This GSEB Class 8 Social Science Notes Chapter 12 ઉદ્યોગ covers all the important topics and concepts as mentioned in the chapter.
ઉદ્યોગ Class 8 GSEB Notes
→ સામાન્યતઃ ઉદ્યોગ એટલે કોઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ ક્ય પછી મળતું ફળ કે પરિણામ, કે જેનો માનવી ઉપયોગ કરે છે અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય છે.
→ પ્રાચીન સમયમાં માનવી પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા જે કોઈ પ્રવૃત્તિઓ કરતો અને સ્વહસ્તે બનાવેલ વસ્તુઓ મેળવતો તેને પ્રાચીન સમયનો ‘ઉદ્યોગ” કહેવામાં આવતો.
→ ઉદ્યોગોમાં આ ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે :
- કાચો માલ એકત્ર કરવો
- ઉત્પાદનનું સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરવો અને
- તૈયાર થયેલા ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવું.
→ કોઈ પણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન અથવા “ઉદ્યોગ” કહેવામાં આવે છે.
→ કુદરતી સંસાધનો, કાચા માલના સોતો અને માલિકીના ધોરણના આધારે ઉદ્યોગોને નીચે દર્શાવેલ જૂથમાં વહેંચવામાં આવે છે:
- કુદરતી સંસાધનો આધારિત ઉદ્યોગો, જેમ કે પશુપાલન ઉદ્યોગ.
- કાચા માલના સ્ત્રોતો પર આધારિત ઉદ્યોગો :
- કૃષિ આધારિત ઉદ્યોગ, જેમ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ.
- પશુ આધારિત ઉદ્યોગો, જેમ કે માંસ ઉદ્યોગ.
- સમુદ્ર આધારિત ઉદ્યોગો, જેમ કે મત્સ્ય પ્રસંસ્કરણ ઘોગ.
- વન આધારિત ઉદ્યોગો, જેમ કે કાગળ ઉદ્યોગ.
- ખનીજ આધારિત ઉદ્યોગો, જેમ કે લોખંડ-પોલાદ ઉદ્યોગ.
- માલિકીના આધારે ઉદ્યોગો :
- સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો, જેમ કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા.
- ખાનગી ક્ષેત્રના ઉધોગો, જેમ કે ટિસ્કો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ.
- સહકારી ક્ષેત્રના ઉદ્યોગો, જેમ કે અમૂલ (આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ), મધર ડેરી.
- સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો, જેમ કે મારુતિ સુઝુકી લિમિટેડ.
→ કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિજળ, શ્રમ, મૂડી, ઊર્જા, પરિવહન, બજાર અને અન્ય માળખાગત સુવિધાઓ વગેરે પરિબળો ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે.
→ ગુજરાત સરકાર તરફથી મળતાં આર્થિક પ્રોત્સાહનોથી કચ્છ જિલ્લામાં ઉદ્યોગો વિકસ્યા છે.
→ ઔદ્યોગિકીકરણથી શહેરો અને નગરોનો વૃદ્ધિ અને વિકાસ થાય છે.
→ પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ તથા પૂર્વ એશિયા એ વિશ્વના મુખ્ય ઔઘોગિક પ્રદેશો છે.
→ વિશ્વના મુખ્ય ઔઘોગિક પ્રદેશો મુખ્યત્વે સમશીતોષ્ણ કટિબંધનાં ક્ષેત્રોમાં, બંદરોની નજીક અને ખાસ કરીને કોલસાનાં ક્ષેત્રોની નજીક આવેલા છે.
→ ભારતના ઔદ્યોગિક પ્રદેશો આ પ્રમાણે છેઃ
- મુંબઈ – પુણે ઔઘોગિક પ્રદેશ,
- બેંગલૂરું-તમિલનાડુ ઔઘોગિક પ્રદેશ,
- હુગલી ઔદ્યોગિક પ્રદેશ,
- અમદાવાદવડોદરા ઔદ્યોગિક પ્રદેશ,
- છોટા નાગપુર ઔદ્યોગિક પ્રદેશ,
- વિશાખાપટ્સમ – ગંતુર (ગુંટુર) ઔદ્યોગિક પ્રદેશ,
- ગુડગાંવ – દિલ્લી – મેરઠ ઔદ્યોગિક પ્રદેશ અને
- કોલ્લમ – તિરુવનંતપુરમ ઔદ્યોગિક પ્રદેશ.
→ લોખંડ-પોલાદ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક ઉઘોગ અને ઇન્ફર્મેશન ટેક્નોલૉજી (માહિતી તકનીકી) ઉદ્યોગ એ વિશ્વના મુખ્ય ઉદ્યોગો છે, લોખંડ-પોલાદ ઉદ્યોગ અને સુતરાઉ કાપડ ઉદ્યોગ ખૂબ જૂના ઉદ્યોગો છે, જ્યારે ઇન્ફર્મેશન ટેકનોલૉજી (માહિતી તકનીકી) ઉઘોગ એક નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે.
→ વિશ્વમાં લોખંડ-પોલાદ ઉદ્યોગ જર્મની, યૂ.એસ.એ. (સંયુક્ત રાજ્ય અમેરિકા), ચીન, જાપાન અને રશિયામાં કેન્દ્રિત થયેલ છે.
→ વિશ્વમાં કાપડ ઉદ્યોગ મુખ્યત્વે ભારત, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન અને તાઇવાનમાં કેન્દ્રિત થયેલ છે.
→ વિશ્વમાં મધ્યવર્તી યુ.એસ.એ.ના કેલિફૉર્નિયામાં આવેલ સિલિકોન વેલી અને ભારતમાં આવેલ બેંગલૂર શહેર ઇન્ફર્મેશન ટેક્નોલોજી ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે.
→ લોખંડ-પોલાદ ઉદ્યોગ (Iron and steel Industry) : લોખંડ-પોલાદ ઉદ્યોગની સ્થાપના માટે કાચા માલ તરીકે લોહ
અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝની કાચી ધાતુ આવશ્યક છે. આ ઉપરાંત, આ ઉદ્યોગ માટે મોટા પ્રમાણમાં મૂડી, શ્રમિકો, સાનુકૂળ ભૌગોલિક સ્થાન, પાણીનો પૂરતો પુરવઠો, પરિવહન સુવિધાઓ, બૅન્ક, વિદ્યુત વગેરે બાબતો આવશ્યક છે.
→ પોલાદ નક્કર હોય છે; તેને સહેલાઈથી કાપીને આકાર આપી શકાય છે તેમજ તેમાંથી તાર બનાવી શકાય છે. તદુપરાંત, ઍલ્યુમિનિયમ, નિકલ અને તાંબુ જેવી ધાતુઓને પોલાદમાં થોડા થોડા પ્રમાણમાં ભેળવીને તેની મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે, જે પોલાદને સખત અને મજબૂત બનાવે છે તેમજ પ્રતરિોધક ક્ષમતા પૂરી પાડે છે.
→ પોલાદ મુખ્યતઃ આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ ગણાય છે. આપણા ઉપયોગની ઘણી બધી વસ્તુઓ પોલાદમાંથી બનેલી હોય છે અથવા પોલાદમાંથી બનેલાં ઓજારો અને મશીનો(મંત્રો)માંથી બનેલી હોય છે. વહાલો, રેલગાડીઓ, પરિવહનનાં અન્ય સાધનો તેમજ સોયથી માંડીને વિશાળકાય યંત્રો લોખંડપોલાદમાંથી બનાવવામાં આવે છે. ખનીજ તેલના કૂવાઓનું શારકામ પોલાદમાંથી બનાવેલાં મશીનો વડે કરવામાં આવે છે. જમીનમાંથી ખનીજોનું ખોદકામ પોલાદનાં ઉપકરણો વડે થાય છે. ખેતીનાં ઓજારો, મોટી ઇમારતોનું માળખું અને સંરક્ષણની શસ્ત્રસામગ્રી લોખંડ-પોલાદમાંથી બનાવાય છે.
→ ભારતમાં લોખંડ-પોલાદ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રો અને તેમનાં રાજ્યો આ પ્રમાણે છે :
- ભિલાઈછત્તીસગઢમાં
- દુગપુર અને બર્નપુર – પશ્ચિમ બંગાળમાં,
- બોકારો અને જમશેદપુર – ઝારખંડમાં
- રૂરકેલા (રાઉરકેલા) – ઓડિશામાં
- ભદ્રાવતી અને વિજયનગર – કર્ણાટકમાં,
- વિશાખાપટ્ટનમ – આંધ્ર પ્રદેશમાં અને
- સાલેમ (સલમ) – તમિલનાડુમાં.
→ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની(ટિસ્કો)ની સ્થાપના ઈ. સ. 1907માં ઝારખંડ રાજ્યમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાકસી(હાલનું જમશેદપુર)માં કરવામાં આવી હતી. ઈ. સ. 1912થી તેમાં લોખંડ-પોલાદનું ઉત્પાદન શરૂ થયું હતું.
→ જમશેદપુરમાં લોખંડ-પોલાદ ઉદ્યોગનો વિકાસ થયો હતો તેનાં મુખ્ય કારણો આ પ્રમાણે હતાં :
- જમશેદપુર બંગાળ – નાગપુર રેલમાર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિમી દૂર હતું.
- જમશેદપુરની નજીક આવેલી ઝરીયાની ખાણોમાંથી મળતો કોલસો; ઓડિશા અને છત્તીસગઢની ખાણોમાંથી મળતું લોહઅયસ્ક, ચૂનાના પથ્થરો અને મેંગેનીઝ તેમજ સુવર્ણરેખા અને ખરકઈ નદીઓમાંથી મળતો પાણીનો પુરવઠે તથા સરકારી પ્રોત્સાહનરૂપે મળેલી પર્યાપ્ત મૂડી વગેરે પરિબળો મદદરૂપ બન્યાં હતાં.
→ પિટ્સબર્ગ એ યૂ.એસ.એ. (સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક મહત્ત્વનું લોખંડ-પોલાદ ઉઘોગનું શહેર છે.
→ પિટ્સબર્ગમાં લોખંડ-પોલાદ ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો તેનાં મુખ્ય કારણો આ પ્રમાણે હતાં : પિટ્સબર્ગની ખાણોમાંથી મળતો કોલસો; મિનસોટની ખાણોમાંથી મળતું લોહઅયસ્ક; નૌકાપરિવહન માટે ગ્રેટ લક્સનો શ્રેષ્ઠ જળમાર્ગ; ઓહિયો, મોનોગહેલા અને એલ્ગની નદીઓમાંથી મળતો પાણીનો જથ્થો વગેરે.
→ પિટ્સબર્ગમાં ખૂબ મોટાં લોખંડ-પોલાદનાં કારખાનાં આવેલાં છે. એ કારખાનાં પિટ્સબર્ગની ઉપર મોનોગહેલામાં અને એલ્ગની નદીની ખીણોમાં તથા પિટ્સબર્ગની નીચે ઓહિયો નદીના કિનારે આવેલાં છે.
→ સુતરાઉ કાપડ ઉદ્યોગ (Cotton Industry) : સૂતરમાંથી કાપડ વણવાની એક પ્રાચીન કળા છે.
→ કાપડ ઉદ્યોગમાં કપાસ, ઊન, રેશમ, શણ વગેરે કાચા માલના રેસાઓનો ઉપયોગ થાય છે. કુદરતી રેસા ન, રેશમ, કપાસ, લિનિન અને શણમાંથી મેળવવામાં આવે છે. માનવનિર્મિત રેસામાંથી નાયલૉન, પૉલિએસ્ટર, એક્રેલિક, રેયોન, ટેરીન, ડેક્રોન વગેરે કૃત્રિમ (સિક્વેટિક) કાપડ બનાવવામાં આવે છે.
→ વર્તમાનમાં બ્રિટન, ભારત, ચીન, જાપાન અને યૂ.એસ.એ. (સંયુક્ત રાજ્ય અમેરિકા) સુતરાઉ કાપડના મુખ્ય ઉત્પાદક દેશો છે.
→ ભારતમાં બ્રિટિશ શાસનની પૂર્વે કાની મલમલ, મચિલીપત્નમની ટિ, કાલિકટનું સુતરાઉ કાપડ અને બરહાનપુર, સુરત તથા વડોદરાનું સોનેરી જરીકામવાળું સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગવિખ્યાત હતાં.
→ ભારતનું સુતરાઉ કાપડ, માનવનિર્મિત હોવાથી તેનું ઉત્પાદન મોંઘું બનતું હતું તેમજ તેના ઉત્પાદનમાં ખૂબ સમય થતો હતો. આથી, ભારતનો પરંપરાગત સુતરાઉ કાપડ ઉદ્યોગ પશ્ચિમના યંત્રનિર્મિત કાપડની પ્રતિસ્પર્ધા કરી શક્યો નહીં.
→ ભારતમાં સુતરાઉ કાપડની પહેલી સફળ યાંત્રિક મિલ ઈ. સ. 1954માં મુંબઈમાં સ્થપાઈ હતી.
→ મુંબઈમાં ગરમ ભેજવાળી આબોહવા, યંત્રોની આયાત માટે બંદરની સુવિધા; કપાસનું મોટું ઉત્પાદન; કુશળ શ્રમિકો અને કારીગરો, વિદ્યુત અને બેંકોની સગવડ; પરિવહન સેવાઓ વગેરે ઉપલબ્ધ હતાં, તેથી અહીં સુતરાઉ કાપડ ઉદ્યોગ ઝડપી વિકસ્યો.
→ ભારતમાં શરૂઆતનાં વર્ષોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાયો. હાલમાં કોઇમ્બતૂર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, લુધિયાના, પુદુમ્બેરી, પાનીપત વગેરે શહેરો સુતરાઉ કાપડ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે.
→ ગુજરાતમાં સુતરાઉ કાપડની પહેલી મિલ ઈ. સ. 1861માં અમદાવાદમાં સ્થપાઈ હતી. અમદાવાદમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો, તેથી અમદાવાદને ‘ભારતનું માન્ચેસ્ટરની ઓળખ (ઉપમા) મળી હતી
→ અમદાવાદમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસવાનાં મુખ્ય કારણો આ પ્રમાણે હતાં :
- અમદાવાદના પીઠપ્રદેશમાં કપાસનું ઉત્પાદન
- સમથળ વિશાળ મેદાની પ્રદેશ
- કુશળ મજૂરો અને કારીગરોની ઉપલબ્ધતા
- અમદાવાદ એક મોટું રેલવે જંક્શન,
- સડકમાર્ગે દેશના વિવિધ ભાગો સાથેનું જોડાણ,
- જરૂરી મશીનરીની આયાત કરવા અને સુતરાઉ કાપડની નિકાસ કરવા મહારાષ્ટ્રના મુંબઈ બંદરની સગવડ,
→ વિશ્વના અન્ય દેશોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનાં વિકસેલાં નવાં કેન્દ્રો અને અમદાવાદની મિલોમાં યંત્ર-સામગ્રીના આધુનિકરણનો અભાવ એ અમદાવાદના સુતરાઉ કાપડ ઉદ્યોગની મુખ્ય સમસ્યાઓ છે. આ સમસ્યાઓને કારણે અમદાવાદમાં મોટા ભાગની કાપડની મિલો બંધ થઈ છે.
→ ઓસાકા જાપાનનું સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. તે ‘જાપાનના માન્ચેસ્ટર’ના નામે પણ ઓળખાય છે, કારણ કે ગ્રેટબ્રિટનના માન્ચેસ્ટર શહેરના સુતરાઉ કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ ઓસાકામાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો છે.
→ ઓસાકામાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસવાનાં મુખ્ય કારણો આ પ્રમાણે છે:
- ઓસાકાની ચારે બાજુ આવેલાં વિશાળ મેદાનો,
- ગરમ ભેજવાળી આબોહવા,
- નજીક આવેલી થોડો નદીમાંથી મળતું પાણી
- આયાત-નિકાસ માટે ઓસાકાનું સારું બંદર
- ઓસાકાનો સુતરાઉ કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત હોવાથી ઇજિપ્ત, ભારત, ચીન અને યૂ.એસ.એ.થી કપાસની આયાત અને
- સુતરાઉ કાપડની ઊંચી ગુણવત્તા અને વાજબી કિંમતને કારણે મળેલું સારું બજારે,
→ તાજેતરમાં ઓસાકાના સુતરાઉ કાપડ ઉદ્યોગનું સ્થાન લોખંડપોલાદ ઉદ્યોગ, યંત્ર-સામગ્રી ઉદ્યોગ, જહાજ બાંધકામ ઉદ્યોગ, ઓટોમોબાઇલ ઉદ્યોગ, વિદ્યુત ઉપકરણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે ઉદ્યોગોએ લઈ લીધું છે.
→ માહિતી તકનીકી ઉદ્યોગ (Information Technology Industry) : માહિતી તકનીકી ઉદ્યોગ માહિતીનો સંગ્રહ, તેની પ્રક્રિયા અને તેના વિતરણને વ્યવહારમાં લાવે છે. વર્તમાનમાં આ ઉદ્યોગ વૈશ્વિક બની ગયો છે.
→ માહિતી તકનીકી ઉદ્યોગને કારણે વિશ્વસ્તરે ટેકનોલૉજી, રાજનીતિ, સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, તેથી વર્તમાન સમયમાં માહિતી તકનીકી ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે.
→ સંશોધનની ઉપલબ્ધતા, ખર્ચ અને માળખું આ ત્રણ પરિબળો માહિતી તકનીકી ઉદ્યોગના ભૌગોલિક સ્થાનને નક્કી કરે છે.
→ મધ્ય કૅલિફૉર્નિયાની સિલિકોન વેલી અને ભારતનું બેંગલૂર શહેર માહિતી તકનીકી ઉદ્યોગનાં ધરીરૂપ મુખ્ય સ્થળો છે.
→ બેંગલૂરુ શહેર ભારતમાં દખણના ઉચ્ચપ્રદેશમાં આવેલું હોવાથી તેનું નામ ‘સિલિકોન ઉચ્ચપ્રદેશ” પડ્યું છે. તે વર્ષભર સમઘાત આબોહવા માટે જગપ્રસિદ્ધ છે.
→ સિલિકોન વેલી એ મધ્ય કલિફૉર્નિયામાં આવેલી સાન્તાક્લોઝ ખીણનો એક ભાગ છે, જે ઉત્તર અમેરિકામાં રૉકીઝ પર્વતમાળાની નજીક આવેલ છે. અહીંની આબોહવા સમશીતોષ્ણ છે. ક્યારેક અહંનું તાપમાન 0° સેથી નીચે જાય છે.
→ બેંગલૂરુ શહેર ભારતમાં છે, જ્યારે સિલિકોન વેલી યુ.એસ.એ.ના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલી છે. બંને દેશોના ભૌગોલિક સ્થાનને કારણે તેમની વચ્ચે માહિતી તકનીકી ઉદ્યોગમાં સમાનતા સર્જાઈ છે.
→ ભારતમાં મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈ માહિતી ટેક્નોલૉજીનાં નાભિ કેન્દ્રો સમાં કેન્દ્રો છે. દેશમાં ગુડગાંવ, પુણે, તિરુવનંતપુરમ, કોચીન, ચંડીગઢ વગેરે અન્ય મહત્ત્વનાં કેન્દ્રો છે.