Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 4 પ્રાણીસૃષ્ટિ Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 4 પ્રાણીસૃષ્ટિ
GSEB Class 11 Biology પ્રાણીસૃષ્ટિ Text Book Questions and Answers
પ્રશ્ન 1.
જો સામાન્ય પાયાનાં લક્ષણો ધ્યાનમાં ન લીધા હોય તો પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં તમને શું મુશ્કેલી પડે ?
ઉત્તર:
સજીવોનું વર્ગીકરણ કરવા માટે સજીવોમાં જોવા મળતા સામાન્ય લક્ષણોને ધ્યાનમાં રાખવામાં આવે છે. જો આપણે ચોક્કસ લક્ષણોને ધ્યાનમાં રાખીએ તો જ દરેક સજીવોને ચોક્કસ સમૂહમાં મૂકી શકીએ છીએ અને સજીવોનું વર્ગીકરણ કરી શકીએ છીએ.
- પ્રાણીઓનું વર્ગીકરણ વિવિધ સજીવો વચ્ચે સમાનતા જાણવા માટે પણ અગત્યનું છે અને તે તેમની ઉવિકાસીય પ્રકૃતિ પણ દર્શાવે છે.
- જો આપણે પાયાનાં લક્ષણો ધ્યાનમાં ન લઈએ તો પ્રાણીઓના વર્ગીકરણમાં મુશ્કેલી સર્જે છે.
પ્રશ્ન 2.
જો તમને કોઈ નમૂનો આપેલ હોય, તો તેનું વર્ગીકરણ કરવા તમે શું પગલાં ભરશો?
ઉત્તર:
કેટલાક સામાન્ય લક્ષણો સજીવોનું વર્ગીકરણ કરવામાં મદદરૂપ થાય છે. આપેલ પ્રાણીના નમૂનામાં કયા લક્ષણો જોવા મળે છે તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. નીચે આપેલ લક્ષણોના આધારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે.
પ્રશ્ન 3.
પ્રાણીઓનાં વર્ગીકરણમાં શરીરગુહાની પ્રકૃતિ (બંધારણ) અને દેહકોષ્ઠનો અભ્યાસ કેવી રીતે ઉપયોગી છે ?
ઉત્તર:
- પ્રાણીઓમાં શરીરદીવાલ અને પાચનમાર્ગની વચ્ચે આવેલ અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું હોય તેને દેહકોષ્ઠ કહે છે.
- દેહકોષ્ઠના આધારે પ્રાણીઓને ત્રણ પ્રકારમાં વિભાજિત કરાય છે.
પ્રશ્ન 4.
અંતઃકોષીય અને બાહ્યકોષીય પાચન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:
પ્રશ્ન 5.
સીધો અને પરોક્ષ ગર્ભવિકાસ એટલે શું?
ઉત્તર:
પ્રશ્ન 6.
પરોપજીવી પૃથુકૃમિઓમાં તમને જોવા મળતું વિશિષ્ટ લક્ષણ શું છે?
ઉત્તર:
- આ પ્રાણીઓનું શરીર પૃષ્ઠ-વશ્વ બાજુએ ચપટું હોવાથી તેમને પૃધુ કૃમિ ચિપટા કૃમિ) તરીકે પણ ઓળખવામાં આવે છે.
- વસવાટ : આ પ્રાણીઓ મુક્તજીવી કે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં અંતઃપરોપજીવન ગુજારે છે.
- આયોજન ; આ પ્રાણીઓ અંગરસ્તરીય આયોજન દર્શાવે.
- સમમિતિ ; પ્રાણીઓનું શરીર દિપાર્શ્વ સમમિતિય સમમિતિ દરાવ.
- ગર્ભસ્તર : સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરી, અદેહકોષ્ઠી પ્રાણીઓ છે.
- રચના ; પ્રાણીઓના પરોપજીવી સ્વરૂપો યજમાન સાથે પટ્ટી કૃમિ ચોદવા માટે એ કુશો કે ચૂપકો. જેવી રચના ધરાવે.
- તેમાંના કેટલાક પ્રાણીઓ તેમની સપાટી દ્વારા યજમાન પ્રાણીના શરીરમાંથી સીધા જ પોષકદ્રવ્યોનું શોષણ કરે છે.
- પાચનમાર્ગ : પાચનમાર્ગ અપૂર્ણ, શાખિત અને મળદ્વાર વગરનો હોય અથવા કેટલાક પ્રાણીઓમાં પાચનતંત્રનો અભાવ હોય. ઉદા, પટ્ટીકૃમિ.
- ચેતાતંત્ર : શરીરની વક્ષ બાજુએ આવેલ, જે ચેતાકડી, ચેતાકંદો અને ચેતાઓ ધરાવતું અને ચેતાસૂત્ર વડે રચાતી નિસરણી આકારનું હોય છે.
- ઉત્સર્જનતંત્ર : ઉત્સર્ગ એકમ તરીકે વિશિષ્ટકરણ પામેલા જયોતકોષો આવેલા હોય, જે આસૃતિ નિયમન અને નાન નિધન અને યકૃતકૃમિ ઉત્સર્જનમાં મદદરૂપછે.
- પ્રજનન : પ્રાણીઓ ઉભયલિંગી હોવાથી લિંગભેદ જોવા મળતો નથી, સ્વલન દ્વારા લિંગી પ્રજનન દેશવ. પ્લેનેરીયા જેવા પ્રાણીઓ ઊંચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે.
- ફુલન અને ગર્ભવિકાસ : ફલન અંતઃ પ્રકારનું અને ગર્ભવિકાસ પરોક્ષ જોવા મળે.
- ઉદાહરણો : પટ્ટીકૃમિ, યકૃતકૃમિ, પ્લેનેરિયા વગેરે.
પ્રશ્ન 7.
સંધિપાદ સમુદાયના પ્રાણીઓ એ પ્રાણીસૃષ્ટિનું મોટામાં મોટું જૂથ બનાવે છે તે માટેના કારણો વિશે તમે શું વિચારી શકશો ?
ઉત્તર:
સંધિપાદ સમુદાય પ્રાણીસૃષ્ટિના લગભગ 2/3 જેટલા પ્રાણીઓને સમાવે છે. તે માટેના કારણો આ મુજબ છે.
- આ સમુદાયના પ્રાણીઓ બધે જ વસવાટ કરે છે. જેમ કે હવા, પાણી અને જમીન.
- પ્રાણીઓનું શરીર કાઇટીનના બનેલા બાહ્યકંકાલથી આવરિત હોય છે, જે પ્રાણીઓના શરીરમાંથી પ્રસ્વેદન દ્વારા ગુમાવતા પાણીની ક્રિયાને અટકાવે છે, જે સ્થલજ વસવાટમાં જીવવા માટે અનુકૂલિત હોય છે.
- આ પ્રાણીઓમાં વિવિધ સંવેદી અંગો આવેલા હોય છે, જેવા કે સંયુક્ત આંખો, સ્પર્શકો, સ્થિતકોઇ (સમતોલન અંગ) વગેરે.
પ્રશ્ન 8.
જલવહનતંત્ર નીચેનામાંથી કયા સમૂહની લાક્ષણિકતા છે ?
(A) સછિદ્ર
(B) કંકતધરા
(C) શૂળત્વચી
(D) મેરૂદંડી
ઉત્તર:
(C) શૂળત્વચી
પ્રશ્ન 9.
“બધા પૃષ્ઠવંશીઓ મેરૂદંડીઓ છે, પરંતુ બધા મેરૂદંડીઓ પૃષ્ઠવંશીઓ નથી.” આ વાક્યને ન્યાય આપો.
ઉત્તર:
- મેરૂદંડી પ્રાણીઓમાં શરીરની પૃષ્ઠ બાજુએ નક્કર, સ્થિતિસ્થાપક, સળિયા જેવી રચના ધરાવતું મેરૂદંડ વિકાસ પામે છે.
- પૃષ્ઠવંશીઓમાં ગર્ભકાળ દરમિયાન મેરૂદંડ કાસ્થિમય કે અસ્થિમય કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે. આથી કહી શકાય કે, બધા પૃષ્ઠવંશીઓ એ મેરૂદંડીઓ છે, પરંતુ બધા મેરૂદંડીઓ એ પૃષ્ઠવંશીઓ નથી.
પ્રશ્ન 10.
મત્સ્યમાં વાતાશયોની હાજરી કેવી રીતે અગત્યની છે ?
ઉત્તર:
- કાસ્થિમઢ્યમાં વાતાશયો ગેરહાજર હોવાના કારણે તેઓ ડૂબી ન જાય તે માટે સતત તરતા રહે છે.
- અસ્થિમસ્યમાં વાતાશયો હાજર હોય છે, જે પ્રાણીઓને તરવામાં મદદ કરે છે.
પ્રશ્ન 11.
પક્ષીઓમાં જોવા મળતા રૂપાંતરો કયા છે કે જે તેમને ઊડવામાં મદદ કરે છે ?
ઉત્તર:
- સામાન્ય રીતે આ વર્ગના પ્રાણીઓ પક્ષીઓ તરીકે ઓળખાય છે.
- પીંછાઓની હાજરી એ વિહગ (પક્ષીઓ)ની લાક્ષણિકતા છે. તેમાંના મોટાભાગનાં ઉડી શકે છે. (અપવાદરૂપે – શાહમૃગ).
- જડબાનું ચાંચમાં રૂપાંતર થયેલું હોય છે. દાંતનો અભાવ હોય છે.
- પાચનમાર્ગમાં ખોરાકના સંગ્રહ માટે અન્નસંગ્રહાશય અને ખોરાકને દળવા અને ભરડવા માટે પેષણી જેવા વધારાના કોટરો આવેલા.
- હૃદય સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય અને મહાધમની કમાન જમણી બાજુએ વળેલ.
- ત્વચા શુષ્ક અને પૂંછડીના તલ ભાગે તૈલગ્રંથિ સિવાય કોઈપણ ગ્રંથિઓ વગરની.
- ઉષ્ણ રૂધિરવાળા (સમતાપી) પ્રાણીઓ એટલે કે તેઓ શરીરનું તાપમાન સતત જાળવી રાખવા સક્ષમ છે.
- શ્વસન ફેફસાં દ્વારા કરે. ફેફસાંની સાથે વાતાશયો સંકળાયેલા છે, જે શ્વસનમાં પૂરક (મદદરૂપ) બને છે.
- એકલિંગી પ્રાણીઓ, સ્પષ્ટ લિંગભેદ જોવા મળે, અંતઃફલન અને સીધો ગર્ભવિકાસ દર્શાવતા અંડપ્રસવી પ્રાણીઓ છે.
- ઉદાહરણો : કાગડો (Crow – Corvus), કબૂતર (Pigeon – Columba), પોપટ (Parrot – Psittacula), શાહમૃગ (Ostrich – Struthio), મોર (Peacock – Pavo), પેગ્વિન (Penguin – Aptenodytes), oll4 (Vulture – Neophron).
પ્રશ્ન 12.
અંડપ્રસવી દ્વારા મૂકાતાં ઈંડા કે અપત્યપ્રસવી દ્વારા જન્માવાતા બાળ સજીવની સંખ્યા સરખી હોય છે? શા માટે ?
ઉત્તર:
અંડપ્રસવી દ્વારા મૂકાતાં ઈંડાની સંખ્યા, અપત્યપ્રસવી દ્વારા જન્માવાતા બાળ સંજીવની સંખ્યા કરતાં વધુ હોય છે. કારણ કે અંડપ્રસવી પ્રાણીઓમાં ગર્ભવિકાસ માતાનાં શરીરની બહાર ઈંડામાં થાય છે. આ ઈંડા પર્યાવરણીય પરિબળો અને શિકારોથી અસર પામે છે. આથી આ સજીવો વધુ પ્રમાણમાં ઈંડા મૂકે છે. તેથી જો પર્યાવરણીય પરિબળો પ્રતિકૂળ હોય તો પણ કેટલાક ઈંડામાંથી સંતતિનો વિકાસ થાય.
બીજી બાજુ અપત્યપ્રસવી પ્રાણીઓમાં ગર્ભવિકાસ માતાનાં શરીરની અંદર થાય છે. તેથી તેમના ઉતરજીવિતાની તક વધી જાય છે. તેઓ પર્યાવરણીય પરિબળો અને શિકારીઓથી ઓછા અસર પામે છે.
આથી, અપત્યપ્રસવી દ્વારા જન્માવાતા બાળ સંજીવની સંખ્યા કરતાં અંડપ્રસવી દ્વારા મૂકાતાં ઈંડાની સંખ્યા વધુ હોય છે.
પ્રશ્ન 13.
નીચેનામાંથી કયા સમુદાયમાં શરીરમાં સૌપ્રથમ ખંડન જોવા મળે છે?
(A) પૃથુકૃમિ,
(B) સૂત્રકૃમિ,
(C) નૂપુરક,
(D) સંધિપાદ.
ઉત્તર:
નૂપુરક સમુદાયના પ્રાણીઓમાં સૌપ્રથમ શરીરમાં ખંડન જોવા મળે છે.
પ્રશ્ન 14.
નીચેના જોડકાં સરખાવો.
કિૉલમ – I | કિૉલમ – II |
(a) ઝાલરઢાંકણ | (i) કંકતધરા |
(b) અભિચરણ | (ii) મૃદુકાય |
(c) ભીંગડા | (iii) સછિદ્ર |
(d) કંકત તક્તીઓ | (iv) સરિસૃપ |
(e) રેત્રીકા | (v) નૂપુરક |
(f) રૂંવાટી (વાળ) | (vi) ચૂષમુખા અને કાસ્થિમસ્ય |
(g) કોલર કોષો | (vii) સસ્તન |
(h) ઝાલરફાટો | (viii) અસ્થિમસ્યા |
ઉત્તર:
કિૉલમ – I | કિૉલમ – II |
(a) ઝાલરઢાંકણ | (viii) અસ્થિમસ્યા |
(b) અભિચરણ | (v) નૂપુરક |
(c) ભીંગડા | (iv) સરિસૃપ |
(d) કંકત તક્તીઓ | (i) કંકતધરા |
(e) રેત્રીકા | (ii) મૃદુકાય |
(f) રૂંવાટી (વાળ) | (vii) સસ્તન |
(g) કોલર કોષો | (iii) સછિદ્ર |
(h) ઝાલરફાટો | (vi) ચૂષમુખા અને કાસ્થિમસ્ય |
પ્રશ્ન 15.
કેટલાક પ્રાણીઓની યાદી તૈયાર કરો કે જે મનુષ્ય પર પરોપજીવી તરીકે જોવા મળે છે.
ઉત્તર:
- અંતઃપરોપજીવીઓ :
- પટ્ટીકૃમિ – પૃથુકૃમિ
- યકૃતકૃમિ – પૃથુકૃમિ
- કરમિયું (વાળો) – સૂત્રકૃમિ
- વૃકેરેરિયા – સૂત્રકૃમિ
- પ્લાઝમોડિયમ – પ્રજીવ
- અમીબા – પ્રજીવ
- બાહ્ય પરોપજીવીઓ :
- જળો – નૂપુરક
- મચ્છર (એનોફિલસ, ક્યુલેક્સ, એડિસ) – સંધિપાદ
GSEB Class 11 Biology પ્રાણીસૃષ્ટિ NCERT Exemplar Questions and Answers
બહુવિકલ્પી પ્રશ્નો (MCQ)
પ્રશ્ન 1.
કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવત સાથે બહારથી અને અંદરથી એમ બે સરખા ખંડોમાં વિભાજિ હોય છે. આ લાક્ષણિકતાને શું કહે છે ?
(A) ખંડન
(B) સમખંડીય ખંડતા
(C) નિર્મોચન
(D) વિષમખંડીય ખંડતા
ઉત્તર:
(B) સમખંડીય ખંડતા
પ્રશ્ન 2.
કેટલાક સજીવોમાં નીચે આપેલ કોષોના પ્રકાર જોવા મળે છે. ની આપેલ કોષો પૈકી કયા કોષો વિભેદન પામી વિવિધ કાર્યો કરે છે ?
(A) નિવાપ કોષો
(B) આંતરાલીય કોષો
(C) ડંખ કોષો
(D) સૂત્રાંગ કોષો
ઉત્તર:
(B) આંતરાલીય કોષો
[Hint : આંતરોલીય કોષો (Interstitial cells) સંપૂર્ણ ક્ષમતા ધરાવતા કોષો છે. તે વિભેદન પામી કોઈ ચોક્કસ કાર્ય કરી રાકે તેવા કોષોમાં રૂપાંતર પામવાની ક્ષમતા ધરાવે છે.]
પ્રશ્ન 3.
નીચેના પૈકી કયો પ્રાણી સમૂહ ચતુર્બાડીય હૃદય ધરાવે છે ?
(A) ઉભયજીવી, સરિસૃપ, વિહંગ
(B) મગર, વિહંગ, સસ્તન
(C) મગર, ગરોળી, કાચબો
(D) ગરોળી, વિહગ, સસ્તન
ઉત્તર:
(B) મગર, વિહગ, સસ્તન
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયા પ્રાણી સમૂહની ત્વચામાં ગ્રંથિનો અભાવ હોય છે
(A) સાપ અને દેડકો
(B) કાચીંડો અને કાચબો
(C) દેડકો અને કબૂતર
(D) મગર અને વાઘ
ઉત્તર:
(B) કાચીંડો અને કાચબો
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયું લક્ષણ પક્ષીઓ અને સસ્તનમાં સમાન જો મળે છે ?
(A) રંજકકણોયુક્ત ત્વચા
(B) છિદ્રિષ્ઠ હાડકાં
(C) અપત્યપ્રસવી પ્રાણીઓ
(D) ઉષ્ણ રૂધિરવાળા પ્રાણીઓ
ઉત્તર:
(D) ઉષ્ણ રૂધિરવાળા પ્રાણીઓ
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયો પ્રાણી સમૂહ એક જ વર્ગીકરણની કક્ષા સમાવિષ્ટ છે ?
(A) સેપીયા, જેલીફિશ, સીલ્વરફિશ, ડોગફિશ, સ્ટારફિશ
(B) ચામાચિડીયું, કબૂતર, પતંગિયું
(C) વાંદરો, મનુષ્ય, ચીપાજી
(D) રેશમનો કીડો, પટ્ટીકૃમિ, અળસિયું
ઉત્તર:
(C) વાંદરો, મનુષ્ય, ચીમ્પાજી
પ્રશ્ન 7.
નીચેના પૈકી કયું વાક્ય અસંગત છે ?
(A) ઓબેલીયામાં બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તરની વચ્ચે અકોષી મધ્યશ્લેષ આવેલા હોય છે.
(B) તારામાછલી અરિય સમમિતીય રચના દર્શાવે છે.
(C) યકૃતકૃમિ (Fasciola) કૂટદેહકોષ્ઠી પ્રાણી છે.
(D) પટ્ટીકૃમિ (Taenia) એ ત્રિગર્ભસ્તરીય પ્રાણી છે.
ઉત્તર:
(C) યકૃતકૃમિ (Fasciola) કૂટદેહકોષ્ઠી પ્રાણી છે.
પ્રશ્ન 8.
નીચેના પૈકી કયું વાક્ય અસંગત છે ?
(A) વંદા અને ઝિંગામાં ઉત્સર્જનની ક્રિયા માલ્પિધિયન નલિકા દ્વારા થાય છે.
(B) કંકતધરામાં પ્રચલનની ક્રિયા કંકત તક્તીઓ દ્વારા થાય છે.
(C) યકૃતકૃમિ (Fasciola)માં ઉત્સર્જન જ્યોતકોષો દ્વારા થાય છે.
(D) અળસિયું ઉભયજીવી પ્રાણી છે અને તે પરફલન દર્શાવે છે.
ઉત્તર:
(A) વંદા અને ઝિંગામાં ઉત્સર્જનની ક્રિયા માલ્પિધિયન નલિકા દ્વારા થાય છે.
પ્રશ્ન 9.
નીચેના પૈકી કયું પ્રાણી અંડપ્રસવી પ્રાણી છે ?
(A) બતકચાંચ
(B) ચામાચિડીયું
(C) વ્હેલ
(D) હાથી
ઉત્તર:
(A) બતકચાંચ
પ્રશ્ન 10.
નીચેના પૈકી કયો સાપ ઝેરી નથી ?
(A) કોબરા (નાગ)
(B) ચિતરો (Viper)
(C) કાળોતરો (Krait)
(D) અજગર (Python)
ઉત્તર:
(D) અજગર (Python)
પ્રશ્ન 11.
નીચે આપેલ પ્રાણીઓ ને તેમના સ્તરીય આયોજન પ્રમાણે ગોઠવો.
કાર્યની વહેંચણી | પ્રાણીઓ |
(i) અંગસ્તરીય આયોજન | (a) ફેરીથીમા (અળસિયું) |
(ii) કોષસ્તરીય આયોજન | (b) ફેસીઓલા (Fasciola) |
(iii) પેશીસ્તરીય આયોજન | (c) સ્પોર્જીલા (Spongilla) |
(iv) અંગતંત્રસ્તરીય આયોજન | (d) ઓબેલીયા (Obelia) |
(A) (i – b), (ii – c), (iii – d), (iv – a)
(B) (i – b), (ii – d), (iii – c), (iv – a)
(C) (i – d), (ii – a), (iii – b), (iv – c)
(D) (i – a), (i – d), (iii – C), (iv – b)
ઉત્તર:
(A)
કાર્યની વહેંચણી | પ્રાણીઓ |
(i) અંગસ્તરીય આયોજન | (b) ફેસીઓલા (Fasciola) |
(ii) કોષસ્તરીય આયોજન | (c) સ્પોર્જીલા (Spongilla) |
(iii) પેશીસ્તરીય આયોજન | (d) ઓબેલીયા (Obelia) |
(iv) અંગતંત્રસ્તરીય આયોજન | (a) ફેરીથીમા (અળસિયું) |
પ્રશ્ન 12.
અન્નમાર્ગ અને શરીરદીવાલ વચ્ચે આવેલ પોલાણને શરીરગુહા કહે છે. કેટલાક પ્રાણીઓમાં શરીરગુહા મધ્ય ગર્ભસ્તરથી ઘેરાયેલ હોતી નથી. આવા પ્રાણીઓને શું કહે છે ?
(A) એકદેહકોષ્ઠી
(B) કૂટદેહકોષ્ઠી
(C) દેહકોષ્ઠી
(D) રૂધિરકોષ્ઠી
ઉત્તર:
(B) કૂટદેહકોષ્ઠી
પ્રશ્ન 13.
કૉલમ – I અને કૉલમ – II ને અનુરૂપ યોગ્ય જોડકાં જોડો.
કૉલમ – I | કૉલમ – II |
(a) સછિદ્ર | (i) નલિકાતંત્ર |
(b) સૂત્રકૃમિ | (ii) જલપરિવહનતંત્ર |
(c) પુરક | (iii) સ્નાયુલ કંઠનળી |
(d) સંધિપાદ | (iv) સાંધાવાળા ઉપાંગો |
(e) શૂળત્વચી | (v) સમખંડો |
(A) (a – ii), (b – iii), (c – v), (d – iv), (e – j)
(B) (a – ii), (b – v), (c – iii), (d – iv), (e – i)
(C) (a – i), (b – iii), (c – y), (d – iv), (e – ii)
(D) (a – i), (b – v), (c – iii), (d – iv), (e – ii)
ઉત્તર:
(C)
કૉલમ – I | કૉલમ – II |
(a) સછિદ્ર | (ii) જલપરિવહનતંત્ર |
(b) સૂત્રકૃમિ | (iii) સ્નાયુલ કંઠનળી |
(c) પુરક | (v) સમખંડો |
(d) સંધિપાદ | (iv) સાંધાવાળા ઉપાંગો |
(e) શૂળત્વચી | (ii) જલપરિવહનતંત્ર |
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
કયા સમુદાયમાં પુખ્ત પ્રાણીઓ અરીય સમમિતિ, જ્યારે ડિ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે ?
ઉત્તર:
શૂળત્વચી સમુદાયમાં પુખ્ત પ્રાણીઓ અરીય સમમિતિ, જ્યારે ડિ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે.
પ્રશ્ન 2.
વિહગમાં છિદ્રાળુ હાડકાં અને વાતાશયોની અગત્યતા જણાવો.
ઉત્તર:
- વિહગમાં અંતઃકંકાલ વજનમાં હલકાં અને વાતકોટર (હવાથી ભરેલ) યુક્ત છિદ્રિષ્ઠ અસ્થિઓનું બનેલ હોય છે, જેને “છિદ્રિષ્ઠ અસ્થિ’ (Pneumatic bones) કહે છે, જે તેમને શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે.
- વિહગમાં વાતાશયો ફેફસાંની સાથે સંકળાયેલા છે, જે શ્વસનમાં મદદરૂપ બને છે.
- આ બંને લક્ષણો વિહગને ઊડવાના અનુકૂલનમાં મદદ કરે છે.
પ્રશ્ન 3.
એકાંતરજનન એટલે શું ? આ લાક્ષણિકતા દર્શાવતા પ્રાણીનું ઉદાહરણ આપો.
ઉત્તર:
- એકાંતરજનન એક એવી પ્રક્રિયા છે, જેમાં વનસ્પતિઓ અને પ્રાણીઓની એક પેઢી લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલ પેઢીમાંથી અલિંગી રીતે ઉત્પન્ન થાય છે. આ બંને પેઢીઓ રંગસૂત્રની દૃષ્ટિએ દ્વિક્રિય હોય છે.
- કોઠાંત્રી (દંશકો)ની કેટલીક જાતિઓ એકાંતરજનન દર્શાવે છે. ઉદા. ઓબેલીયા, જેમાં પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ અને છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ થાય છે.
પ્રશ્ન 4.
પીંછાની અગત્યતા જંણાવો.
ઉત્તર:
- પક્ષીઓમાં ત્વચા (પાંખો)ની બહારની સપાટી પર બાહ્યકંકાલ તરીકે પીંછાનું આવરણ આવેલ હોય છે.
- પક્ષીઓમાં પીંછા ઘણી અગત્યતા ધરાવે છે. જેમ કે,
- પીંછાના કારણે પાંખોનો આકાર એવો બને છે કે, જેના કારણે પક્ષીઓ ઊડી શકે છે.
- પીંછા અવાહક પડ તરીકે વર્તે છે, જેથી તે શ૨ી૨નું તાપમાન જાળવે છે.
- પીંછા બંને નર અને માદા જાતિમાં દ્વિતીયક લિંગી લક્ષણો તરીકે વર્તે છે, જેના કારણે બંને જાતિઓ એકબીજા તરફ આકર્ષાઈ શકે.
પ્રશ્ન 5.
મેરૂદંડી પ્રાણીઓનો કયો સમૂહ જડબાવિહીન, ગોળાકાર અને ચૂષકો પ્રકારનું મુખ ધરાવે છે ?
ઉત્તર:
વર્ગ – ચૂષમુખાનાં પ્રાણીઓ જડબાવિહીન, ગોળાકાર અને ચૂષકો પ્રકારનું મુખ ધરાવે છે.
પ્રશ્ન 6.
પ્લેનોઇડ અને સાયક્લોઇડ ભીંગડા ધરાવતા પ્રાણીઓના ઉદાહરણ આપો.
ઉત્તર:
- મસ્સોમાં શરીરની સપાટી પર ભીંગડા આવેલ હોય છે, જે ડેન્ટિનના બનેલ છે. તેનો સ્રાવ ત્વચામાં આવેલ ગ્રંથિ (Dermal papilla) માંથી થાય છે.
- પ્લેટોઇડ ભીંગડા સખત અને સૂક્ષ્મ કદ ધરાવે છે. તેઓ ડેન્ટિન દ્રવ્યના બનેલા છે, જેની ઉપર ઇનેમલનું આવરણ આવેલ હોય છે.
- સાયક્લોઇડ ભીંગડા મજબૂત અને સ્થિતિસ્થાપક છે. તેઓ મોટા કદનાં, અંડાકાર અને કોલાજનતંતુઓના બનેલા છે.
- કાસ્થિસભ્યોની ત્વચાની સપાટી પ્લેકૉઈડ ભીંગડાથી આવરિત હોય છે. ઉદા. સ્કોલીઓડીન, જ્યારે અસ્થિમસ્યોની ત્વચાની સપાટી સાયક્લોઇડ ભીંગડાથી આવરિત હોય છે.
પ્રશ્ન 7.
સરિસૃપ પ્રાણીઓના કોઈપણ બે રૂપાંતરણ જણાવો, જે સ્થલજ જીવન માટે અનુકૂળ હોય.
ઉત્તર:
સરિસૃપ પ્રાણીઓમાં ઘણા બધા લક્ષણો જોવા મળે છે, જે સ્થલજ જીવનને અનુકૂળ હોય છે. જેમ કે,
- તેમની ત્વચા શુષ્ક અને ભીંગડાથી આવરિત હોય છે, જે બાષ્પોત્સર્જનના દરને ઘટાડે છે.
- તેઓ અંતઃફલન દર્શાવે છે.
પ્રશ્ન 8.
કાઇટીનનું બનેલ બાહ્યકંકાલ તેમજ કેલ્શિયમ કાર્બોનેટના બનેલ કવચથી આવરિત હોય તેવા પ્રાણીઓના ઉદાહરણ આપો.
ઉત્તર:
- સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં કાઇટીનનું બનેલ બાહ્યકંકાલ જોવા મળે છે. ઉદા. વંદો, ઉધઈ, ભમરો વગેરે.
- મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં શરીરની ફરતે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલ કવચ આવેલ હોય છે. ઉદા. ગોકળગાય, સ્લગ વગેરે.
પ્રશ્ન 9.
મૃદુકાય પ્રાણીઓમાં રેત્રીકાનો ફાળો જણાવો.
ઉત્તર:
- મૃદુકાય પ્રાણીઓના પાચનમાર્ગની મુખગુહામાં રેત્રીકા જોવા મળે છે, જે ખોરાકના ટુકડા કરવા અને ભરડવા માટે ઉપયોગી છે.
- રેત્રીકાની સપાટી પર અનેક દંતયુક્ત પટ્ટી જેવી (કરવત જેવી) રચનાઓ આવેલ હોય છે, જે પથ્થરમાં બખોલ કરવા માટે પણ ઉપયોગમાં આવે છે.
પ્રશ્ન 10.
કયા પ્રાણીઓ જૈવિક પ્રદિપ્તતાનો ગુણધર્મ ધરાવે છે? આ પ્રાણીઓ કયા સમુદાયમાં સમાવિષ્ટ છે ?
ઉત્તર:
- બ્યુરોબ્રેકીઆ અને ટીનોપ્લેના જેવા પ્રાણીઓ જૈવિક પ્રદિપ્તતા (પ્રકાશ ઉત્સર્જનનો ગુણધર્મ) ધરાવે છે. આ પ્રાણીઓમાં રાસાયણિક ઊર્જા પ્રકાશઊર્જામાં રૂપાંતરિત થતી હોવાથી આવું જોવા મળે છે.
- આ પ્રાણીઓનો સમાવેશ સમુદાય – કંકતધરામાં થાય છે.
પ્રશ્ન 11.
નીચે આપેલ ખાલી જગ્યામાં કોઈ એક ઉદાહરણ આપો.
(A) ઠંડા રૂધિરવાળા પ્રાણીઓ ………………………….
(B) ઉષ્ણ રૂધિરવાળા પ્રાણીઓ ……………………………..
(C) ……………. પ્રાણીની ત્વચા સૂકી અને ભીંગડાયુક્ત હોય છે.
(D) …………… પ્રાણી દ્વિગૃહી છે.
ઉત્તર:
(A) સાપ
(B) હાથી, ચામાચીડિયું
(C) મગર
(D) કરમિયું
પ્રશ્ન 12.
ટ્રિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ વચ્ચેનો તફાવત આપો.
ઉત્તર:
પ્રશ્ન 13.
નીચે આપેલ વાક્યોના ઉદાહરણ આપો.
(A) ગોળકૃમિ
(B) ઝેરી ડંખ ધરાવતી માછલી
(C) ઉપાંગોવિહીન ઉભયજીવી/સરિસૃપ
(D) અંડપ્રસવી સસ્તન પ્રાણી
ઉત્તર:
(A) કરમિયું
(B) ટ્રાયગોન
(C) ઇકથીઓફિશ
(D) બતકચાંચ
પ્રશ્ન 14.
આપેલ ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો.
(A) સંધિપાદમાં રૂધિરથી ભરેલ ગુહા ………………………….
(B) કોષ્ઠાત્રિનું મુક્તજીવી સ્વરૂપ …………………………….
(C) જેલીફિશમાં ડંખકોષો ધરાવતી રચના ………………….
(D) જલીય નૂપુરકમાં રહેલ પાર્થ ઉપાંગો ………………………..
ઉત્તર:
(A) રૂધિરગુહા, જે હિમોલિમ્ફથી ભરેલ હોય.
(B) છત્રક સ્વરૂપ. ઉદા. જેલીફિશ.
(C) ડંખીસંપુગ (સૂત્રાંગ કોષો), જેમાંથી ડંખકોષો સર્જાય.
(D) અભિચરણપાદ – રેતીકીડામાં જોવા મળે.
પ્રશ્ન 15.
નીચે આપેલ જોડકાં જોડો.
પ્રાણી | પ્રચલન અંગો |
(a) ઓક્ટોપસ | (i) ઉપાંગો |
(b) મગર | (ii) કંકત તક્તીઓ |
(c) કટલા | (iii) સૂત્રરંગો |
(d) ટીનોપ્લેના | (iv) મીનપક્ષ |
ઉત્તર:
પ્રાણી | પ્રચલન અંગો |
(a) ઓક્ટોપસ | (iii) સૂત્રરંગો |
(b) મગર | (i) ઉપાંગો |
(c) કટલા | (iv) મીનપક્ષ |
(d) ટીનોપ્લેના | (ii) કંકત તક્તીઓ |
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
તફાવત આપો :
(a) ખુલ્લું રૂધિરાભિસરણતંત્ર અને બંધ રૂધિરાભિસરણતંત્ર.
(b) અંડપ્રસવી પ્રાણીઓ અને અપત્યપ્રસવી પ્રાણીઓ.
(c) સીધો ગર્ભવિકાસ અને પરોક્ષ ગર્ભવિકાસ.
ઉત્તર:
(a) ખુલ્લું રૂધિરાભિસરણતંત્ર અને બંધ રૂધિરાભિસરણતંત્ર :
(b) અંડપ્રસવી પ્રાણીઓ અને અપત્યપ્રસવી પ્રાણીઓ :
ઉત્તર:
અંડપ્રસવી પ્રાણીઓ | અપત્યપ્રસવી પ્રાણીઓ |
આ પ્રકારના પ્રાણીઓ અવિકસિત ઈંડા મૂકે છે, તેથી તેમને અંડપ્રસવી કહે છે. | આ પ્રકારના પ્રાણીઓમાં ફલિત અંડકોષનો વિકાસ માદાના શરીરમાં થાય છે. |
તેમાં ગર્ભવિકાસ માદાશરીરની બહાર થાય છે. | ગર્ભનો વિકાસ પૂર્ણ થતા શિશુ જન્મ લે છે. આવા પ્રાણીઓને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે. |
ઉદા. મત્સ્ય, સરિસૃપ, ઉભય-જીવી, પક્ષીઓ, કીટકો, બતકચાંચ (મસ્ય). | ઉદા. સસ્તન પ્રાણીઓ. |
(c) સીધો ગર્ભવિકાસ અને પરોક્ષ ગર્ભવિકાસ :
સીધો ગર્ભવિકાસ | પરોક્ષ ગર્ભવિકાસ |
આ પ્રકારના ગર્ભવિકાસમાં હિંભાવસ્થા/ટેડપોલ અવસ્થા જોવા મળતી નથી, પરંતુ જન્મ લેતા પ્રાણીઓ પુખ્ત પ્રાણીઓ જેવા જ હોય છે. | આ પ્રકારનો ગર્ભવિકાસ નિમ્નકક્ષાના પ્રાણીઓમાં વધુ જોવા મળે છે. પુખ્ત પ્રાણીઓ ઈંડા મૂકે છે. તેઓમાંથી ડિંભ, ટેકપોલ જન્મ લે છે, જે વિવિધ અવસ્થાઓમાંથી વિકાસ પામી પુખ્ત બનેછે. |
ઉદા. સસ્તન પ્રાણીઓ. | ઉદા. શૂળત્વચી, સંધિપાદ પ્રાણીઓ. |
પ્રશ્ન 2.
નીચે આપેલ પ્રાણીઓને તેમનામાં જોવા મળતી સમમિતિના આધારે વર્ગીકરણ કરો. (અરીય સમમિતિ અથવા દ્વિપાર્થ સમમિતિ).
કોઠાંત્રિ, ટીનોફોરા (કંકતધરા), નૂપુરક, સંધિપાદ અને શૂળત્વચી.
ઉત્તર:
- પણ અરીય સમમિતિ : કોઠાંત્રિ, પુખ્ત શૂળત્વચી પ્રાણીઓ.
- દ્વિપાર્શ્વ સમમિતિ : કંકતધરા અને શૂળત્વચીઓના ડિંભ, નૂપુરક, સંધિપાદ.
પ્રશ્ન 3.
પૃષ્ઠવંશીઓમાં ઉત્ક્રાંતિ દરમિયાન હૃદયના ખંડોની સંખ્યામાં વધારો થાય છે. બે, ત્રણ કે ચાર ખંડોનું હૃદય ધરાવતા હોય તેવા પૃષ્ઠવંશીઓના વર્ગોનું નામ આપો.
ઉત્તર:
- દ્વિખંડી હૃદય : મત્સ્યમાં જોવા મળે, જેમાં હૃદય એક કર્ણક અને એક ક્ષેપકનું બનેલ હોય છે. ઑક્સિજનયુક્ત રૂધિર અને ઑક્સિજનવિહીન રૂધિર બંને મિશ્ર થાય છે.
- ત્રિખંડી હૃદય : ઉભયજીવી વર્ગના પ્રાણીઓમાં જોવા મળે. હૃદય બે કર્ણકો અને એક ક્ષેપકનું બનેલ હોય, તેમાં પણ O2 યુક્ત અને O2 વિહીન એમ મિશ્ર રૂધિરનું વહન થાય છે.
- અપૂર્ણ ચતુર્ખાડીય હૃદય : સરિસૃપ વર્ગના પ્રાણીઓમાં જોવા મળે. અપવાદ મગર ચતુષ્મડીય હૃદય ધરાવે છે.
- ચતુર્ખાડીય હૃદય : સસ્તન વર્ગના પ્રાણીઓમાં જોવા મળે છે. હૃદય બે કર્ણકો અને બે ક્ષેપકોનું બનેલ હોય છે. O2 યુક્ત રૂધિર અને O2 વિહીન રૂધિરનું વહન ભિન્ન રીતે થાય છે.
પ્રશ્ન 4.
નીચે આપેલ ટેબલમાં ખાલી જગ્યાઓને યોગ્ય રીતે ભરો.
ઉત્તર:
પ્રશ્ન 5.
નીચે આપેલ જોડકાં જોડો.
A | B |
(a) ઉભયજીવી | (i) વાયુકોષ્ઠો |
(b) સસ્તન | (ii) કાસ્થિમય – મેરૂદંડ |
(c) કાસ્થિમસ્ય | (iii) સ્તનગ્રંથિ |
(d) અસ્થિમજ્ય | (iv) છિદ્રાળુ હાડકાં |
(e) ચૂષમુખા | (v) બે વસવાટ ધરાવે |
(f) મત્સ્ય | (vi) જડબાં વગરનું ગોળાકાર મુખ |
ઉત્તર:
A | B |
(a) ઉભયજીવી | (v) બે વસવાટ ધરાવે |
(b) સસ્તન | (iii) સ્તનગ્રંથિ |
(c) કાસ્થિમસ્ય | (ii) કાસ્થિમય – મેરૂદંડ |
(d) અસ્થિમજ્ય | (i) વાયુકોષ્ઠો |
(e) ચૂષમુખા | (iv) છિદ્રાળુ હાડકાં |
(f) મત્સ્ય | (iv) છિદ્રાળુ હાડકાં |
પ્રશ્ન 6.
અંતઃપરોપજીવીઓ યજમાન પ્રાણીશરીરની અંદર જોવા મળે છે. આ પ્રાણીઓમાં જોવા મળતી વિશિષ્ટ રચના જણાવે કે જે તેમને આ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે સમર્થ બનાવે છે.
ઉત્તર:
પટ્ટીકૃમિ (Taenia solium) અને યકૃતકૃમિ (Fasciola hepatica) જેવા પ્રાણીઓ અંતઃપરોપજીવીઓ તરીકે જીવે છે. તેઓ યજમાન પ્રાણીશરીરની અંદર ટકી રહેવા માટે વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે. જેમ કે,
- તેઓ અજારક શ્વસન દર્શાવે છે અને વાયુઓની આપ-લે શરીરની સપાટી દ્વારા કરે છે.
- તેઓમાં યજમાન પ્રાણીશરીરની દીવાલ સાથે ચોંટી રહેવા માટે કેટલીક રચનાઓ આવેલ હોય છે. જેમ કે ચૂષકો, અંકુશો (હક) વગેરે. (યકૃતકૃમિમાં ચૂષકો અને પટ્ટીકૃમિમાં અંકુશો).
- શરીરની ફરતે ક્યુટીકલનું મજબૂત આવરણ ધરાવે તે યજમાન પ્રાણીના ઉત્સચકોથી રક્ષણ આપે છે.
- તેઓમાં પ્રચલન અંગોનો અભાવ હોય છે.
- પ્રજનન અંગો વિકસીત હોય છે. સ્વફલન દર્શાવતા પ્રાણીઓ છે.
- તેઓ શરીરની સપાટી દ્વારા જ યજમાન પ્રાણીશરીરમાંથી સીધા પોષકદ્રવ્યોનું શોષણ કરે છે.
પ્રશ્ન 7.
નીચે આપેલ જોડકાં જોડો.
પ્રાણી | લાક્ષણિકતાઓ |
(a) પાઈલા | (i) સાંધાવાળા ઉપાંગો |
(b) વંદો | (ii) પાંખોની હાજરી |
(c) તારામાછલી | (iii) જલપરિવહનતંત્ર |
(d) ટોર્પડો | (iv) વીજઅંગો |
(e) પોપટ | (v) કવચની હાજરી |
(f) ડોગ-ફિશ | (vi) પ્લેનોઇડ ભીંગડા |
ઉત્તર:
પ્રાણી | લાક્ષણિકતાઓ |
(a) પાઈલા | (v) કવચની હાજરી |
(b) વંદો | (i) સાંધાવાળા ઉપાંગો |
(c) તારામાછલી | (iii) જલપરિવહનતંત્ર |
(d) ટોર્પડો | (iv) વીજઅંગો |
(e) પોપટ | (ii) પાંખોની હાજરી |
(f) ડોગ-ફિશ | (vi) પ્લેનોઇડ ભીંગડા |
પ્રશ્ન 8.
નીચે આપેલાનો તફાવત આપો.
(a) ખુલ્લું અને બંધ પરિવહનતંત્ર
(b) અંડપ્રસવી અને અપત્યપ્રસવી
(c) સીધો અને પરોક્ષ ગર્ભવિકાસ
(d) અદેહકોષ્ઠી અને કૂટદેહકોષ્ઠી
(e) મેરૂદંડ અને ચેતારજૂ
(f) પોલીસ અને મેડ્યુસા
ઉત્તર:
(a)
(b)
અંડપ્રસવી પ્રાણીઓ | અપત્યપ્રસવી પ્રાણીઓ |
આ પ્રકારના પ્રાણીઓ અવિકસિત ઈંડા મૂકે છે, તેથી તેમને અંડપ્રસવી કહે છે. | આ પ્રકારના પ્રાણીઓમાં ફલિત અંડકોષનો વિકાસ માદાના શરીરમાં થાય છે. |
તેમાં ગર્ભવિકાસ માદાશરીરની બહાર થાય છે. | ગર્ભનો વિકાસ પૂર્ણ થતા શિશુ જન્મ લે છે. આવા પ્રાણીઓને અપત્યપ્રસવી પ્રાણીઓ કહે છે. |
ઉદા. મત્સ્ય, સરિસૃપ, ઉભય-જીવી, પક્ષીઓ, કીટકો, બતકચાંચ (મસ્ય). | ઉદા. સસ્તન પ્રાણીઓ. |
(C)
સીધો ગર્ભવિકાસ | પરોક્ષ ગર્ભવિકાસ |
આ પ્રકારના ગર્ભવિકાસમાં હિંભાવસ્થા/ટેડપોલ અવસ્થા જોવા મળતી નથી, પરંતુ જન્મ લેતા પ્રાણીઓ પુખ્ત પ્રાણીઓ જેવા જ હોય છે. | આ પ્રકારનો ગર્ભવિકાસ નિમ્નકક્ષાના પ્રાણીઓમાં વધુ જોવા મળે છે. પુખ્ત પ્રાણીઓ ઈંડા મૂકે છે. તેઓમાંથી ડિંભ, ટેકપોલ જન્મ લે છે, જે વિવિધ અવસ્થાઓમાંથી વિકાસ પામી પુખ્ત બનેછે. |
ઉદા. સસ્તન પ્રાણીઓ. | ઉદા. શૂળત્વચી, સંધિપાદ પ્રાણીઓ. |
(d) અદેહકોષ્ઠી અને કૂટદેહકોષ્ઠીના
(e) મેરૂદંડ અને ચેતારક્યુ :
ઉત્તર:
(f) પોલીપ્સ અને મેડ્યુસા :
ઉત્તર:
પોલીપ્સ | મેડ્યુસા |
કોઠાંત્રિ સમુદાયમાં તે નળાકાર સ્વરૂપ દર્શાવે. | કોષ્ઠાત્રિ સમુદાયમાં તે છત્રાકાર સ્વરૂપ દર્શાવે. |
તે સ્થાયી છે. | તે મુક્ત રીતે કરે છે. |
તે અલિંગી પ્રજનન દર્શાવી મેડ્યુસા (છત્રાકાર સ્વરૂપ) સર્જે છે. | તે લિંગી પ્રજનન દર્શાવી પોલીસ (નળાકાર સ્વરૂપ) સર્જે છે. |
પ્રશ્ન 9.
નીચે આપેલ વર્ગોની લાક્ષણિકતાઓ એક ઉદાહરણ સાથે સમજાવો.
(a) કાસ્થિમત્સ્ય અને અસ્થિમસ્ય
(b) પુચ્છમેરૂદંડી અને શીર્ષમેરૂદંડી
ઉત્તર:
જુદા જુદા વર્ગની લાક્ષણિકતાઓ નીચે દર્શાવેલ છે.
(a) કાસ્થિમલ્ય :
- તેઓ ધારા રેખીય રચના (પ્રવાહને અનુકૂળ) અને કાસ્થિમય અંતઃકંકાલ ધરાવતા દરિયાઈ પ્રાણીઓ છે.
- મુખ અગ્ર-વક્ષ બાજુએ આવેલ અને જડબાં હાજર, જડબાં ખૂબ જ મજબૂત છે.
- કરોડસ્તંભ આજીવન સ્થાયી છે.
- શ્વસન 5 થી 7 જોડ ઝાલરો દ્વારા, ઝાલરફાટો ખુલ્લી અને ઝાલરઢાંકણનો અભાવ. ત્વચા ચીકણી અને કઠણ તેમજ સૂક્ષ્મ પ્લેનોઇડ ભીંગડાથી આવરિત, ભીંગડા પાછળની દિશામાં વળેલા હોય.
- વાતાશયોની ગેરહાજરીના કારણે તેઓ ડૂબી ન જાય તે માટે સતત તરતા રહે છે.
- કેટલાક પ્રાણીઓ ઇલેક્ટ્રીક અંગો (વીજ અંગો) ધરાવે છે. (દા.ત., ટોર્પિડો) અને કેટલાક ઝેરી ડેખિકા (ઝેરી ડંખ) ધરાવે છે. (દા.ત., ટ્રાયગોન).
- હૃદય દ્વિખંડી હોય છે, જે એક કર્ણક અને એક ક્ષેપક ધરાવે, તેઓ શીત રૂધિરવાળા પ્રાણીઓ (અસમતાપી) પ્રાણીઓ છે.
- તેઓ બીજા પ્રાણીના શિકાર પર નભનારા પ્રાણીઓ છે.
- નરમાં પુચ્છમીનપક્ષો (Pelvic fins – શ્રેણી કે નિતંબ મીનપક્ષો) આંકડીઓ કે પકડ ધરાવે છે. પુચ્છમીનપક્ષ અસમાન હોય છે.
- પ્રાણીઓ એકલિંગી છે, લિંગભેદ જોવા મળે છે. અંતઃફલન દર્શાવે અને તેમાંના ઘણા ઓછા અપત્યપ્રસવી પ્રાણીઓ છે.
- ઉદાહરણો : ડોગ-ફિશ (Scoliodon), સો-ફિશ (Pristis-saw fish), ગેટ-વ્હાઈટ શાર્ક (Carcharodon), 2-162 (Sting Ray-Trygon).
અસ્થિમસ્ય :
- આ પ્રાણીઓ દરિયાઈ અને મીઠા પાણી બંનેમાં વસવાટ કરે છે.
- આ પ્રાણીઓનું શરીર બોટ જેવા આકારનું (હોડી આકારનું) હોય છે.
- અંતઃકંકાલ અસ્થિનું બનેલ.
- મુખ સામાન્ય રીતે અગ્ર બાજુએ, જડબાં સામાન્ય રીતે દાંતયુક્ત.
- શ્વસન ચાર જોડ ઝાલરી દ્વારા કે જે ઝાલરઢાંકણથી આવરિત હોય છે.
- ત્વચા સાયક્લોઇડ (Cycloid) કે ટીનોઇડ (Ctenoid) ભીંગડા વડે આવરિત હોય છે.
- વાતાશયો હાજર, જે તરવામાં મદદ કરે છે.
- હૃદય દ્વિખંડી (એક કર્ણક અને એક ક્ષેપક), શીત રૂધિરવાળા પ્રાણીઓ (અસમતાપી પ્રાણીઓ).
- પુચ્છમીનપક્ષ સામાન્ય રીતે સમાન હોય.
- પ્રાણીઓ એ કલિંગી, સામાન્ય રીતે લિંગભેદ જોવા મળે, બાહ્ય ફલન દશર્વિ, અંડપ્રસવી પ્રાણીઓ, ગર્ભવિકાસ સીધો (પ્રત્યક્ષ) પ્રકારનો.
- ઉદાહરણો : દરિયાઈ ઊડતી માછલી (Flying fish – Exocoetus), સમુદ્રઘોડો (Sea horse – Hippocampus), મીઠા પાણીના રોહુ (Laben), કટલા (Catla), મૃગલ (Magur – Clarias), માછલીઘરમાં : લડાકુ માછલી (Fighting fish – Betta), અંજલ માછલી (Angle fish – Pterophyllum).
(b) પુચ્છમેરૂદંડી :
મેરૂદંડ ફક્ત ડિયિ પૂંછડીમાં હાજર હોય છે.
ઉદા. એસિડિયા (Ascidia) સાલ્વા (Salpa) ડોલિઓલમ (Doliolum)
- પુચ્છમેરૂદંડી અને શીર્ષમેરૂદંડી ઉપસમુદાયો ઘણી વાર આદિમેરૂદંડીઓ તરીકે ઓળખાય છે.
- તેઓ સંપૂર્ણ દરિયાઈ છે.
શીર્ષમેરૂદંડી :
મેરૂદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન (આજીવન) શીર્ષથી પુચ્છ સુધી વિસ્તરેલ હોય છે.
ઉદા. બ્રેકિઓસ્ટ્રોમા, એમ્ફિઓક્સસ (Amphi oxus or Lancelet)
પ્રશ્ન 10.
અહીં દર્શાવેલ પ્રાણીઓની કોઈપણ બે સમાનતા જણાવો.
(a) વિહગ અને સસ્તન
(b) દેડકો અને મગર
(c) કાચબો અને પાઈલા
ઉત્તર:
(a) વિહગ અને સસ્તનની સમાનતાઓ :
- આ બંને સજીવો ઉષ્ણ રૂધિરવાળા પ્રાણીઓ છે. એટલે કે તેઓ બંને પોતાના શરીરનું તાપમાન જાળવી શકે છે.
- બંનેમાં હૃદય ચાર ખંડોનું બનેલ હોય છે.
(b) દેડકો અને મગરની સમાનતાઓ :
- આ બંને સજીવો અસમતાપી પ્રાણીઓ છે. એટલે કે તેઓ બાહ્ય પર્યાવરણની સાપેક્ષમાં પોતાના શરીરનું તાપમાન જાળવી શકતા નથી.
- દેડકો અને મગર બંને અંડપ્રસવી પ્રાણીઓ છે.
(c) કાચબો અને પાઈલાની સમાનતાઓ :
- આ બંને પ્રાણીઓનું શરીર સૂકી ત્વચાથી આવરિત હોય છે. કાચબામાં ઉપરી સ્તરને ભીંગડા કહે છે, જ્યારે પાઈલામાં તેને કેલ્શિયમ કાર્બોનેટનું બનેલ કવચ કહે છે.
- બંને પ્રાણીઓ ઈંડા મૂકે છે.
પ્રશ્ન 11.
નીચે દર્શાવેલ પ્રાણીઓનાં નામ આપો.
(a) ઉપાંગવિહીન પ્રાણી
(b) ઠંડા રૂધિરવાળા પ્રાણી
(c) ઉષ્ણ રૂધિરવાળા પ્રાણી
(d) શુષ્ક અને શૃંગમય ત્વચા ધરાવતું પ્રાણી
(e) નલિકાતંત્ર અને દઢાઓ ધરાવતું પ્રાણી
(f) ડંખાગીકાઓ ધરાવતું પ્રાણી
ઉત્તર:
(a) ઇક્વીઓફિસ
(b) ડોગફિશ
(c) કબૂતર
(d) ચિતરો
(e) સ્પોજીલા
(f) સમુદ્રફૂલ
પ્રશ્ન 12.
નીચે દર્શાવેલ લાક્ષણિકતાઓ ધરાવતા પ્રાણીઓના ઉદાહરણ આપો.
(a) અપત્યપ્રસવી પ્રાણીઓ
(b) ઝેરી ડંખ ધરાવતી મસ્ય
(c) વીજઅંગ ધરાવતી મસ્ય
(d) તારકતા પૂરું પાડતું અંગ
(e) એકાંતરજનન દર્શાવતું પ્રાણી
(f) સ્તનગ્રંથિ ધરાવતું અંડપ્રસવી પ્રાણી
ઉત્તર:
(a) અપત્યપ્રસવી પ્રાણીઓ સીધા બચ્ચાંને જન્મ આપે છે. ત્યારબાદ તેઓ બચ્ચાંને પોષણ પૂરું પાડે છે. ઉદા. તરીકે, સસ્તન પ્રાણીઓ
(અપવાદરૂપે – બતકચાંચ).
(b) ટ્રાયગોન મત્સ્ય – ઝેરી ડંખ ધરાવે છે. ઝેરી ડંખ તેની પૂંછડીમાં જોવા મળે છે.
(c) ટોર્પડો મત્સ્ય વીજઅંગ ધરાવે છે. આ મજ્યમાં વીજચંગ આંખની પાછળ આવેલ પેક્ટોરીયલ મીનપક્ષમાં આવેલ હોય છે.
(d) વાતાશયો (પ્લવનાશયો) તારકતા પૂરી પાડે છે, જે અસ્થિમસ્ય વર્ગના મત્સ્યોમાં જોવા મળે છે. ઉદા. તરીકે, સમુદ્રઘોડો, કટલા.
(e) કોઠાત્રિ સમુદાયનું પ્રાણી ઓબેલીયા એકાંતરજનન દર્શાવે છે.
(f) બતકચાંચ નામનું સસ્તન પ્રાણી સ્તનગ્રંથિ ધરાવે છે, પરંતુ અંડપ્રસવી પ્રાણી છે.
પ્રશ્ન 13.
નીચે આપેલ કોષ્ટકમાં વિવિધ પ્રાણીઓના ઉત્સર્ગ અંગો આપેલ છે. આપેલ ખાલી જગ્યામાં યોગ્ય જવાબ લખો.
પ્રાણી | ઉત્સર્ગ અંગો |
(A) બાલાનોગ્લોસસ | (i) કંકવત્ ઝાલર |
(B) જળો | (ii) ઉત્સર્ગિકાઓ |
(C) તીડ | (iii) જ્યોતકોષો |
(D) યકૃત કૃમિ | (iv) ગેરહાજર હોય |
(E) સાગરગોટા | (v) માલ્પિધિયન નલિકાઓ |
(F) પાઈલા | (vi) સૂંઢ ગ્રંથિ |
(A) ………………………
(B) ……………………..
(C) ……………………..
(D) …………………….
(E) …………………….
ઉત્તર:
પ્રાણી | ઉત્સર્ગ અંગો |
(A) બાલાનોગ્લોસસ | (vi) સૂંઢ ગ્રંથિ |
(B) જળો | (ii) ઉત્સર્ગિકાઓ |
(C) તીડ | (v) માલ્પિધિયન નલિકાઓ |
(D) યકૃત કૃમિ | (iii) જ્યોતકોષો |
(E) સાગરગોટા | (iv) ગેરહાજર હોય |
(F) પાઈલા | (i) કંકવત્ ઝાલર |
દીર્ઘ જવાબી પ્રશ્નો (LQ)
પ્રશ્ન 1.
મેરૂદંડી અને અમેરૂદંડી વચ્ચે જોવા મળતો તફાવત જણાવો (કોઈ પણ ત્રણ) અને મેરૂદંડીની લાક્ષણિકતાઓ ધરાવતી નામનિર્દેશન યુક્ત આકૃતિ દોરો.
ઉત્તર:
- આ સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓમાં શરીરની પૃષ્ઠ બાજુએ નક્ક૨, સ્થિતિસ્થાપક, સળિયા જેવી રચના ધરાવતું મેરૂદંડ વિકાસ પામે છે. આવું મેરૂદંડ અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં જોવા મળતું નથી.
- આ સમુદાયના પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી, દ્વિપાર્શ્વ સમમિતિય, સમખંડીય ખંડતા અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે.
- તેઓમાં પશ્ચ ગુદાપુચ્છ જીવનભર કે જીવનના કેટલાક તબક્કામાં જોવા મળે છે.
- કંઠનાલય ઝાલરફાટો કેટલાક તબક્કામાં હાજર.
- રૂધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું જોવા મળે.
- પૃષ્ઠ ચેતારજજુ જેનો અગ્ર છેડો સામાન્ય રીતે મોટો થઈ મગજ બનાવે.
- એકલિંગી પ્રાણીઓ છે.
પ્રશ્ન 2.
અદેહકોષ્ઠી, દેહકોષ્ઠી અને કૂટદેહકોષ્ઠી પ્રાણીઓમાં ગર્ભસ્તરો અને શરીરગુહાના નિર્માણમાં શુ સંબંધ છે ?
ઉત્તર:
- આ બધાં જ બહુકોષી પ્રાણીઓ છે, જેમના શરીર પેશીસ્તરીય – આયોજન ધરાવે છે. આ પેશીઓનું નિર્માણ ત્રણ ગર્ભસ્તરોમાંથી થાય છે.
- સૌથી બહારના ગર્ભસ્તરને બાહ્ય ગર્ભસ્તર, મધ્યમાં આવેલ ગર્ભસ્તરને મધ્ય ગર્ભસ્તર અને અંદરના ગર્ભસ્તરને અંત: ગર્ભસ્તર કહે છે.
- અંતઃ ગર્ભસ્તર જઠર, મળાશય, યકૃત, સ્વાદુપિંડ, મૂત્રાશય વગેરે જેવા આંતરિક અંગોના નિર્માણ સાથે સંકળાયેલ છે.
- મધ્ય ગર્ભસ્તર શરીરના બંધારણીય ઘટકો જેવા કે કંકાલસ્નાયુઓ, કંકાલતંત્ર, સંયોજકપેશી વગેરેના નિર્માણ સાથે સંકળાયેલ છે.
- અંતઃ ગર્ભસ્તર CNS, આંખના નેત્રમણી, ચેતાકંદો, ચેતાઓ, ગ્રંથિઓ વગેરેના નિર્માણ સાથે સંકળાયેલ છે.
- જો શરીરગુહા મધ્ય ગર્ભસ્તરથી ઘેરાયેલ હોય તો તેને દેહકોષ્ઠ કહે છે અને દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓને દેહકોષ્ઠી કહે છે. ઉદા. નૂપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામીમેરૂદંડી અને મેરૂદંડી પ્રાણીઓ.
- કેટલાક પ્રાણીઓમાં શરીરગુહા મધ્ય ગર્ભસ્તરથી ઘેરાયેલ હોતી નથી, પરંતુ બાહ્ય અને અંતઃ ગર્ભસ્તર વચ્ચે આવેલ મધ્ય ગર્ભસ્તરમાં છુટીછવાઈ કોથળીઓ આવેલ હોય છે, જેને કૂટદેહકોષ્ઠ કહે છે અને આવા પ્રાણીઓને કૂટદેહકોષ્ઠી કહે છે. ઉદા. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ.
- કેટલાક પ્રાણીઓમાં દેહકોષ્ઠનો અભાવ હોય છે. આવા પ્રાણીઓને અદેહકોષ્ઠી કહે છે. ઉદા. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ.
પ્રશ્ન 3.
વર્ગ – ઉભયજીવી અને સરિસૃપમાં સમાવિષ્ટ પ્રાણીઓના વસવાટ અને તેમના બાહ્ય લક્ષણો જણાવો.
ઉત્તર:
વર્ગ – ઉભયજીવી :
- [Amphi : Dual : ઉભય, Bios : Life : જીવન]
- આ વર્ગના પ્રાણીઓમાં ગર્ભાવસ્થા જલજ જીવનને, જ્યારે પુખ્તાવસ્થા જલજ અને સ્થલજ જીવનને અનુકૂળ હોય છે. આમ, આ વર્ગના પ્રાણીઓ જલીય અને સ્થલીય એમ બંને નિવાસસ્થાનમાં જીવી શકે છે, તેથી તેને ઉભયજીવી કહે છે.
- ઘણા પ્રાણીઓ બે જોડ ઉપાંગો ધરાવે છે, જેમાં અગ્ર ઉપાંગ ચાર અને પશ્વ ઉપાંગ પાંચ આંગળીઓ ધરાવે છે.
- શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત છે. કેટલાકમાં પૂંછડી હોઈ શકે છે.
- બાહ્યકંકાલનો અભાવ, ત્વચા મુખ્યત્વે ભીની અને ચીકણી તેમજ શ્વસનાંગ તરીકે વર્તે છે.
- આંખો પોપચાં ધરાવે.
- બાહ્ય કર્ણનો અભાવ હોય, અંતઃકર્ણ અને મધ્યકર્ણ ધરાવે. એટલે કર્ણપટલ હાજર.
- અન્નમાર્ગ (પાચનમાર્ગ), મૂત્રમાર્ગ અને પ્રજનનમાર્ગ એક જ કોટરમાં ખૂલે છે, તેને અવસારણી (Cleaca) કહે છે, જે બહારની તરફ ખૂલે છે.
- શ્વસન ઝાલરો, ફેફસાં અને ત્વચા દ્વારા કરે.
- હૃદય ત્રિખંડી હોય, જેમાં બે કર્ણક અને એક ક્ષેપક હોય.
- શીત રૂધિરવાળા એટલે કે અસમતાપી પ્રાણીઓ છે.
- એકલિંગી પ્રાણીઓ, સ્પષ્ટ લિંગભેદ જોવા મળે, બાહ્ય ફલન દર્શાવે, અંડપ્રસવી પ્રાણીઓ, ગર્ભવિકાસ પરોક્ષ પ્રકારનો એટલે કે રૂપાંતરણ દર્શાવ.
- ઉદાહરણો : ટોડ (Bufo), દેડકો (Frog – Rana), વૃક્ષનિવાસી દેડકો (Hyla), સાલામાન્ડર (Salamandar), ઇક્વિૉફિસ (ઉપાંગોવિહીન ઉભયજીવી).
વર્ગ – સરિસૃપ :
- સરિસૃપો, પૃષ્ઠવંશીઓનો પ્રથમ વર્ગ છે, જેનાં પ્રાણીઓ સંપૂર્ણ રીતે સ્થલીય જીવન જીવવા અનુકૂળ છે.
- આ પ્રાણીઓ પ્રચલનની વિસર્ષીયતા (Creeping – સરકતા) કે પેટે ઘસડાઈને ચાલવાની પદ્ધતિ (Crawling) અપનાવે છે તેથી તેમને સરિસૃપ તરીકે ઓળખવામાં આવે છે.
- તેઓનું શરીર શુષ્ક અને શૃંગમય ત્વચા તથા અધિચર્મીય ભીંગડા કે પ્રશલ્કો (Scutes) દ્વારા આવરિત છે.
- શરીર શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત હોય.
- તેઓ બહાર ખૂલતા બાહ્યકર્ણ કે કર્ણપલ્લવ ધરાવતા નથી. કાનમાં કર્ણપટલ હોય છે.
- ઉપાંગો સરખા, ટૂંકા અને નહોરયુક્ત હોય છે. સાપમાં ઉપાંગોનો અભાવ હોય છે.
- સામાન્ય રીતે હૃદય ત્રિખંડી (બે કર્ણક અને એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક) હોય, પરંતુ મગરમાં હૃદય ચતુષ્કોટરીય હોય છે.
- શ્વસન ફેફસાં દ્વારા થાય.
- સાપ અને ગરોળી તેમની કાંચળીયુક્ત ત્વચા દ્વારા ભીંગડા દૂર કરે છે.
- એકલિંગી પ્રાણીઓ, લિંગભેદ સ્પષ્ટ જોવા મળે, અંતઃફલન દશવિ, અંડપ્રસવી પ્રાણીઓ, ગર્ભવિકાસ સીધા પ્રકારનો જોવા મળે.
- ઉદાહરણો : દરિયાઈ કાચબો (Turtle – Chelon), કાચબો (Tortoise – Testudo), વૃક્ષગરોળી (Tree Lizard – Chameleon), બગીચાની ગરોળી (Garden Lizard – Calotes), મગર (Crocodile – Crocodilus), ઘડિયાળ (Alligator), ભતગરોળી (Wall Lizard – Hemidoctylus), ઝેરી સાપ-નાગ (Cobra – Naja), કાળોતરો (Kroit – Bangarus), ચિતરો
પ્રશ્ન 4.
પૃષ્ઠવંશીઓમાં સસ્તનો ખૂબ જ વિકસિત પ્રાણીઓ છે. સમજાવો.
ઉત્તર:
નીચે આપેલ લાક્ષણિકતાઓ સસ્તનોને અન્ય પૃષ્ઠવંશીઓ કરતાં વિકસિત દર્શાવે છે.
આગળના જવાબ માટે જુઓ :
- તેઓ વિવિધ નિવાસસ્થાનોમાં જોવા મળે છે. જેવા કે ધ્રુવપ્રદેશમાં, રણમાં, પર્વતો પર, જંગલોમાં, તૃણભૂમિમાં અને અંધારી ગુફાઓમાં.
- કેટલાક પ્રાણીઓ ઉડવા કે પાણીમાં જીવન ગુજારવા અનુકૂલિત થયેલા હોય છે.
- સુવિકસિત બાહ્ય, મધ્ય અને અંતઃકર્ણ જોવા મળે. બાહ્યકર્ણ તરીકે સ્થિતિસ્થાપક કર્ણપલ્લવનો વિકાસ જોવા મળે છે.
- પાચનમાર્ગ સંપૂર્ણ અને પાચકગ્રંથિઓ યુક્ત.
- હૃદય ચતુર્ખાડીય હોય અને મહાધમની કમાન ડાબી બાજુએ વળે છે.
- શ્વસન ફેફસાં દ્વારા થાય. ઉરસ અને ઉદર વચ્ચે આવેલું ઉરોદરપટલ શ્વાસોચ્છવાસમાં મદદરૂપ થાય છે.
- ત્વચાની સપાટી પર રૂંવાટી ધરાવે. આ ઉપરાંત શરીર પર ભીંગડા, શિંગડા, નખ, નહોર, ખરી વગેરે આવેલ હોય છે.
- પ્રચલન માટે બે જોડ ઉપાંગો ધરાવે છે. તે ચાલવા, દોડવા, આરોહણ કરવા, દરમાં ઘૂસવા, તરવા કે ઊડવા માટે અનુકૂલિત થયેલા હોય છે.
- જડબામાં વિવિધ પ્રકારના દાંત આવેલા હોય છે. જેવા કે છેદકદાંત, રાક્ષીદાંત, અગ્રદાઢ અને દાઢ.
- દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ (સ્તનગ્રંથિઓ)ની હાજરી એ સસ્તનની મુખ્ય અનન્ય લાક્ષણિકતા છે, જેના દ્વારા શિશુને પોષણ મળે છે.
- એકલિંગી પ્રાણીઓ, સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે. અંતઃફલન દર્શાવે છે. અપત્યપ્રસવી પ્રાણીઓ, ગર્ભવિકાસ સીધો જોવા મળે છે.
- ઉદાહરણો : અંડપ્રસવી – બતકચાંક (Platypus – Ornithorhynchus), અપત્યપ્રસવી – કાંગારૂ (Macropus), ચામાચિડીયું (Pteropus), ઊંટ (Camelus), વાનર (Macaca), ઉંદર (Ratlus), કૂતરો (Canis), બિલાડી (Felis), હાથી (Elephas), ઘોડો (Eqyus), ડોલ્ફિન (Delphinus), બ્લ્યુ વ્હેલ (Balaenoptera), વાઘ (Panthera tigris), સિંહ (Panthera leo).