Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Ex 14.3
Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Ex 14.3 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ Ex 14.3
પ્રશ્ન 1.
કોઈ પણ (overline{P Q}) દોરો. (overline{P Q})ને માપ્યા સિવાય, (overline{P Q})ની નકલની રચના કરો.
ઉત્તરઃ

- જેની લંબાઈ જાણતા નથી તેવો (overline{P Q}) દોરો.
- એક રેખા l દોરો. રેખા l પર બિંદુ A લો.
- પરિકરની અણી P બિંદુ ઉપર મૂકી (overline{P Q}) જેટલું માપ લો.
- પરિકરની અણી A બિંદુ ઉપર મૂકી PQ જેટલા માપનો રેખા l ઉપર ચાપ દોરો. રેખા l ને ચાપ જ્યાં છેદે તે બિંદુને B કહો.
આમ, રેખા l પર AB એ PQની લંબાઈ જેટલો રેખાખંડ છે.
![]()
પ્રશ્ન 2.
કોઈ રેખાખંડ (overline{A B}) આપેલો છે, જેની લંબાઈ તમે જાણતા નથી. જેની લંબાઈ (overline{A B})ની લંબાઈ કરતાં બમણી હોય તેવો રેખાખંડ (overline{P Q}) રચો.
ઉત્તરઃ

- જેની લંબાઈ જાણતા નથી તેવો (overline{A B}) આપેલો છે.
- એક રેખા l દોરો. તેના ઉપર એક બિંદુ P લો.
- પરિકરની અણી A ઉપર અને પેન્સિલની અણી B ઉપર મૂકો. આ માપ એ (overline{A B})ની લંબાઈ જેટલું છે.
- પરિકરની અણી બિંદુ P ઉપર મૂકી રેખા l ઉપર ચાપ દોરો. ચાપ રેખા lને જ્યાં છેદે તે બિંદુને C કહો.
- વળી, પરિકરનું માપ તેટલું જ રાખી પરિકરની અણી બિંદુ C ઉપર મૂકી રેખા l ઉપર બીજો ચાપ જમણી બાજુ દોરો. આ ચાપ રેખા l ને જ્યાં છેદે તે બિંદુને Q કહો.
આમ, (overline{P Q}) એ એવો રેખાખંડ છે જેની લંબાઈ (overline{A B})ની લંબાઈ કરતાં બે ગણી છે.
અર્થત PQ = 2AB