Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 1 સજીવ વિશ્વ Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 1 સજીવ વિશ્વ
GSEB Class 11 Biology સજીવ વિશ્વ Text Book Questions and Answers
પ્રશ્ન 1.
શા માટે સજીવોને વર્ગીકૃત કરવામાં આવે છે?
ઉત્તર:
સજીવોને તેમના અભ્યાસની સરળતા માટે ચોક્કસ કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવે છે. સજીવોની જૈવિક વિવિધતાનો વ્યવસ્થિત અભ્યાસ એક પડકાર છે. સમાન લક્ષણોને આધારે તેમને વર્ગીકરણ કરવામાં મદદરૂપ થતું એક સાધન છે. આથી વૈજ્ઞાનિકોને તેમનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટેનો ચોક્કસ રસ્તો બતાવે છે.
સજીવોનો અભ્યાસ એ માનવજાતના લાભ માટે જરૂરી છે. નવી દવાઓની શોધ અને પાકની વિવિધતા એ વ્યવસ્થિત અભ્યાસના કારણે શક્ય બન્યું છે. કેટલો અંશ પર્યાવરણની જાળવણી માટે પણ સજીવના વ્યવસ્થિત અભ્યાસમાં જરૂરી છે. વર્ગીકરણ વિદ્યાએ જીવવિજ્ઞાનના વર્ગીકરણ, ઓળખવિધિ અને નામકરણ સાથે સંકળાયેલ છે.
પ્રશ્ન 2.
હાલમાં અને પછી શા માટે દરેક વર્ગીકરણ પદ્ધતિમાં ફેરફાર આવે છે ?
ઉત્તર:
લાખો વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો પૃથ્વી પર શોધાયા છે. અને વૈજ્ઞાનિકો દ્વારા ઓળખાયા છે. હજી ઘણી નવી જાતો પૃથ્વી પરથી પ્રાપ્ત થાય છે. આથી આ નવી પ્રાપ્ત થતી જાતિઓ, નવા લક્ષણો, નવી વર્ગીકરણ પદ્ધતિ હાલ અને પછી જોવા મળશે. આમ, હાલની વર્ગીકરણ પદ્ધતિમાં બદલાવ લાવવાની જરૂર પડે છે.
પ્રશ્ન 3.
તમોને વારંવાર મળતા હોય તે લોકોને વર્ગીકૃત કરવા તમે કયા વિવિધ માપદંડ પસંદ કરશો ?
ઉત્તર:
વારંવાર મળતા હોય તેવા લોકોને વર્ગીકૃત કરવા માટે તેમની વર્તણૂક, ભૌગોલિક સ્થાન, બાહ્યકાર, તેમના શોખ, ધંધો, વતન, કુટુંબના સભ્યો, સંબંધીઓ, મિત્રો વગેરેને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે.
પ્રશ્ન 4.
વ્યક્તિગત અને વસતીઓની ઓળખવિધિમાંથી આપણે શું શીખીશું?
ઉત્તર:
વ્યક્તિગત અને વસતીઓની ઓળખવિધિમાંથી આપણે સમાન સજીવો કે જુદી જુદી જાતના સજીવોમાં જોવા મળતી સમાનતા અને વિવિધતાને ઓળખી શકીએ છીએ. તે આપણને તેમની સમાનતા અને ભિન્નતાને આધારે સજીવોના વર્ગીકરણમાં મદદરૂપ થાય છે.
પ્રશ્ન 5.
નીચે આંબાનું વૈજ્ઞાનિક નામ આપેલું છે. તેમાંથી સાચી રીતે લખાયેલ નામને ઓળખો.
Mangifera Indica, Mangifera Indica
ઉત્તર:
Mangifera Indica.
પ્રશ્ન 6.
વર્ગીકીને વ્યાખ્યાયિત કરો. જુદા જુદા શ્રેણીય સ્તરે વર્ગકના કેટલાક
ઉદાહરણ આપો.
ઉત્તર:
સજીવોના વર્ગીકરણમાં વર્ગીકૃત શ્રેણીમાં ચોક્કસ સ્થાને દર્શાવવામાં આવે તેને વર્ગીકી કહે છે. દા.ત., મૂળભૂત વર્ગીકરણની કક્ષાઓ જાતિ, ત્યારપછી પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સૃષ્ટિ અથવા વિભાગ એ ચઢતા ક્રમમાં જોવા મળે છે.
પ્રશ્ન 7.
વર્ગીકરણીય કક્ષાઓની સાચી શ્રેણી તમે ઓળખી શકશો ?
(a) જાતિ – ગોત્ર – સમુદાય – સૃષ્ટિ
(b) પ્રજાતિ – જાતિ – ગોત્ર – સૃષ્ટિ
(c) જાતિ – પ્રજાતિ – ગોત્ર – સમુદાય
ઉત્તર:
જાતિ – પ્રજાતિ – ગોત્ર – સમુદાય.
પ્રશ્ન 8.
‘જાતિ’ શબ્દ માટે હાલમાં સ્વીકાર્ય દરેક અર્થો ભેગા કરવા પ્રયત્ન કરો. તમારા શિક્ષક સાથે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ
અને બેક્ટરિયાની જાતિઓના અર્થની ચર્ચા કરો.
ઉત્તર:
- જીવવિજ્ઞાનની ભાષામાં જાતિ એ વર્ગીકરણના મૂળભૂત એકમ છે. સમાન લક્ષણો ધરાવતી જાતિના સભ્યો કુદરતી રીતે મુક્ત આંતર પ્રજનન કરી નવી પ્રજોત્પતિ કરી શકે તેવા સજીવોનો સમૂહ છે.
- ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓમાં જાતિ એ મુક્ત રીતે આંતર પ્રજનન કરી નવી પ્રજોત્પતિ કરી શકે તેવા સજીવોના સમૂહ તરીકે ઓળખાય છે, પરંતુ બેક્ટરિયા જાતિનું શ્રેષ્ઠ લક્ષણ પ્રદર્શિત થતું નથી. તે આંતરપ્રજનન કરી શકતા નથી. સામાન્ય રીતે તે અલિંગી પ્રજનન દર્શાવે છે. સંયુશ્મન, ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સડક્શનથી લિંગી પ્રજનન થાય છે. પરંતુ આ સાચું આંતરપ્રજનન નથી.
- આ ઉપરાંત બેકટેરિયાના બીજા કેટલાક લક્ષણો જેવા કે આણ્વીય બંધારણમાં સમાનતા, જૈવિક, દેહધાર્મિક, પરિસ્થિતિકી અને બાહ્ય કાર લક્ષણોને આધારિત તેમને વર્ગીકૃત કરવામાં આવે છે.
પ્રશ્ન 9.
નીચેના શબ્દો વ્યાખ્યાયિત કરો અને સમજો.
(1) સમુદાય
(2) વર્ગ
(3) કૂળ
(4) ગોત્ર (૫) પ્રજાતિ.
ઉત્તર:
(1) સમુદાય : ગાઢ રીતે સંકળાયેલા વર્ગના સમૂહને સમુદાય કહે છે. દા.ત., મત્સ્ય, ઉભયજીવી, સરિસૃપ, વિહગ અને સસ્તનનો સમાવેશ મેરુદંડી સમુદાયમાં કરવામાં આવે છે.
વનસ્પતિને અનુલક્ષીને સમાન લક્ષણો ધરાવતા વર્ગો ભેગા મળીને સમુદાયને બદલે વિભાગ તરીકે દર્શાવવામાં આવે છે.
(2) વર્ગ : વિવિધ ગોત્ર ભેગા મળીને વર્ગ બનાવે છે. દા.ત., ગોત્ર, પ્રાઈમેટ અને કાર્નીવોરા એ સસ્તન વર્ગમાં આવે છે.
(3) કૂળ : ગાઢ સંબંધ ધરાવતા પ્રજાતિના સમૂહને કૂળ કહે છે. દા.ત., કોમિનિડી, કૂળ એ એપલ વાંદરા અને મનુષ્ય ધરાવે છે.
વનસ્પતિમાં વાનસ્પતિક અને પ્રાજનનિક લક્ષણોને આધારે કૂળને વર્ગીકૃત કરવામાં આવે છે.
(4) ગોત્રઃ ગાઢ સંબંધ ધરાવતા કૂળના સમૂહને ગોત્ર કહે છે. દા.ત., ગોત્ર કાર્નીવાર એ ફેલીડી અને કેનીડી કૂળનો સમાવેશ કરે છે.
(5) પ્રજાતિ : ગાઢ સંબંધ ધરાવતા જાતિના સમૂહને પ્રજાતિ કહે છે. દા.ત., સોલનમ પ્રજાતિમા નાયેગ્રામ, મેલોનજના, ટયુબરસમ જાતિનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 10.
સજીવના વર્ગીકરણ અને ઓળખવિધિમાં ઓળખ ચાવી મદદરૂપ થઈ શકે છે ?
ઉત્તર:
ઓળખ ચાવી એ વનસ્પતિ અને પ્રાણીઓની ઓળખવિધિ માટેનું વર્ગીકરણીય સાધન (Tools) છે. ઓળખ ચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે. જેને યુગ્મક (Couplet) કહે છે. ચાવી એ બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે. આના પરિણામ સ્વરૂપ ફક્ત કોઈ એક જ વિકલ્પ સ્વીકાર્ય અને બીજો વિકલ્પ અસ્વીકાર્ય બને છે. આનાથી ચોક્કસ જાતિ કે પ્રજાતિ કે કૂળ એમ આગળ લક્ષણોથી ઓળખ થાય છે. દા.ત., શરીર પર વાળ હોવા એ પ્રાણી સસ્તન વર્ગનું છે કે નહીં તેની ચાવી છે. બીજી અલગ ચાવી વર્ગીકરણની કક્ષાઓ જેવી કૂળ, પ્રજાતિ, જાતિની ઓળખવિધિ માટે હોય છે.
પ્રશ્ન 11.
વનસ્પતિ અને પ્રાણીઓના યોગ્ય ઉદાહરણો સાથે વર્ગીકરણ શ્રેણીની સ્પષ્ટતા કરો.
ઉત્તર:
વર્ગીકરણની કક્ષાઓમાં વર્ગકની વિવિધ ગોઠવણીને વર્ગીકૃત શ્રેણી કહે છે. વર્ગીકૃત શ્રેણી એ જુદી જુદી કક્ષાઓનો નજીકનો સંબંધ દર્શાવે છે. સમાન લક્ષણોમાં નીચેથી ઉપરની કક્ષા તરફ જતાં ઘટાડો થતો જાય છે.
- વર્ગીકરણની કક્ષાઓની પદ્ધતિ લિનિયસ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી.
- વર્ગીકરણની મુખ્ય કક્ષાઓ : જાતિ → પ્રજાતિ → કૂળ → ગોત્ર → વર્ગ → સમુદાય/વિભાગ → સૃષ્ટિ
- જાતિથી સૃષ્ટિ સુધી ઉપર તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય છે.
(1) ઘઉંના છોડનું વર્ગીકરણ | (2) ઘરમાખીનું વર્ગીકરણ |
સૃષ્ટિ : વનસ્પતિ | સૃષ્ટિ : પ્રાણી |
વિભાગ : આવૃત્ત બીજધારી | સમુદાય : સંધિપાદ |
વર્ગ : એકદળી | વર્ગ : કીટક |
ગોત્ર : પોએલ્સ | ગોત્ર : ડીટેરા |
કૂળ : પોએસી | કૂળ : મસ્કીડી |
પ્રજાતિ : ટ્રીટીકમ | પ્રજાતિ : મસ્કા |
જાતિ : એસ્ટ્રીયન | જાતિ : ડોમેસ્ટીકા |
જીવશાસ્ત્રીય વૈજ્ઞાનિક નામ : ટ્રીટીકમ એસ્ટીવમ |
જીવશાસ્ત્રીય
વૈજ્ઞાનિકના નામ : મસ્કાડોમેસ્ટીકા |
GSEB Class 11 Biology સજીવ વિશ્વ NCERT Exemplar Questions and Answers
બહુવિકલ્પી પ્રશ્નો (MCQ)
પ્રશ્ન 1.
જાતિથી સૃષ્ટિ તરફ વર્ગીકરણીય કક્ષામાં આગળ વધતાં સમાન લક્ષણોની સંખ્યામાં……………………
(A) ઘટાડો થાય.
(B) વધારો થાય.
(C) સરખા રહે
(D) કદાચ કધે કે ઘટે.
ઉત્તર:
(A) ઘટાડો થાય.
પ્રશ્ન 2.
નીચેનામાંથી કયો પ્રત્યય વનસ્પતિ વર્ગીકરણનાં ગોત્ર (Family) વર્ગકમાં વપરાય છે ?
(A) એલીસ (Ales)
(B) ઓની (Onae)
(C) એસી (Aceae)
(D) C (Ae)
ઉત્તર:
(C) એસી (Aceae)
પ્રશ્ન 3.
પધ્ધતિસરનું વિજ્ઞાન (Systematics) દર્શાવે છે કે,
(A) અંગતંત્રોની ઓળખ અને અભ્યાસ.
(B) વનસ્પતિ અને પ્રાણીઓની ઓળખ અને સંગ્રહીણ.
(C) વિવિધ પ્રકારના સજીવોમાં વિવિધતા અને સંબંધો.
(D) સજીવોના રહેઠાણ અને તેમનું વર્ગીકરણ.
ઉત્તર:
(C) વિવિધ પ્રકારના સજીવોમાં વિવિધતા અને સંબંધો.
પ્રશ્ન 4.
પ્રજાતિ દર્શાવે છે ?
(A) સ્વતંત્ર વનસ્પતિ અને પ્રાણી.
(B) વનસ્પતિ અને પ્રાણીઓને ભેગા કરવું.
(C) ગાઢ સંબંધ ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિનો સમૂહ.
(D) ઉપરોક્ત એકપણ નહિ.
ઉત્તર:
(C) ગાઢ સંબંધ ધરાવતો વનસ્પતિ અને પ્રાણીઓની જાતિનો સમૂહ.
પ્રશ્ન 5.
પ્રાણી વર્ગીકરણમાં સૃષ્ટિના એકમનો દરજ્જો વનસ્પતિ વર્ગીકરણમાં બરોબરનો દરજ્જો કયો છે ?
(A) વર્ગ
(B) શ્રેણી
(C) વિભાગ
(D) કૂળ
ઉત્તર:
(C) વિભાગ
પ્રશ્ન 6.
વનસ્પતિ ઉદ્યાનો અને પ્રાણીઉદ્યાન ધરાવે છે.
(A) ફક્ત દેશી જાતિના સજીવોનો સંગ્રહ.
(B) ફક્ત પરદેશી જાતિના સજીવોનો સંગ્રહ.
(C) દેશી અને પરદેશી જાતિઓના સજીવનો સંગ્રહ.
(D) ફક્ત સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીઓનો સંગ્રહ
ઉત્તર:
(C) દેશી અને પરદેશી જાતિઓના સજીવનો સંગ્રહ.
પ્રશ્ન 7.
ઓળખ ચાવી એ વનસ્પતિ અને પ્રાણીઓના વર્ગીકરણ માટેનું એક સાધન છે. તે …………. ની બનાવટમાં વપરાય છે.
(A) આલેખ
(B) લોરા
(C) બંને
(D) આમાંનું એકપણ નહિ.
ઉત્તર:
(C) બંને
પ્રશ્ન 8.
બધા જ સજીવો એકબીજા સાથે જોડાયેલા છે કારણ કે,
(A) તેઓ એક જ પ્રકારનું સામાન્ય જનીનિક દ્રવ્ય ધરાવે છે.
(B) તેઓ કંઈક અંશે જુદુ પડતું સામાન્ય જનીનિક દ્રવ્યનું વહન કરે છે.
(C) બધા સામાન્ય કોષીય આયોજન ધરાવે છે.
(D) ઉપરના બધા જ.
ઉત્તર:
(B) તેઓ કંઈક અંશે જુદુ પડતું સામાન્ય જનીનિક દ્રવ્યનું વહન કરે છે.
પ્રશ્ન 9.
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સજીવ માટેની છે ?
(A) વૃદ્ધિ
(B) અવાજ કરવાની ક્ષમતા
(C) પ્રજનન
(D) બાહ્ય ઉત્તેજના અને પ્રતિચાર.
ઉત્તર:
(D) બાહ્ય ઉત્તેજના અને પ્રતિચાર
પ્રશ્ન 10.
નીચેનામાંથી યોગ્ય પસંદ કરી જોડકાં જોડો.
કૉલમ – I | કોલમ – II |
(a) કૂળ | (i) ટ્યુબેરોસમ |
(b) સૃષ્ટિ | (ii) પોલિમોનિઅલ્સ |
(c) ગોત્ર | (iii) સોલેનમ |
(d) જાતિ | (iv) પ્લેનટી |
(e) પ્રજાતિ | (v) સોલેનેસી |
(A) (a – 4), (b – 3), (c – 5), (d – 2), (e – 1)
(B) (a – 5), (b – 4), (c – 2), (d – 1), (e – 3)
(C) (a – 4), (b – 5), (c – 2), (d – 1), (e – 3)
(D) (a – 5), (b – 3), (c – 2), (d – 1), (e – 4)
ઉત્તર:
(B) (a – 5), (b – 4), (c – 2), (d – 1), (e – 3)
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
લિનિયસને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ વર્ગીકરણ વિદ્યા ક્ષેત્રમાં ફાળો આપનાર બે બીજા વનસ્પતિશાસ્ત્રીના નામ આપો.
ઉત્તર:
કેરોલસ લિનિયસ (1707-1778), સ્વીડીશ વનસ્પતિશાસ્તરીને વનસ્પતિ વર્ગીકરણ વિદ્યાના પિતા કહે છે. તેમણે તેમનું કાર્ય Genera Plantarum પુસ્તકમાં પ્રકાશિત કર્યું. (1737). બીજા બે વૈજ્ઞાનિકો જી.બેન્કમ અને જોસેફ ડાલ્ટન હુકર બંને વનસ્પતિશાસ્ત્રી કુદરતી લાક્ષણિકતાઓ ધરાવતા લક્ષણોને આધારે વનસ્પતિનું વર્ગીકરણના કાર્ય માટે પ્રસિદ્ધ થયા.
પ્રશ્ન 2.
ICZN શેના માટે કાર્યશીલ છે ?
ઉત્તર:
ICZN (ઇનટરનેશનલ કોડ ફોર ઝુઓલોજીકલ નોમેન્કલેચર) એ પ્રાણી માટે એક વૈજ્ઞાનિક નામ કે જે વૈજ્ઞાનિક રીતે સમગ્ર વિશ્વમાં પ્રસારિત હોય તે નક્કી કરે છે.
પ્રશ્ન 3.
યુગ્મક (Couplet) વર્ગીકરણવિદ્યાનાં ચાવીનો અર્થ…………….
ઉત્તર:
યુગ્મક (Couplet) ચાવી એ V બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજુ કરે છે. નવા શોધાયેલ સજીવની ઓળખ માટે.
પ્રશ્ન 4.
લઘુપુસ્તિકા (Monograph) શું છે ?
ઉત્તર:
લઘુપુસ્તિકા એ કોઈ ચોક્કસ કાર્યનું લખાણ, કોઈ ચોક્કસ વર્ગની જાણકારી જેવી કે કૂળ કે પ્રજાતિ કે ચોક્કસ વિષય, જે સામાન્ય રીતે કોઈ એક લેખક દ્વારા લખાયેલી હોય. લઘુપુસ્તિકાનો મુખ્ય આશય એ પ્રાથમિક સંશોધનના મુખ્ય કાર્યનો મર્યાદિત ભાગોમાંથી એક ભાગ પ્રદર્શિત થાય.
પ્રશ્ન 5.
અમીબામાં સમવિભાજન દ્વારા વિભાજન થાય છે. આ ઘટનાને વૃદ્ધિ કે પ્રજનન કહેવાય ? વર્ણવો.
ઉત્તર:
અમીબામાં સમવિભાજન દ્વારા બે બાળ અમીબા બને છે. અહીં વૃદ્ધિ એ પ્રજનન સાથે સંકળાયેલ છે. એટલે કે સંખ્યામાં વધારો.
પ્રશ્ન 6.
વ્યાખ્યા આપો. ચયાપચય.
ઉત્તર:
જીવંત કોષોમાં ચાલતી બધી જૈવિક ક્રિયાઓને સામુહિક રીતે ચયાપચય કહે છે. કે જે સંપૂર્ણ રીતે ઉન્સેચકો દ્વારા નિયંત્રિત હોય. આ પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે. ખંડનાત્મક ક્રિયાઓ (અપચય ક્રિયા. દા.ત., કોષીય શ્વસન) અને સંશ્લેષણ પ્રક્રિયાઓ (ચયક્રિયા – પ્રકાશસંશ્લેષણ).
પ્રશ્ન 7.
દુનિયાનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયો છે ? જાણીતા કેટલાક વનસ્પતિ ઉદ્યાનના નામ આપો.
ઉત્તર:
દુનિયાનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન રોયલ બોટાનીકલ ગાર્ડન (ક્યુ, લંડન) છે. ભારતમાં જાણીતા વનસ્પતિ ઉદ્યાનો :
- ઈન્ડિયન બોટનીકલ ગાર્ડન – શીબપુર, કલકત્તા
- લોઈડ બોટનીકલ ગાર્ડન – દાર્જીલિંગ
- બોટનીકલ ગાર્ડન ઓફ FRI – દહેરાદૂન (VK)
- નેશનલ બોટનીકલ ગાર્ડન – લખનૌ (UP)
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
જ્યારે બરફનો દડો બરફ પર ગબડે છે ત્યારે તેના વજન, ઘનતા અને કદમાં વધે છે. આની સરખામણી સજીવમાં જોવા મળતી વૃદ્ધિ સાથે થઈ શકે ? કેમ ?
ઉત્તર:
- જીવવિજ્ઞાનની ભાષામાં વૃદ્ધિ એ સજીવમાં જોવા મળતી એક લાક્ષણિકતા છે. કોષમાં કોષરચના ભેગા થવાના પરિણામે કોષના કદમાં વૃદ્ધિ કરે છે.
- બરફ એ નિર્જીવ છે. જ્યારે તે બરફ પર ગબડે છે, ત્યારે તેની સપાટી પર વધુ બરફ ભેગો થાય છે. જે ભૌતિક પ્રક્રિયા છે. જે જૈવિક પ્રક્રિયા નથી. તેથી આ વધારાની સરખામણી સજીવમાં જોવા મળે તેવી વૃદ્ધિ નથી.
પ્રશ્ન 2.
આપેલા નિવાસસ્થાનોમાં 20 વનસ્પતિ અને 20 પ્રાણીની જાતિઓ છે. આજે આપણે વિવિધતા કે જૈવિક વિવિધતા કહી શકાય. તમારા જવાબને સાબિત કરો.
ઉત્તર:
આપેલા નિવાસસ્થાનમાં 20 વનસ્પતિ જાતિ અને 20 પ્રાણીની જાતિઓ જોવા મળે છે. તેઓ ચોક્કસ જૈવ વિવિધતા દર્શાવે છે. કારણ કે વિવિધતાનો વિશાળ અર્થ ભિન્નતા થાય છે, કે જે કોઈપણ વિસ્તાર માટે વપરાય છે. જ્યારે જૈવવિવિધતા એ આપેલ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વિવિધતાનું પ્રમાણ છે.
પ્રશ્ન 3.
ઈન્ટરનેશનલ કોડ ઓફ બોટનિકલ નોમેન્કલેચર (ICBN) એ વનસ્પતિ વર્ગીકરણના ચોક્કસ નિયમ આપ્યા છે. વર્ગીકૃત શ્રેણીના એકમો માટે વનસ્પતિ શાસ્ત્રીઓએ જ્યારે વનસ્પતિ વર્ગીકરણ દર્શાવ્યું ત્યારે આપેલ ‘પ્રત્યય’ (Suffixes) જણાવો.
ઉત્તર:
વનસ્પતિ શાસ્ત્રીઓ દ્વારા વનસ્પતિના અભ્યાસ માટે ICBN એ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો નક્કી કર્યા છે. તે નવા શોધાયેલા સજીવની ઓળખ અને વર્ગીકરણ માટે વર્ગીકૃત શ્રેણી આપેલ છે. જે વનસ્પતિને ચોક્કસ પ્રત્યય દ્વારા વર્ગીકૃત કરવામાં મદદરૂપ થાયછે.
- સૃષ્ટિ – વનસ્પતિ
- વિભાગ – ફાયદા
- વર્ગ – ઈ.
- ગોત્ર – એલ્સ
- કૂળ – ઈ/સી (eae/ceae)
- પ્રજાતિ – સજીવનું પ્રથમ નામ જ લેટિન ભાષામાંનો શબ્દ અને ઈટાલિકમાં લખવામાં આવે છે.
- જાતિ – વૈજ્ઞાનિક નામનો બીજો શબ્દ છે અને તે પણ ઈટાલીકમાં લખવામાં આવે છે.
પ્રશ્ન 4.
નીચેથી ઉપર જતાં વનસ્પતિની જાતિઓમાં ઘણી સ્વરૂપીય વિવિધતા જોવા મળે છે. જ્યારે તેમને એક સરખી પરિસ્થિતિમાં ઉછેરવામાં આવે ત્યારે સ્વરૂપીય (બાહ્યકાર) વિવિધતા અદૃશ્ય થઈ જાય છે અને દરેકનું બાહ્યસ્વરૂપ એક સરખું દેખાય છે. આ તફાવતને શું કહે છે?
ઉત્તર:
- જે આ ભિન્નતાને બાયોટાઈપ્સ કહે છે. તે જનીનિક દૃષ્ટિએ એક સરખા અને એક સરખા પર્યાવરણમાં અને ભૌગોલિક પ્રદેશમાં ઉછેરતી વનસ્પતિનો એક સમૂહ છે. સમાન પર્યાવરણ તેમને સરખા અજૈવિક પરિબળો આપે છે, જેમ કે ભૂમિ, pH, તાપમાન વગેરે.
- જયારે તેઓ એ જુદી જુદી ભૌગોલિક પ્રદેશમાં વિકસે છે, ત્યારે તેઓને જુદા જુદા અજૈવિક પરિબળો પ્રાપ્ત થાય છે, જે તેમની વૃદ્ધિ અને વિકાસ પર અસર કરે છે. અને તેના બાહ્યકાર લક્ષણોમાં ફેરફાર લાવે છે. પરંતુ તેઓનું જનીનિક બંધારણ સરખું હોયછે.
પ્રશ્ન 5.
તમે હર્બેરીયમ શીટ કેવી રીતે તૈયાર કરશો ? તમે જ્યારે હર્બેરિયમ માટેની તૈયારી કરશો ત્યારે વનસ્પતિના નમૂના એકઠા કરતી વખતે કયા વિવિધ સાધનો લઈ જશો ? વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટે સંગ્રહિત વનસ્પતિનાં હર્બેરિયમ સીટ પર કઈ માહિતી આપવી પડે ?
ઉત્તર:
હર્બેરિયમ સીટ પર સંગ્રહિત વનસ્પતિના નમૂનાને જાળવવા માટે નીચેના સાધનો અને પગલા લેવા જરૂરી છે.
- સાધનો : ખોદવા અને છોડને કાપવા માટેનું ચપ્પ, લાંબા હાથાવાળું દાતરડું, નમૂનાઓને લાવવા માટેનું સાધન (vasculam), પ્લાસ્ટિકની બેગ, મેગેઝિન, ન્યુઝ પેપર, બ્લોટિંગ પેપર, વનસ્પતિના દાબન માટેનું સાધન, ફીલ્ડ નોટબુક, હર્બેરિયમ શીટ, ગુંદર, લેબલ, નાની પારદર્શક કોથળીઓ.
- હર્બેરિયમ સીટ બનાવવા માટે કાગળને 29 × 41.5 સે.મી.ની સાઈઝમાં કાપવું પડે.
- હર્બરિયમ નમૂનો બનાવવા માટે નીચેના પગલા લેવા પડે.
- વનસ્પતિ કે વનસ્પતિ ભાગોના નમૂના એકઠા કરવા.
- દાબન : ભેગા કરેલા નમૂનાને કાગળ પર છૂટા ગોઠવી અને દબાવવામાં આવે છે. જેથી તેના ભાગો સંગ્રહિત થઈ શકે.
- સૂકવણી : ન્યુઝ પેપરની ગળીમાં નમૂનાઓ સૂકવવામાં મદદરૂપ થાય છે.
- વિષાકતન: ફૂગનાશક (Antifungal) (2% Hgcl2 માં ડુબાડવામાં આવે) અને કિટનાશક (pesticidal) DDTની સારવાર સૂકાયેલ નમૂના પર આપવામાં આવે છે.
- આસ્થાપન : હર્બેરિયમ શીટ પર તેને આસ્થાપિત કરવામાં આવે છે.
- લેબલીંગ અને ઓળખવિધિ : સુકવેલ નમૂનાનું લેબલીંગ અને ઓળખવિધિ કરવાનું પગલુ એ હર્બેરિયમ શીટ તૈયાર કરવાનું છેલું પગથિયું છે.
- હર્બરિયમના નમૂના એકઠા કરવા નીચેના સાધનો જરૂરી છે.
- 50 × 30 × 15 સે.મી. કદનું ટીન કે એલ્યુમિનિયમનું કન્ટેનર.
- કલેકશન બેગ|પ્લાસ્ટિક/પોલિથિન બેગ.
- મૂળ ખોદવા માટેનું સાધન.
- વિપુલદર્શક કાચ 10× વિપુલતા આપે તેટલો.
- ફીલ્ડ નોટબુક.
- સંગ્રહિત વનસ્પતિ નમૂનાવાળી હર્બેરિયમ શીટ પર કૂળ, પ્રજાતિ, જાતિ, એકઠા કર્યાની તારીખ વગેરેનો ઉલ્લેખ વર્ગીકરણના .અભ્યાસ માટે જરૂરી છે.
પ્રશ્ન 6.
ફલોરા, ફોના અને વનસ્પતિ વચ્ચે તફાવત શું છે ? ભારતમાં આઈકોર્નિયા ક્રાસીપ્સ (Fichhornia Crassipes) ને પરદેશી જાત (Exotic Species) જ્યારે રૂવેલ્ફિય, સસ્પેન્ટિના (Rauwolfia, Serpentina) તે દેશી જાત તરીકે ઓળખવામાં આવે છે. પરદેશી જાત અને દેશી જાત કેવી રીતે સમજાવી શકાય ?
ઉત્તર:
ફલોરા, ફોન અને વેજીટેશન (લીલોતરી) વચ્ચે ભેદ નીચે મુજબ દર્શાવી શકાય.
ફ્લોરા | ફોના | વનસ્પતિ |
ચોક્કસ પ્રદેશમાં કે સમયમાં સામાન્ય રીતે સ્થાનિક વનસ્પતિ કુદરતી જીવન ગુજારે તેને ફલોરા કહે છે. | ચોક્કસ પ્રદેશ અને સમયમાં જોવા મળતા પ્રાણીઓને ફોના કહે છે. | ચોક્કસ વર્ગ કે ચોક્કસ વનસ્પતિ શાસ્ત્રીય લક્ષણો ન ધરાવતા, સામાન્ય વનસ્પતિ પ્રદેશ (વસાહત)ને વનસ્પતિ (લીલોતરી) કહેછે. |
* પરદેશી અને દેશી શબ્દનો અર્થ :
પરદેશી (વિદેશી) જાતો | દેશી (સ્થાનિક) જાતો |
એવી વનસ્પતિ કે જે પોતાના પર વતન સિવાય બીજા પ્રદેશમાં પણ ઉગતી હોય તેને પરદેશી જાતો કહે છે. દા.ત., આઈકોંર્નિયા ફાસીસનું વતન એમેઝોનિઅન બેસિન છે. પરંતુ તેને ભારતમાં પણ દાખલ કરવામાં આવી એટલે તે ભારતની પરદેશી જાતો છે. | દેશી જાતો એ ચોક્કસ વિસ્તાર પૂરતી મર્યાદિત હોય છે. દા.ત., રૂલ્ફીયા સસ્પેન્ટિના ફક્ત ભારતમાં જ જોવા મળે છે. તેથી તે ભારતમાં જોવા મળતી દેશી જાતો કહે છે. |
પ્રશ્ન 7.
દુનિયાના જુદા જુદા પ્રદેશ અને દેશોની વનસ્પતિના નામ જુદા જુદા છે. વનસ્પતિશાસ્ત્રીઓ આ મુશ્કેલીને કેવી રીતે દૂર કરે છે ?
ઉત્તર:
- દુનિયામાં દરેક જગ્યાએ કોઈપણ સજીવનું ચોક્કસ નામથી ઓળખવા માટે ચોક્કસ નામકરણ પદ્ધતિ હોવી જોઈએ.
- વનસ્પતિશાસ્ત્રીઓએ આ મુશ્કેલી નિવારવા માટે ઈન્ટરનેશનલ કોડ ફોર બોટનીકલ નોમેક્લેચર (ISBN) સ્થાપ્યો.
- વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે દુનિયામાં ગમે તે પ્રદેશમાં દરેક સજીવ ફક્ત એક જ નામ ધરાવે. ISBNએ નક્કી કર્યું કે કોઈ સજીવનું આ નામ અન્ય કોઈ સજીવ વાપરી ન શકાય.
- દરેક નામ બે ભાગથી બનેલું હોય. પ્રજાતિ નામ અને જાતિ નામ.
- કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલી આ નામકરણ પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે. દા.ત., આંબાનું વૈજ્ઞાનિક નામ મેજીફેરા ઈન્ડિકા અને બટાટાનું સોલેનમ ટ્યુબરસમ છે.
પ્રશ્ન 8.
રીંગણ અને બટાટા એક જ પ્રજાતિ સોલેનમના છે, પરંતુ તેમની જાતિ જુદી જુદી છે. જુદી જુદી જાતિને કેવી રીતે અલગ પાડવામાં આવી?
ઉત્તર:
સોલેનમ પ્રજાતી એ સપુષ્પી વનસ્પતિ છે જે કેટલીક આર્થિક રીતે ઉપયોગી વનસ્પતિ ધરાવે છે. દા.ત., બટાટા, ટામેટા, તમાકુ અને રીંગણ. આ બધી જ વનસ્પતી કે જે વાનસ્પતિ કે પ્રજનનીક સરખામણી ધરાવતી કેટલીય બાહ્યકાર રચના સરખી દર્શાવે છે. આથી તેમને એક સામાન્ય પ્રજાતિ નામ સોલેનમ આપવામાં આવ્યું છે.
પ્રશ્ન 9.
‘કોષીય અંગિકાઓના ગુણધર્મો એ હંમેશા કોષીય અંગિકાના આવીય બંધારણમાં જોવા મળતાં નથી.’ – સમજાવો.
ઉત્તર:
કોષ એ વિવિધ અંગિકાઓ દ્વારા બનેલો રચનાત્મક – ક્રિયાત્મક એકમ છે. દા.ત., ER ગોલ્ગી પ્રસાધન, રિબોઝોમ્સ, કણાભસૂત્ર, હરિતકણ વગેરે જે ચોક્કસ કાર્ય દર્શાવે છે. આમાંની દરેક અંગિકાઓ વિવિધ પ્રકારના અણુઓ જેવા કે પ્રોટીન, લિપીડ, ઉન્સેચકો, ધાત્ત્વિક આયનો જેવા કે Mg++, Ca++, Mn++, Na++ વગેરે કે જે કોષીય અંગિકાના કાર્યમાં મદદરૂપ થાય છે.
- દા.ત., કણાભસૂત્રના બંધારણમાં પ્રોટીન (60-70%), લિપીડ (25 – 30%), RNA (5.7%) DNA, Mn++, ETS, ATP સંશ્લેષણ વગેરે જોવા મળે છે. જે ભેગા મળી કોષીય શ્વસન અને શક્તિ મુક્ત કરે છે. આ રીતે તે કોષનું પાવરહાઉસ બને છે.
- આ રીતે કોષના આણ્વીય બંધારણ કોઈપણ કાર્ય કરવા માટે પોતાની સ્વતંત્ર લાક્ષણિકતા ગુમાવે છે.
પ્રશ્ન 10.
‘સજીવોની સંખ્યા અને પ્રકાર અચળ નથી.’ – તમે આ વાક્યને કેવી રીતે વર્ણવશો ?
ઉત્તર:
સજીવોની સંખ્યા અને પ્રકાર અચળ નથી. કારણ કે તેના માટે સજીવોમાં નીચેની ક્રિયાવિધિ જોવા મળે છે.
- લિંગી પ્રજનન,
- વિકૃતિ,
- ઉહિકાસ.
સજીવોની સંખ્યામાં થતા ધટાડાના કારણો :
- પર્યાવણીય પ્રતિશોધ,
- નિવાસસ્થાનમાં ઘટાડો,
- એન્થ્રોપોજેનીક પ્રક્રિયાઓ.
દીર્ઘ જવાબી પ્રશ્નો (LQ)
પ્રશ્ન 1.
જીવન એટલે શું? જીવંત સ્થિતિના કોઈપણ ચાર લક્ષણો જણાવો.
ઉત્તર:
સજીવો ચોક્કસ લક્ષણો પ્રદર્શિત કરે છે કે જે નીચે પ્રમાણે છે.
(i) વૃદ્ધિઃ દરેક સજીવના કદમાં અને સંખ્યામાં વધારો થાય છે. વનસ્પતિમાં આજીવન વૃદ્ધિ થાય છે. જ્યારે પ્રાણીઓમાં તે ચોક્કસ સમયગાળા માટે વૃદ્ધિ થાય છે. પછી અટકી જાય છે.
(ii) પ્રજનન : પ્રજનનની ક્રિયા એ પૃથ્વી પર જીવસાતત્ય જાળવવા જરૂરી પ્રક્રિયા છે. દરેક સજીવ એકકોષી હોય કે બહુકોષી હોય, તેઓની જાતિની સંખ્યામાં વધારો કરે છે. નીચલી કક્ષાના સજીવો અલિંગી જોવા મળે છે કે, જેમાં બે પિતૃઓ ભાગ લે છે. અમીબામાં વૃદ્ધિ અને પ્રજનન એકબીજાના પૂરક છે.
(iii) ચયાપચય : સજીવ કોષોમાં હજારોની સંખ્યામાં ઉભેચકો દ્વારા | નિયંત્રિત ક્રિયાઓ ચાલે છે. તે સંશ્લેષણ કરતી (ચય કે વિખંડન કરતી (અપચય) પ્રક્રિયા છે. આથી આ સજીવની ખૂબ જ અગત્યની લાક્ષણિકતા છે.
(iv) ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર : સભાનતા અને ઉત્તેજના પ્રત્યેનો પ્રતિચાર એ સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. વનસ્પતિ, પ્રકાશ, તાપમાન સાથે પ્રતિક્રિયા આપે છે. એકકોષી સજીવો પણ તેને પર્યાવરણની ઉત્તેજના . પ્રત્યે સભાનતા ધરાવે છે.
(v) કોષીય આયોજન : દેહનું કોષીય આયોજન એ જીવંત અગત્યનું લક્ષણ છે. કોષો એકબીજા સાથે ભેગા મળીને કાર્ય કરે છે. કોષોના સમૂહ ભેગા મળી પેશી, પેશી દ્વારા અંગ અંગ દ્વારા તંત્ર અને તંત્રો એકબીજા સાથે મળી કાર્ય કરે છે. આથી આપણે કહી શકીએ કે સજીવ સ્વયંજનન પામતા અને બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચાર દર્શાવે છે.
પ્રશ્ન 2.
વૈજ્ઞાનિકને કોઈ એક નવી જાતિની વનસ્પતિ જોવા મળે તો તે તેની ઓળખ, વર્ગીકરણ એ નામકરણ કેવી રીતે કરે ?
ઉત્તર:
નવી શોધાયેલ વનસ્પતિ વર્ગીકરણ ચાવી, હર્બેરિયમ, લઘુપુસ્તિકા અને સાચવી રાખેલ વનસ્પતિ નમૂનાની મદદ દ્વારા ઓળખી શકાય.
વૈજ્ઞાનિકો એ વનસ્પતિના વનસ્પતિ ભાગોના બાહ્યકાર લક્ષણો અને આંતરિક લક્ષણોની સરખામણી પ્રાપ્ત ચોક્કસ લક્ષણો, કે જે વૈજ્ઞાનિક સાહિત્યમાં જોવા મળે, તેની સમજ કરે, અને ત્યારબાદ તે વનસ્પતિનું ચોક્કસ સ્થાન નક્કી કરે, તેનું નામ જૈવિક નામકરણ પદ્ધતિના નિયમાનુસાર કરી તેને ચોક્કસ સ્થાને મૂકવામાં આવે છે.
પ્રશ્ન 3.
બ્રાસીકા કપેસ્ટ્રીસ લીન (Brasica compestris linn)
(a) વનસ્પતિનું સામાન્ય નામ આપો.
(b) પ્રથમ બે નામ શું દર્શાવે છે ?
(c) તેને ઈટાલિકમાં કેમ લખ્યું?
(d) નામને અંતે લખેલ Linnનો અર્થ શું થાય ?
ઉત્તર:
બ્રાસીકા કપેસ્ટ્રીસ લીન
(a) વનસ્પતિનું સામાન્ય નામ “રાઈ છે.
(b) વનસ્પતિનું પ્રથમ નામ પ્રજાતિ અને બીજું નામ જાતિ દર્શાવે છે.
(c) ISBN આધારિત દરેક વૈજ્ઞાનિક નામમાં પ્રથમ પ્રજાતિ અને બીજું જીવશાસ્ત્રીય જાતિ નામ હોવું જોઈએ, જે ઈટાલિકમાં લખેલ હોવું જોઈએ. તે નામકરણનો નિયમ છે.
(d) Linnનો અર્થ : લિનિયસે પ્રથમ આ વનસ્પતિ શોધી. તેમણે તે વનસ્પતિની ઓળખ, નામકરણ અને વર્ગીકરણ કર્યું. આથી તેમને માન આપવા માટે વૈજ્ઞાનિક નામની પાછળ Linn લખાય છે. દા.ત., Brasica compestris linn.
પ્રશ્ન 4.
નામકરણના સાધનો કયા છે? હર્બેરિયમ અને સંગ્રહાલયની અગત્યતા જણાવો. વનસ્પતિઉદ્યાન અને પ્રાણી સંગ્રહાલયો જૈવ વિવિધતાની જાળવણીમાં કેવી રીતે ઉપયોગી છે ?
ઉત્તર:
નામકરણના સાધનો એટલે કે જે નવી વનસ્પતિ કે પ્રાણીઓની ઓળખવિધિ, વર્ગીકરણ, નામકરણમાં મદદરૂપ થાય.
- તેનો હર્બેરિયમ કે મ્યુઝિયમમાં નમૂના તરીકે કે વૈજ્ઞાનિક સંસ્થાઓમાં સંગ્રહિત નમૂના તરીકે રાખવામાં આવે છે. બીજા કેટલાક સાધનો લઘુપુસ્તિકા, નામકરણની ચાવીઓ, કપ્લેટસ વગેરે લેખિત દસ્તાવેજ સ્વરૂપે જોવા મળે છે.
- નવા શોધાયેલા સજીવની સરખામણી આરક્ષિત વનસ્પતિ ઉદ્યાન કે પ્રાણીસંગ્રહાલયોમાં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીઓની સાથે કરવામાં આવે છે.
- વનસ્પતિ ઉદ્યાનો વનસ્પતિઓની જાળવણીમાં ઉપયોગી છે. દા.ત.,
- સ્થાનિક અગત્યની વનસ્પતિ જાતિઓને ઉછેરવી અને તેની માહિતી રાખવી.
- જવલ્લે પ્રાપ્ત અને નાશ:પ્રાપ્ય જાતિઓનો ઉછેર અને જાળવવી.
- વિવિધ ધ્યેય માટે વનસ્પતી શાસ્ત્રીય સંશોધનમાં બીજના વિતરણ માટે.
- પ્રાણીસંગ્રહાલયો જૈવ વિવિધતાની જાળવણીમાં ફાળો આપે છે.
- કુદરતી પર્યાવરણ અને પ્રાણીને ખુલ્લી જગ્યા આપવી. દા.ત., વન્યજીવની જાતિ.
- પ્રાણીઓને તેમના શિકારીથી રક્ષણ મળે. ખોરાક અને રહેઠાણ આપવામાં આવે.
- પરદેશી જંગલી જાતિઓને અને પરદેશી જાતિને તેમનું રહેઠાણ પૂરું પાડવું.
- નાશ:પ્રાપ્ય જાતિઓની જાળવણીમાં પ્રયત્ન કરવો.
- પ્રાણીઓને પ્રજનનની સગવડ આપવી અને તેમને યોગ્ય જગ્યાએ મુક્ત કરવા.
- આ રીતે વનસ્પતિ ઉદ્યાનો અને પ્રાણીસંગ્રહાલયોનો જૈવ વિવિધતાની જાળવણીમાં અગત્યનો ફાળો છે.
પ્રશ્ન 5.
વર્ગક એટલે શું ? વર્ગીકરણ શ્રેણીનો અર્થ શું થાય? નીચલીથી ઉપલી કક્ષા સુધીના વનસ્પતિ અને પ્રાણીઓને દર્શાવતો ચાર્ટ દર્શાવો. જ્યારે સજીવોની સંખ્યા અને ગુણધર્મોને વર્ગીકરણની શ્રેણીમાં ધ્યાને લઈ એ નીચેથી ઉપર જતા સુધી શું જોવા મળે છે?
પ્રશ્ન 6.
વર્ગીકરણશાસ્ત્રનો વિદ્યાર્થીને મૂંઝવણમાં મૂકાયો, જ્યારે વનસ્પતિને ઓળખવા માટે તેમના પ્રોફેસર ચાવી જવા કહ્યું, તે તેમના મિત્ર પાસે પ્રોફેસર દ્વારા ‘ચાવી’ (Key નો અર્થ શું થાય છે. તે સમજવા ગયો. તેના મિત્ર એ તેને શું કહ્યું ?
ઉત્તર:
- વનસ્પતિની ઓળખવિધિ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તેમની ઓળખ માટે સામાન્ય બાહ્યકાર લક્ષણો અને તેમના નિવાસસથાનનો કયા સ્થળેથી તે પ્રાપ્ત થઈ, મુખ્ય ઉદ્દભવનો સમય વગેરે અભ્યાસ જરૂરી છે. જુદા જુદા સ્વરૂપે સંદર્ભ સામગ્રી વર્ગીકરણની ચાવી સ્વરૂપે પ્રાપ્ત થાય છે. પ્રોફેસરે આવી ચાવીનો ઉપયોગ કરી વિદ્યાર્થીને વનસ્પતિને ઓળખવા કહ્યું.
- આ ચાવીનો સિદ્ધાંત ‘Ray’એ આપ્યો. વર્ગીકરણની વિવિધ કક્ષાઓ માટે વિવિધ વર્ગીકરણની ચાવી જરૂરી છે. ચાવી એ સામાન્ય રીતે વિશ્લેષણાત્મક પ્રકૃતિ ધરાવે છે. જે નવી શોધાયેલી વનસ્પતિની ઓળખવિધિમાં મદદરૂપ થાય.
પ્રશ્ન 7.
ચયાપચય એ જીવંત સજીવોનું અગત્યનું લક્ષણ છે. ‘in vitro પરિસ્થિતિમાં સ્વતંત્ર ચયાપચયની ક્રિયા એ જીવંત વસ્તુ નથી, પરંતુ જીવંત પ્રક્રિયા જરૂર છે. – સમજાવો.
ઉત્તર:
ચયાપચય એ સંશ્લેષિત (ચય) અને ખંડનાત્મક (અપચય) ક્રિયાઓનો સમૂહ છે. તે ચોક્કસ અને ઉત્સુચકીય પ્રક્રિયા દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે, કે જે એક કોષીય સજીવના કે બહુકોષીય સજીવના કોષમાં થાય છે.
- આ જીવન માટે પાયામાં છે. આ ક્રિયાઓ સજીવની વૃદ્ધિમાં, પ્રજનન, તેમની સમસ્થિતિ જાળવવાની અને ઉત્તેજના સામે પ્રતિચાર આપવામાં મદદરૂપ થાય છે. આને પાચનના ઉદાહરણથી સમજી શકાય છે.
- બધા જ પ્રાણીઓને ખોરાક સ્વરૂપે પોષણની જરૂર છે. જે સજીવના પ્રકાર મુજબ કોષબાહ્ય પાચન કે કોષાંતરીય પાચન દ્વારા ખોરાકનું પાચન ચયાપચયની ક્રિયા દ્વારા કરે છે. આથી બધી જ પ્રક્રિયા સજીવને ખોરાકના ઘટકોને તોડવાનું અને પછી સ્વાંગીકરણ દ્વારા વૃદ્ધિ અને પ્રજનનમાં મદદરૂપ થવાનું એ ચયાપચયિક ક્રિયા છે.
- કેટલીક ક્રિયાઓ કોષની બહાર નિયંત્રિત પરિસ્થિતિએ થાય છે. રાસાયણિક ક્રિયાઓ સામાન્ય રીતે ચોક્કસ પરિસ્થિતિની હાજરીમાં થાય છે. બધી જ જૈવિક ક્રિયાઓ બહુ ચોક્કસ, પસંદગીપૂર્વક ઉત્સુચકીય પ્રક્રિયા છે.
પ્રશ્ન 8.
કોમામાં (બેભાન અવસ્થામાં રહેલ વ્યક્તિને તમે સજીવ ગણશો કે નિર્જીવ ?
ઉત્તર:
સભાનતા એ દરેક સજીવોનો સંપૂર્ણ ગુણધર્મ છે. જ્યારે બેભાન અવસ્થા, અચેતસ્થિતિએ કોઈપણ દર્દની ઉત્તેજના, પ્રકાશ કે અવાજ પ્રત્યે સામાન્ય પ્રતિચાર આપતી નથી. આવી વ્યક્તિમાં ચેતનાનો અભાવ હોવો અને અનુભવ, બોલવું, સાંભળવું, હલનચલન કરવું વગેરે માટે સક્ષમ નથી. આવી વ્યક્તિ મગજથી મૃત્યુ પામેલ (brain dead) હોય છે. જેને આપણે જીવંત પરંતુ મૃત્યુ પામેલ સજીવ તરીકે ઓળખી શકીએ.
પ્રશ્ન 9.
શ્વસન અને વૃદ્ધિને અનુલક્ષીને ‘આખી મગની દાળ’ અને ‘તૂટેલી મગની દાળ’ (ફાડાદાળ) વચ્ચે કઈ સમાનતા અને અસમાનતા જોવા મળે છે. આ માપદંડને આધારે તેમને સજીવ કે નિર્જીવમાં વર્ગીકૃત કરી શકાય ?
ઉત્તર:
‘આખી મગની દાળ’ અને ‘તૂટેલી મગની દાળ’ (મગ ફાડા) વચ્ચે જોવા મળતી સમાનતા અને અસમાનતા નીચે મુજબ છે :
આખી મગની દાળ (આખા મગ) | તૂટેલી મગની દાળ (મગ ફાડા) |
(i) આખી મગની દાળ એ વનસ્પતિનું આખુ બી છે. | (i) તે આખું બી નથી. |
(ii) જ્યારે અંકુરણ માટેની અનુકૂળ પરિસ્થિતિ આપવામાં આવે ત્યારે તે અંકુરિત થાય છે. | (ii) તે અંકુરિત થઈ શકતા નથી કારણ કે બીના જીવંત ભાગ જેવા કે ભૂણ અને બીજપત્રો નાશ પામેલા હોય છે. |
(iii) અંકુરણ વખતે તેઓ ચયાપચયિક ક્રિયા દર્શાવે છે. | (iii) ચયાપચયિક ક્રિયા દર્શાવી શકતા નથી. |
(iv) ચયાપચયની ક્રિયાને લીધે હાઈડ્રોલેઝ ઉત્સુચક બીજપત્રોમાં ખોરાકનો સંગ્રહ કરે છે. | (iv) તૂટેલા બીજ પાણી શોષે છે. ઉલ્લેચક સક્રિય બને છે પરંતુ તે વૃદ્ધિ દર્શાવતા નથી. |
(v) O2ના વપરાશ અને શ્વસનને પરિણામે O2 મુક્ત થાયછે. | (v) ભૂણના નાશને કારણે શ્વસન થતું ન હોવાથી O2 મુક્ત થતો નથી. |
(vi) બીજમાં ચયાપચયની ક્રિયા થતી હોવાથી ભૃણનો વિકાસ થઈ બીજનો ફણગો ફૂટે છે અને ભૃણમૂળ વિકાસ પામે છે. | (vi) આવો કોઈ વિકાસ થતો નથી, પરંતુ તૂટેલી દાળ મનુષ્યમાં પોષણમાત્રા ધરાવે છે. કારણ કે તેના બીજપાત્રોમાં જોવા મળતા સંગ્રહિત ખોરાકમાં પ્રોટીન વિપુલ માત્રામાં હોય છે. |
પ્રશ્ન 10.
‘પેશીમાં જોવા મળતી કેટલીક લાક્ષણિકતાઓ એ તેમના કોષોના બંધારણમાં જોવા મળતી નથી’. ત્રણ ઉદાહરણ દ્વારા આ વાક્યને સમર્થન આપો.
ઉત્તર:
- બહુકોષીય સજીવમાં કોષ એ સૌથી નાનો ક્રિયાત્મક એકમ છે, જ્યારેબાહ્યકાર અને ક્રિયાત્મક સમાનતા ધરાવતા કોષોનો સમૂહ જ્યારે કાર્ય કરવાની શરૂઆત કરે છે ત્યારે, તેઓ પેશીનું નિર્માણ કરે છે.
- તેઓ અંગોના ચોક્કસ કાર્ય દર્શાવે છે. દા.ત., પાચનતંત્રના જઠર અને આંતરડામાં આવેલ વિવિધ પેશીઓના સહનિયમનથી પાચનતંત્રનું ખોરાકના પાચનનું કાર્ય થાય છે. પાચનનો આ ગુણધર્મ એ પેશી કે અંગોનો ગુણધર્મ છે. દા.ત., જઠર પરંતુ પાચનતંત્ર બનાવતા પેશી કે અંગોના કોષોનો આ ગુણ નથી.
- એ જ રીતે ઘણા ચેતાકોષો ભેગા થઈ ચેતાતંત્ર બનાવે છે, સ્નાયુઓ ભેગા મળી સ્નાયુતંત્ર બનાવે છે, પરંતુ સ્વતંત્ર ચેતાકોષ/સ્નાયુકોષો નિયંત્રણ, સહનિયમન કે હલનચલનનું કાર્ય કરી શકતા નથી.