Gujarat Board GSEB Textbook Solutions Class 6 Social Science Chapter 3 પ્રાચીન નગરો અને ગ્રંથો Textbook Exercise and Answers.
પ્રાચીન નગરો અને ગ્રંથો Class 6 GSEB Solutions Social Science Chapter 3
GSEB Class 6 Social Science પ્રાચીન નગરો અને ગ્રંથો Textbook Questions and Answers
1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
પ્રશ્ન 1.
સિંધુખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા?
A. હડપ્પા
B. લોથલ
C. મોહેં-જો-દડો
D. કાલિબંગન
ઉત્તર:
A. હડપ્પા
પ્રશ્ન 2.
હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયું નગર હતું?
A. લોથલ
B. મોહેં-જો-દડો
C. કાલિબંગન
D. ધોળાવીરા
ઉત્તર:
C. કાલિબંગન
પ્રશ્ન ૩.
ઋગ્વદમાં કેટલાં મંડળો છે?
A. 12
B. 15
C. 10
D. 4.
ઉત્તર:
C. 10
2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:
પ્રશ્ન 1.
હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો.’
ઉત્તર:
હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા. શહેરના મુખ્ય બે રાજમાગમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય, એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી.
પ્રશ્ન 2.
‘હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડાંમાં વ્યક્ત થાય છે.’ વિધાન સમજાવો.
ઉત્તર:
હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડાં મળી આવ્યાં છે. તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા. સિંધુખીણની સભ્યતાના લોકોએ પોતાનાં બાળકો માટે વિવિધ પ્રકારનાં રમકડાં બનાવ્યાં હતાં. તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડાં, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી-પુરુષ આકારનાં રમકડાં, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચઢતા વાનરની કરામત દર્શાવતાં રમકડાં મુખ્ય છે. આ પરથી કહી શકાય કે, હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડાંમાં વ્યક્ત થાય છે.
પ્રશ્ન 3.
લોથલ વિશે નોંધ લખો.
ઉત્તર:
લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો (Dock Yard} માનવામાં આવે છે. અહીં આવતાં, વહાણોને ભરતીના સમયે લાંગરીને માલસામાનને ચઢાવવાઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય. આ ઉપરાંત, લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે, લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર, અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારીમથક હતું.
3. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરોઃ
1. કાલિબંગન હાલ ………………….. રાજ્યમાં આવેલ છે.
2. હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ …………………….. નગરમાં આવેલ છે.
3. ધોળાવીરા …………………… જિલ્લામાં મળી આવેલ પુરાતત્ત્વીય સ્થળ છે.
ઉત્તર:
1. રાજસ્થાન
2. મોહેં-જો-દડો
3. કચ્છ
4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે.
2. ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી.
3. ધોળાવીરાની નગરરચના બે ભાગમાં વહેંચાયેલ છે.
4. વેદ મુખ્યત્વે સાત છે.
ઉત્તરઃ
1. ખોટું
2. ખરું
૩. ખોટું
4. ખોટું