This GSEB Class 8 Social Science Notes Chapter 17 ન્યાયતંત્ર covers all the important topics and concepts as mentioned in the chapter.
ન્યાયતંત્ર Class 8 GSEB Notes
→ જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે ગુનો બને છે. એ સમયે અન્ય વ્યક્તિનો હક છીનવાઈ જાય છે, આ પરિસ્થિતિમાં ન્યાયની જરૂર પડે છે.
→ આપણા દેશમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારના દાવા (Complaints) અંગે ન્યાય આપવામાં આવે છે,
→ મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ‘દીવાની દાવા” (Civil Matter) કહેવાય. ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓ ‘ફોજદારી દાવા’ (Criminal Matter) કહેવાય.
→ આપણા દેશમાં નાગરિકોને ન્યાય આપવા માટે તાલુકા અદાલતો, જિલ્લા અદાલતો, વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે.
→ ભારતના સંઘરાજ્યમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, એકસૂત્રી અને સ્વતંત્ર પ્રકારની ન્યાયપદ્ધતિ છે.
→ આપણા દેશની બધી અદાલતોમાં ‘સર્વોચ્ચ અદાલતનું સ્થાન ન્યાયતંત્રની ટોચ પર સૌથી ઊંચું) છે.
→ સર્વોચ્ચ અદાલતના તાબામાં વડી અદાલતો હોય છે અને રાજ્યની વડી અદાલતના તાબામાં જિલ્લા અને તાલુકાની અદાલતો હોય છે. તાલુકા મથકમાં આવેલી તાબાની અદાલતને ‘તાલુકા અદાલત’ પણ કહે છે.
→દીવાની (સિવિલ) મામલા માટે સૌથી નીચલી કોર્ટ સિવિલ જજની હોય છે. તે જ 25 લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનાવણી કરે છે,
→ ફોજદારી મામલાની સૌથી નીચલી કૉર્ટ ન્યાયિક (જ્યુડિશિયલ) મૅજિસ્ટ્રેટની છે. તે ચોરી, લૂંટફાટ, મારામારી વગેરે ફોજદારી કેસોની સુનાવણી કરે છે.
→ ન્યાયિક (જ્યુડિશિયલ) મૅજિસ્ટ્રેટ ગુનેગારને ત્રણ વર્ષ સુધીની કેદની અને ? 10,000 સુધીના દંડની સજા કરવાની સત્તા ધરાવે છે. તેમણે આપેલ ચુકાદા પર જિલ્લા અદાલતમાં અપીલ કરી શકાય છે.
→ દરેક જિલ્લામાં દીવાની અદાલત અને ફોજદારી અદાલત હોય છે.
→ દરેક જિલ્લામાં ઉચ્ચતમ અદાલત જિલ્લા અને સેશન્સ જજની (જિલ્લાની વરિષ્ઠ ફોજદારી) અદાલત હોય છે. તે સિવિલ (નાગરિક) અધિકારક્ષેત્રની મુખ્ય અદલત છે, જેને સેશન્સ અદાલતનો દરજજો પણ મળેલ છે.
→ રાજ્યના જિલ્લા ન્યાયાધીશની નિમણુક રાજ્યપાલ તે રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા-વિચારણા કરીને કરે છે.
→ તાલુકા અને જિલ્લા અદાલતોમાં આરોપી અને ફરિયાદી હાજર રહી પોતપોતાના વકીલો દ્વારા પોતાનો પક્ષ ન્યાયાધીશો સમક્ષ રાખે છે. આરોપી અને ફરિયાદીનો વિવાદ સાંભળ્યા પછી ન્યાયાધીશ ચુકાદો આપે છે.
→ જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દવા ચલાવે ત્યારે તે જિલ્લા ન્યાયાધીશ કહેવાય; જ્યારે ફોજદારી મુકદમા ચલાવે ત્યારે તેમને ‘સેશન્સ ન્યાયાધીશ’ કહેવાય. સેશન્સ ન્યાયાધીશ ગુનેગારને ફાંસી, જન્મટીપ કે 10 વર્ષથી વધુ કેદની સજા કરવાની સત્તા ધરાવે છે.
→ મહાનગરોમાં મેટ્રો શહેરોમાં) સિટી સિવિલ અદાલતો, સેશન્સ અદાલતો અને મજૂર અદાલતો હોય છે. એ અદાલતોના ન્યાયાધીશો સાત વર્ષ કે તેથી વધુ વર્ષની સજા અને અમર્યાદિત રકમનો દંડ કરવાની સત્તા ધરાવે છે.
→ તાબાની અદાલતોના ચુકાદા વિરુદ્ધ રાજ્યની વડી અદાલતમાં અપીલ કરી શકાય છે.
→ ગુજરાત રાજ્યની વડી અદાલત (High Court) અમદાવાદમાં આવેલી છે. તેની સ્થાપના ઈ. સ. 1960માં થઈ હતી.
→ દેશની બધી જ વડી અદાલતના કોત્રાધિકાર નિશ્ચિત કરવામાં આવ્યા છે. બધી જ વડી અદાલતોનું મહત્ત્વ ન્યાયતંત્રમાં સમાન છે.
→ વડી અદાલત તેની તાબાની અદાલતો અને દેશની સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે.
→ સર્વોચ્ચ અદાલત કેન્દ્ર કક્ષાએ જે સ્થાન તેમજ મોભો ધરાવે છે, તેવો જ મોભો અને સ્થાન રાજ્ય કક્ષાએ વડી અદાલત ધરાવે છે.
→ સામાન્ય રીતે દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે.
→ ભારતનાં પૂર્વોત્તર રાજ્યો માટે એક જ વડી અદાલત છે.
→ વડી અદાલતમાં એક મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપ્રમુખ વખતોવખત જેટલા ન્યાયાધીશોની નિમણૂક કરે તેટલા અન્ય ન્યાયાધીશો હોય છે.
→ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણુક રાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની તેમજ સંબંધિત રાજ્યના રાજ્યપાલની સાથે મંત્રણા કરીને કરે છે. અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ સંબંધિત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની સાથે મંત્રણા કરીને કરે છે.
→ દેશની બધી વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એકસરખી હોતી નથી.
→ વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિને રાજ્યપાલ કે તેમણે આ સંબંધમાં નીમેલ વ્યક્તિ સમક્ષ હોદો અને ગુપ્તતાના શપથ કે પ્રતિજ્ઞા લેવડાવે છે.
→ વડી અદાલતનો વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે.
→ વડી અદાલતમાં આરોપી અને ફરિયાદીને હાજર રહેવાની જરૂર હોતી નથી. તેમાં ન્યાયાધીશ સમક્ષ મુકદમા અંગે આરોપી અને ફરિયાદીના વકીલો દલીલો કરે છે; જરૂર જણાય તો આરોપી કે ફરિયાદીને ખાસ હાજર રાખવામાં આવે છે. બંને પક્ષોનો વિવાદ સાંભળ્યા પછી ન્યાયાધીશ ચુકાદો આપે છે.
→ વડી અદાલત દીવાની અને ફોજદારી મુકદમા ચલાવી શકે છે.
→ વડી અદાલતના અધિકારક્ષેત્રને ત્રણ ભાગમાં વહેંચી શકાય:
- મૂળ અધિકારક્ષેત્ર
- વિવાદી અધિકારક્ષેત્ર અને
- વહીવટી અધિકારક્ષેત્ર.
→ વડી અદાલતની સત્તા અને કાર્યો:
- દીવાની, ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવાઓ સાંભળી ન્યાય આપે છે.
- બંધારણની કલમ – 226 અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો-હુકમો જારી કરવાની સત્તા છે,
- તેના અંકુશ હેઠળની અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલ સાંભળે છે.
- તેના તાબા હેઠળની રાજ્યની તમામ અદાલતો પાસેથી રિપોર્ટ મંગાવી શકે છે.
- વડી અદાલતના ચુકાદાઓ વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.
→ આપણા દેશની સર્વોચ્ચ અદાલત (supreme Court) પાટનગર દિલ્લીમાં આવેલી છે,
→ ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના 28 જાન્યુઆરી, 1950ના રોજ થઈ.
→ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે.
→ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતા(Seniority)ના ધોરણે થાય છે.
→ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિયુક્તિ ખાસ કરીને નોકરીના સમયગાળાને આધારે થાય છે.
→ સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયાધીશને હોદો સ્વીકારતાં પહેલાં રાષ્ટ્રપ્રમુખ સમક્ષ ભારતના બંધારણને વફાદાર રહેવાના અને તેનું રક્ષણ કરવાના શપથ લેવા પડે છે.
→ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓના ભંગના આધારે મહાભિયોગ (Impeachment) દ્વારા હોદા પરથી દૂર કરી શકાય છે. સંસદના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતીએ આ દરખાસ્ત પસાર કરવી પડે છે. જેના આધારે રાષ્ટ્રપતિ તેઓને હોદા ઉપરથી દૂર કરે છે.
→ સર્વોચ્ચ અદાલત બંધારણની કલમ – 32 અનુસાર નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે.
→ સર્વોચ્ચ અદાલતની સત્તા અને કાર્યો:
- વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે.
- સર્વોચ્ચ અદાલત એની અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળે છે.
- બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે.
- સવાઁચ્ચ અદાલતને પોતાના સહિત ભારતભરની કોઈ પણ અદાલતના આદેશનો અનાદર કે કાયદાના તિરસ્કાર કરવા બદલ કોઈને પણ શિક્ષા કરવાની સત્તા મળેલી છે.
- સર્વોચ્ચ અદાલતને પોતે અગાઉ આપેલા ચુકાદાઓની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે.
- રાષ્ટ્રપ્રમુખ કે ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા છે.
- નાગરિકના હકોનું જતન કરવા માટે બંધારણ સાથે સુસંગત ન હોય તેવા કારોબારીના કોઈ પગલાં કે નિર્ય કે આદેશને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે, માર્શલ લૉ હેઠળ અપાયેલા લશ્કરી અદાલતના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શક્તી નથી.
→ સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ ન્યાય મેળવવા અપીલ થઈ શકતી નથી. સવાઁચ્ચ અદાલતનો ચુકાદો અન્ય તમામ અદાલતો માટે બંધનકર્તા છે.
→ સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત (Court of Records) ગણાય છે.
→ ન્યાયની દેવીનું પ્રતીક સૂચવે છે કે ગમો-અણગમો રાખ્યા વિના અને પક્ષપાત વગર ન્યાય આપવામાં આવશે તેમજ ગુનો સાબિત થાય તો ગુનેગારને ચોક્કસ સજા કરવામાં આવશે.
→ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનો વ્યવહાર અયોગ્ય કે તેમની બિનકાર્યક્ષમતા પુરવાર થાય તો મહાભિયોગની પ્રક્રિયા દ્વારા તેમને હોદા પરથી દૂર કરી શકાય છે. આ રીતે બંધારણે ન્યાયતંત્રની સ્વતંત્રતાને રક્ષણ આપ્યું છે.
→ કોઈ પણ વ્યક્તિ પર ગુનો ક્યનો આરોપ મૂકવામાં આવ્યો હોય ત્યારે જ્યાં સુધી તેનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી એ સિદ્ધાંત ભારતીય ન્યાયપ્રણાલીમાં સ્વીકારવામાં આવ્યો છે.
→ નિર્દોષ નાગરિકને કોઈ પણ સંજોગોમાં સજા ન થાય તે માટે ભારતની ન્યાય વ્યવસ્થામાં પૂરતી સાવચેતી રાખવામાં આવી છે.
→ કોઈ દોષિત સજામાંથી છટકી ન જાય અને કાયદો દંડમુક્ત છે તેવું માનીને તેનો ભંગ કરીને વધુ ને વધુ ગુના કરવા ન પ્રેરાય તે માટે ન્યાયતંત્રની જરૂરિયાત છે.
→ ન્યાયતંત્રને સરકાર કે વહીવટી તંત્રની અસરમાંથી મુક્ત અને સ્વતંત્ર રાખવામાં આવેલ છે.
→ ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં જાહેર હિતની અરજી(Public Interest Litigation – PIL)નો ફાળો મોટો છે.
→ જાહેર હિતની અરજી બિનજરૂરી કે અયોગ્ય હોય તો અરજી કરનારને વડી અદાલત સજા કે દંડ કરી શકે છે. આમ, જાહેર હિતની અરજીનો દુરુપયોગ થતો રોક્વા માટે વડી અદાલતને આ સત્તા આપવામાં આવી છે.
→ ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ રાખલ કરે છે. જેને સુઓ મોર્ય (SUO MOTO) કહેવામાં આવે છે.
→ રોજ અદાલતમાં આવતા કેસોની સંખ્યાની સામે નિકાલ થતા કેસોની સંખ્યા ઓછી હોવાથી અદાલતમાં કેસોનો ભરાવો દિન-પ્રતિદિન વધતો જાય છે. એ કેસોનું ભારણ ઘટાડવા માટે સરકારશ્રીના કાયદા વિભાગ દ્વારા લોકઅદાલતોનું આયોજન કરવામાં આવે છે,
→ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કાયમી લોકઅદાલતોની સ્થાપના કરવામાં આવી છે.
→ લોકઅદાલતનો મુખ્ય ઉદેશ કૉર્ટમાં કેસ લડી રહેલા બંને પક્ષો વચ્ચે ઝડપી અને સુખદ સમાધાન લાવવાનો છે.
→ ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ નજીકના પોલીસસ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવે છે અથવા મૌખિક ફરિયાદ કરે છે. કેટલીક વાર પોલીસ સામેથી પણ ગુનાની નોંધ કરે છે. આમ, ફરિયાદ અંગેની માહિતી પ્રથમવાર મળતી હોવાથી તેને પ્રથમ દર્શાય અથવા પ્રથમ માહિતી નોંધ (FIR-First Information Report) કહેવામાં આવે છે.
→ ફરિયાદની નોંધ તૈયાર થયા પછી તેની તપાસ થાય, આરોપીઓની શોધખોલ થાય અને તેમના વિરુદ્ધ પુરાવા ભેગા કરી આરોપનામું તૈયાર કરવામાં આવે છે. આ બધામાં FIR મહત્ત્વનો પુરાવો બની શકે છે.
→ સામાન્ય રીતે પોલીસ FIR નોંધવાનો ઈન્કાર કરી શકતી નથી.
→ ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવ્યું છે. એ અધિકારની રૂએ ભારતની સર્વોચ્ચ અદાલતે તેમજ રાજ્યોની વડી અદાલતોએ શકવર્તી ચુકાદા આપી નાગરિકોના અધિકારોનું રક્ષણ કર્યું છે તથા ન્યાયિક સમાજવ્યવસ્થાના નિમણમાં યોગદાન આપ્યું છે.
→ ભારતમાં બહુચર્ચિત કેશવાનંદ ભારતીના (કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરલ રાજ્ય) ચુકાદામાં અને જસ્ટીસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારતના સરકારના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કર્યું છે.
→ હાલમાં આપણી પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહ્ન ભોજન યોજનામાં પણ અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે.