This GSEB Class 8 Social Science Notes Chapter 4 અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો covers all the important topics and concepts as mentioned in the chapter.
અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો Class 8 GSEB Notes
→ ભારતની આર્થિક સમૃદ્ધિ પ્રાચીન સમયથી છેક અઢારમી સદી સુધી યથાવત્ રહી.
→ ગૃહઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો અને વેપાર-વાણિજ્યમાં વિકાસશીલ ભારતને ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના 100 વર્ષના શાસનકાળમાં કંગાળ બનાવી દીધું.
→ અંગ્રેજ કંપનીએ ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું ઉત્પાદન કરતું સંસ્થાન અને તૈયાર માલ વેચવાનું વિશાળ બજાર બનાવ્યું હતું.
→ભારતના ગૃહઉદ્યોગો અને ખેતીની દુર્દશા થતાં ભારતનાં ગામડું પડી ભાંગ્યાં.
→ અંગ્રેજ શાસન દરમિયાન ઉઘોગો, વેપાર, વહીવટ જેવી જરૂરિયાતો ઊભી થતાં ભારતમાં નવાં શહેરોનો વિકાસ થયો હતો.
→ મહાનગરોનાં ઉદાહરણો: દિલ્લી, કોલકાતા, ચેન્નઈ, મુંબઈ, સુરત, અમદાવાદ, ઇન્દોર વગેરે.
→ બ્રિટનના રાજા ચાર્લ્સ બીજાનાં લગ્ન પોર્ટુગલની રાજકુમારી સાથે થયાં હતાં. પોર્ટુગલના રાજાએ બ્રિટનના રાજાને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો.
→ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનના રાજા પાસેથી માત્ર દસ પાઉન્ડના દરે મુંબઈ ટાપુ ભાડે લીધો હતો.
→ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુનો કુદરતી બંદર અને ઔદ્યોગિક શહેર તરીકે વિકાસ ક્યોં.
→સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે.
→ ઈ. સ. 1573માં સુરત મુઘલ બાદશાહ અકબરે જીત્યું હતું.
→ મુઘલયુગમાં પશ્ચિમ ભારતના વેપારના એક મહત્ત્વના વાણિજ્ય કેન્દ્ર તરીકે સુરતનો વિકાસ થયો હતો. એ સમયે સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હતું.
→સુરતમાં બધા જ ધર્મ અને જાતિના લોકો રહેતા હતા.
→ સુરત વસ્ત્ર પરના જરીકામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું.
→ સત્તરમી સદીમાં ભારતમાં અંગ્રેજ કંપનીએ સૌપ્રથમ કોઠી (મથક) સુરતમાં સ્થાપી હતી.
→ 17મી સદીમાં સુરતમાં પોર્ટુગીઝો (ફિરગીઓ), ડચો અને અંગ્રેજોનાં કારખાનાં અને માલગોદામો હતાં.
→ અંગ્રેજ કંપનીએ ભારતના પૂર્વકનારે મચિલીપટ્ટનમમાં કોઠી (મથક) સ્થાપી હતી.
→ ઈ. સ. 1640માં અંગ્રેજોએ મદ્રાસ પાસે ફૉર્ટ સેન્ટ જ્યોર્જ નામની વસાહત સ્થાપી હતી. સમય જતાં એ વસાહતની આસપાસ આજનું ચેન્નઈ (મદ્રાસ) શહેર વસ્યું છે.
→ ઈ. સ. 1998માં અંગ્રેજ કંપનીને સુતનતી, કાલીપાર્ટ અને ગોવિંદપુર નામનાં ત્રણ ગામોની જમીનદારી મળી. અંગ્રેજ કંપનીએ ત્યાં કિલ્લો બાંધીને ‘ફૉર્ટ વિલિયમ’ નામની વસાહત સ્થાપી, જેનો સમય જતાં કોલકાતા શહેર તરીકે વિકાસ થયો.
→ અંગ્રેજોએ સ્થાપેલાં મુંબઈ, ચેન્નઈ (મદ્રાસ) અને કોલકાતા (ક્લકત્તા) વેપારી મથકો આધુનિક ભારતનાં મહાનગરો બન્યાં છે.
→ મધ્યયુગ દરમિયાન દિલ્લી મુસ્લિમ સલ્તનત અને મુઘલ શાસકોની રાજધાનીનું નગર હતું.
→ ઈ. સ. 1893માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્લી જીતી લીધું હતું.
→ ઈ. સ. 1911માં અંગ્રેજોએ કોલકાતાથી ખસેડીને દિલ્લીને પોતાની રાજધાની બનાવી. આમ, દિલ્લી અંગ્રેજ શાસનની સત્તાનું કેન્દ્ર બનતાં તે મહાનગર તરીકે વિકાસ પામ્યું.
→ અંગ્રેજોએ ઈ. સ. 1911માં નવી દિલ્લીનું નિર્માણ શરૂ કરાવ્યું.” તેઓ દિલ્લીને તેમની ઓળખનું આધુનિક શહેર બનાવવા માગતા હતા. આજે નવી દિલ્લી સ્વતંત્ર ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાનીનું શહેર છે.
→ નવી દિલ્લીનું નિર્માણ કરવા માટે અંગ્રેજોએ દિલ્લીના કેટલાંક જૂનાં બાંધકામો જેવાં કે કિલ્લા, ઇમારતો, મસ્જિદો વગેરે તોડાવીને તેમજ બાગ-બગીચા દૂર કરાવીને તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું.
→ અંગ્રેજકાળમાં નવી દિલ્લીનું નિર્માણ જૂની દિલ્લીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું. નવી દિલ્લીની ડિઝાઇનની કામગીરી સ્થપતિઓ એડવર્ડ લૂટિયન્સ અને હર્બટબેકરને સોંપવામાં આવી હતી. નવી દિલ્લીમાં વાઇસરૉય હાઉસ (હાલનું રાષ્ટ્રપ્રમુખ ભવન), સચિવાલય, સંસદભવન, સરકારી વહીવટની ઇમારતો વગેરે યાદગાર ઇમારતોનું અને રાજપથ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું. નવી દિલ્લીના નિર્માણમાં 20 વર્ષ લાગ્યાં હતાં.
→ અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતમાં સૈકાની મલમલ, બનારસી સાડીઓ, બાંધણી, પટોળાં વગેરે બનાવવાના તેમજ જરીકામ, રંગકામ, છાપકામ, કાંતણકામ, પીંજણકામ વગેરેના ગૃહઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો.
→ ઔદ્યોગિક ક્રાંતિને કારણે યાંત્રિક પદ્ધતિથી બનતા બ્રિટનના સસ્તા માલનો વપરાશ ભારતમાં વધતો ગયો. એ કારણે ભારતના ગૃહઉદ્યોગો પડી ભાંગ્યો.
→ આપણા વણકરો શાળ ઉપર સુતરાઉ કાપડ બનાવતા હતા. તેઓ સુતરાઉ કાપડનું વણાટકામ અને કેસૂડાંનાં વૃક્ષનાં ફૂલોનો ઉપયોગ કરીને કાપડને રંગવાનું કામ જાતે જ કરતા હતા.
→ ભારતમાં ગૃહઉદ્યોગ તરીકે અશુદ્ધ લોખંડ મેળવીને તેને ભઠ્ઠીમાં ઓગાળીને શુદ્ધ લોખંડ બનાવવામાં આવતું.
→ અનેક પ્રકારના ગૃહઉદ્યોગોથી મજબૂત બનેલી ગ્રામઅર્થવ્યવસ્થા ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિને કારણે પડી ભાંગી.
→ અંગ્રેજ શાસનની શરૂઆત થતાં ભારતના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ધાતુશિલ્પ અને કાટલાની બનાવટો, ગરમ મરી-મસાલાનાં કૃષિ-ઉત્પાદનો વગેરેના પરંપરાગત ઉઘોગો પડી ભાંગ્યા.
→ અંગ્રેજો ભારતમાંથી સસ્તા ભાવે માલ ખરીદતા, એ માલ તેઓ ઇંગ્લેન્ડ સહિત યુરોપના દેશોમાં મોંઘા ભાવે વેચીને અઢળક કમાણી કરતા. આ રીતે મેળવેલા પૈસામાંથી, એટલે કે ભારતના ભોગે, ઈંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો.
→ 19મી સદીના અંત ભાગમાં ભારતમાં સુતરાઉ કાપડ, લોખંડપોલાદ, શણ, કાગળ, રસાયણો, જહાજ બાંધકામ, ચામડાં કમાવવાં વગેરેના ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો.
→ પ્રાચીન સમયથી ભારતનો કાપડ-ગૃહઉદ્યોગ જગવિખ્યાત હતો. ઢાકાની મલમલ અને પાટણના પટોળાં પોતાની પાસે હોવાં એ અમીરોની ઓળખ ગણવામાં આવતી.
→ ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થતાં યાંત્રિક પ્રક્રિયા વડે ભારતના હસ્તઉદ્યોગના કાપડના મુકાબલે પ્રમાણમાં સસ્તુ, ઝડપી અને મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન થવા લાગ્યું અને ભારતનાં બજારોમાં વેચાવા લાગ્યું. આથી, ઈંગ્લેન્ડના કાપડ ઉદ્યોગની હરીફાઈમાં ભારતનો કાપડ ઉદ્યોગ ટકી શક્યો નહિ. ભારતમાં હાથવણાટનું કામ કરતા વણકરો બેકાર બન્યા.
→ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની સૌપ્રથમ શરૂઆત કાપડ ઉદ્યોગમાં થઈ હતી.
→ ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈ. સ. 1854માં મુંબઈ શહેરમાં શરૂ થઈ હતી. મુંબઈમાં કાપડની મિલ શરૂ થયા પછી દેશમાં અમદાવાદ, નાગપુર, સોલાપુર, કોઇમ્બતુર, મદુરાઈ, ચેન્નઈ (મદ્રાસ) વગેરે સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ હતી.
→ અમદાવાદમાં કાપડની સૌપ્રથમ મિલ 30 મે, 1861ના રોજ શ્રી રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ શરૂ કરી હતી.
→ ગ્રેટબ્રિટનના માન્ચેસ્ટર શહેરના કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ કાપડનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો. એ સમયે અમદાવાદમાં કાપડની 106 જેટલી મિલો હતી. તેથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર’ કહેવામાં આવતું હતું.
→ ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓ અને તેની કિનારીઓ બનાવવાનું જટિલ વણાટકામ માત્ર ભારતના કારીગરો જ કરી શકતા હતા. એ માટે એવા કારીગરોની આવશ્યકતા રહેતી હતી. આથી, કહી શકાય કે ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નષ્ટ થઈ નહોતી.
→ ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળના એક ભાગરૂપે મહાત્મા ગાંધીએ સ્વદેશી આંદોલન શરૂ કર્યું હતું.
→ સ્વદેશી આંદોલનથી ભારતના ગ્રામોદ્યોગો, હાથકાંતણ, હાથવણાટ, કુટીર ઉઘોગો, હુન્નર ઉઘોગો વગેરે ગૃહઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું.
→ ભારતમાં લોખંડ-પોલાદનું સૌપ્રથમ કારખાનું જમશેદજી તાતાએ સાકચી (હાલનું જમશેદપુર) ખાતે સ્થાપ્યું.
→ યાંત્રિક પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીમાં . પિગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો, કારણ કે તેમાં કોલસાની ખૂબ જરૂર પડતી હતી. અંગ્રેજોએ બનાવેલા નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મળી શકતો નહોતો.
→ બેંગલુરુમાં ‘ઇન્ડિયન ઇન્સિટટયૂટ ઑફ સાયન્સ’ નામની સંસ્થાની સ્થાપના થતાં લોખંડ-પોલાદના ઉદ્યોગને નવી દિશા મળી.
→ સાકચી (હાલનું જમશેદપુર)માં લોખંડ-પોલાદનું કારખાનું સ્થપાયા પછી ભારતમાં કુલકી, બુરહાનપુર, ભદ્રાવતી વગેરે સ્થળોએ લોખંડ-પોલાદનાં કારખાનાં સ્થપાયાં.
→ કેટલાક અંગ્રેજ સુધારકો ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીને આધુનિક ભારતના નિર્માતા કહે છે, કારણ કે તેના સમયમાં રેલવે અને તાર-ટપાલની શરૂઆત થઈ તેમજ તેણે કેટલાક સામાજિક અને શિક્ષણ અંગેના સુધારા કર્યા હતા.
→ ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત 16 એપ્રિલ, 1863ના રોજ મુંબઈ અને થાણા વચ્ચે થઈ.
→ ભારતમાં ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ (ચેન્નઈ) વચ્ચે તાર-ટપાલની શરૂઆત થઈ હતી. એ સમયે ટપાલનો દર ટપાલ મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી લેવામાં આવતો, જે પ્રદેશ મુજબ અલગ અલગ હતો.