઊગતો અને પૂર્વમાં આથમતો જણાય છે.
- તેને ઉપગ્રહ નથી.
પ્રશ્ન 8.
પૃથ્વી અને મંગળ વિશે ચાર-ચાર વાક્યો લખો.
ઉત્તર:
પૃથ્વી
- તે યોગ્ય વાતાવરણ ધરાવતો ગ્રહ છે.
- તેને એક ઉપગ્રહ છે, જેને ચંદ્ર કહે છે.
- તેના પર પર્યાવરણીય પરિસ્થિતિઓ જીવનના અસ્તિત્વ માટે અનુકૂળ હોવાથી વનસ્પતિઓ અને વિવિધ પ્રાણીઓનું અસ્તિત્વ છે.
- તેના પર દિવસ-રાત અને ઋતુઓના ફેરફાર થાય છે.
મંગળ :
- તે લાલાશ પડતા રંગનો દેખાય છે.
- તે પૃથ્વી કરતાં નાનો ગ્રહ છે.
- તે પૃથ્વીની કક્ષા બહારનો પ્રથમ ગ્રહ છે.
- તેને બે કુદરતી ઉપગ્રહો છે.
પ્રશ્ન 9.
ગુરુ અને શનિ વિશે ચાર-ચાર વાક્યો લખો.
ઉત્તરઃ
ગુરુ
- તે સૂર્યમંડળનો મોટામાં મોટો ગ્રહ છે.
- તે પૃથ્વી કરતાં લગભગ 1300 ગણો કદમાં મોટો છે.
- તે પોતાની ધરી પર ખૂબ ઝડપથી ફરે છે.
- તે સૌથી વધુ ઉપગ્રહો ધરાવતો ગ્રહ છે.
શનિઃ
- તે ગુરુ પછીનો બીજા નંબરનો મોટો ગ્રહ છે.
- તે પીળાશ પડતો દેખાય છે.
- તેની આસપાસ ત્રણ તેજસ્વી વલયો છે, જેને લીધે તે સુંદર દેખાય છે.
- બધા જ ગ્રહોમાં તેની ઘનતા સૌથી ઓછી છે. (તેની ઘનતા પાણીની ઘનતા કરતાં પણ ઓછી છે.)
પ્રશ્ન 10.
લઘુગ્રહો વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
સૂર્યમંડળના ગ્રહોના નિર્માણ વખતે ગ્રહો બનવામાં નિષ્ફળ ગયેલા નાના નાના આકાશી પદાર્થોને લઘુગ્રહો કહે છે. તે મંગળ અને ગુરુની કક્ષા વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં આવેલા છે. લઘુગ્રહો સૂર્યમંડળના સભ્યો છે. તે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે.
પ્રશ્ન 11.
ઉપગ્રહો વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
સૂર્યની આસપાસ જેમ ગ્રહો ફરે છે તેમ ગ્રહોની આસપાસ કેટલાક આકાશી પદાર્થો ફરે છે. આ આકાશી પદાર્થોને ઉપગ્રહો કહે છે. ઉપગ્રહો પોતાની ધરી પર ફરે છે. આ ઉપરાંત તે જે ગ્રહના ઉપગ્રહ હોય તે ગ્રહની આસપાસ ચોક્કસ કક્ષામાં ફરે છે. બુધ અને શુક્ર ઉપગ્રહો ધરાવતા નથી. બુધ અને શુક્ર સિવાયના ગ્રહો ઉપગ્રહો ધરાવે છે. આપણી પૃથ્વીને એક ઉપગ્રહ છે, જેને ચંદ્ર તરીકે ઓળખીએ છીએ.
પ્રશ્ન 12.
શર્મિષ્ઠા નક્ષત્રની આકૃતિ દોરો. તેના વિશે ટૂંકમાં લખો.
ઉત્તર:
તે ઉત્તર આકાશમાં આવેલું જાણીતું નક્ષત્ર છે. તે શિયાળામાં રાત્રિના વહેલા ભાગમાં જોઈ શકાય છે. તેમાં પાંચ અગ્રગણ્ય તારા છે. તેનો આકાર વિકૃત થયેલા અક્ષર N કે M જેવો છે. આકાશમાં સપ્તર્ષિ નક્ષત્ર ન દેખાય ત્યારે આ નક્ષત્ર દેખાય છે. તેની મદદથી પણ ધ્રુવનો તારો શોધી શકાય છે.
પ્રશ્ન 13.
આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો કોને કહેવાય? દરેકનાં ઉદાહરણો આપો.
ઉત્તરઃ
મંગળ અને મંગળની કક્ષાની અંદર આવેલા ગ્રહોને આંતરિક ગ્રહો કહે છે. (પહેલા ચાર ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ બાકીના ચાર ગ્રહો કરતાં સૂર્યની નજીક છે. તેમને આંતરિક ગ્રહો કહે છે.)
બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો છે.
જે ગ્રહો મંગળ ગ્રહની કક્ષાની બહાર આવેલા છે તેને બાહ્ય ગ્રહો કહે છે.
ગુરુ, શનિ, યુરેનસ અને નેખૂન બાહ્ય ગ્રહો છે.
પ્રશ્ન 14.
કૃત્રિમ ઉપગ્રહો એટલે શું? ભારતે છોડેલા કૃત્રિમ ઉપગ્રહોનાં નામ આપો.
ઉત્તર:
માનવીએ અવકાશમાં છોડેલા અને પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરતાં પદાર્થોને કૃત્રિમ ઉપગ્રહો કહે છે. કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીના કુદરતી ઉપગ્રહ ચંદ્ર કરતાં પણ વધુ નજીકથી પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે.
ભારતે છોડેલા કૃત્રિમ ઉપગ્રહો : આર્યભટ્ટ, ભાસ્કર, INSAT શ્રેણી, IRS શ્રેણી, રોહિણી શ્રેણી વગેરે છે.
પ્રશ્ન 15.
કૃત્રિમ ઉપગ્રહોના ચાર ઉપયોગો જણાવો.
ઉત્તર:
કૃત્રિમ ઉપગ્રહોના ચાર ઉપયોગો નીચે મુજબ છે :
- રેડિયો અને ટીવીના કાર્યક્રમોના પ્રસારણ માટે તેનો ઉપયોગ થાય છે.
- સંદેશાવ્યવહાર માટે તેનો ઉપયોગ થાય છે.
- હવામાનની આગાહી માટે તેનો ઉપયોગ થાય છે.
- તેનો દૂરસંવેદન (રિમોટ સેન્સિંગ) માટે ઉપયોગ થાય છે. આ ઉપરાંત
- ભૌગોલિક નકશા તૈયાર કરવા
- સંરક્ષણની માહિતી અને સામુદ્રિકશાસ્ત્રની જાણકારી માટે
- શિક્ષણક્ષેત્રે દેશવ્યાપી વર્ગખંડો ચલાવવા
- ટેલિકૉન્ફરન્સિંગ અને વીડિયો કૉન્ફરન્સિંગ માટે ઉપયોગી છે.
2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
ધ્રુવનો તારો આકાશમાં એક જ સ્થાને દેખાય છે.
ઉત્તરઃ
- ધ્રુવનો તારો પૃથ્વીની ધરીની સીધી રેખામાં જ આવેલો છે.
- આથી પૃથ્વીના ભ્રમણ દરમિયાન તેનું સ્થાન બદલાતું નથી. તેથી રાત્રે ધ્રુવનો તારો આકાશમાં એક જ સ્થાને દેખાય છે.
પ્રશ્ન 2.
દિવસે તારાઓ દેખાતા નથી.
ઉત્તરઃ
- સૂર્ય તારો છે. તે બીજા તારાઓની સરખામણીમાં પૃથ્વીની ઘણો નજીક છે.
- આથી દિવસે સૂર્યના પ્રકાશથી આકાશ પ્રકાશિત લાગે છે.
- આ પ્રકાશને કારણે આકાશમાં સૂર્ય સિવાયના અન્ય તારાઓનો પ્રકાશ ઝાંખો પડે છે. તેથી દિવસે તારાઓ દેખાતા નથી.
પ્રશ્ન 3.
સૂર્ય બીજા તારા કરતાં મોટો દેખાય છે.
ઉત્તરઃ
- સૂર્ય પૃથ્વીથી સૌથી નજીકનો તારો છે, જ્યારે બીજા તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર છે. આમ, સૂર્ય બીજા તારા કરતાં તે આપણી ઘણો નજીક છે.
- નજીકની વસ્તુ મોટી દેખાય અને દૂરની તેટલા જ કદની કે તેથી મોટા કદની વસ્તુ પણ નાની દેખાય.
- સૂર્ય આપણી નજીક હોવાથી તે મોટો દેખા.. છે. બીજા તારાઓ આપણાથી સૂર્યની સરખામણીમાં ઘણા દૂર હોવાથી તે આપણને નાના દેખાય છે. તેથી સૂર્ય બીજા તારા કરતાં મોટો દેખાય છે.
પ્રશ્ન 4.
બુધ ગ્રહ પર જીવન શક્ય નથી.
ઉત્તરઃ
- બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ હોવાથી તેના પર દિવસે ખૂબ જ ઊંચું તાપમાન અને રાત્રે ખૂબ નીચું તાપમાન હોય છે.
- આમ, બુધ ગ્રહ પર દિવસ અને રાત્રિ દરમિયાનના તાપમાનમાં ઘણો જ વિષમ ફેરફાર હોય છે.
- બુધ ગ્રહ પર વાતાવરણ નથી. આમ, વાતાવરણની ગેરહાજરી અને તાપમાનના વિષમ ફેરફારને કારણે બુધ ગ્રહ પર જીવન શક્ય નથી.
પ્રશ્ન 5.
ચંદ્ર પર જીવન શક્ય નથી.
ઉત્તરઃ
- ચંદ્ર પર વાતાવરણ નથી, ત્યાં પાણી નથી.
- વાતાવરણમાં હવા શ્વાસમાં ઉપયોગી છે તથા પાણી પણ એટલું જ શરીર ટકાવી રાખવા જરૂર છે.
- સજીવો હવા અને પાણી વગર જીવી શકે નહિ.
- ચંદ્ર પર જીવન ટકાવી રાખવા માટે વાતાવરણ અને પાણી ન હોવાથી ચંદ્ર પર જીવન શક્ય નથી.
પ્રશ્ન 6.
આપણને સૂર્ય કે તારાઓ પૂર્વ દિશામાં ઊગતા અને પશ્ચિમ દિશામાં આથમતા દેખાય છે.
ઉત્તરઃ
- પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ધરીભ્રમણ કરે છે.
- પૃથ્વી પર આપણે રહેતા હોવાથી આપણે પણ પૃથ્વી સાથે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતા હોઈએ છીએ.
- ગાડી પશ્ચિમથી પૂર્વ દિશામાં ગતિ કરતી હોય તો તેમાં બેઠેલા મુસાફરોને દૂરનાં ઝાડ પૂર્વથી પશ્ચિમ દિશામાં ગતિ કરતાં હોય તેવું લાગે છે. આ જ રીતે પશ્ચિમથી પૂર્વ દિશામાં ભ્રમણ કરતી પૃથ્વી પરથી આપણને રાત્રિ આકાશમાં સૂર્ય તેમજ તારાઓ પૂર્વથી પશ્ચિમ દિશામાં સરકતા લાગે છે. આથી સૂર્ય કે તારાઓ પૂર્વ દિશામાં ઊગતા અને પશ્ચિમ દિશામાં આથમતા દેખાય છે.
પ્રશ્ન 7.
આપણે હંમેશાં ચંદ્રની એક તરફની સપાટી જ જોઈ શકીએ છીએ.
ઉત્તરઃ
- ચંદ્ર પરીભ્રમણ કરે છે અને સાથે સાથે તે પૃથ્વીની આસપાસ પરિક્રમણ પણ કરે છે.
- ચંદ્રને પોતાની ધરી પર એક ભ્રમણ પૂર્ણ કરતાં જેટલો સમય લાગે છે તેટલો સમય તેને પૃથ્વીની આસપાસ એક પરિક્રમણ પૂર્ણ કરતાં લાગે છે.
- આમ, ચંદ્રનો ધરીભ્રમણનો અને પરિક્રમણનો સમય એકસરખો છે.
- આને પરિણામે ચંદ્રની જે બાજુ પૃથ્વી તરફ હોય તે હંમેશાં પૃથ્વી તરફ જ રહે છે. આથી આપણે હંમેશાં ચંદ્રની એક તરફની સપાટી જ જોઈ શકીએ છીએ.
3. તફાવત આપો
પ્રશ્ન 1.
તારાઓ અને ગ્રહો
ઉત્તરઃ
તારાઓ |
ગ્રહો |
1. તે સ્વયંપ્રકાશિત છે. | 1. તે પરપ્રકાશિત છે. સૂર્યના પ્રકાશથી તે પ્રકાશિત દેખાય છે. |
2. તે ઝબૂકતા દેખાય છે. | 2. તે સ્થિર પ્રકાશિત દેખાય છે. |
3. તે પૃથ્વીથી ઘણા દૂર છે. | 3. તે તારાની સરખામણીમાં પૃથ્વીની નજીક છે. |
4. તે બીજા તારાઓની સાપેક્ષે જગ્યા, બદલે છે. | 4. તે બીજા તારાઓની સાપેક્ષે જગ્યા બદલતા નથી. |
પ્રશ્ન 2.
સપ્તર્ષિ નક્ષત્ર અને શર્મિષ્ઠા નક્ષત્ર
ઉત્તરઃ
સપ્તર્ષિ નક્ષત્ર |
શર્મિષ્ઠા નક્ષત્ર |
1. આ નક્ષત્રમાં તારાઓની સંખ્યા સાત છે. | 1. આ નક્ષત્રમાં તારાઓની સંખ્યા પાંચછે. |
2. તેનો આકાર પાણી પીવાના ડોયા જેવો છે. | 2. તેનો આકાર અંગ્રેજી મૂળાક્ષર ‘W’ કે ‘M’ જેવો છે. |
પ્રશ્ન 3.
સૂર્ય અને ચંદ્ર
ઉત્તરઃ
સૂર્ય |
ચંદ્ર |
1. તે તારો છે. | 1. તે પૃથ્વીનો ઉપગ્રહ છે. |
2. તે સ્વયંપ્રકાશિત છે. | 2. તે પરપ્રકાશિત છે. |
3. તે દિવસે દેખાય છે. | 3. તે રાત્રિના સમયે દેખાય છે. |
4. તે પૃથ્વી કરતાં ઘણો મોટો છે. | 4. તે પૃથ્વી કરતાં નાનો છે. |
પ્રશ્ન 4.
બુધ અને ગુરુ
ઉત્તરઃ
બુધ | ગુરુ |
1. તે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે. | 1. તે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે. |
2. તેના પર વાતાવરણનો અભાવ છે. | 2. તેના પર હાઇડ્રોજન અને હિલિયમનું વાતાવરણ છે. |
3. તેને ઉપગ્રહ નથી. | 3. તે ઉપગ્રહો ધરાવે છે. |
4. તે આંતરિક ગ્રહ છે | 4. તે બાહ્ય ગ્રહ છે. |
પ્રશ્ન 5.
મંગળ અને શુક્ર
ઉત્તરઃ
મંગળ | શુક્ર |
1. તે લાલ રંગનો ગ્રહ છે. | 1. તે સૌથી તેજસ્વી ગ્રહ છે. |
2. તેને બે ઉપગ્રહો છે. | 2. તેને એક પણ ઉપગ્રહ નથી. |
3. તે પૃથ્વીની કક્ષાની બહાર આવેલો ગ્રહ છે. | ૩. તે પૃથ્વીની કક્ષાની અંદર આવેલો ગ્રહ છે. |
પ્રશ્ન 6.
આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો
ઉત્તરઃ
આંતરિક ગ્રહો | બાહ્ય ગ્રહો |
1. તેમાં મંગળ અને મંગળ ગ્રહની કક્ષા અંદર આવેલા ગ્રહોનો સમાવેશ થાય છે. | 1. તેમાં મંગળ ગ્રહની કક્ષાની બહાર આવેલા ગ્રહોનો સમાવેશ થાય છે. |
2. તેમના ઉપગ્રહોની સંખ્યા ઓછી છે અથવા કોઈ નથી. | 2. તેમના ઉપગ્રહોની સંખ્યા પ્રમાણમાં વધારે છે. |
3. તેમને આસપાસ ફરતાં વલયો નથી. | 3. તેમને આસપાસ ફરતાં વલયો હોય છે. |
પ્રશ્ન 7.
ગ્રહો અને ઉપગ્રહો
ઉત્તરઃ
ગ્રહો | ઉપગ્રહો |
1. તેઓ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. | 1. તેઓ જે-તે ગ્રહની આસપાસ પરિક્રમણ કરે છે. |
2. ગ્રહોની સંખ્યા આઠ છે. | 2. ઉપગ્રહોની સંખ્યા સો કરતાં પણ વધુ છે. |
પ્રશ્ન 8.
કુદરતી ઉપગ્રહ અને કૃત્રિમ ઉપગ્રહ
ઉત્તરઃ
કુદરતી ઉપગ્રહ | કૃત્રિમ ઉપગ્રહ |
1. તે જે-તે ગ્રહની આજુબાજુ પરિક્રમણ કરે છે. | 1. તે પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે. |
2. તે કુદરતી રીતે નિર્માણ પામેલા છે. | 2. તે માનવસર્જિત છે. |
3. પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે. | 3. પૃથ્વીના કૃત્રિમ ઉપગ્રહો આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી, ઇન્સેટ શ્રેણી વગેરે છે. |
4. જોડકાં જોડોઃ
પ્રશ્ન 1.
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) બુધ | (a) સૌથી મોટો ગ્રહ |
(2) શુક્ર | (b) સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ |
(3) ગુરુ | (c) સૌથી નાનો ગ્રહ |
(4) શનિ | (d) સૌથી ઠંડો ગ્રહ |
(e) સૌથી તેજસ્વી ગ્રહ |
ઉત્તરઃ
(1) → (c), (2) → (e), (3) → (a), (4) → (b).
પ્રશ્ન 2.
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) નક્ષત્ર | (a) મંગળ અને ગુરુની કક્ષા વચ્ચે |
(2) લઘુગ્રહો | (b) વ્યાધ |
(3) ધૂમકેતુ | (c) ચંદ્ર |
(4) તારો | (d) હેલી |
(e ) મઘા |
ઉત્તરઃ
(1) → (e ), (2) → (a), (3) → (d), (4) → (b).
(C) વિસ્તૃત પ્રશ્નોઃ
1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ચંદ્રની કળાઓ સવિસ્તાર સમજાવો.
ઉત્તરઃ
- ચંદ્રને પોતાનો પ્રકાશ નથી. તેના પર પડતા સૂર્યપ્રકાશનું પરાવર્તન થવાથી આપણને પ્રકાશિત દેખાય છે.
- ચંદ્ર દરરોજ એકસરખો પ્રકાશિત દેખાતો નથી. ચંદ્રના પ્રકાશિત દેખાતા ભાગમાં વધઘટ થયા કરે છે. આને ચંદ્રની કળાઓ કહે છે.
- અમાસ પછીના દિવસથી પૂનમ સુધી ચંદ્રના પ્રકાશિત દેખાતા ભાગનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે. પૂનમના દિવસે સળંગ ગોળ પૂર્ણ પ્રકાશિત ચંદ્ર જોઈ શકાય છે.
- આમ, માસના આ પંદર દિવસમાં ચંદ્રની કળા વધતી જાય છે.
- પૂનમ પછીના દિવસથી અમાસ સુધી ચંદ્રના પ્રકાશિત દેખાતા ભાગનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે અને અમાસના દિવસે ચંદ્ર બિલકુલ દેખાતો નથી.
- આમ, માસના આ પંદર દિવસમાં ચંદ્રની કળા ઘટતી જાય છે.
પ્રશ્ન 2.
સપ્તર્ષિ નક્ષત્ર વિશે ટૂંકમાં સમજાવો.
ઉત્તરઃ
સપ્તર્ષિ નક્ષત્રમાં સાત અગ્રગણ્ય ઉ. ધ્રુવનો તારો જ તારાઓ છે. તે ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ એપ. દરમિયાન દેખાતું સૌથી વધુ જાણીતું નક્ષત્ર છે. તેને બિગ ડિપર કે ગ્રેટ બીઅર પણ કહે છે. તેનો આકાર પાણીના ડોયા જેવો કે કડછા જેવો છે. તેમાં ત્રણ તારાઓ હાથામાં દર્શક તારા અને ચાર તારાઓ વાટકામાં ગોઠવાયેલા હોય જૈ કે તેવું દેખાય છે. તેના પરથી ધ્રુવના તારાનું સ્થાન નક્કી કરી શકાય છે.
પ્રશ્ન 3.
મૃગશીર્ષ નક્ષત્ર વિશે ટૂંકમાં સમજાવો.
ઉત્તર:
તે આકાશમાં દેખાતા અદ્ભુત નક્ષત્રોમાંનું એક છે. તે શિયાળાની મોડી સાંજે દેખાય છે. તેમાં 7 કે 8 તેજસ્વી અગ્રગણ્ય તારા હોય છે. વચ્ચેના ત્રણ તારા શિકારીના પટ્ટા દર્શાવે છે. ચાર તેજસ્વી તારા ચતુષ્કોણના સ્વરૂપે ગોઠવાયેલા દેખાય છે. વ્યાધ તારો મૃગશીર્ષની નજીક આવેલો આકાશમાંનો સૌથી તેજસ્વી તારો છે. મૃગશીર્ષના વચ્ચેના ત્રણ તારામાંથી પસાર થતી સીધી રેખા પર પૂર્વ તરફ વ્યાધનો તારો જોઈ શકાય છે. (આકૃતિ 17.9: મૃગશીર્ષ [આ નક્ષત્રને ‘હરણા’ના નામથી ઓળખવામાં આવે છે.]
પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખોઃ
ઉત્તર:
(1) ધૂમકેતુ :
દરેક ધૂમકેતુ એ વાયુઓ અને ધૂળનો બનેલો બરફાચ્છાદિત ગોળો છે. ધૂમકેતુઓ સૂર્યમંડળના સભ્યો છે. તેઓ સૂર્યની આસપાસ ખૂબ જ લંબવૃત્તીય કક્ષામાં પરિક્રમણ કરે છે. તેઓનો સૂર્યની ફરતે પરિક્રમણનો સમયગાળો ખૂબ જ મોટો હોય છે.
સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી શીર્ષની સાથે લાંબી પૂંછડી ધરાવે છે. જ્યારે આિકૃતિ 17.10: ધૂમકેતુની ભ્રમણકક્ષા) ધૂમકેતુ સૂર્યની આસપાસ ફરતા ફરતા સૂર્યની ખૂબ જ નજીકના અંતરે આવે છે ત્યારે તે સૌથી વધુ તેજસ્વી અને દર્શનીય બને છે. આ વખતે તેમની કહેવાતી પૂંછડી’ સૂર્યની વિરુદ્ધ દિશામાં વિસ્તરતી જાય છે. સૂર્યથી દૂર જતા ધૂમકેતુની પૂંછડી ફરી ટૂંકી થતી જાય છે. ધૂમકેતુને આપણે પૂંછડિયા તારા’ તરીકે ઓળખીએ છીએ, પરંતુ હકીકતમાં આ ‘પૂંછડિયો તારો’ એ કોઈ તારો નથી. ધૂમકેતુ એ સ્વયંપ્રકાશિત હોતા નથી, પણ તેઓ સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરતા હોવાથી આપણને પ્રકાશિત દેખાય છે. હેલીનો ધૂમકેતુ જાણીતો ધૂમકેતુ છે. તેનો સૂર્યની આસપાસ એક ચક્ર ફરવાનો સમય (આવર્તકાળ) 76 વર્ષનો છે. તે છેલ્લે 1986માં દેખાયો હતો. હવે તે ફરી 2062માં દેખાશે.
(2) ઉલ્કા અને ઉલ્કાશિલાઃ
ઉલ્કા એ આકાશી પદાર્થ છે, જે સૂર્યની આસપાસ ફરે છે. તે ખડકોના નાના ટુકડા છે. ઉલ્કા પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે પ્રચંડ વેગથી પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે. આ વખતે વાતાવરણમાં ઘર્ષણના કારણે તે સળગી ઊઠે છે. આને કારણે આકાશમાં રાત્રે પ્રકાશિત લિસોટો દેખાય છે. આકતિ 17.11: ઉલ્કા]. આને આપણે ખરતો તારો કહીએ છીએ. વાસ્તવમાં આ તારો નથી, પરંતુ સળગી ઊઠેલી ઉલ્કા છે.
જો ઉલ્કા ખૂબ મોટી હોય, તો તે સળગી ઊઠેલી ઉલ્કા પૃથ્વી પર આવી પહોંચે છતાં સંપૂર્ણ સળગી જતી નથી. આથી સળગ્યા વગર રહી ગયેલો ભાગ (અવશેષ) પૃથ્વી પર પડે છે. પૃથ્વી પર પડેલો સળગ્યા વગરનો આ ભાગ ઉલ્કાશિલા કહેવાય છે. કેટલીક મોટી ઉલ્કાશિલાઓ પૃથ્વી પર ખાડા પાડે છે. સૂર્યમંડળ કયા પદાર્થોનું બનેલું છે તે જાણવામાં ઉલ્કાશિલા ઉપયોગી છે.
HOTS પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો:
પ્રશ્ન 1.
મૃગશીર્ષ નક્ષત્ર વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
A. તે શિયાળાની મોડી સાંજે દેખાય છે.
B. તેમાં 7થી 8 તેજસ્વી અગ્રગણ્ય તારા છે.
C. તેની નજીકમાં વ્યાધનો તારો છે.
D. તેમાં એક તારો આલ્ફા સેટોરી છે.
ઉત્તર:
D. તેમાં એક તારો આલ્ફા સેટોરી છે.
પ્રશ્ન 2.
સૂર્યમંડળના સભ્યોમાં કોનો સમાવેશ થતો નથી?
A. સૂર્ય
B. લઘુગ્રહો
C. ધૂમકેતુઓ
D. લૂટો
ઉત્તર:
D. લૂટો
પ્રશ્ન 3.
કયા ગ્રહો પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે?
A. બુધ અને શુક્ર
B. શુક્ર અને યુરેનસ
C. મંગળ અને ગુરુ
D. શુક્ર અને ચૂન
ઉત્તર:
B. શુક્ર અને યુરેનસ
પ્રશ્ન 4.
ક્યા અવકાશી પદાર્થને પૂંછડિયો તારો કહે છે?
A. ધૂમકેતુ
B. ખરતા તારા
C. વ્યાધ
D. ધ્રુવ
ઉત્તર:
A. ધૂમકેતુ
પ્રશ્ન 5.
સૂર્યની આસપાસ પરિક્રમણ કરતી વખતે ગ્રહો એકબીજા સાથે અથડાતા કેમ નથી?
A. દરેકનો પરિક્રમણનો સમયગાળો જુદો જુદો છે.
B. દરેકનો ધરી પર ભ્રમણ કરવાનો સમય જુદો જુદો છે.
C. દરેક ગ્રહ પોતાની નિશ્ચિત કક્ષામાં પરિક્રમણ કરે છે.
D. દરેક ગ્રહની પરિક્રમણ કરવાની ઝડપ જુદી જુદી હોય છે.
ઉત્તર:
C. દરેક ગ્રહ પોતાની નિશ્ચિત કક્ષામાં પરિક્રમણ કરે છે.
પ્રશ્ન 6.
P : બધા ગ્રહોમાં શુક્ર પોતાની ધરી પર ખૂબ ધીમેથી ફરે છે.
Q: બધા ગ્રહોમાં ગુરુ સૌથી મોટો ગ્રહ છે.
વિધાનો P અને માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?
A. P અને 9 બંને સાચાં
B. P અને B બંને ખોટાં
C. P સાચું અને 9 ખોટું
D. P ખોટું અને ઉ સાચું
ઉત્તર:
A. P અને 9 બંને સાચાં
પ્રશ્ન 7.
નીચેનું ચિત્ર શાનું છે?
A. હાઉસબોટ
B. લાઇટહાઉસ
C. કૃત્રિમ ઉપગ્રહ – આર્યભટ્ટ
D. ઉલ્કાશિલા
ઉત્તર :
C. કૃત્રિમ ઉપગ્રહ – આર્યભટ્ટ