Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 9 જૈવઅણુઓ Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 9 જૈવઅણુઓ
GSEB Class 11 Biology જૈવઅણુઓ Text Book Questions and Answers
પ્રશ્ન 1.
મહાઅણુઓ શું છે? દષ્ટાંત આપો.
ઉત્તર:
મહાઅણુઓ એ મોટા સંકીર્ણ અણુઓ છે.
મહાઅણુઓ કોષીય પ્રવાહમાં કલિલ સ્વરૂપે જોવા મળતા સંકીર્ણ અણુઓ છે.
તેઓ ઓછો અણુભાર ધરાવતા અણુઓના જોડાણથી બનેલા હોય છે. તેથી તેઓ પોલિમર સ્વરૂપે જોવા મળે છે.
ઉદા., પોલિસેકેરાઈડ, પ્રોટીન અને ન્યુક્લિઈક ઍસિડ
પ્રશ્ન 2.
ગ્લાયકોસિડિક, પેટાઈડ તથા ફોસ્ફોડાયએસ્ટર બંધોનું વર્ણન કરો.
ઉત્તર:
ગ્લાયકોસિડિક બંધ : બે નજીકના મોનોસેકેરાઈડના 1 અને 4 કાર્બન પરમાણુઓના જોડાણથી ગ્લાયકોસિડિક બંધ બને છે.
પેપ્ટાઈડ બંધ : બે એમિનો ઍસિડ એકબીજા સાથે –NH – CO જોડાણ દ્વારા પપ્પાઈડ બંધ દ્વારા જોડાય છે.
ફોસ્ફોડાયેસ્ટર બંધ : ફોસ્ફટ અને બે શર્કરાના અણુ વચ્ચે મજબૂત સહસંયોજક બંધથી રચાય છે. ઍસિડની મુખ્ય ધરીમાં શર્કરા અને ફોસ્કેટમાં આ બંધ બનાવે છે.
પ્રશ્ન 3.
પ્રોટીનની તૃતીય સંરચનાનું તાત્પર્ય શું છે ?
ઉત્તર:
ગોળાકાર પોલિપેટાઈડ શૃંખલા ગૂંચળાકાર અને ગળીયુક્ત બની ત્રિપરિમાણીય સ્વરૂપનું સંકુલ બનાવે છે. તેને પ્રોટીનની તૃતીય સંરચના કહે છે. આ ગૂંચળું કે ગડીયુકત રચના અધ્રુવીય એમિનો ઍસિડની શૃંખલાને અદશ્ય કરે છે અને ધ્રુવીય શૃંખલા દશ્યમાન કરે છે. તૃતીય બંધારણ એકબીજા સાથે નબળા હાઈડ્રોજન બંધથી પોલિપેપ્ટાઈડ શ્રૃંખલાના વિવિધ ભાગ સાથે જોડાય છે.
પ્રશ્ન 4.
10 એવા સૂક્ષ્મ જૈવ અણુઓને શોધો કે જે ઓછો અણુભાર ધરાવતા હોય એવા ઉદ્યોગને શોધો કે જે આ રસાયણોનું નિર્માણ અલગીકરણ દ્વારા કરતા હોય, તેને ખરીદનાર કોણ છે ? તેની તપાસ કરો.
ઉત્તર:
ઓછો અણુભાર ધરાવતા સૂક્ષ્મ જૈવ અણુઓ તંતુ બંધારણ નીચે મુજબ છે :
પ્રશ્ન 5.
પ્રોટીનમાં પ્રાથમિક સંરચના હોય છે, જો તમારી જાણકારી માટે એવી પદ્ધતિ આપવામાં આવી હોય છે, જેમાં પ્રોટીનના બંને છેડા પર કયા એમિનો ઍસિડ છે. તે જાણી શકાય તો શું તમે આ માહિતીને પ્રોટીનની શુદ્ધતા અથવા સાંગતા (homogeneity) સાથે જોડી શકો છો ?
ઉત્તર:
એમિનો ઍસિડના ક્રમ એટલે કે પ્રોટીનના બંધારણમાં આવેલ કયો એમિનો ઍસિડ પ્રથમ, કયો બીજો એમ ક્રમશઃ ગોઠવાયેલ હોય તેને પ્રોટીનની પ્રાથમિક સંરચના કહે છે. પ્રથમ એમિનો ઍસિડને N–ટર્મિનલ એમિનો ઍસિડ કહે છે. છેલ્લા એમિનો ઍસિડને C છેડો ધરાવતા એમિનો ઍસિડ કહે છે.
હા, પ્રોટીનના બંને છેડે કયા એમિનો ઍસિડ છે તે જાણી શકાય તો તેને આધારે પ્રોટીનની શુદ્ધતા તથા સમાંગતા સાથે તેને જોડી શકાય છે. એમિનો ઍસિડની સંખ્યા અને કાર્બોક્સિલ સમૂહને આધારે તેઓ એસિડિક (દા.ત., ગ્લામિક ઍસિડ), બેઝિક (ટાયરોસીન) અને તટસ્થ (લાઈન) જોવા મળે છે. તેને કારણે પ્રોટીન એસિડિક, બેઝિક કે તટસ્થ હોઈ શકે.
પ્રશ્ન 6.
રોગનિવારક એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાતાં પ્રોટીનની માહિતી મેળવો અને તેની યાદી બનાવો તથા પ્રોટીનનું અન્ય પ્રયોજન જણાવો. (જેમ કે સૌંદર્ય–પ્રસાધન વગેરે)
ઉત્તર:
રોગનિવારક એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાતા પ્રોટીન નીચે પ્રમાણે છે :
- શ્રોમ્બિન અને ફાઈબ્રિનોજન – તેઓ રૂધિર જામી જવામાં મદદરૂપ થાય છે.
- એન્ટિજન (એન્ટિબોડી) – રૂધિરાધાનમાં મદદરૂપ થાય છે.
- ઈસ્યુલીન – તે શરીરમાં રૂધિરમાં શર્કરાની માત્રા જાળવી રાખે છે.
- રેનીન – તે જલનિયમનમાં મદદરૂપ થાય છે.
પ્રોટીન સામાન્ય રીતે સૌંદર્યપ્રસાધનો, દવાઓ અને જૈવિક બફરની બનાવટમાં મદદરૂપ થાય છે.
પ્રશ્ન 7.
ટ્રાયગ્લિસરાઈડના બંધારણનું વર્ણન કરો.
ઉત્તર:
ટ્રાયગ્લિસરાઈડ સરળ લિપિડ કહેવાય છે. તેની રચનામાં એક અણુ આલ્કોહોલ અને ત્રણ અણુ ફેટી એસિડ છે. ગ્લિસરોલ આલ્કોહોલ પ્રકાર છે. તે ત્રણ કાર્બન ધરાવતો, ત્રણ– OH જૂથ ધરાવતો અણુ છે. દરેક ફેટી ઍસિડ પોતાના – COOH જૂથ વડે, ગ્લિસરોલના – OH જૂથ સાથે પ્રક્રિયા કરી ઈસ્ટર બંધ રચે છે. આ દરમિયાન H2O નો અણુ દૂર થાય છે. આ પ્રકારે બનતી રચના ટ્રાયગ્લિસરાઈડ કહેવાય છે. ચરબી તથા તેલ આ પ્રકારનાં છે. ટ્રાયગ્લિસરાઈડના ગુણધર્મો તેના બંધારણમાં રહેલાં ફેટી ઍસિડ પર અવલંબે છે.
- ફેટી ઍસિડ બે પ્રકારના છે. ટૂંકી શૃંખલાવાળા અને લાંબી શ્રૃંખલાવાળા. જે ફેટી એસિડમાં કાર્બનની શૃંખલામાં 2 થી 8 કાર્બન હોય તેમને ટૂંકી શૃંખલાવાળા અને તેથી વધુ કાર્બન હોય તેને લાંબી શૃંખલાવાળા ફેટી ઍસિડ કહે છે.
- ફેટી ઍસિડ સંતૃપ્ત અથવા અસંતૃપ્ત એમ બે પ્રકારના હોય છે. જે ફેટી ઍસિડની હાઈડ્રોકાર્બન શૃંખલામાં પાસપાસેનાં બધા કાર્બન વચ્ચે એક બંધ હોય તેમને સંતૃપ્ત કહે છે. જે ફેટી ઍસિડની હાઈડ્રોકાર્બનની શૃંખલામાં પાસપાસેના બે કાર્બન વચ્ચે એક કે વધુ જગ્યાએ દ્વિબંધ (C = C) કે ત્રિબંધ (C = C) જોવા મળે તો તેમને અસંતૃપ્ત કહે છે.
પ્રશ્ન 8.
શું તમે પ્રોટીનની સમજના આધારે વર્ણન કરી શકો છો કે દૂધનું દહીંમાં (કે યોગર્ટમાં રૂપાંતરણ કેવી રીતે થાય છે ?
ઉત્તર:
દૂધમાંથી દહીમાં (કે યોગર્ટમાં) રૂપાંતરણ થવાની ક્રિયા પ્રોટીનના વિનૈસર્ગીકરણને કારણે થાય છે. વિનૈસર્ગીકરણમાં દ્વિતીયક અને તૃતીયક સંરચનામાં ગોળાકાર પ્રોટીનમાંથી તંતુમય રચનામાં રૂપાંતર થાય છે. આને કારણે પ્રોટીન અણુના ભૌતિક, રાસાયણિક અને જૈવિક અણુઓના ગુણધર્મો બદલાય છે.
પ્રશ્ન 9.
શું તમે વ્યાપારિક દૃષ્ટિથી ઉપલબ્ધ અણુમોડલ (દડો અને લાકડી નમૂના)નો ઉપયોગ કરી જૈવ અણમોડલને બનાવી શકો છો?
ઉત્તર:
હા, વ્યાપારિક દૃષ્ટિએ ઉપલબ્ધ અણમોડલનો ઉપયોગ કરી જૈવઅણુઓના મોડલ બનાવી શકાય છે.
દડો અને સળી (લાકડી) દ્વારા બનેલ મોડલ 3D (ત્રિપરિમાણીય) અથવા ચોક્કસ મોડલ દ્વારા રસાયણિક નીપજ અને પ્રક્રિયકના અણુઓની રચના બનાવી શકાય છે. દડા અને લાકડી દ્વારા, કેન્દ્રનો અણુ સીધી રેખા દ્વારા જોડાયેલ હોય છે, જે સહસંયોજક બંધ બનાવે છે. દ્વિબંધ અને ત્રિબંધ દડાઓના એકબીજા સાથેના વળાંકરૂપ જોડાણો સ્પ્રીંગ જેવી રચના દ્વારા બતાવવામાં આવે છે.
પ્રશ્ન 10.
એમિનો ઍસિડને નિર્બળ બેઈઝથી અનુમાપન કરી એમિનો ઍસિડમાં (આયનાઈઝેબલ) ક્રિયાશીલ સમૂહોની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરો.
ઉત્તર:
એમિનો ઍસિડમાં જોવા મળતા વિવિધ આણ્વિક સ્વરૂપ અનુમાપન કરી સરળતાથી સમજી શકાય છે. તટસ્થ અને બેઝિક એમિનો ઍસિડમાં એક ધ્રુવીકૃત ક્રિયાશીલ અણુ જોવા મળે છે. જ્યારે એસિડિક એમિનો ઍસિડમાં બે જોવા મળે છે.
પ્રશ્ન 11.
એલેનાઈન એમિનો ઍસિડની રચનાનું રેખાંકન કરો.
ઉત્તર:
પ્રશ્ન 12.
ગુંદર શેનો બનેલો છે ? શું ફેવિકોલ તેનાથી અલગ છે ?
ઉત્તર:
ગુંદર એ ઘણાં બધાં વિવિધ મોનોસેકેરાઈડના અણુઓના સમૂહના વિષમ પોલિસેકેરાઈડ (પોલિમર) છે. ફેવિકોલ એ જુદા પ્રકારના પોલિમર છે. તે સંશ્લેષિત ચોંટી જાય તેવો પદાર્થ છે, જેને રસીન કહે છે. તેનું ઉત્પાદન જે પોલિવિનાઈલ આલ્કોહોલ (PVA) છે, તે પોલિરોકેરાઈડ નથી.
પ્રશ્ન 13.
પ્રોટીન, ચરબી, તેલ અને એમિનો ઍસિડનું ગુણાત્મક પૃથક્કરણ/પરીક્ષણ બનાવો તથા કોઈપણ ફળનો રસ, લાળ, પરસેવો તથા મૂત્રમાં તેઓનું પરીક્ષણ કરો,
ઉત્તર:
(a) પ્રોટીનની કસોટી :
બાયુ રેટ કસોટ : પ્રોટીનમાં બાયુરેટ પ્રક્રિયક ઉમેરવામાં આવે તો દ્રાવણ આછા વાદળીમાંથી જાંબલી રંગમાં પરિવર્તિત થાય છે.
(b) ચરબી અને તેલની કસોટી : ગ્રીસ કે કાવ્યતાની કસોટી
(c) એમિનો ઍસિડ માટેની કસોટી :
નીન હાઈડ્રીન કસોટી : દ્રાવણમાં નીન હાઈડ્રીન નાખતા એમિનો ઍસિડ પર આધારિત રંગહીન દ્રાવણ ગુલાબી, વાદળી કે જાંબલી રંગમાં પરિવર્તિત થાય છે.
પ્રશ્ન 14.
તપાસ કરો કે જીવાવરણમાં બધી જ વનસ્પતિઓ દ્વારા કેટલા સેલ્યુલોઝનું નિર્માણ થાય છે? તેની તુલના મનુષ્ય દ્વારા કુલ ઉત્પાદિત કાગળ સાથે 1 કરો, મનુષ્ય પ્રતિવર્ષ વનસ્પતિ પદાર્થોનો વપરાશ કેટલો કરે છે ? તેમાં વનસ્પતિઓ કેટલા પ્રમાણમાં નાશ પામે છે ?
ઉત્તર:
લગભગ 100 બિલિયન ટન સેલ્યુલોઝ દર વર્ષે વનસ્પતિ દ્વારા પૃથ્વી પર બને છે. એક ટન પેપર બનાવવા માટે 17 પૂર્ણ વિકસિત ઝાડ વપરાય છે. ઝાડનો માણસની જરૂરિયાત મુજબ ઉપયોગ થાય છે. જેવા કે લાકડું, દવા, ખોરાક વગેરે. તેથી મનુષ્ય દ્વારા વાર્ષિક વપરાશની ગણતરી કરવી મુશ્કેલ છે.
પ્રશ્ન 15.
ઉલ્લેચકોના મહત્ત્વપૂર્ણ ગુણધર્મનું વર્ણન કરો.
ઉત્તર:
ઉલ્લેચકોના અગત્યના ગુણધર્મો નીચે મુજબ છે.
- તે ઊંચો અણુભાર ધરાવતા મહાઅણુઓનું સંયોજન છે.
- કોષમાં તે જૈવ રાસાયણિક પ્રક્રિયાને ઉત્તેજીત કરે છે. તે મોટા અણુઓને વિભાજીત કરી નાના અણુઓમાં કે નાના અણુઓને જોડી મોટા અણુમાં રૂપાંતર કરે છે.
- ઉન્સેચક પ્રક્રિયા શરૂ કરતાં નથી પરંતુ પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
- ઉન્સેચકો જૈવ રાસાયણિક પ્રક્રિયાનાં વેગ પર અસર કરે છે તેની ક્રિયામાં નહિ.
- ઉન્સેચકો ચોક્કસ પ્રક્રિયા માટે જવાબદાર છે. a તાપમાન ખૂબ વધતાં ઉત્સુચકીય પ્રક્રિયા ઘટે છે.
- 6 થી 8 pH દરમ્યાન ઉત્સકીય પ્રક્રિયા મહત્તમ હોય છે.
- ઉત્સુચકની ક્રિયાશીલતા પ્રક્રિયકની સાંદ્રતા વધતા વધે છે અને મહત્તમ દર સુધી પહોંચે છે.
GSEB Class 11 Biology જૈવઅણુઓ NCERT Exemplar Questions and Answers
વૈકલ્પિક પ્રશ્નો (MCQ)
પ્રશ્ન 1.
સજીવોમાં જોવા મળતાં ઘટકોનું બંધારણ અને ભૂપડ જેવા નિર્જીવ પદાર્થોમાં જોવા મળતાં ઘટકો એ બંનેમાં મોટાભાગના તત્ત્વો સરખા છે, તો આ બંને જૂથ વચ્ચે ભેદ શું છે ? નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
(a) જીવંત સજીવોમાં જોવા મળતા સોનાનું પ્રમાણ નિર્જીવ કરતાં વધુ હોય છે.
(b) જીવંત સજીવોના દેહમાં જોવા મળતા પાણીનું પ્રમાણ નિર્જીવ કરતાં વધુ હોય.
(c) `જીવંત સજીવોમાં કાર્બન, ઓક્સિજન અને હાઈડ્રોજનનું પ્રમાણ પ્રતિ એકમમાં જથ્થામાં નિર્જીવ કરતાં વધુ હોય.
(d) જીવંત સજીવોમાં કેલ્શિયમનું પ્રમાણ કરતાં નિર્જીવમાં વધુ હોય.
ઉત્તર:
(c) જીવંત સજીવોમાં કાર્બન, ઓક્સિજન અને હાઈડ્રોજનનું પ્રમાણ પ્રતિ એકમમાં જથ્થામાં નિર્જીવ કરતાં વધુ હોય.
પ્રશ્ન 2.
સજીવોમાં જોવા મળતા મોટાભાગના ઘટકો જે મુક્ત કે સંયોજન સ્વરૂપે જોવા મળે છે. નીચેનામાંથી એક સજીવમાં જોવા મળતો નથી.
(a) સિલિકોન
(b) મેગ્નેશિયમ
(c) આયર્ન
(d) સોડિયમ
ઉત્તર:
(a) સિલિકોન
પ્રશ્ન 3.
એમિનો ઍસિડના બંધારણમાં એમિનો સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ જોવા મળે છે. નીચેનામાંથી કયો એમિનો ઍસિડ છે ?
(a) ફોર્મિક ઍસિડ
(b) ગ્લિસરોલ
(c) ગ્લાયોલિક ઍસિડ
(d) ગ્લાયસિન
ઉત્તર:
(d) ગ્લાયસિન
પ્રશ્ન 4.
કેટલીક પરિસ્થિતિમાં એમિનો ઍસિડમાં ધનભાર અને ઋણભાર બંને એક જ અણુમાં જોવા મળે છે. આવા પ્રકારના એમિનો ઍસિડને …………………… તરીકે ઓળખાય છે.
(a) એસિડિક સ્વરૂપ
(b) બેઝિક સ્વરૂપ
(c) એરોમેટિક ઍસિડ
(d) ટ્વિટર આયન સ્વરૂપ
ઉત્તર:
(d) ટ્વિટર આયન સ્વરૂપ
પ્રશ્ન 5.
નીચેમાંથી કઈ શર્કરા ગ્લુકોઝમાં જોવા મળે તેટલા જ કાર્બન ધરાવે છે ?
(a) ફ્રુક્ટોઝ
(b) ઈરિથ્રોઝ
(c) રિબ્યુલોઝ
(d) રિબોઝ
ઉત્તર:
(a) ફ્રુક્ટોઝ
પ્રશ્ન 6.
ન્યુક્લિઓસાઈડના ફોસ્ફોરાયલેશ દ્વારા બનતા ઍસિડદ્રાવ્ય ઘટકને ……………………… કહે છે.
(a) નાઈટ્રોજન બેઈઝ
(b) એડિનીન
(c) ફોસ્ફેટ શર્કરા
(d) ન્યુક્લિઓટાઈડ
ઉત્તર:
(d) ન્યુક્લિઓટાઈડ
પ્રશ્ન 7.
જ્યારે ઍસિડમાં કોઈપણ પેશીને હોમોજીનાઈઝ કરવામાં આવે, ઍસિડ દ્રાવ્ય પુલ દર્શાવે છે.
(a) કોષરસ
(b) કોષરસપટલ
(c) કોષકેન્દ્ર
(d) ન્યુક્લિઓટાઈડ
ઉત્તર:
(a) કોષરસ
પ્રશ્ન 8.
સૌથી વધુ માત્રામાં સજીવમાં જોવા મળતું રાસાયણિક દ્રાવ્ય
(a) પ્રોટીન
(b) પાણી
(c) શર્કરા
(d) ન્યુક્લિઈક ઍસિડ
ઉત્તર:
(b) પાણી
પ્રશ્ન 9.
એકસરખા
(1) મોનોમર એક પછી એક ક્રમિક જોડાઈને સમપોલિમર બનાવે છે. જ્યારે વિષમ પોલિમરમાં એક કરતાં વધુ પ્રકારના મોનોમર જોવા મળે છે. પ્રોટીન એ વિષમ પોલિમર છે જે સામાન્ય રીતે ના બનેલા છે.
(a) 20 પ્રકારના મોનોમર
(b) 40 પ્રકારના મોનોમર
(c) 30 પ્રકારના મોનોમર
(d) ફક્ત એક જ પ્રકારના મોનોમર
ઉત્તર:
(a) 20 પ્રકારના મોનોમર
પ્રશ્ન 10.
પ્રોટીન ઘણી દેહધાર્મિક ક્રિયાઓ દર્શાવે છે. જેમ કે ઉત્સુચક તરીકેનું કાર્ય નીચેનામાંથી એક વધારાનું કાર્ય પ્રોટીન દ્વારા પ્રદર્શિત થાય છે.
(a) એન્ટિબાયોટિક
(b) ચામડીના રંગ માટે જવાબદાર રંજકદ્રવ્યકણો
(c) પુષ્યના વિવિધ રંગના રંજકકણોની બનાવટમાં
(d) અંતઃસ્ત્રાવ
ઉત્તર:
(1) અંતઃસ્ત્રાવ
પ્રશ્ન 11.
ગ્લાયકોજન એ સમપોલિમર છે જે …………………….. ના બનેલા છે.
(a) લૂકોઝના એકમ
(b) ગેલેક્ટોઝના એકમ
(c) રીબોઝના એકમ
(d) એમિનો એસિડ
ઉત્તર:
(a) લૂકોઝના એકમ
પ્રશ્ન 12.
ગ્લાયકોજનના અણુમાં જોવા મળતાં છેડાઓની સંખ્યા
(a) શાખાઓની સંખ્યા + એક જેટલી
(b) શાખાઓની સંખ્યા જેટલી
(c) એક
(d) બે, એક ડાબી બાજુએ અને એક જમણી બાજુએ
ઉત્તર:
(a) શાખાઓની સંખ્યા + એક જેટલી
પ્રશ્ન 13.
પ્રોટીનના અણુના પ્રાથમિક બંધારણમાં …………………….. ધરાવે છે.
(a) બે છેડા
(b) એક છેડો
(c) ત્રણ છેડા
(d) એક પણ છેડા નહિ
ઉત્તર:
(a) બે છેડા
પ્રશ્ન 14.
નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉત્સુચક દ્વારા સજીવ તંત્રમાં જોવા મળતી નથી ?
(a) પાણીમાં CO2 નું ઓગળવું
(b) DNA ની બે શૃંખલાઓનું પુરું પાડવું.
(c) સુક્રોઝનું હાઈડ્રોલિસિસ
(d) પેપ્ટાઈડ બંધનું બનવું
ઉત્તર:
(a) પાણીમાં CO2 નું ઓગળવું
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
મનુષ્ય દ્વારા બનાવવામાં આવતી (એટલે કે સંશ્લેષિત) અથવા વનસ્પતિ, બેક્ટરિયા, પ્રાણીઓમાંથી મેળવવામાં આવતી દવાઓ, જેને કુદરતી નીપજો કહે છે. કેટલીક વખતે કુદરતી નીપજોની જગ્યાએ રસાયણનો માનવ દ્વારા ઝેરી અસર આડ અસર ઉપયોગ થાય છે. નીચેમાંથી દરેક કુદરતી નીપજો કે રાસાયણિક સંશ્લેષિત છે. તેના વિશે લખો.
(a) પેનિસિલિન
(b) સલ્ફાનેમાઈડ
(c) વિટામિન્સ
(d) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
ઉત્તર:
(a) પેનિસિલીન એ પેનિસિલીયમ નામની ફૂગમાંથી પ્રાપ્ત એન્ટિબાયોટિક સમૂહ છે જે શરૂઆતમાં કુદરતી નીપજ તરીકે વાપરવામાં આવતું હતું.
(b) સલ્ફોનેમાઈડ એ સંશ્લેષિત રસાયણ છે. તે એક સૂક્ષ્મજીવોને મારી નાખતું કે તેમની વૃદ્ધિ અટકાવતા દ્રવ્ય (antimirobial agent) તરીકે
જુદી જુદી દવાઓના સમૂહમાં હોય છે.
(c) વિટામિન-C અથવા L-એસ્કોર્બિક ઍસિડ કે એસ્કોર્બેટ એ કુદરતી નીપજ છે તે મનુષ્યના પોષણ માટે જરૂરી છે. તે ખાટા ફળોમાં જોવા મળે છે.
(d) વૃદ્ધિ અંતઃસ્ત્રાવો (GH અથવા HGH) એ સોમેટોટ્રોપીન કે સોમેટ્રોપન તરીકે ઓળખાય છે. તે શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે. તે વૃદ્ધિને ઉત્તેજિત કરે છે.
પ્રશ્ન 2.
એસ્ટર બંધ, ગ્લાયકોડિક બંધ, પેટાઈડ બંધ અને હાઈડ્રોજન બંધમાંથી યોગ્ય રાસાયણિક બંધ પસંદ કરી નીચેના વિશે લખો.
(a) પોલિસેકેરાઈડ
(B) પ્રોટીન
(c) ચરબી (fat)
(d) પાણી
ઉત્તર:
(a) પોલિસેકેરાઈડ : તે ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે. ગ્લાયકોસિડિક બંધ એક પ્રકારના સહસંયોજક બંધ દ્વારા સાદા કે જટિલ કાર્બોહાઈડ્રેટ્સના અણુઓ ભેગા મળી એક લાંબી પોલિસેકેરાઈડની શૃંખલા બનાવે છે.
(b) પ્રોટીન : તે પેટાઈડ બંધ દ્વારા જોડાયેલા છે. બે એમિનો એસિડના અણુઓમાં એક એમિનો ઍસિડના કાબૉક્સિલ અને બીજા એમિનો
ઍસિડના એમિનો સમૂહ સાથે પાણીનો અણુ દૂર કરી એકબીજા સાથે જોડાઈને સહસંયોજક રાસાયણિક બંધથી જોડાઈને પેપ્ટાઈડ બંધ બને છે. પાણીનો અણુ દૂર થતો હોવાથી ડિહાઈડ્રેશન સિન્થટેસીસ પ્રક્રિયા પણ કહે છે. એમિનો ઍસિડના વચ્ચે પેપ્ટાઈડ બંધથી જોડાઈને શૃંખલા બનવાને પરિણામે પ્રોટીન બને છે.
(c) એસ્ટર બંધ : ફેટિ ઍસિડના કાબૉક્સિલ સમૂહ અને ટ્રાયગ્લિસરોલના હાઈડ્રોક્સિલ સમૂહ પાણીનો અણુ ગુમાવીને એસ્ટર બંધથી જોડાય છે.
(d) હાઈડ્રોજન બંધ : તેમાં ધ્રુવીય પ્રકૃતિ ધરાવતા અણુઓ વચ્ચે વીજભારની ફેરબદલીને લીધે હાઈડ્રોજન એ ઋણ વીજભારયુક્ત અણુ સાથે જોડાય છે. જેવા કે N, O, S, F વગેરે પાણી એ સૌથી જાણીતું ઉદાહરણ છે.
પ્રશ્ન 3.
એમિનો ઍસિડ, શર્કરા, ન્યુક્લિઓટાઈડ અને ફેટિઍસિડના એક – એક ઉદાહરણ આપો.
ઉત્તર:
એમિનો ઍસિડ – લ્યુસીન, શર્કરા – લેક્ટોઝ
ન્યુક્લિઓટાઈડ – એડિનોસાઈન ટ્રાયફોસ્ફટ, ફેટિ ઍસિડ – પામિટીક ઍસિડ
પ્રશ્ન 4.
નીચે આપેલ પ્રક્રિયામાં પ્રક્રિયક A અને A’ ઓક્સિડોરિડક્ટઝ દ્વારા ઉદ્મરણ પામે છે. પ્રક્રિયા પૂર્ણ કરો. A રિડ્યુસ્ડ. + A’ ઓક્સિડાઈઝ →
ઉત્તર:
ઓક્સિડોરિડક્ટઝ ઉત્સુચક ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાને ઉત્રેરિત કરે છે. આ ઉત્સુચક એક અણુ (રિડક્ટન્ટ) કે જેને ઈલેક્ટ્રોન આપનાર કહે છે. તેમાંથી ઈલેક્ટ્રોન બીજો અણુ (ઓક્સિડન્ટ) કે તેને ઈક્ટ્રોન ગ્રાહક કહે છે. તેને આપે છે.
પ્રશ્ન 5.
પ્રોસ્થેટિક સમૂહ એ સહકારકોથી કેવી રીતે જુદા પડે છે?
ઉત્તર:
- પ્રોસ્થેટિક અણુ એ એપોએન્ઝાઈમ સાથે ગાઢ રીતે સહસંયોજક કે અસહસંયોજક બંધથી જોડાયેલ કાર્બનિક સંયોજનો છે. (સહકારકો સિવાયના ઉન્સેચકો) દા.ત., પેરોક્સિડેઝ અને ઉદ્દીપકો, કે જે હાઈડ્રોજન પેરોક્સાઈડને પાણી અને ઓક્સિજનમાં વિભાજીત કરે છે. હીમ એ પ્રોસ્થેટિક સમૂહ છે અને તે ઉસેચકોના સક્રિય સ્થાનનો ભાગ છે.
- સહકારકો એ નાના, હીટ – સ્ટેબલ, સંયુગ્મી ઉત્સુચકનો બિનપ્રોટીન ભાગ છે. તે અકાર્બનિક કે કાર્બનિક પ્રકૃતિના હોય છે.
- સહકારકો ઉત્સચકો સાથે નબળા બંધ દ્વારા જોડાયેલ હોય ત્યારે તેને સહઉન્સેચક અને મજબૂત બંધથી જોડાયેલ હોય તો તેને પ્રોસ્થેટિક સમૂહ કહે છે.
પ્રશ્ન 6.
α – કાર્બન પર આપેલ એક પૂરક અણુના આધારે ગ્લાયસીન અને એલેનીન એકબીજાથી જુદા છે. તેમનામાં બીજા કયા પૂરક સમૂહો આવેલ છે ?
ઉત્તર:
બંને એમિનો ઍસિડમાં સામાન્ય પૂરક સમૂહ NH2, COOH અને E છે.
પ્રશ્ન 7.
સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, કાઈટિન, પોલિસેકેરાઈડ નીચેનામાં જોવા મળે છે. યોગ્ય રીતે પસંદ કરી દરેકની સામે લખો.
કોટન ફાઈબર – ……………………..
વંદાનું બાહ્યકવચ ………………………
યકૃત – ……………………..
છોલેલા બટાટા …………………………
ઉત્તર:
કોટન ફાઈબર – સેલ્યુલોઝ
વંદાનું બાહ્યકચવ – કાઈટિન
યકૃત – ગ્લાયકોજન
છોલેલા બટાટા – સ્ટાર્ચ
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
ઉલ્લેચકો એ પ્રોટીન છે. પ્રોટીન એ પેપ્ટાઈડ બંધથી જોડાયેલ એમિનો ઍસિડની શૃંખલા છે. એમિનો ઍસિડનાં બંધારણમાં ઘણા ક્રિયાશીલ સમૂહ હોય છે. આ ક્રિયાશીલ સમૂહમાંના અમુક ધ્રુવીકૃત હોય છે. તેઓ નબળા ઍસિડ અને નબળા બેઈઝની રાસાયણિક પ્રકૃતિ ધરાવતા હોવાથી દ્રાવણના આ ધ્રુવીકરણ પર pH ની અસર થાય છે. ઘણી ઉત્સુચકીય પ્રક્રિયા પર આસપાસના pH ની અસર થાય તે છે. આ બાજુના આલેખમાં દર્શાવેલ છે, ટૂંકમાં વર્ણવો.
ઉત્તર:
- ઉત્સચકો સામાન્ય રીતે pH ની નાની રેન્જમાં કાર્ય કરે છે. મોટાભાગના ઉત્સચકોની મહત્તમ ક્રિયાશીલતા ચોક્કસ pH એ હોય છે. જેને ઈષ્ટમાન pH કહે છે. તેથી ઊંચા કે નીચા pH એ તે ઘટે છે.
- ખૂબ ઊંચા અને ખૂબ નીચા pH એ સામાન્ય રીતે ઉત્સુચક પોતાની ક્રિયાશીલતા ગુમાવે છે. ઉપરના આલેખમાં મહત્તમ ઉત્સુચકીય પ્રક્રિયા આ ઈષ્ટમાન pH એ દર્શાવે છે.
પ્રશ્ન 2.
રબર એ પ્રાથમિક ચયાપચયક છે કે દ્વિતીયક ચયાપચયક? રબર વિશે ચાર વાક્યો લખો.
ઉત્તર:
રબર (સીસ – 1, 4 – પોલિઈસોપાયરીન) એ દ્વિતીયક ચયાપચયક છે. વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતાં દ્વિતીયક ચયાપચય રસાયણનું કાર્ય હજી સુધી
વૃદ્ધિ, પ્રકાશસંશ્લેષણ, પ્રજનન કે બીજા સામાન્ય કાર્યોમાં જોવા મળતું નથી.
- રબર એ રબર વૃક્ષ (Have a Brasoiliensis) માંથી પ્રાપ્ત થાય છે.
- તે ક્ષીર ઉત્પાદન કરતી પેશીમાંની નલિકાઓમાંથી ક્ષીર સ્વરૂપે પ્રાપ્ત થતી ઉપનીપજ છે.
- તે સૌથી મોટો ટર્પેનોઈસ છે. કારણ કે તે 400 થી વધુ આઈસોક્રેન એકમો ધરાવે છે.
- તે સ્થિતિસ્થાપક વોટરપ્રૂફ અને સારું વીજવાહક છે.
પ્રશ્ન 3.
પ્રોટીનમાં જોવા મળતા અનુમાનિત પોલિમરના ઉદાહરણ દ્વારા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બંધારણ ક્રમશઃ વર્ણવો.
ઉત્તર:
- પ્રોટીન એમિનો ઍસિડની શૃંખલાઓથી બનેલ વિષમ પોલિમર છે.
- અણુઓની સંરચનાનો અર્થ જુદા-જુદા સંદર્ભમાં જુદા-જુદો હોય છે. અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં સરંચનાનો સંબંધ આવિક સૂત્ર સાથે હોય છે. (જેમાં NaCl, MgCl2 વગેરે)
- કાર્બનિક રસાયણો અણુઓની દ્વિપરિમાણિક સંરચના (જેમાં બેન્ઝિન, નેથેલીન વગેર)ને રજૂ કરે છે. ભૌતિક વૈજ્ઞાનિકો આશ્વિક સંરચનાને ત્રિપરિમાણિક દૃશ્યને જ્યારે જીવવિજ્ઞાની પ્રોટીનની રચનાને ચાર સ્તરીય વ્યક્ત કરે છે.
પ્રાથમિક બંધારણ :
- પ્રોટીનમાં એમિનો ઍસિડનો ક્રમ કયો પ્રથમ એમિનો ઍસિડ, કયો બીજો એમિનો ઍસિડ એમ આગળ ક્રમમાં પ્રોટીનમાં કયા સ્થાને છે તેને પ્રાથમિક બંધારણ કહે છે.
- પ્રોટીન એક રેખીય સ્વરૂપે હોય તેવી કલ્પના કરો, તો તેના ડાબા છેડા પર પ્રથમ એમિનો ઍસિડ અને જમણા છેડા પર અંતિમ એમિનો ઍસિડ જોવા મળે છે.
- સંકલ્પિત પ્રોટીનના અંશની પ્રાથમિક સંરચના N અને C પ્રોટીનના છેડાને પ્રદર્શિત કરે છે. એક અક્ષરીય સંકેત અને એમિનો ઍસિડના ત્રિસ્તરીય સંક્ષેપણને બનાવવામાં આવ્યું છે.
- પ્રથમ એમિનો ઍસિડના છેડાને N- ટર્મિનલ એમિનો ઍસિડ જ્યારે અંતિમ એમિનો ઍસિડના છેડાને C- ટર્મનિલ એમિનો એસિડ કહે છે.
દ્વિતીય બંધારણ :
પ્રોટીન તંતુ એ લાંબા દઢ તંતુ જેવી રચના નથી, પરંતુ તેનો તંતુ કુંતલની જેમ અમળાયેલ હોય છે. (કુંતલાકાર નિસરણીની જેમ), વાસ્તવમાં પ્રોટીન તંતુ કેટલાંક કુંતલ સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. પ્રોટીનમાં માત્ર દક્ષિણ ભ્રમણ કુંતલો જોવા મળે છે. અન્ય જગ્યાઓ પ્રોટીનના તંતુ બીજા સ્વરૂપમાં વીંટળાયેલા હોય છે, તેને દ્વિતીયક બંધારણ (secondary structure) કહે છે.
તૃતીય બંધારણ :
પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર જ પોલા ઊનના દડાની માફક વીંટળાયેલી હોય તો તેને તૃતીયક સંરચના (Tertiary structure) કહે છે.
- પ્રોટીનના ત્રિપરિમાણ સ્વરૂપને પ્રદર્શિત કરે છે.
- પ્રોટીનની જૈવિક પ્રક્રિયા માટે તૃતીય સંરચના ચોક્કસ સ્વરૂપે આવશ્યક હોય છે.
ચતુર્થક સંરચના :
- કેટલાંક પ્રોટીન એક કે વધુ પોલિપેપ્ટાડાઈડ્સ કે તેમના પેટા એકમોનો સમૂહ હોય છે. જે પ્રકારે પ્રત્યેક પોલિસેકેરાઈડસ કે પેટા એકમો એકબીજાની સાથે (ઉદા. દડાની ફરતે ગોઠવાયેલ તંતુઓ, ઘન કે તકતીની જેમ એક ઉપર એક ગોઠવાયેલા એકમો) ગોઠવાયેલા હોય છે અને પ્રોટીન સંરચના બનાવે છે, તેને પ્રોટીનની ચતુર્થક સંરચના (Quaternary structure) કહે છે.
- પુખ્ત મનુષ્યમાં હિમોગ્લોબીન ચાર પેટા ખંડોનો બનેલ હોય છે. તેમાંથી બે પેટા એકમો એકબીજાથી જુદા હોય છે. બે પેટાએકમો તૂ અને બે પેટાએકમો B પ્રકારના હોય છે. જે એકબીજા સાથે જોડાઈને મનુષ્યનું હિમોગ્લોબીન (Hb) બનાવે છે.
પ્રશ્ન 4.
ન્યુક્લિઈક ઍસિડ દ્વિતીયક બંધારણ દર્શાવે છે – ઉદાહરણ સાથે સાબિત કરો.
ઉત્તર:
ન્યુક્લિક ઍસિડ મોટા પોલિમર બૃહદ જૈવ અણુઓ છે. જે બધાના જીવન માટે જરૂરી છે. ન્યુક્લિઈક ઍસિડના દ્વિતીયક બંધારણમાં એક અણુના કે એક કરતાં વધુ ક્રિયાશીલ અણુઓની આંતરપ્રક્રિયા દ્વારા બનેલ છે.
DNA અને RNA મુખ્ય બે ન્યુક્લિઈક ઍસિડ છે. છતાં તેમની દ્વિતીયક સંરચના જુદી પડે છે. DNA ની દ્વિતીયક રચના બે એકબીજાથી વિરુદ્ધ, કુતકલાકારક નિસરણી જેવી રચના ધરાવતી પોલિવુક્લિઓટાઈડની શૃંખલાથી બને છે. DNA ની આ બેવડી કુંતલમય રચના ફોસ્ફોડાયએસ્ટર બંધ (એક ન્યુક્લિઓટાઈડ નાના શર્કરાના ડ’ કાર્બન બીજા ન્યુક્લિઓટાઈડના શર્કરાના 3′ અણુ વચ્ચે), હાઈડ્રોજન બંધ (નાઈટ્રોજન બેઈઝ જેવા કે એક બેઈઝના હાઈડ્રોજન અને બીજા બેઈઝના નાઈટ્રોજનનો ઓક્સિજન) અને આયનિક આંતરપ્રક્રિયા દ્વારા સ્થાપિત થાય છે.
પ્રશ્ન 5.
‘જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા હોય છે, જેનાથી કાર્ય કરી શકે છે.’ – વાક્ય સમજાવો.
ઉત્તર:
સજીવ એ સંતુલિત સ્થિતિમાં હોતો નથી કારણ કે કોઈપણ તંત્ર સંતુલિત સ્થિતિએ કાર્ય ન કરી શકે. જીવંત સજીવ દરેક જૈવઅણુના ચોક્કસ સાંદ્રતાને આધારે એ સ્થાયી અવસ્થા દર્શાવે છે.
આ જૈવ અણુઓ સતત ચયાપચયિક ગતિમાં હોય છે. કોઈપણ રાસાયણિક કે ભૌતિકપ્રક્રિયા તેને સંતુલિત કરવા તેને સમાંતર ચાલતી હોય છે. સજીવને સતત ક્રિયાશીલ રહેવા તેઓ ક્યારેય સંતુલિત સ્થિતિએ પહોંચવા પ્રયત્ન ન કરે. તેથી ક્રિયાશીલતા માટે જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે. આ ચયાપચય દરમ્યાન પ્રાપ્ત થતી ઊર્જાને કારણે પ્રાપ્ત થાય છે.
દીર્ઘ પ્રશ્નો (LQ)
પ્રશ્ન 1.
ઉલ્લેચક પ્રક્રિયાર્થી સંકુલ બનવું એ ઉત્સચકીય પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. નીપજ પ્રાપ્ત થાય ત્યાં સુધીનો બીજો તબક્કો વર્ણવો.
ઉત્તર:
દરેક ઉત્સુચક પર પ્રક્રિયાર્થીના ક્રિયાશીલ સ્થાન સાથે જોડાવા ચોક્કસ ક્રિયાશીલ સ્થાન હોય છે. ઉલ્લેચકો એ પ્રક્રિયા માટે જવાબદાર ક્રિયાશક્તિ દ્વારા કાર્ય કરે છે.
ઉત્સુચકીય પ્રક્રિયાના ઉત્રેરક ચક્રને નીચે પ્રમાણે વર્ણવી શકાય
- સૌપ્રથમ પ્રક્રિયક ઉસેચકના સક્રિય સ્થાને જોડાય છે.
- ઉત્સુચક સાથે જોડાયેલા પ્રક્રિયક ઉત્સચકના આકારમાં (સ્વરૂપમાં બદલાવ લાવે છે. જેથી પ્રક્રિયક ઉત્સુચક સાથે મજબૂતીથી જોડાઈ જાય છે.
- ઉન્સેચકનું સક્રિય સ્થાન હવે પ્રક્રિયકના ગાઢ સંપર્કમાં હોય છે, જેના પરિણામ સ્વરૂપે પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટે છે અને નવા ઉત્સુચક નીપજનું સંકુલનું નિર્માણ થાય છે.
- ઉસેચક નવનિર્મિત નીપજને મુક્ત કરે છે. મુક્ત થયેલ ઉત્સુચક અન્ય પ્રક્રિયક સાથે જોડાવા માટે તૈયાર થઈ જાય છે. આ પ્રકારે પુનઃઉન્સેચક ચક્રની શરૂઆત થાય છે.
પ્રશ્ન 2.
ઉલ્લેચકોનું કયા વર્ગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? ગમે તે બે ઉભેરક પ્રક્રિયાઓ વર્ણવો.
ઉત્તર:
હજારી ઉત્સચકોની શોધ, અલગીકરણ અને અભ્યાસ થઈ ચૂક્યો છે. ઉલ્લેચકો દ્વારા જુદી-જુદી પ્રક્રિયાઓના ઉન્સેચકના આધારે તેને જુદા-જુદા સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ઉલ્સેચકોને 6 વર્ગોમાં તથા પ્રત્યેક વર્ગને 4 થી 13 ઉપવર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેનું નામકરણ ચાર અક્ષરીય સંખ્યા પર આધારિત છે.
(1) ઓક્સિડોરિડક્ટઝિસ / ડિહાઈડ્રોજીનેઝિસ :
બે પ્રક્રિયકો s અને S’ વચ્ચે ઓક્સિડો–રિડક્શનને ઉન્નેરિત કરતાં ઉત્સચકો જેમ કે,
S (રિડ્યુસ) + S’ (ઓક્સિડાઈઝ) → S ઓક્સિડાઈઝ + S’ રિડ્યુસ
ઉદા., સક્સિનીક ડિહાઈડ્રોજીનેઝ, સાયટોક્રોમ ઓક્સિડેઝ
(ii) ટ્રાન્સફરેઝિસ :
ઉન્સેચકો કે જે G (હાઈડ્રોજન સિવાય)ના કોઈપણ એક અણુને s અને s* વચ્ચે સ્થાનાંતરણને ઉભેરિત કરે છે.
જેમ કે ….
S – G + S’ → S + S’ – G
(iii) હાઈડ્રોલેઝિસ : ઉન્સેચક કે જે એસ્ટર, ઈથર, પેટાઈડ, ગ્લાયકોસિડિક, કાર્બન-કાર્બન, કાર્બન – હેલાઈડ અથવા -N બંધ (ફોસ્ફરસ – નાઈટ્રોજન બંધ)નું જળવિભાજન પ્રેરે છે.
(iv) લાયેઝિસ :
જલવિભાજન સિવાય પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરવા માટે સંકથાલેલા ઉન્સેચકો છે, પ્રક્રિયાના ફળ સ્વરૂપે દ્વિબંધનું નિર્માણ થાય.
(v) આઈસોમક્સિ :
એવા બધા જ ઉન્સેચકો કે જે પ્રકાશીય ભૌમિતિક અથવા હષિારણીય સમઘટકોનો ઓતર રૂપાંતરણને ઉત્રેરિત કરે છે.
(vi) લિગેઝિસ : = ઉન્સેચક કે જે બે રસાયણોને પરસ્પર જોડાણ માટે જેમ કે c – 0, C = S, C > N, P – 0 વગેરે બંધોના નિર્માણમાં ઉગ્નેરિત કરે છે.
પ્રશ્ન 3.
ન્યુક્લિઈક ઍસિડ દ્વિતીયક બંધારણ દર્શાવે છે. વોટસન અને કિકના મોડલને આધારે વર્ણવો.
ઉત્તર:
ન્યુક્લિઓટાઈડના અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાઈને એક લાંબી શ્રૃંખલા દ્વારા ન્યુક્લિઈક ઍસિડ બને છે. ન્યુક્લિઈક ઍસિડના આકાર માટે બેઈઝ અને શર્કરા, ફોસ્ફટ વચ્ચેની પ્રક્રિયાથી મુખ્ય ધરી બનાવતા દ્વિતીયક બંધારણ જવાબદાર છે. જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક એ DNAનું દ્વિતીયક મૉડેલ ક્રિસ્ટલોગ્રાફિક અભ્યાસને આધારે રજૂ કર્યું.
- DNA અથવા ડિઓક્સિ રિબોન્યુક્લિઈક ઍસિડ પોલિડિઓક્સિરિબો- ન્યુક્લિઓટાઈડના મહા અણુઓની બેવડી કુંતલાકાર શૃંખલા છે.
- DNAની બે શૃંખલા પરસ્પર એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે. જેને DNA ડુપ્લેક્ષ કહે છે.
- DNAના કુંતલો બે પ્રકારની ખાંચ દર્શાવે છે. જેમ કે મુખ્ય અને ગૌણ.
- એક કુંતલમાં 360° અમળાયેલ એક DNA કુંતલમાં 10 ન્યુક્લિઓટાઈડ હોય છે. દરેક પગઠથિયા 3.4 nm અંતર ધરાવે છે.
- એક ન્યુક્લિઓટાઈડના 5 કાર્બન તેના પછીના ન્યુક્લિઓટાઈડના 3 કાર્બન વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા ન્યુક્લિઓટાઈડના પગથિયા જોડાયેલા રહે છે. આ મજબૂત સહસંયોજક બંધ શર્કરા / ફોસ્ફટ ભેગા મળી મુખ્ય ધરી બનાવે છે.
- DNAની બે શૃંખલા નાઈટ્રોજન બેઈઝ વચ્ચે જોવા મળતા નબળા હાઈડ્રોજન બંધથી જોડાયેલ હોય છે. એડેનીન થાયમીન સાથે બે હાઈડ્રોજન બંધ દ્વારા અને થાયમિન અને સાયટોસિન ત્રણ હાઈડ્રોજન બંધ દ્વારા જોડાય છે.
- ચોક્કસ પ્રકારના વિવિધ નાઈટ્રોજન બેઈઝ DNA ની બે શ્રખલા પર ક્રમિક ગોઠવાયેલ હોય છે. એટલે કે યુરિન બીજી તરફ પિરિમિડીન જોડાય છે. આ યુરિન–પિરિમિડીનની જોડીઓ શૃંખલાની જાડાઈમાં ફાળો આપે છે, જેમ કે 2 mm અને બે શૃંખલાઓ સમાંતર બનાવે છે.
પ્રશ્ન 4.
ન્યુક્લિઓસાઈડ અને ન્યુક્લિઓટાઈડ વચ્ચે શું ભેદ છે? બે ઉદાહરણ દ્વારા બંનેની રચના જણાવો.
ઉત્તર:
પ્રશ્ન 5.
લિપિડના વિવિધ પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો.
ઉત્તર:
લિપિડ ફેટિઍસિડ અને આલ્કોહોલના એસ્ટર છે. દા.ત., ગ્લિસરોલ વગેરે તનું વર્ગીકરણ નીચે મુજબ છે.
(A) સાદા લિપિડ : ફેટિ ઍસિડના આલ્કોહોલ સાથેના એસ્ટર એ સાદા લિપીડ છે. તેઓ
- ચરબી (Fat) : તેઓ ગ્લિસરોલ (ટ્રાયગ્લિસરાઈ) સાથેના ઊંચા ફેટિઍસિડના એસ્ટર છે.
- મીણ (Waxes) : ગ્લિસરોલ સિવાયના આલ્કોહોલ સાથે ઊંચા ફેટિઍસિડના એસ્ટર છે.
(B) જટિલ લિપિડ કે સંયુગ્મી લિપિડ : સાદા લિપીડ સથે પ્રોસ્થેટિક (અન્ય વધારાના) સમૂહ જોડાઈને જટિલ લિપિડ બને છે.
- ગ્લિસરોફોસ્ફોલિપિડ : તે ફોસ્ફોલિપીડ તરીકે પણ ઓળખાય છે. તેમાં ફોસ્ફોરિક ઍસિડ દ્વારા એક ફેટિઍસિડ દૂર થાય છે કે જે કોલીન, ઈથેનોલેમાઈન, સેરીન વગેરે જેવા નાઈટ્રોજનયુક્ત સમુહ દ્વારા જોડાય છે.
ઉદા., લેસિચીન, સિલીન વગેરે - સ્ફીન્ગો લિપિડ : ફેટિ ઍસિડ અને કોલીન ઉપરાંત તેમાં ગ્લિસરોલની જગ્યાએ એમાઈન આલ્કોહોલ 4–સ્ફીન્ગોનીન અથવા સ્ફીન્ગોસીન યુક્ત ફોસ્ફોરિક ઍસિડ જોવા મળે છે.
- ગ્લાયકોલિપિડ : તેમાં ફેટિ ઍસિડ અને મોનોસેકેરાઈડ શર્કરા સાથે સ્પીન્ગોનાઈન જોવા મળે છે. દા.ત., સેરિબ્રોસાઈન્સ અને ગગ્લીઓસાઈસ.
(C) સ્ટિરોઈડ તેઓ જુદી રાસાયનિક પ્રકૃતિ ધરાવે છે, પરંતુ ભૌતિક ગુણધર્મો સરખા જોવા મળે છે. 4 રીંગ ધરાવતા સાયક્લોપેન્ટનોપ૨હાઈડ્રો ફિનાનશ્ચિનના આધારિત તેનું બંધારણ જોવા મળે છે. દા.ત., કોલેસ્ટેરોલ
(D) પ્રોસ્ટાગ્લાડીન: 20°C ધરાવતા એકેકીડોનીક ઍસિડના વ્યુત્પનનો છે. તેઓ જૈવિક ક્રિયાશિલ લિપિડ છે.